ભારતીય સંસ્કૃતિને ભારતમાંથી ભૂંસી નાખવાનું ષડયંત્ર
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
જે પ્રજા પોતાનાં મૂળિયાં ભૂલી જાય છે તે પ્રજા પોતાનો ચહેરો, પોતાની ઓળખાણ અને પોતાનું આગવું અસ્તિત્વ પણ ગુમાવી બેસે છે. ભારતની પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી નથી ગઈ, એને જાણી જોઈને જુઠ્ઠો ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે. આ કારસ્તાન ક્યારે, કેવી રીતે ક્રમશ: રચાતું ગયું એનો વળી જુદો જ ઈતિહાસ છે. ભારતની પ્રજાએ પોતાના ઈતિહાસનો સંપૂર્ણ રેકૉર્ડ સાચવ્યો નથી અને જે સચવાયેલો હતો તે આક્રમણખોરો દ્વારા કાં તો વિકૃત કરવામાં આવ્યો, કાં ભૂંસી નાખવામાં આવ્યો.
ભારતનો ઈતિહાસ હિન્દુ સંસ્કૃતિનો ઈતિહાસ છે. આપણા માટે ઈજિપ્ત, ઈરાક, ઈરાન ઈત્યાદિ પશ્ર્ચિમ એશિયાના દેશો છે, પરંતુ અંગ્રેજો માટે ભારત પૂર્વનો દેશ અને આ બધા (ઈજિપ્ત વગેરે) મધ્યપૂર્વના દેશો. અંગ્રેજોની કેળવણીને કારણે આપણા બાપદાદા પાઠ્યપુસ્તકોમાં ભણતા રહ્યા કે ઈજિપ્ત ઈત્યાદિ મિડલ ઈસ્ટની ક્ધટ્રીઝ કહેવાય! આજની તારીખે ભારતના નાના બાળકમાં પણ એ સંસ્કાર ઘૂસી ગયા છે કે મિડલ ઈસ્ટના દેશો એટલે ઈજિપ્ત વગેરે વગેરે. એને કોણ સમજાવવા જશે કે દીકરા, એ મિડલ ઈસ્ટ અંગ્રેજો માટે, એમણે તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકો ભણનારી પ્રજા માટે છે; તારા માટે તો એ સઘળા પશ્ર્ચિમ એશિયાના દેશો ગણાય કારણ કે તે સઘળા ભારતની પશ્ર્ચિમે આવેલા છે.
એક સાદીસીધી લાગતી આ વાત અહીં નથી અટકતી. ભારત પર હજાર વર્ષ સુધી રાજ કરનારા મોગલોએ અને અંગ્રેજોએ ભારતના ભૂતકાળ તરફ જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખવાની કોશિશ કરી છે. ભારતના ઈતિહાસની નાનામાં નાની વાતને વિકૃત કરીને તથા કોઈ પણ સંસ્કૃતિની હોઈ શકે એવી સામાન્ય નબળાઈઓને અતિશયોક્તિભરી રીતે રજૂ કરીને એવું ચિત્ર ઊપસાવ્યું છે કે આ ભારતમાં શું દાટ્યું છે? એના કરતાં અમેરિકા જાઓ અને અમેરિકનો તમને વિમાનમથકે નાગા કરીને પણ પ્રવેશ ન આપે તો ઑસ્ટ્રેલિયા કે ન્યુઝીલૅન્ડ જજો પણ ભારતમાં નહીં રહેતા.
થોડાક શુષ્ક, કંટાળાજનક પણ ભારે અગત્યના આંકડા આપીને વાત કરવી છે. એ આંકડા દ્વારા તમે જોઈ શકશો કે આધુનિક ભારતની સંસ્કૃતિને ભૂંસી નાખવાના કેટલા વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. આ આંકડા વીસમી સદીના આખા સૈકાને આવરી લેનારા છે. કલ્પના કરો કે આધુનિક યુગમાં પણ જો ભારતની સંસ્કૃતિ મિટાવવા આ હદે વિદેશી સંસ્કૃતિઓનું આક્રમણ થતું હોય તો પાછલા દસ સૈકા દરમિયાન, ગત સહસ્ત્ર વર્ષના ગાળામાં, ભારતની સંસ્કૃતિ પર શું શું વીત્યું હશે.
