મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન : ચંદ્રકાંત બક્ષી
મુંબઈ, કોલકતા અને ચેન્નાઈ અથવા બૉમ્બે, કલકત્તા અને મદ્રાસ, આ ત્રણ શહેરો ઊડીને આંખે વળગે તેવી કેટલીક સમાનતા ધરાવે છે. બ્રિટિશરોએ શા માટે આ ત્રણ શહેરો પસંદ કર્યાં હતાં? આના ઉત્તર માટે ઈતિહાસમાં ડોકિયું કરીએ.
૧૪૯૮- વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે ઊતર્યો.
૧૫૧૦- અલફોન્સો-દી-અલ્બુકર્કનું ગોવામાં આગમન.
પોર્ટુગીઝો એકસો વર્ષથી ભારતમાં હતા.
૧૬૦૦- લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની શરૂઆત થઈ.
૧૬૧૨- સુરતમાં કોઠી અથવા ફૅક્ટરી સ્થાપવા માટેના પ્રયાસ અને આ પાછળ એક કહાણી છે. સુરતમાં શરાબ પીવાની હોડમાં હૉક્ધિસની શરાબ પીવાની ક્ષમતાથી પ્રભાવિત થયેલા જહાંગીરે સુરતમાં ફૅક્ટરી શરૂ કરવા તેને આપેલી પરવાનગી.
૧૬૩૯- ફૅક્ટોર ફ્રાન્સિસ ડેએ મદ્રાસમાં ખરીદેલી જમીન.
૧૬૬૧- પોર્ટુગીઝના રાજાની બહેન ડૉના ઈનફન્ટા કૅથેરિના અને ઇંગ્લેન્ડના ચાર્લ્સ બીજાનાં લગ્ન થયાં અને મુંબઈ ટાપુ દહેજમાં આપવામાં આવ્યો.
૧૬૯૦- જહૉન ચારનૉકે સુતાનુતીની ત્રીજી વખત લીધેલી મુલાકાત.
૧૬૯૬- ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કિલ્લો બાંધ્યો અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું.
આ ત્રણ શહેરો કેવી રીતે ખરીદવામાં આવ્યાં હતાં.
(૧) ૧૬૩૯: ચંદ્રાઘ્નિ રાજા પાસેથી વર્ષે ૬૦૦ પાઉન્ડના ભાડે મદ્રાસ ટાપુ લેવામાં આવ્યો હતો.
(૨) ૧૬૬૧: મુંબઈ ટાપુનું જમીન અને ઈમારતો સાથેનું મૂલ્ય ૭૦૦ પાઉન્ડ હતું.
(૩) ૧૬૯૮: ઔરંગઝેબના પૌત્ર અઝિમ-ઉસ્-શાનને રૂા.
૧૬૦૦/-ની લાંચ આપ્યા પછી રૂા. ૧૩૦૦/-માં કલકત્તા, સુતાનુતી અને ગોવિંદયન એમ ત્રણ ગામડાં ખરીદવામાં આવ્યાં હતાં.
મુંબઈ, કોલકતા ને મદ્રાસને પસંદ કરવા માટેનાં કેટલાંક કારણો:
(૧) અ. કોલકતાની હુગલી નદી.
બ. મદ્રાસનો કોલમ, ભેજની વાસવાળો જળમાર્ગ.
ક. મુંબઈની વસઈની ખાડી.
વ્યાપક પ્રમાણમાંના જળપ્રદેશો એટલે મરાઠા અને મોગલ ઘોડેસવારોએ જમીનનો અંત આવતાં જ અટકવું પડે. તેઓ જળપ્રદેશ પાર કરી શકે નહીં, આમ આ ત્રણે શહેરો બ્રિટિશરો માટે સલામત હતાં.
(૨) બ્રિટિશરો દરિયાઈ માર્ગે આવ્યા હતા અને તેઓ દરિયા માર્ગથી વાકેફ હતા. તેમને ભારત છોડી જવાની ફરજ પાડવામાં આવે તો તેમને માટે સરળ હતું, આ વિશે એક કહાણી છે. ૧૯૪૭માં લોર્ડ માઉન્ટબેટન વાઈસરૉય તરીકે ભારત જવા રવાના થાય તે અગાઉ તેમની છેલ્લી પત્રકાર પરિષદમાં એક ભારતીય પત્રકારે તેમને પ્રશ્ર્ન પૂછ્યો, ‘આપ નામદારની સરકારે નૌકાદળના એક અધિકારીની નિમણૂક કરી છે. બ્રિટિશરોની ભારત છોડી જવાની કાર્યવાહી સરળતાથી પાર પડે તે માટે આ નિમણૂક કરવામાં આવી છે,’ પત્રકાર પરિષદ પછી માઉન્ટબેટન મનમાં હસતાં હસતાં બોલ્યા હતા કે કંઈક જાણવું હોય તો ક્યારે મોડું થયું ગણાય નહીં.
