જેમની આગળ ખૂલી શકીએ એવા મિત્રો-પરિચિતો-સંબંધીઓ બહુ ઓછા હોય છે. મોટેભાગે તો લોકોને સામી વ્યક્તિ પોતાની આગળ ખુલ્લી થાય એમાં નહીં, ઉઘાડી પડે એમાં રસ હોવાનો.
કોને, ક્યારે, કઈ અને કેટલી વાત કહેવી એ વિવેકબુદ્ધિ મોટા ભાગના લોકોમાં નથી હોતી. બધાને બધું જ કહી દેવાના એક અંતિમથી શરૂ કરીને કોઈને કશું જ ન કહેવું એવા બીજા છેડાના અંતિમમાંના કોઈ એક અંતિમ લોકો રહેતા હોય છે.
મનમાં સર્જાતા વિચારોની આપલે કશાય કારણ વિના કરવી ગમતી હોય છે. કારણ હોય ત્યારે તો કરવી જ પડે; પણ કોઈ હેતુ વિના, મનમાં ઉદ્ભવતા વિશ્ર્વમાં બીજાને ડોકિયું કરવાનું આમંત્રણ આપવું ગમતું
હોય છે.
પણ બધી જ વાત બધાને કહી દેવા માટેની નથી હોતી. તમારા માટે જે હકીકતો સૌંદર્ય મઢેલી હોય એ જ વાતોને બીજી વ્યક્તિ કૂથલીની ફ્રેમમાં મઢાવીને ત્રીજાની આગળ દેખાડી શકે છે. તમારા માટે જે પ્રસંગો અત્યંત દર્દનાક હોય એ જ પ્રસંગો બીજાની પાસેથી સાંભળીને ત્રીજાઓ તમારા પર ખડખડાટ હસી શકે છે. ગૂંગળામણ અનુભવતા હો ત્યારે બીજાની સાથે વાત કરીને તાજી હવા શ્ર્વાસમાં લેવાનો પ્રયત્ન થતો હોય છે. પણ આ વાત ત્રીજાઓ સુધી પહોંચે છે ત્યારે પ્રાણવાયુ મળવાને બદલે કોઈ તમારું ગળું ભીંસતું હોય એવું બેબાકળાપણું અનુભવાય છે. પ્રેમવશ કહી દીધેલી કઈ વાતને કોણ કેવી રીતે સમજશે અને કેવી રીતે બીજાને પહોંચાડશે એની ખાતરી તમને નથી હોતી. ઘણાને બીજી વ્યક્તિ સાથેની પોતાની આત્મીયતા પુરવાર કરવા પોતાની બધી જ અંગત વાતો કહી દેવાની કે બીજાની બધી જ અંગત વાતો જાણી લેવાની ટેવ હોય છે. આવી ટેવ ખોટી અને આવી ઈચ્છા પણ નકામી.
પોતાના ભાવવિશ્ર્વને સાચવવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. કશુંક ન ગમતું ખાળવાની અને કશુંક ગમતું મેળવી લેવાની ફરજ પણ એની પોતાની જ. અન્ય કોઈ આ માટે ગમે એટલું દબાણ લાવે કે શરમમાં નાખવાનો પ્રયાસ કરે તો તમે આ બાબતમાં વિવેકપૂર્વક તમારું ધાર્યું કરી શકો. આમ છતાં દુરાગ્રહ થાય ત્યારે તમે પોતે પણ એટલા જ પ્રમાણમાં મક્કમ બની શકો છો. આવા વખતે તમને નફ્ફટ, નિર્લજ્જ કે બેશરમ જેવાં વિશેષણો વડે નવાજવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે વાસ્તવમાં આ તમામ વિશેષણો દુરાગ્રહ કરનાર પેલી વ્યક્તિની ઓળખાણ છે.
તમારી વાત ત્રીજી વ્યક્તિ સુધી ન પહોંચે એવી તમારી ઈચ્છા હોય તો તમે બીજી વ્યક્તિ સુધી ન જાઓ. બીજી વ્યક્તિને કહેવાની વાત ત્યારે જ કહેવાય જ્યારે તમને ખબર હોય કે આ વાત એ ત્રીજી વ્યક્તિને નહીં કહે. તમારો આત્મીય સંબંધ બીજી વ્યક્તિ સાથે છે, ત્રીજી નહીં. ત્રીજી વ્યક્તિને પણ એના પોતાના કોઈક આત્મીય સંબંધો હશે જેની સાથે એ તમારી આ વાત વહેંચવા માગશે. આવું થશે ત્યારે ત્રીજી વ્યક્તિનો આશય નહીં હોય તો પણ એણે ચોથી વ્યક્તિ સુધી પહોંચાડેલી તમારી વાત કૂથલી બની જવાની. તમારા અંગત મિત્રને કહેલી કોઈ વાત એ મિત્રને પત્ની સુધી, પછી પત્નીની નણંદ સુધી, નણંદની પડોશણ સુધી, પડોશણના પ્રેમી સુધી, એ પ્રેમીના બિઝનેસ પાર્ટનર સુધી કુરિયરની મદદ વગર પહોંચી જતી હોય છે.