ચેન્નઈની સેન્ટર ફૉર પૉલિસી સ્ટડીઝ નામની દેશની નામાંકિત રિસર્ચ સંસ્થાએ વર્ષોની જહેમત બાદ અનેક વિદ્વાનોની મદદ પછી આ કામ કર્યું છે. ગુલામીનાં વર્ષો દરમિયાન ભારતની પ્રજામાં જે માનસિકતા કેળવવામાં આવી તેનું જ પુનરાવર્તન કમનસીબે આઝાદી પછીનાં વર્ષોમાં પણ આપણે સૌ કરી રહ્યા છીએ. પશ્ર્ચિમના દેશોની સંસ્કૃતિ આપણા માટે ધ્રુવનો તારો હોય એ રીતે આપણી સભ્યતાને આપણે દોરવા માગીએ છીએ. અંગ્રેજોએ જતી વેળાએ આપણી જાહેર સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ તેમ જ આપણાં વહીવટી તંત્રોની જે માનસિકતા બતાવેલી તે જ આપણી સરકારોએ ચાલુ રાખી છે. કોઈપણ પ્રજાની સંસ્કૃતિને વિખેરી નાખવાના બે ઉપાયો છે: એક, એ પ્રજાનો ઈતિહાસ ઊંધો-ચત્તો કરી નાખીને એને પોતાના અતીત બદલ ગૌરવ લેતાં અટકાવો અને બે, એ પ્રજાની અંદર ભળી જઈને એમનું વાતાવરણ હાઈબ્રીડ (સંકર) બનાવી દો. આ બીજો ઉપાય બે પ્રકારે થઈ શકે: એક, ધર્માંતરણ દ્વારા તથા બે, ધાકધમકી અને લાલચથી એમની સાથે રોટી બેટીનો વ્યવહાર વધારીને.
હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તેમ જ આદિવાસીઓના સંપ્રદાયો ભારતીય ધર્મના છે. એમાં આસ્થા ધરાવનારાઓ ઈન્ડિયન રિલિજિયનિસ્ટ ગણાય, ભારતીય ધર્મના અનુયાયીઓ.
એ જ રીતે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, યહૂદીઓ ઇત્યાદિ ભારતમાં અન્યધર્મીઓ ગણાય. સૌથી પહેલાં આપણે આંકડાઓ દ્વારા એ તપાસવું જોઈએ કે આ બેઉ પ્રકારની પ્રજા અર્થાત્ ભારતીય ધર્મોના અનુયાયીઓ તથા અન્યધર્મીઓ અથવા વિધર્મીઓની વસ્તી ભારતમાં કેટલી હતી. આ અભ્યાસમાં જે આંકડા અપાયા છે તે અંગ્રેજોના જમાનાથી શરૂ થયેલી અને ફેરફારો સહિત હજુ સુધી ચાલુ રહેલી દસ વાર્ષિક વસ્તી ગણતરીના સત્તાવાર તથા સરકારી આંકડાઓ છે. ભારતને લગતું વિશ્ર્વનું કોઈ પણ આંકડાકીય સંશોધન વસ્તીગણતરીની બાબતમાં આ આંકડાઓને વિશ્ર્વસનીય તથા આધારભૂત ગણે છે.
આ આંકડાઓ ધીરજપૂર્વક સમજયા પછી એનાં તારણો કાઢવાં પડશે અને એ તારણો પાછળનાં ઐતિહાસિક તથ્યો તપાસવાં પડશે. અંગ્રેજોએ ૧૮૮૧ની સાલથી ભારતમાં પદ્ધતિસરની વસ્તીગણતરી શરૂ કરી હતી એટલે ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકાના આંકડા પણ આપણી પાસે છે.
સૌથી પહેલાં આઝાદી પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ૧૮૮૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની ટકાવારી લગભગ ૭૯ ટકા જેટલી હતી. (અમારી પાસે ૭૮ પૉઈન્ટ ૯૫૮નો આંકડો છે, પરંતુ વાચકની સુગમતા ખાતર તથા પ્રૂફરીડિંગમાં સર્જાઈ શકે એવી ભૂલોને ટાળવા ખાતર બને ત્યાં સુધી અપૂર્ણાંકને નજીકના આંકડા સુધી ખેંચી લઈ જઈને એને પૂર્ણાંક બનાવવાની કોશિશ કરીશું.)