(૩) સારું અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન હતું એટલે આ પ્રદેશ પર કબજો મેળવ્યા પછી પણ વિજેતા ઝાઝો વખત રહી શકે નહીં.
(૪) હવામાન અત્યંત ખરાબ હતું. કલકત્તામાં બ્રિટિશરો કહેતા કે તમે ભારતમાં ત્રણ ચોમાસાં કાઢી શકો તો કાયમ માટે રહી શકો.
મુંબઈમાં ૧૬૯૨માં સૌપ્રથમ વખત પગ મૂક્યો હતો. ૩૦૭ વર્ષ અગાઉ રૂપજી ધનજી દીવથી મુંબઈ આવ્યા હતા. ૧૬૭૭માં એટલે કે ૩૨૨ વર્ષ અગાઉ નિમા પારેખ આવ્યા અને ધોબી તળાવ નજીક વસ્યા હતા. આમ, ઈતિહાસની નોંધ મુજબ લગભગ ૩૫૦ વર્ષ પહેલાં અહીં આવ્યા હતા. એક સદીની ત્રણ પેઢીઓને હિસાબે જોઈએ તો ગુજરાતીઓની દસ પેઢી અહીં રહી, અહીં મૃત્યુ પામી અને તેમના અંતિમસંસ્કાર પણ અહીં જ થયા.
આ પૃથ્વી પર પશ્ર્ચિમમાં લોસ એન્જેલિસથી માંડીને પૂર્વમાં હોંગકોંગ સુધી અને દક્ષિણમાં ડરબનથી માંડીને ઉત્તરમાં છેક લંડન સુધી એકસો કરતાં પણ વધુ દેશોમાં ગુજરાતીઓ ફેલાયેલા છે, પરંતુ ગુજરાતની બહાર, આપણે મુંબઈને જે પ્રેમ આપ્યો છે તેવો પ્રેમ અન્ય કોઈ શહેરે
મેળવ્યો નથી.
મુંબઈ આવતા પહેલાં આપણે લોહાણા અને પટેલ, જૈન અને વહોરા, નાગર અને પારસી, મેમણ અને કપોળ, અનાવિલ અને ભાટિયા હતા, ‘ગુજરાતી’ની ઓળખનું લેબલ મુંબઈએ આપણને આપ્યું.
સૌથી પહેલવહેલા કપોળો અને ભાટિયાઓ મુંબઈમાં આવ્યા હતા. (કલકત્તામાં બીજા વિશ્ર્વવિગ્રહ સુધી તમામ ગુજરાતીઓ ભાટિયાઓ તરીકે જાણીતા હતા).
૧૯મી સદીમાં ‘ગુજરાતીઓનું મુંબઈ’ હતું. જે ૨૦મી સદીમાં ‘મુંબઈના ગુજરાતીઓ’માં રૂપાંતર થયું.
મુંબઈમાં ન્યૂ યોર્ક જેવું છે. જેમ ન્યૂ યોર્કરોની પ્રથમ પેઢી, ન્યૂ યોર્કરોની બીજી પેઢી અને ત્રીજી પેઢીના ન્યૂ યોર્કરો છે તેમ મુંબઈમાં પ્રથમ પેઢીના મુંબઈકરો, બીજી પેઢીના મુંબઈકરો અને ત્રીજી પેઢીના મુંબઈકરો છે. ન્યૂ યોર્કમાં જેમ અત્યંત ઓછા ચોથી પેઢીના ન્યૂ યોર્કરો છે તેમ અત્યંત ઓછા પ્રમાણમાં ચોથી પેઢીનાં મુંબઈકરો છે, મુંબઈ અને ન્યૂ યોર્ક બન્ને વસાહતીઓનાં શહેરો છે.
