વ્યવસ્થા નહીં, અવ્યવસ્થા જ કુદરતી છે
બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેમાં અરાજકતા કાર્યરત ન હોય. બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ છેવટે અરાજકતાનો ભોગ બને છે અને તેનો અંત આવે છે. બ્રહ્માંડ પોતે અરાજકતાનો ભોગ બનેલું છે.
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
બ્રહ્માંડમાં આજુબાજુ જોઇએ તો બધું કેવું સમુસૂતરું દેખાય. શાંત અને નિયમબદ્ધ દેખાય. સરિતા વહેતી હોય, પવન વાતો હોય, વન-ઉપવનમાં વૃક્ષો અને છોડો ધીરે ધીરે ડોલતા હોય. ખેતરમાં લીલોછમ પાક લહેરાતો હોય. સૂર્યોદય થાય. સૂર્ય ધીરે ધીરે આકાશમાં ઉપર ચઢે, સાંજે આથમે, પછી ચંદ્રોદય થાય. તારા રાત્રિ આકાશમાં ટમટમવા લાગે. દિવસ અને રાત, અઠવાડિયા, પખવાડિયા, મહિનાઓ, વર્ષો પસાર થાય. બાળક જન્મે, મોટું થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, મૃત્યુ પામે. આમ આપણને બધું નિયમાનુસાર થતું લાગે. આપણને થાય કે બ્રહ્માંડ નિયમાનુસાર ચાલે છે. બ્રહ્માંડ એક યંત્ર લાગે. યંત્રશાસ્ત્રના નિયમોએ તેને યંત્ર બનાવી રાખ્યું હોય તેમ લાગે. શરીરનો વિચાર કરીએ તો તે પણ એક યંત્ર જ લાગે. બધા અવયવો તેના સ્થાને ગોઠવાયેલાં છે, અને પોતપોતાનું કાર્ય કરે છે, તેમાં ઘણી વાર બગાડો પણ થાય છે. યંત્ર ખોરવાઈ જાય છે અને પછી મૃત્યુ પણ પામે છે.
બધા માનવા લાગ્યાં હતાં કે બ્રહ્માંડ બરાબર નિયમાનુસાર જ વર્તે છે. વિજ્ઞાનીઓ બ્રહ્માંડના આવા નિયમો શોધવા લાગ્યાં અને તેમને બ્રહ્માંડના આવા નિયમો મળ્યાં પણ ખરાં. દરિયો ઉછળવા લાગે, પવનો ફૂંકાવા લાગે, વાવાઝોડું અને વંટોળ થાય, નદીઓમાં ધસમસતાં પૂર આવે, ધરતીકંપો થાય, સુનામી આવે, પર્વતો પરની ભેખડો ધસી પડે, આકાશમાંથી પૃથ્વી સાથે લઘુગ્રહ કે ધૂમકેતુ આવીને અથડાય ત્યારે લાગે કે બ્રહ્માંડમાં બધું સમુસૂતરું તો નથી જ. નિયમોમાં અપવાદ છે, પદ્ધતિસર, શિસ્તબદ્ધ બ્રહ્માંડમાં કાંઈક અશિસ્ત તો છે. ઓફિસોમાં જોઈએ તો લોકો નાના નાના નિયમોને તોડતાં નજરે ચઢે. કોઈક દશ મિનિટ મોડા આવે તો કોઈ અડધો કલાક. એમને એમ થાય કે આમાં શું થઈ ગયું. પણ તેમને ખબર નથી કે તેઓ ધીરે ધીરે અરાજકતાને જન્મ આપે છે અને પછી સિસ્ટમ નિયંત્રણની બહાર ચાલી જાય છે, જેને લોકો પ્રિસિડન્ટ પડી જાય તેમ કહે છે.
ઘણી વાર થાય કે દરિયો તો શાંત હતો. થોડી વારમાં તેમાં ઘમસાણ ક્યાંથી મચી ગયું? વાયુમંડળ તો ખુશનુમા હતું. તેમાં તોફાન ક્યાંથી આવી ગયું? લાગે કે મિલિટરીમાં શિસ્ત વધારે છે પણ તેઓ જ્યારે કોઈ બ્રિજ પરથી ચાલે છે ત્યારે તેઓ આમ તેમ વિખેરાઈને ચાલે છે, આમ શા માટે હશે? માનવીના મગજમાં એકાએક શું થઈ જાય છે કે તે પાગલ બની જાય છે, માનવીના જીવનમાં એક નાની બીના બને છે અને તે ગૂમસુમ થઈ જાય છે.
