Thursday, January 28, 2016

શિવજીનું સ્વરૂપ --- 2 -- નાયક ખલનાયક - જયવંત પંડ્યા

શિવજી મહાન પર્યાવરણવાદી હતા

કોઈ વ્યક્તિને જો માનસિક રીતે નબળો-લઘુતાગ્રંથિવાળો બનાવી દેવો હોય તો તે જન્મે ત્યારથી તેના પર સતત શાબ્દિક પ્રહારો કરવા- તું તો ડોબો છો. તને કંઈ આવડતું નથી. તે કંઈક બોલવા જાય એટલે તેને ચૂપ કરાવી દેવો. તે વ્યક્તિ લઘુતાગ્રંથિવાળો બની જશે. તેને એમ લાગશે કે પોતે જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે. તેણે બીજા કરે તેમ જ કરવું જોઈએ. 

ભારતીય સંસ્કૃતિ વિશે આપણા મનમાં અંગ્રેજોએ આવું જ ભરાવી દીધું છે. અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિ અને અંગ્રેજોએ તૈયાર કરેલા માનસિક દાસત્વવાળા કાળા અંગ્રેજો વિવિધ માધ્યમો જેવા કે સમાચારપત્ર, ટીવી ચેનલો, ફિલ્મો, ટીવી સિરિયલો દ્વારા આપણા મનમસ્તિષ્ક પર સતત આવું જ આરોપ્ય રાખે છે. 

એક મિનિટ. તમને થતું હશે કે સિક્કાની બીજી બાજુ જેવો વિષય ‘નાયક ખલનાયક’ કોલમમાં ક્યાંથી? ના.’ નાયક ખલનાયક’ કોલમમાં શિવજીના રૂપની જે આધ્યાત્મિક-વૈજ્ઞાનિક દૃષ્ટિથી મૂલવણી કરીએ છીએ તેના જ સંદર્ભમાં આ વિષય ઉખાળ્યો છે. આપણે આ કોલમમાં શિવજી પર એક પછી એક લેખમાળામાં જોઈએ છીએ કે હિન્દુ ધર્મ તબીબી વિજ્ઞાન-પર્યાવરણ વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાન-મનોવિજ્ઞાન આ બધાનો સંગમ છે. તેમાં જે કંઈ વાતો છે તે બહુ સમજી-વિચારીને મૂકવામાં આવી છે. રૂઢ કરાઈ છે. પરંતુ ઘણાં બધાં ક્ષેત્રોમાં જે ટોચ પર બેઠા છે તેઓ માને છે કે આ બધું હંબગ છે. 

દા.ત. પઠાણકોટમાં ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક કાર્યક્રમના સંદર્ભમાં ટીકા કરી. ના તેમણે એમ નથી કહ્યું કે આ કાર્યક્રમ નહોતો થવો જોઈતો. તેમણે કહ્યું કે ત્રાસવાદી હુમલો થાય ત્યારે પણ કામકાજ નિયમિત રીતે ચાલ્યા કરે તે સારું જ છે, પરંતુ નરેન્દ્ર મોદી યોગ પર કેમ બોલ્યા? અરે ભાઈ! મોદી કર્ણાટકમાં યોગ સંશોધન પર યોજાયેલી પરિષદમાં બોલે તો યોગ પર જ બોલે ને. યોગનું મહત્ત્વ તો દુનિયાએ પણ સ્વીકાર્યું છે. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રોએ જાહેર કર્યો છે. 