ચોપાટીના દરિયામાં, સ્વાતંત્ર્ય દેવીની જેમ આ ટાપુની પાલનહાર દેવી મુંબા આઈની પ્રતિમા અસ્થાને નહીં ગણાય. મારા માટે જો ન્યૂ યોર્ક એક દળદાર એપલ છે, તો મુંબઈ ભરાવદાર પાઈનેપલ છે! બહારથી બરછટ, પરંતુ અંદરથી રસદાર અને સ્વાદિષ્ટ. ‘આઈ લવ મુંબઈ’નું રટણ કરવાની આપણને જરૂર નથી, કેમ કે આપણે ગુજરાતીઓ છેલ્લાં ૭૦૦ વર્ષોથી મુંબઈને ચાહીએ છીએ.
સાતસો વર્ષ પહેલાં, ૧૩મી સદીમાં આપણે ગુજરાતના રાજા ભીમદેવ સાથે આવ્યા હતા. તેમણે તેમના પાટનગર મહિકાવટીની સ્થાપના કરી હતી, એ મહિકાવટી તે જ આજનું માહિમ! બાજુમાં તેમણે તેમના હાથીઓ માટે ગજશાળા બંધાવી હતી, જે માતંગાલયને નામે ઓળખાતી. સમય જતાં આ માતંગાલય માટુંગા બન્યું! એ વખતે વટવૃક્ષોનું વન હતું. વટવૃક્ષ એટલે વડ. એ વડ એટલે આજનું વડાલા!
અગાઉ શહેર ધાતુ ઓગાળવાનું યંત્ર અથવા મિક્સ્ડ વેજિટેબલ સૂપ અથવા પાંઉભાજી હતું જેમાં તમામ ઘટકો પોતાની ઓળખ ગુમાવી બેસે, આજે વિશ્ર્વભરમાં મહાનગરોમાં મોઝેઈક જેવી સ્થિતિ છે. જેમાં વિવિધ રંગો, વિવિધ રંગછટા, વિવિધ ભાત (ડિઝાઈન) છે અને એક નકશી અલગ દેખાઈ આવે છે, પરંતુ આ નકશી માટે ઉપયોગમાં લેવાયેલી ચીજોની ઓળખ જળવાઈ રહી છે.
મુંબઈના તમામ સાત ટાપુઓને જેમ છે તેમ રાખવા જોઈએ જેથી મુંબઈ વેનિસ જેવું સુંદર બની રહેશે. જળમાર્ગો અને ખાડી એમ ને એમ જાળવી રાખવાં જોઈએ, એવું સૂચન જમશેદજી તાતાએ કર્યંુ હતું. આ સાત ટાપુઓ હતા- કોલાબા, અલ-ઓમાનિસ, મુંબઈ (મુખ્ય ટાપુ), મઝગાંવ, પરેલ, માહિમ અને વરલી.
ગુજરાતના દરિયાકિનારા પરના દીવ, ઘોઘા, કચ્છ અને સુરતમાંથી ગુજરાતીઓ મુંબઈમાં આવ્યા અને તેઓ મોજાના સ્વરૂપે આવ્યા. ૧૮૦૩માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને લોકોનો પ્રવાહ મુંબઈમાં આવ્યો. એ પછી કાઠિયાવાડ બ્રિટિશરોના હાથમાં જતાં લોકોનો બીજો પ્રવાહ મુંબઈ ભણી વહ્યો. બ્રિટિશરોએ દ્વારકા અને કચ્છ નજીકના દરિયાઈ ચાંચિયા અને લૂંટારાઓને ખતમ કરતાં મુંબઈ માટેના દરિયાઈ માર્ગો સલામત બન્યા. ૧૮૬૦માં કાપડનો વેપાર ધીકતો બન્યો. એ પછી અમેરિકામાં આંતરવિગ્રહ થયો અને લેન્કેશાયરની રૂ માટેની માગણીમાં ઉછાળો આવ્યો. મુંબઈ રૂનું સપ્લાયર બન્યું. એ પછી અટકળો અને સટ્ટાબજાર. મુંબઈ ગુજરાતીઓથી ઊભરાવા માંડ્યું અને વેપારીઓમાં અગ્રણી અને ૧૯મી સદીના આપણા ધીરુભાઈ અંબાણી, પ્રેમચંદ રાયચંદ આવ્યા. વેપાર ખૂબ ખીલે એમ બ્રિટિશરો ઈચ્છતા હતા અને તેમણે વેપારીઓને મુંબઈ આમંત્ર્યા હતા.
૧૬૭૧માં સુરતના વાણિયા મહાજને ચોક્કસ અધિકારો, છૂટછાટો ને વેપારની સ્વતંત્રતાની માગણી કરી હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ તમામ માગણીઓનો સ્વીકાર કર્યો હતો.