જેમની સાથે વાતો કરવાથી તમારું હૃદય હળવું થતું હોય, તમને દિશાસૂચન કે કોઈ પણ પ્રકારની બિનશરતી સહાય મળતી હોય એવી વ્યક્તિઓ પણ તમને સહાનુભૂતિ, મદદ કે સલાહ આપવાનું પોતે વળતર મેળવતા હોય એ રીતે તમારી અંગત વાતોને બીજાઓના નિંદારસને સંતોષવા માટે મોકલી શકે છે. આવું ન થાય એ માટે કવિ રાજેન્દ્ર શાહની લોકપ્રિય કવિતા ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’માંની એક પંક્તિ કંઠસ્થ રાખવી: ‘અવરને મન આપણી વ્યથા, રસની કથા.’ ગુજરાતીઓની નવી જનરેશન માટે સ્પષ્ટતા કે અહીં અવર એટલે ઓયુઆરવાળું આપણું અવર નહીં પરંતુ ગુજરાતી અવર જેનો અર્થ થાય બીજાઓ.
પ્રેશર કૂકરમાં સર્જાતી વરાળ જેવી બાષ્પ વ્યક્તિના મનમાં પણ ઊઠતી હોય છે. કૂકરની સીટી વાગે છે અને વરાળ બહાર નીકળે છે (હકીકતમાં, વરાળ બહાર નીકળે છે એટલે સીટી વાગે છે). ચીસ જેવી આ સીટી વ્યક્તિના મનમાં વાગે છે છતાં વરાળ અંદરની અંદર રહે છે, કૂકરની જેમ ક્યારેક પોતે ફાટી જશે એવો ભય વરાળની સાથે ભળી જાય છે.
કહેનારાઓએ માણસનું વર્ણન સામાજિક પ્રાણી તરીકે શા માટે કર્યું હશે એનો અંદાજ આવા સમયે જ આવે. સંબંધોની આવશ્યકતા પણ આવા જ વખતે સમજાય. મિત્રોની ઉપયોગિતા પણ આવા સંજોગોમાં જ પુરવાર થાય. વરાળ સર્જાવાનું કારણ કંઈ પણ હોઈ શકે. આપત્તિઓના ઢગલા હોય કે પછી આનંદનાં શિખરો હોય. અભિવ્યક્તિ વિનાની લાગણીઓ વરાળમાં રૂપાંતરિત થવાની, જ.
ઘણાની ફરિયાદ હોય છે કે મગજમાં ખૂબ વિચારો આવે છે. એને કારણે મગજ શાંત નથી રહેતું. ઉત્પાત થતો હોય એવું લાગે છે. વિચારોનો ટ્રાફિક જામ થઈ ગયો હોય એવું લાગે છે. ક્રિયાશીલ દિમાગમાં વિચારો જન્મવાના જ છે. નિષ્ક્રિય દિમાગ કશા ખપનું નથી. રસ્સો હોય તો એના પર વાહનો દોડે એમાં જ એની શોભા છે. સૂમસામ રસ્તો ગમે એટલી નીરવ શાંતિ ધરાવતો હોય તોય એ શાંતિ રસ્તાની શોભામાં ઉમેરો કરતી નથી. મગજ વિચારવિહોણું થઈ જાય એવી સ્થિતિ સર્જવી અશક્ય જ નથી, ભયાવહ પણ છે. વિચારો વિનાના દિમાગની વાતો આધ્યાત્મિક પલાયનવાદ છે. ધાર્યા વિચારો ન આવતા હોય કે ચિંતા વધારી મૂકનારા વિચારો પર કાબૂ ન રહેતો હોય ત્યારે નિર્વિચાર દિમાગ એનું નિરાકરણ નથી. આડેધડ દોડ્યા કરતા વિચારો જ્યારે આજુબાજુથી અને સામેની દિશાએથી આવતા વિચારોની પરના કર્યા વિના પોતાની તેજ ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે ત્યારે ટ્રાફિક જામ સર્જાય એમાં નવાઈ નથી. આવો ટ્રાફિક જામ એક જણથી સંભાળી ન શકાય. જામના બેઉ છેડે એક-એક વ્યક્તિ જોઈએ જે એકબીજાની સાથે ઈશારાથી સંપર્કમાં રહીને વાહનોના માર્ગમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલે.
વિશ્ર્વાસુ મિત્રો કે ભરોસાપાત્ર સંબંધીઓ આવા જ સમયે વહારે ધાય છે. તમને ખબર છે કે તમારી સમસ્યા શું છે, તમને ખબર છે કે એ શા કારણે સર્જાઈ છે, અને એનું નિરાકરણ શું છે. ક્યારેક એવો પણ વિચાર આવી જાય કે દર્દનાં લક્ષણોથી માંડીને એના ઉપચાર સુધીની બધી જ જાણકારી છે તો ડૉકટરની શું જરૂર છે. પણ જરૂર હોય છે. વિચારોને સીધી ગતિમાં લાવવા માટે સામેના છેડે તમારા ઈશારાઓથી સમજી જાય એવા, કૂકરની સીટી જેવા, મિત્રો-સંબંધીઓની જરૂર પડવાની, જેમની હાજરીમાં તમને કવિ રાજેન્દ્ર શાહની એ પંક્તિઓ યાદ કરવાની જરૂર ન લાગે એવા આત્મીયજનોની જરૂર પડવાની.

No comments:
Post a Comment