હમણાં યોજાયેલી ૧૦૩મી ભારતીય વિજ્ઞાનસભા (ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ)માં આવું જ થયું ને. ‘બોટનીના પ્રાધ્યાપક (ઋષિકેશ મુખર્જીની ‘ચૂપકે ચૂપકે’ની ભાષામાં કહીએ તો ઘાસ ફૂસ કા ડોક્ટર) અને મધ્યપ્રદેશના ખાનગી યુનિવર્સિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ અખિલેશ કે. પાંડે લોર્ડ શિવ: ‘ધ ગ્રેટેસ્ટ એન્વાયરન્મેન્ટલિસ્ટ ઇન ધ વર્લ્ડ’ પર એક પત્ર રજૂ કરવાના હતા. એમના પત્રમાં શું હતું તેની ઝાઝી વિગતો જાણવા મળતી નથી. આ પત્ર રજૂ થાય એ પહેલાં જ વૈજ્ઞાનિકોમાં અને ટવિટ્રવાસીઓમાં ઉહાપોહ થઈ ગયો. અખિલેશ પાંડેએ તેમને પગ પર કંઈક ઈજા થવાના કારણે આ પત્ર રજૂ કરવાનું જ માંડી વાળ્યું, પણ તેમના બદલે કાનપુરના રાજીવ શર્માએ શંખ વગાડવાના આરોગ્યલક્ષી ફાયદા પર વાત કરી. આ બંને મુદ્દે બુદ્ધિજીવીઓ અને ટ્વિટરવાસીઓ એવો આક્ષેપ કરે છે કે રાજકીય કારણોસર વિજ્ઞાનમાં ધર્મને ભેળવવાની વાત છે! તેઓ શિવજીની વાતને માયથોલોજીનું નામ આપે છે એટલે કે રૂપાળી કથા, જે સાંભળવામાં તો મજા આવે, પણ હોય તો તે નરી કલ્પના જ.

ચાલો એક ક્ષણ માની પણ લઈએ કે શિવજીની કથા માયથોલોજી અથવા દંતકથા છે. તો પણ તેમની સાથે જે કંઈ રૂપક જોડાયેલા છે તે નર્યું વિજ્ઞાન છે કે બીજું કંઈ? ગયા જ અઠવાડિયે આપણે ભસ્મનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ ચર્ચ્યું હતું. તે પહેલાંના અઠવાડિયે આપણે શિવજીના ગળામાં સાપનું પર્યાવરણની દૃષ્ટિએ અગત્ય સમજવા પ્રયાસ કર્યો હતો. તે પહેલાં શિવજીના માથા પર અર્ધચંદ્ર કેમ તેની પણ વિજ્ઞાનની દૃષ્ટિએ વાત કરી હતી. 

અખિલેશ પાંડે મુજબ, શિવજીએ ગંગાના ધસમસતા પ્રવાહને રોક્યો હતો (આપણે તેની વાત અગાઉ આ જ લેખનમાળામાં કરી ગયા છીએ). તેમણે તેમના માથા પર આ પ્રવાહ ઝીલ્યો અને એટલું જ પાણી આવવા દીધું જે પૃથ્વી માટે જરૂરી હતું. આ જળસંચયનો ક્ધસેપ્ટ છે. 

અખિલેશ પાંડેએ વિભૂતિની વાત કરી. વિભૂતિ એ બીજું કંઈ નથી પણ અંગ્રેજીમાં જે નેનો પાર્ટિકલ્સ કહેવાય છે તે જ છે. તેમાં ઊર્જા રહેલી હોય છે. અત્યારે લોકો આ નેનો પાર્ટિકલ્સનું વિશ્ર્લેષણ કરે છે. શિવજીના પરિવારમાં પ્રાણીઓ પણ છે. તેમના ગળામાં સાપ છે. તેઓ નંદી નામના વૃષભ પર સવારી કરે છે. તેમનાં પત્ની પાર્વતી વાઘ પર સવારી કરે છે. તેમના પુત્ર કાર્તિકેય મયૂર પર અને બીજા પુત્ર ગણેશ મૂષક પર સવારી કરે છે. આ પ્રાણીઓ એકબીજાના દુશ્મન છે, પરંતુ તેઓ એકબીજા સાથે સુમેળથી રહેતા હતા. તેનો અર્થ છે પર્યાવરણ સંરક્ષણ. ફૂડ ચેઇન- ખાદ્ય ચક્ર જાળવવા દરેક પ્રાણી અગત્યનું છે. 

તેમણે અમૃત મંથન વખતે વિષ ગ્રહણ કર્યું હતું. શિવજીને વૃક્ષ સાથે સરખાવાય છે. તેનો અર્થ છે કે પર્યાવરણ જાળવવા છોડ-વૃક્ષને જાળવવા જોઈએ. 

આ બધી તો દંતકથા છે તેવા પ્રશ્ર્નના જવાબમાં બોટનીના આ પ્રોફેસર કહે છે કે ગાંધારીને ૧૦૦ બાળકો હતાં. આ વાત અત્યારે વિજ્ઞાનની રીતે આપણને સમજાય છે. સ્ટેમ સેલ રિસર્ચ અને જીન ક્લોનિંગથી આ શક્ય છે. 