આની સામે વિધર્મીઓની ટકાવારી ૨૧ ટકા જેટલી હતી. આ આંકડા ૧૮૮૧ના છે. છ દાયકા પછી, ૧૯૪૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ૭૯ ટકામાંથી ઘટીને ૭૪ ટકા થઈ જાય છે અને વિધર્મીઓની ટકાવારી ૨૧માંથી વધીને ૨૬ ટકા જેટલી થઈ જાય છે. આ ૨૬ ટકાના સરવાળામાં ૨૪ ટકા મુસ્લિમો છે વત્તા એક પૉઈન્ટ નવ ટકા ખ્રિસ્તીઓ છે અને બાકીના પૉઈન્ટ શૂન્ય એક ટકા કરતાં ઓછા પારસીઓ તથા યહૂદીઓ છે.
વિધર્મીઓ ૨૧ ટકા હતા ત્યારે એ સરવાળામાં મુસલમાનોની વસ્તી ૨૦ ટકાની હતી તથા ખ્રિસ્તીઓની વસ્તી પોણો ટકાની હતી. આમ આઝાદી મળી તે પહેલાંના વર્ષોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ચાર ટકા જેટલી ઘટે છે અને લગભગ એટલી જ વસ્તી મુસલમાનોની વધે છે.
હવે આપણે આઝાદી પછીના અર્થાત ભારતના ભાગલા થયા તે ગાળા પછીના આંકડા જોઈએ. ભારતમાં ૧૯૫૧માં ૮૭ ટકા જેટલા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે ૧૯૯૧માં ઘટીને ૮૫ ટકા થઈ ગયા અને આની સામે મુસલમાનોની વસ્તી ૧૯૫૧માં સાડા દસ ટકા હતી જે ૧૯૯૧માં સાડા બાર ટકા જેટલી થઈ ગઈ. ખ્રિસ્તીઓની વસ્તીની ટકાવારી લગભગ એટલી જ અર્થાત્ સવા બે ટકા જેટલી રહી છે. પણ ટકાવારીને બદલે આંકડાઓ જોઈએ તો
૮૪,૨૬,૦૦૦ ખ્રિસ્તીઓ વધીને ૧,૯૬,૫૧,૦૦૦ થઈ ગયા છે અર્થાત્ ૮૫ લાખમાંથી લગભગ બે કરોડ જેટલા થઈ ગયા છે, સવા બે ગણાથી પણ વધારે.
આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટતી જાય છે. ભારતની વસ્તીના કુલ આંકડાઓમાં બે, ચાર કે છ ટકાના વધારા ઘટાડાથી ઝાઝા પ્રભાવિત નહીં થનારાઓને વિનંતી કે આ આંકડાઓમાંથી ઉદ્ભવતા કંટાળામાં ખેંચાયા વિના, જાગ્રત રહીને આ આંકડાઓ વાંચશો. તમારી આંખો ઊઘડી જશે, ઊંઘ હરામ થઈ જશે.
27-09-2013
ગુજરાતમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં છે. કચ્છ જિલ્લાની સાડા ઓગણીસ ટકા કરતાં વધુ વસ્તી મુસ્લિમોની છે. ભારતીય પરંપરાવાદી મુસ્લિમોનું એક મોટું કેન્દ્ર ભરૂચ જિલ્લો છે. ગુજરાતમાં ૧૯૯૧ની વસ્તી ગણતરીના આંકડા મુજબ નેવું ટકા કરતાં થોડાક વધારે ભારતીય ધર્મોના અનુયાયીઓ છે, પોણા નવ ટકા મુસ્લિમો છે અને અડધા ટકા કરતાં ઓછા ખ્રિસ્તીઓ છે. ગુજરાતમાં ખ્રિસ્તી વસ્તીનું સૌથી વધુ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે જ્યાં મિશનરીઓની વટાળપ્રવૃત્તિ પુરજોશમાં ચાલે છે. માંડ દોઢ લાખની કુલ વસ્તી ધરાવતા ગુજરાતના આ છેવાડાના જિલ્લામાં કુલ વસ્તીના સાડા પાંચ ટકા જેટલા લોકો ખ્રિસ્તી છે. ડાંગની નજીક આવેલા સુરત જિલ્લામાં એક ટકા જેટલી ખ્રિસ્તી વસ્તી છે અને ખેડા જિલ્લામાં દોઢ ટકો ખ્રિસ્તીઓ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ભરૂચમાં અડધાથી એક ટકા ખ્રિસ્તીઓ છે. બાકીના જિલ્લાઓમાં ખ્રિસ્તીઓની વસ્તી નગણ્ય છે. ગુજરાતના આંકડા જોઈને જો કોઈ એમ વિચારતું હોય કે ગુજરાતમાં વળી ક્યાં ભારતીય સંસ્કૃતિ ભૂંસાઈ જવાની છે તો એમણે ભારતનાં અન્ય રાજ્યોનો, વિશેષ કરીને ઈશાન રાજ્યોના આંકડા તપાસવા જોઈએ અને ભારતના ઈશાનમાં જે બની શકે તે વહેલું મોડું ભારતના પશ્ર્ચિમ કિનારે પણ બની શકે છે.