સરકારી ઑફિસમાં જઈએ તો બધું આમ તેમ પડ્યું હોય, તે શું દર્શાવે છે? તે સરકારમાં રાજકતા દર્શાવે છે કે અરાજકતા? ઈંઅજ જ્ઞરરશભયનિાં ટેબલો જોઈએ તો સાફ-સૂથરાં દેખાય. શું તેઓ કાર્ય કરે છે કે નથી કરતાં? કાર્ય કરતા હોય તો તેમના ટેબલો આટલાં સાફ-સૂથરાં કેવી રીતે હોય છે? આવા ઑફિસરો પોતે કામ કરતાં નથી પણ બીજા આગળ કામ કરાવે છે. માટે તેઓનાં ટેબલો સ્વચ્છ હોય છે.
કલાકારોનાં ટેબલો કે કામ કરવાની જગ્યા જોઈએ તો બધું જ અસ્ત-વ્યસ્ત. વિજ્ઞાનીના ટેબલો જોઈએ તો બધું અસ્ત-વ્યસ્ત. પુસ્તકો અને કાગળિયાની ભરમાર, આમ તેમ બધે પુસ્તકો અને કાગળિયા જ લાગે. આવા જ ટેબલો પત્રકાર અને અખબારના તંત્રીઓનાં હોય છે. વિજ્ઞાનીઓના ટેબલ પર, તેની ઑફિસના ખૂણે ખૂણે કાગળ અને પુસ્તકો જ દેખાય. તેની ખુરશી પર સુધ્ધાં પુસ્તકો પડ્યા હોય. તેનો ફોન ગોતીએ તો પણ મળે નહીં. આજુબાજુ ચાના કપના ડાઘા, ખાલી ચા-કૉફીના મગ પડ્યાં હોય. તો પ્રશ્ર્ન થાય કે બ્રહ્માંડમાં નિયમો શોધનારા આટલા બધા અવ્યવસ્થિત કેમ હશે? કલાકારો, સંગીતકારો લાગે શિસ્તબદ્ધ પણ તેમની કામ કરવાની જગ્યા ખૂબ જ અવ્યવસ્થિત હોય.
આઇન્સ્ટાઈનના કાર્ય કરવાના રૂમમાં કોઈને પણ જવાની રજા ન હતી. બધું જ અસ્ત-વ્યસ્ત. જબ્બર ટેબલ, તેના પર કેટલીયે ધૂળ ચઢેલી હોય. તેમાં ચાના કપનાં કેટલાય કુંડાળા હોય. એ રૂમમાં આઈન્સ્ટાઈનના શ્રીમતીને પણ જવાની રજા ન હતી. માત્ર તેની દીકરી જઈ શકતી. આઈન્સ્ટાઈનનું ટેબલ જુઓ તો પુસ્તકો, કાગળિયા અને ચોપડાનાં થોકડે થોકડાં. તેમ છતાં આઈન્સ્ટાઈને એ ટેબલ પરના કાગળના ગોડાઉનમાંથી એને જે કાગળ જોઈતો હોય તે તરત જ કાઢી શકતા. તેમના શ્રીમતીએ જો એ ટેબલને સુવ્યવસ્થિત ગોઠવ્યું હોય તે દિવસે આઈન્સ્ટાઈન મહાશયને એક પણ કાગળ મળે જ નહીં. માટે આઈન્સ્ટાઈને તેમના શ્રીમતીને તેના ટેબલને અડવાની ના ફરમાવેલી.