અખિલેશ પાંડેની વાતને અટકાવીએ અને આ ૧૦૦ બાળકોના સંદર્ભમાં બીજી વાત કરીએ. વર્ષ ૨૦૦૨માં આવી જ એક સભા થઈ હતી, સ્ટેમ સેલ રિસર્ચ પર. ઑલ ઇન્ડિયા બાયોટેક એસો.ના સાઉધર્ન ચેપ્ટર દ્વારા આયોજિત સ્ટેમ સેલ રિસર્ચ કોન્ફરન્સમાં નવી દિલ્લીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના સર્જન બી. જી. માતપુરકરે કહ્યું હતું કે ગાંધારીએ ક્લોનિંગની ટેક્નોલોજીથી ૧૦૦ બાળકોને જન્મ આપ્યો હતો.’ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં તેનો અહેવાલ છપાયો હતો. માતપુરકરે કહ્યું હતું કે કોઈ માતા ૧૦૦ બાળકોને જન્મ આપી શકે નહીં. તે પણ એકસરખી ઉંમરના. પરંતુ ગાંધારીના કિસ્સામાં આમ થયું. કેવી રીતે?

ગાંધારીએ મહર્ષિ વ્યાસ પાસેથી ૧૦૦ બાળકોનું વરદાન મેળવ્યું હતું. પરંતુ જ્યારે તેને પ્રસૂતિ થઈ ત્યારે તેને લાગ્યું કે તેને મૃત બાળક જન્મ્યું છે. તે આ ભ્રૂણનો નિકાલ કરવા જતી હતી ત્યાં વ્યાસ મુનિ આવ્યા અને તેમણે તેને કહ્યું કે આ ભ્રૂણના ૧૦૦ ટુકડા કરો. તેને ઘીથી ભરેલી સો બરણીઓમાં રાખો. ગાંધારીને દીકરી પણ જોઈતી હતી. આથી વ્યાસજીએ કહ્યું કે તો ૧૦૧ ટુકડા કરો. આ રીતે ટુકડાઓ બે વર્ષ સુધી રખાયા. બે વર્ષ પછી તેમાંથી બાળકો જન્મ્યા. 