ઈશાનમાં શું બન્યું? પહેલો દાખલો નાગાલૅન્ડનો લઈએ. નાગાલૅન્ડ પૂર્વોત્તર ભારતનું એક ખૂબ અગત્યનું રાજ્ય છે. નાગાલૅન્ડમાં ૧૯૦૧ની સાલમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી નવ્વાણું ટકા કરતાં વધુ (૯૯.૨૭ ટકા) હતી અને ખ્રિસ્તીઓની વસ્તી માંડ અડધા ટકા જેટલી (.૫૯ ટકા) હતી. માત્ર નેવું જ વર્ષમાં નાગાલૅન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી અડધા ટકામાંથી ૮૭ ટકા (આઠડે સાતડે સત્યાશી, એઈટી સેવન) થઈ ગઈ, વિચાર કરો! અને ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી દસમાં ભાગની, ૧૧ ટકા કરતાંય ઓછી થઈ ગઈ. એક સૈકા કરતાંય ઓછા સમયમાં હિન્દુસ્તાનના એક આખા રાજ્યનું લગભગ સંપૂર્ણપણે ખ્રિસ્તીકરણ થઈ ગયું. યાદ રાખીએ કે ઇશાનનાં આ રાજ્યો આપણને, મુંબઈ-ગુજરાતના લોકોને, ભલે ઈન્સિગ્નિફિક્ધટ લાગે પણ તે સરહદી રાજ્યો છે. સ્ટ્રેટેજિકલી એ રાજ્યોનું ઘણું મોટું મહત્ત્વ છે.
નાગાલૅન્ડ પછી મિઝોરમની પરિસ્થિતિ જોઈએ. મિઝોરમમાં પણ ૧૯૦૧ના દાયકામાં ૯૯ ટકા કરતાં વધારે (૯૯.૭૦ ટકા) વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ખ્રિસ્તીઓની વસ્તી દસ હજારે માત્ર પાંચની અર્થાત્ ઝીરો પૉઇન્ટ ઝીરો ફાઈવ ટકા જેટલી માંડ હતી. આજે શી પરિસ્થિતિ છે ત્યાં? ૧૯૯૧ની વસ્તી ગણતરીના આંકડા તમને કહે છે કે મિઝોરમમાં ૮૫ ટકા કરતાં વધુ ખ્રિસ્તીઓ છે અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ૯૯ ટકામાંથી ઘટીને ૧૩ ટકા જેટલા થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર તથા આસામની પરિસ્થિતિ વત્તે ઓછે અંશે આ જ છે. છેલ્લા એક સૈકાથી ભારતના ઈશાનમાં થઇ રહેલી મિશનરીઓની ધર્માંતરણ પ્રવૃત્તિઓનો આ અંજામ છે. ભારતીય સંસ્કૃતિને આયોજનપૂર્વક ભૂંસી નાખવાનું આ સુયોજિત ષડ્યંત્ર છે, જેને કેટલાક ભાન ભૂલેલા લોકો આવકારતા હોય છે. તેઓ ધર્માંતરવિરોધી કાયદાઓનો પણ વિરોધ કરતા હોય છે.
ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં ભયજનક ઘટાડો થઇ રહ્યો છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ૧૯૦૧માં સાડા પંચ્યાશી ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા. ૧૯૯૧માં સાડા બ્યાશી ટકા થઇ ગયા. આની સામે આ જ રાજ્યમાં ૧૯૦૧માં ૧૪ ટકા મુસ્લિમ વસ્તી હતી, ૧૯૯૧માં ૧૭ ટકા થઇ ગઇ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર- લગભગ દરેક રાજ્યમાં મુસ્લિમોની વસ્તી કૂદકેને ભુસકે વધી રહી છે.