આ બ્રહ્માંડ જન્મ્યું તો વિસ્તરતું હતું પણ તે જે દરે વિસ્તરતું હતું તે જોતાં તે ૧૩ અબજ વર્ષમાં જે છે તેના કરતાં તેનો વિસ્તાર એક દશાંશ જ હોય, પણ બ્રહ્માંડની ત્રિજ્યા હાલમાં ૧૩ અબજ પ્રકાશવર્ષ છે. વિજ્ઞાનીઓને આ સમજાતું ન હતું. અમેરિકી પ્રોફેસર એલન ગૂથે ઈન્ફલેશનરી થિયરી રજૂ કરી. આ થિયરી પ્રમાણે બ્રહ્માંડ જન્મ્યું પછી થોડા સમય પછી તેમાં ઉભરો આવે તો ખૂબ જ ઈન્ફલેશન (ઉછાળો) આવ્યો અને પછી તે સ્થિર ઝડપે વિસ્તરી હાલની સ્થિતિએ પહોંચ્યું છે.
પ્રોફેસર એલન ગૂથની આ થિયરી સર્વમાન્ય સાબિત થઈ છે. આ થિયરીના પ્રણેતા પ્રોફેસર ગૂથની રૂમ ૧૫૧૫ ફૂટની છે. તેના રૂમમાં ડોકિયું કરો તો પ્રોફેસર ગૂથ ક્યાં બેઠા છે તે દેખાય જ નહીં. રૂમમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકો, ચોપડા, સ્પાયરલથી બાઈન્ડ કરેલી ઝેરોક્ષ કોપીઓ. ટેબલ પર કેટલાય કોફીના ખાલી મગ પડેલાં દેખાય, ઠંડા પીણાની ખાલી બોટલો દેખાય. ખુરશીઓ પર પણ બબ્બે ફૂટ ઊંચા પુસ્તકોના ખડકલાં. ત્યાં સુધી કે તેમના કોમ્પ્યુટર પર પણ ઝેરોક્ષ કોપીના થોકડે થોકડા. પ્રોફેસર ગૂથ તેમના રૂમમાં છે કે નહીં તે જોવું હોય તો તેમના ટેબલ સુધી જોવા જવું પડે અને રસ્તામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન મળે. તેમના ટેબલ પાસે જવું હોય તો પુસ્તકના ખડકલાને ઠેકીને જવું પડે. તેમના શ્રીમતીજી તો કદાચ તેમના રૂમમાં આવતા જ નહીં હોય અને આવે ત્યારે કાળો કકળાટ કરી મૂકતા હશે અને તેમનો જીવ બળી જતો હશે. મેં પ્રોફેસરને પૂછવાની હિંમત કરી ન હતી કે તેમના પત્ની તેમની સાથે છે કે તેમણે છૂટાછેડા લીધા છે. પ્રોફેસરની રૂમ જોઈને થાય કે કદાચ તેમના પત્નીએ તેમની સાથે છૂટાછેડા જ લીધા હશે.
અવ્યવસ્થા એટલે અરાજકતા. તો થાય કે શું સર્જનાત્મકતાને અને અરાજકતાને ગાઢો સંબંધ હશે? વ્યવસ્થા સનાતન છે કે અવ્યવસ્થા (અરાજકતા). વ્યવસ્થાને સાચવવી પડે છે, વ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ રહેવું પડે છે. અવ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ રહેવું પડતું નથી. તે વણબોલાવેલી આવી જ જાય છે. સિસ્ટમમાં અરાજકતા પેસી જ જવાની, થઈ જ જાય છે. ગમે તેટલા પ્રયત્ન કરો તો આજ નહીં તો કાલ તે સિસ્ટમમાં આવી જ જાય છે. માટે લાગે છે કે વ્યવસ્થા કુદરતી નથી અવ્યવસ્થા જ કુદરતી છે અને બ્રહ્માંડ પર તે જ રાજ કરે છે. અવ્યવસ્થા વ્યવસ્થામાંથી જન્મતી નથી તે સ્વયંભૂ છે, પણ વ્યવસ્થા અવ્યવસ્થામાં જ જન્મે છે. સર્જનાત્મક માનવી પછી ગમે તે હોય લેખક, વિજ્ઞાની, સંગીતકાર, ચિત્રકાર કે કલાકાર તેનું મસ્તિષ્ક ખૂબ જ અવ્યવસ્થા ભરેલું હોય છે. ખૂબ જ અરાજકતા

No comments:
Post a Comment