માતપુરકર કહે છે કે મહાભારતના સમયમાં માત્ર ટેસ્ટ ટ્યૂબ બેબી અને એક ભ્રૂણમાંથી અનેક બનાવવાની ટેક્નોલોજી જ વિકસી નહોતી, પરંતુ તેઓ મહિલાના શરીર બહાર કેવી રીતે માનવ ભ્રૂણનો વિકાસ કરવો તે ટેક્નોલોજી પણ જાણતા હતા. અરે ! વાસુદેવ-દેવકીના કિસ્સામાં તો દેવકીના શરીરમાં જે ગર્ભ હતો તેનું સ્થાપન રોહિણીના શરીરમાં કરાયું હતું અને રોહિણીના શરીરમાં રહેલા ગર્ભને દેવકીના શરીરમાં સ્થાપિત કરાયો હતો. કુંતીએ કોઈ જાતના શારીરિક સંબંધ વગર કર્ણને અને તે પછી પાંડવોને જન્મ આપ્યો. વર્ષો સુધી આ વાતની હાંસી ઉડાવાતી હતી, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે એકલી સ્ત્રી કોઈ જાતના શારીરિક સંબંધ વગર સ્પર્મ બેન્કના કારણે માતા બની શકે છે. હવે તો એ પણ સાબિત થઈ ગયું છે કે એક સ્ત્રીમાંથી પુરુષ બનેલી વ્યક્તિ પણ માતા બની શકે છે. બ્રિટનનો બોબ જેને દુનિયાનો પહેલો પુરુષ માતા કહેવાય છે, તેનો કિસ્સો જાણીતો છે! આવો જ કોઈ કિસ્સો વર્ષો પહેલાં જો આપણા કોઈ ગ્રંથમાં લખાયો હોત તો તેની આ સેક્યુલરો-રેશનાલિસ્ટો દ્વારા મજાક ઉડાવાતી હોત. પરંતુ માતપુરકર સામે ત્યારે આટલો ઉહાપોહ ન થયો. કેમ? કારણકે માતપુરકરે સૌ પ્રથમ ઑર્ગન રિજનરેશન’ની વ્યાખ્યા કરી. તેમણે ભારતમાં રહીને વિશ્ર્વમાં સૌ પ્રથમ વાર સસ્તન પ્રાણીઓમાં ઑર્ગન રિજનરેશનની ટેક્નિક પણ ડેવલપ કરી. અને ભારતીય હોય એટલે એક વાત તો આવે જ. અને તે એ કે આ ટેક્નિક પાછી સસ્તી હતી! (મંગળ યાનની જેમ જ!) આ માટે તેમને અમેરિકાએ પેટન્ટ પણ આપી! ‘જ્યારે કોઈ ફોરેન’ની વ્યક્તિ, ‘ફોરેન રિટર્ન્ડ’ વ્યક્તિ આપણી વાત પર અનુમતિનો થપ્પો મારે છે ત્યારે જ આપણે તેને સ્વીકારીએ છીએ. તો શિવજી મહાન પર્યાવરણવાદી હતા તેવો થપ્પો કોઈ પશ્ર્ચિમની મહાન વ્યક્તિ મારે ત્યાં સુધી રાહ જોવી? જેને જોવી હોય તે જુએ, આપણે તો નહીં જ જોઈએ! (ક્રમશ:)
રુદ્રાક્ષથી હૃદયરોગ સહિત અનેક બીમારીઓમાં રાહત મળે છે!
શંકર ભગવાન હાથમાં, ગળામાં વગેરે વિવિધ જગ્યાએ રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ શબ્દ બે શબ્દોની સંધિથી બન્યો છે- રુદ્ર + અક્ષ. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસું. શંકર ભગવાનની આંખમાંથી આંસુ ટપકવાથી જે બન્યું તે રુદ્રાક્ષ. આ અંગે વિવિધ દંતકથાઓ છે. એક દંતકથા મુજબ, જ્યારે ત્રિપુરાસુર દૈત્યનો ત્રાસ વધી ગયો હતો ત્યારે બધા દેવતાઓએ તેનો નાશ કરવા શંકર ભગવાનને પ્રાર્થના કરી હતી. આથી તેમણે અઘોર નામના શસ્ત્રનું ચિંતન કરવા ઘણા સમય સુધી નેત્રો બંધ રાખ્યાં હતાં. તેમનાં નેત્ર જ્યારે ખુલ્યાં ત્યારે તેમાંથી આંસું ટપક્યાં. તેમાંથી રુદ્રાક્ષ નામનાં વૃક્ષો ઉત્પન્ન થયાં. 

બીજી દંતકથા એમ કહે છે કે શિવજીએ જોયું કે આ દુનિયા દુ:ખોથી ભરેલી છે. તેમણે બ્રહ્માને પૂછ્યું કે આ દુનિયા આપણે શા માટે ઉત્પન્ન કરીએ છીએ જેમાં માનવે સતત સહન કરવાનું આવે છે. તેનું સમાધાન શોધવા માટે તેમણે ધ્યાન કર્યું, પરંતુ સંવેદનાના કારણે તેમની આંખોમાંથી આંસું ટપકવાં લાગ્યાં. આ આંસુંમાંથી રુદ્રાક્ષ બન્યા. 

રુદ્રાક્ષનું મહત્ત્વ આપણાં ધર્મગ્રંથો જેવા કે શિવપુરાણ, શ્રીમદ્ દેવી ભાગવત વગેરેમાં બતાવેલું છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં લખાયેલું છે:

્યત્ળષઢળફઞળડ્ર્રૂ હજ્ઞશ્રર્છૈ ણ રુઇંરુજ્ખડરુક્ષ રુમડ્ર્રૂટજ્ઞ

શિવપુરાણમાં વિદ્યેશ્વરસંહિતામાં અધ્યાય ૨૫મામાં રુદ્રાક્ષને ધારણ કરવાનો વિધિ અને તેના વિવિધ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ, શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, મેં સંયમ રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપ કર્યું. એક દિવસ અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. તે વખતે મેં મારાં બંને નેત્રો ખોલ્યાં. નેત્ર ખોલતાં જ તેમાંથી જળનાં કેટલાંક ટીપાં પડ્યાં. તેમાંથી રુદ્રાક્ષ વૃક્ષ ઉત્પન્ન થયું. મેં રુદ્રાક્ષને વિષ્ણુભક્તો અને ચારેય વર્ણોના લોકોમાં વહેંચી દીધા. મેં મને પ્રિય રુદ્રાક્ષને ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યાં. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યાગિરી, કાશી અને અન્ય દેશોમાં પણ તેનાં અંકુર ઉગાવ્યા.