કેરળ જેવા રાજ્યમાં ટૂંક સમયમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં મુકાઇ જવાના છે. કેરળમાં ૧૯૦૧માં ૧૩ ટકા ખ્રિસ્તીઓની અને ૧૭ ટકા મુસ્લિમોની વસ્તી સામે ૬૯ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા જે ૯૦ વર્ષ પછી ઘટીને ૫૭ ટકા થઈ ગયા અને મુસ્લિમો ૧૭માંથી ૨૩ ટકા તથા ખ્રિસ્તીઓ ૧૩માંથી ૧૯ ટકા થઇ ગયા.
ભારતમાં રહેતી લઘુમતીઓની જેમને ચિંતા હોય તેઓને બાંગ્લાદેશમાં તથા પાકિસ્તાનમાં રહેતી લઘુમતી કોમની પણ ચિંતા હોવી જોઇએ. ભારતની લઘુમતી ગણાતી મુસ્લિમ કોમની વસ્તી આ બંને દેશોમાં પૂરઝડપે ફૂલીફાલી રહી છે, એમની એકંદર વસ્તી તેમ જ એમનો વસ્તીવધારાનો દર- બેઉ વધી રહ્યાં છે અને તે પણ ભારતની મુખ્ય પ્રજાના ભોગે આ વિકાસ થઇ રહ્યો છે.
બાંગ્લાદેશમાં ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં છે. ૧૯૦૧ના બાંગ્લાદેશમાં, અર્થાત્ આજના રાજકીય બાંગ્લાદેશના તે સમયના ભૌગોલિક પ્રદેશમાં, ૩૪ ટકા જેટલી વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ૬૬ ટકા મુસલમાનો હતા. ૧૯૯૧ના બાંગ્લાદેશમાં ભારતીય અનુયાયીઓ ૩૪ ટકામાંથી ઘટીને ૧૧ ટકા થઇ જાય છે.
પાકિસ્તાનમાં સ્થિતિ આથીય ખરાબ છે. ૧૯૦૧ની સાલમાં ૧૬ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ ધરાવતા પાકિસ્તાનમાં આજની તારીખે એમની વસ્તી પોણા બે ટકા કરતાં ઓછી થઇ ગઇ છે. મુસ્લિમોની વસ્તી ૮૪ ટકામાંથી વધીને ૯૭ ટકા થઇ ગઇ છે.
આમ છતાં આજે ભારતના તથા કથિત બૌદ્ધિકો તથા સેક્યુલરવીરો ચીસો પાડીને કહી રહ્યા છે કે ભારતમાં લઘુમતીઓને અન્યાય થાય છે. આ શાણા પુરુષો ખરેખર ન્યાયના કે તટસ્થતાના કે નિષ્પક્ષતાના પ્રેમીઓ હોય તો એમણે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જઇને ત્યાંની લઘુમતી કોમના હક્કો માટે લડવું જોઇએ, ત્યાંની સરકારો પાસે જઇને આ લઘુમતીઓના જાતિનિકંદનનો, પોગ્રોમનો હિસાબ માગવો જોઇએ.
સેક્યુલરવાદે ચડી ગયેલા આપણા મિડિયામાં વેલેન્ટાઇન્સ ડે પ્રકારના વાહિયાત ઉત્સવોની ઉજવણીઓ જોરશોરથી બતાડવામાં આવે છે. દિવાળી કે બેસતા વરસને બદલે નાતાલ તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને વગર ફોગટનું મહત્ત્વ અપાય છે. આ મિડિયા કેવી રીતે પોતાની સેક્યુલરગીરી દેખાડે છે? એક જાણીતી ચૅનલે ૩૧ ડિસેમ્બરની સાંજે ગોવાના સનસેટનું અડધો કલાકનું લાઇવ કવરેજ આપ્યું. પૂરી ત્રીસ મિનિટ સુધી ન્યુઝમાં માત્ર અસ્ત થઇ રહેલા સૂર્યનું વિઝ્યુઅલ અને સાથે ન્યુઝ રીડરની કોમેન્ટરી! બીજે દિવસે તમામ અગ્રણી છાપાઓએ આની હાંસી ઉડાવી. એ ટીવી ચૅનલે પોતાની આ બેવકૂફીનું સાટું વાળવા કડવા ચોથની રાત્રે લાઇવ ચંદ્રદર્શન કરાવ્યું હતું.

1
No comments:
Post a Comment