મુંબઈમાં શરૂઆતમાં આવનારા ગુજરાતીઓનો વેપારધંધો શો હતો? આની આછી ઝલક જોઈએ તો:
ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કામદારો પૂરા પાડવા.
માળવાથી ચીનમાં અફીણની નિકાસ કરવી (ચીન સાથેના અફીણના આ વેપાર પરથી ગુજરાતી ‘ચિનોય’ અટક ઊતરી આવી છે.)
અખાતમાંથી ખજૂરની આયાત કરવી.
ગુજરાતમાં પેદા થતી તમાકુમાંથી ચિરુટનું ઉત્પાદન કરવું.
વિવિધ પ્રકારનાં જહાજો બાંધવાં.
ટિપુ અને ૧૮૫૭ દરમિયાન લડત આપનાર બ્રિટિશ ભારતીય લશ્કર માટે વરદી અને બૂટ પૂરાં પાડવાં.
અશ્ર્વો માટે જીન બનાવવાં.
૧૮૭૯ના અફઘાન યુદ્ધ દરમિયાન તંબુ પૂરા પાડવા.
તોપગાડીઓ બનાવવી.
મુંબઈના વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન એટલું વ્યાપક પ્રમાણમાં છે કે અહીં એ યોગદાનની આછી ઝલક જ રજૂ કરી શકાય.
(૧) ૧૮૬૪ - પ્રેમચંદ રાયચંદે બૉમ્બે યુનિવર્સિટીને રૂા. બે લાખ આપ્યા હતા.
(૨) એ બાદ બે માસ પછી પ્રેમચંદ રાયચંદે પોતાની માતા રાજબાઈ (રાજાબાઈ નહીં!)ની સ્મૃતિમાં ટાવર બાંધવા યુનિવર્સિટીને બીજા રૂા. બે લાખ આપ્યા હતા. રાજબાઈ ટાવરનું બાંધકામ ૧૮૬૯ની પહેલી માર્ચથી ૧૮૭૬ના નવેમ્બર સુધી, એમ નવ વર્ષ સુધી ચાલ્યું હતું. શરૂઆતના દાયકામાં ૨૮૦ ફૂટની ઊંચાઈનો રાજબાઈ ટાવર મુંબઈની સૌથી ઊંચી ઈમારત હતી. મુંબઈના આ અત્યંત પ્રસિદ્ધ ટાવર પાછળ પણ એક કહાણી છે. ચુસ્ત જૈન માતા રાજબાઈએ પુત્ર પ્રેમચંદને ઘડિયાળ સાથેનો ટાવર બંધાવવા જણાવ્યું જેથી નજીકના બઝારગેટ વિસ્તારના જૈનો તેમનું સામાયિક કરી શકે. સામાયિક એટલે ૪૮ મિનિટનું ધાર્મિક ધ્યાન. આ સામાયિક ૪૮ મિનિટ કરવાનું હોય અને એ દિવસોમાં એ વિસ્તારમાં ઝાઝી ઘડિયાળો ન હતી અને બઝારગેટ જૈનોનો વિસ્તાર હતો, આથી ટાવર બાંધવામાં આવ્યો અને તેના ટકોરાનો રણકાર આસપાસના વિસ્તારોમાં સંભળાવા લાગ્યો. શરૂઆતમાં દર કલાકે નહીં, પરંતુ દર ૪૮ મિનિટે ટકોરા વાગતા હતા. આ માટે ઘડિયાળના યંત્રમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ આ વિસ્તારના જૈનો સરળતાપૂર્વક સામાયિક કરી શકે તે માટે રાજબાઈ ટાવર બાંધવામાં આવ્યો હતો, એ પછી દર કલાકે ટકોરા પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષો પહેલાં લાહોર યુનિવર્સિટીએ પણ રાજબાઈ ટાવરની ડિઝાઈન પર આધારિત ટાવર બંધાવ્યો હતો.
(૩) જમશેદજી જીજીભૉયએ (અ) જે. જે. હૉસ્પિટલ માટે રૂા. ૨.૫૦ લાખ આપ્યા અને (બ) જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સ બંધાવી.
(૪) અબ્દુલ હુસેન આદમજી પીરભૉય- ૧૯૦૪, એ ત્રણ વર્ષમાં નેરળ-માથેરાન રેલવેલાઈન બાંધી આપી. તેનો ખર્ચ રૂા. દસ લાખ થયો હતો.