શિવજી કહે છે, આમળાના ફળ બરાબર જે રુદ્રાક્ષ છે તે શ્રેષ્ઠ છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ છે તે મધ્યમ શ્રેણીનું છે, જે ચણા જેવડું છે તે નિમ્નકક્ષાનું છે. 

રુદ્રાક્ષના કદ પ્રમાણે તેના ફળ પ્રાપ્તિની વાત કરતા રુદ્ર કહે છે, આમળાના ફળ જેવડું રુદ્રાક્ષ સમસ્ત અરિષ્ટોનો વિનાશ કરનારું હોય છે. બોરના ફળ જેવડું રુદ્રાક્ષ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ આપનારું હોય છે અને જે ચણાના જેવડું છે તે બધાં મનોરથો પૂર્ણ કરનારું છે. રુદ્રાક્ષ જેટલું નાનું તેટલું અધિક ફળ આપનારું હોય છે. પાપોનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવું આવશ્યક છે.

રુદ્રાક્ષ કેવું સારું? શંભુ કહે છે, જે સમાન આકાર-પ્રકારવાળું હોય, ચીકણું, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત (ઊભરી આવેલા નાના દાણાવાળું) રુદ્રાક્ષ બધી અભિલાષાઓ પૂર્ણ કરનારું હોય છે, જેને કીડાઓએ દૂષિત કરી નાખ્યું છે, જે તૂટેલું હોય, જેમાં ઊભરેલા દાણા ન હોય, જે પૂરેપૂરું ગોળ ન હોય આવા રુદ્રાક્ષને ત્યાગી દેવું જોઈએ, જે રુદ્રાક્ષમાં માળા બનાવવા માટે પહેલેથી છિદ્ર હોય જ તે રુદ્રાક્ષ ઉત્તમ મનાયું છે, જેમાં મનુષ્યના પ્રયત્નથી છિદ્ર બનાવાયું છે તે મધ્યમ શ્રેણીનું મનાયું છે.

શંકર કહે છે, અગિયારસો રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તેનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાય નહીં. ભક્તિભાવવાળો પુરુષ સાડા પાંચસો રુદ્રાક્ષ દાણાનો સુંદર મુકુટ બનાવી લે અને તેને માથા પર ધારણ કરે. ત્રણસો સાઈઠ દાણાને લાંબા સૂત્ર (દોરા)માં પરોવીને એક હાર બનાવી લે. આવા ત્રણ-ત્રણ હાર બનાવીને તેની યજ્ઞોપવિત તૈયાર કરવી જોઈએ અને તેને ધારણ કરવી જોઈએ.

શિવજી હવે કયા અંગમાં કયા મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો તેની વિધિ કહે છે, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી અને ગળા અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉદર પર વામદેવ મંત્રથી પંદર રુદ્રાક્ષ દ્વારા ગૂંથાયેલી માળા પહેરવી જોઈએ. અથવા અંગોસહિત પ્રણવ (ૐ) મંત્રનો પાંચ વાર જાપ કરીને રુદ્રાક્ષની ત્રણ, પાંચ કે સાત માળાઓ પહેરવી જોઈએ અથવા ૐ નમ: શિવાય એ મૂળમંત્રથી સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરવા જોઈએ

રુદ્રાક્ષને પહેર્યા પછી ખાણીપીણીના કેટલાક નિયમો પાળવાના હોય છે. આ અંગે શંકર ભગવાન કહે છે, રુદ્રાક્ષધારી પુરુષે પોતાની ખાણી પીણીમાં મદિરા (દારૂ), માંસ, લસણ, ડુંગળી, મૂળો, ગુંદા વગેરે છોડી દેવાં જોઈએ. શિવપુરાણમાં કહેવાયું છે કે સમસ્ત વર્ણો અને સ્ત્રીઓ પણ રુદ્રાક્ષને પહેરી શકે છે. હા, સ્ત્રીઓએ માસિક ધર્મ સમયે રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ. 

હવે રુદ્રાક્ષના પ્રકાર અને તે પ્રમાણે તેના ફળની વાત કરતા શિવજી કહે છે, એક મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળ આપે છે, જ્યાં રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. તે સ્થાનના બધાં ઉપદ્રવો નષ્ટ થાય છે. તથા ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે.