(૫) સર કાવસજી જહાંગીરે યુનિવર્સિટી હોલ અને એલ્ફિન્સ્ટન કોલેજની ઈમારત બંધાવી આપ્યાં.
(૬) ઠાકરશી પરિવારે શિક્ષણના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ૧૮૯૩માં દામોદરદાસ ઠાકરશીનું નિધન થયું. તેમનાં પત્ની નાથીબાઈને મહિલા કેળવણીમાં રસ હતો. આજે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી નામ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે.
(૭) મૂળજી જેઠા માર્કેટ- એશિયાની સૌથી મોટી કાપડ બજારોમાંની એક છે.
(૮) ગોકુળદાસ તેજપાલે ૧૮૬૭માં હૉસ્પિટલ (૧૮૭૦) માટે રૂા. ૧.૫૦ લાખ આપ્યા હતા. તેમની આ સખાવત એટલે જ આજની જી. ટી. હૉસ્પિટલ.
(૯) સર હરકિશનદાસ નરોત્તમદાસ
(અ) હરકિશનદાસ હોસ્પિટલના રૂપે યોગદાન આપ્યું અને (બ) ભારતની સૌપ્રથમ કોમર્સ કોલેજ સિડનહમ કોલેજ શરૂ કરવા રૂા. ૨.૨૫ લાખ આપ્યા હતા.
(૧૦) ભાટિયા વેપારી ગોરધનદાસ સુંદરદાસે જી. એસ. મેડિકલ કોલેજ આપી.
(૧૧)બમનશા દિનશા પિટિટે પારસી જનરલ હોસ્પિટલ આપી.
(૧૨) વિલે પાર્લે કેળવણી મંડળની વિવિધલક્ષી પ્રવૃત્તિઓએ મુંબઈને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લૉ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના અભ્યાસ માટેની કોલેજો આપી.
(૧૩) પ્રથમ ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ એશિયાનાં ૧૯મી સદીની શરૂઆતનાં અખબારોમાંનું એક છે.
(૧૪) શેઠ કાવસજી પટેલે એક તળાવ બંધાવ્યું હતું. આ તળાવ તે આજનું સી. પી. ટેન્ક.
(૧૫) ૧૮૬૪માં પ્રેમચંદ રાયચંદે બૉમ્બે રેકલેમેશન કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીએ કોલાબાથી વાલકેશ્ર્વર સુધીના દરિયાની ભરણી કરી હતી, જે આજે ‘બૉમ્બે રેકલેમેશન’ના નામે ઓળખાય છે.
(૧૬) રૂપારેલ કોલેજ, કીર્તિ કોલેજ અને દાદરની છબિલદાસ સ્કૂલની શરૂઆત ગુજરાતીઓએ કરી હતી.
(૧૭) લીલાવતી હોસ્પિટલ, વાંદરા-પાલનપુરના હીરાના વેપારી કિરીટલાલ મહેતાએ આ હોસ્પિટલ બંધાવી છે.
અને ગુજરાતીઓનું મુંબઈમાં શું યોગદાન?
મુંબઈને સ્વચ્છ રાખનારા સફાઈકામદારોમાં લગભગ એકસો ટકા કામદારો ગુજરાતી છે. મુંબઈનું ભરણપોષણ કરનારા કરિયાણાના દુકાનદારો એકસો ટકા ગુજરાતીઓ છે.
અને આ ઉપરાંત, અગ્રણી તેજસ્વી ગુજરાતીઓમાં ડૉક્ટરો, ધારાશાસ્ત્રીઓ, આર્કિટેક્ટસ, એક્ઝિક્યુટિવ, બિલ્ડરો અને અન્ય વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે, મોટા ચેઈન-સ્ટોર્સ, વેપારગૃહો, દુકાનો અને વેપારના માલિકો ગુજરાતીઓ છે.
૧૯મી સદીમાં આપણું સૌથી મોટું યોગદાન હતું પ્રેમચંદ રાયચંદ, ૨૦મી સદીમાં આપણું સૌથી મોટું યોગદાન છે: ધીરુભાઈ અંબાણી!
(બૉમ્બે હિસ્ટરી ટીચર્સ એકેડેમી ખાતે ૨૬મી સપ્ટેમ્બર, ૧૯૯૯ના રોજ અપાયેલું મુખ્ય પ્રવચન)
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=101666

No comments:
Post a Comment