બે મુખવાળું રુદ્રાક્ષ દેવદેવેશ્વર કહેવાય છે. તે પણ સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારું છે. ત્રણ મુખવાળા રુદ્રાક્ષથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થાય છે. ચાર મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્શથી તરત જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચમુખી રુદ્રાક્ષ મુક્તિ આપવાવાળું અને મનોવાંચ્છિત ફળ આપનારું છે. 

છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ છે. તેને જો જમણા હાથમાં ધારણ કરવામાં આવે તો ધારણ કરનાર મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. સાત મુખવાળું રુદ્રાક્ષ અનંગસ્વરૂપ છે અને અનંગ નામથી જ પ્રસિદ્ધ છે. તેને ધારણ કરવાથી દરિદ્ર પણ ધનવાન બને છે. આઠમુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવસ્વરૂપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ બને છે. નવ મુખવાળું રુદ્રાક્ષને ભૈરવ અને કપિલ મુનિનું પ્રતીક મનાયું છે. દુર્ગા તેનાં અધિષ્ઠાત્રી દેવી છે, જે મનુષ્ય ભક્તિપરાયણ થઈને નવમુખ રુદ્રાક્ષને પોતાના ડાબા હાથમાં પહેરે છે તે મારા સમાન સર્વેશ્વર બની જાય છે. 

દસમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત્ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. અગિયાર મુખવાળું રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. બાર મુખવાળા રુદ્રાક્ષને મનુષ્યએ માથા પર ધારણ કરવું જોઈએ. તેમ કરવાથી તેના માથા પર બારેય આદિત્ય બિરાજમાન થાય છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય બધા અભિષ્ટોને મેળવે છે અને સૌભાગ્ય તેમ જ મંગળ લાભ મેળવે છે. ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ શિવરૂપ છે. તેને ભક્તિપૂર્વક મસ્તક પર ધારણ કરવું જોઈએ. તેનાથી સમસ્ત પાપોનો નાશ થાય છે.

ચૌદ રુદ્રાક્ષને ધારણ કરવાના ચૌદ મંત્રો પણ ભગવાને બતાવ્યા. તે આ મુજબ છે. ૧. ૐ હ્રીં નમ: ૨. ૐ નમ: ૩. ૐ ક્લીં નમ: ૪. ૐ હ્રીં નમ: ૫. ૐ હ્રીં નમ: ૬. ૐ હ્રીં હું નમ: ૭. ૐ હું નમ: ૮. ૐ હું નમ: ૯. ૐ હ્રીં હું નમ: ૧૦. ૐ હ્રીં નમ: ૧૧. ૐ હ્રીં હું નમ: ૧૨. ૐ ક્રોં ક્ષોં રૌં નમ: ૧૩. ૐ હ્રીં નમ: ૧૪. ૐ નમ:

કહે છે કે પંચમુખી રુદ્રાક્ષ મોટા પ્રમાણમાં મળે છ,ે પરંતુ ચૌદ મુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે. 

આ તો થયું રુદ્રાક્ષનું આધ્યાત્મિક મહત્ત્વ. હવે વિજ્ઞાન-તબીબીશાસ્ત્ર મુજબ મહત્ત્વ જોવું જોઈએ. જોન ગેરેટ અને કેર્બર ડ્રોરી નામના બે પશ્ર્ચિમી વિદ્વાનોએ રુદ્રાક્ષના અનેક તબીબી ફાયદાઓ ગણાવ્યા છે. વર્ષ ૧૮૬૪માં ડૉ. અબ્રાહમ જજુઆરે નોંધ્યું છે કે રુદ્રાક્ષનો ઉપયોગ માનસિક રોગોમાં અને તણાવને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. રુદ્રાક્ષ અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વ ભારતમાં, નેપાળ, ઇન્ડોનેશિયા અને જાવામાં ઊગે છે. (હવે સમજાય છે કે ચીનનો ડોળો અરુણાચલ પ્રદેશ પર કેમ છે? પૂર્વ ભારતમાં અને હિમાલયના વિસ્તારોમાં આવી ઘણી વનસ્પતિઓ ઊગે છે. અરુણાચલ પ્રદેશમાં તો શેલ ઑઇલ નીકળવાની પણ પૂરી સંભાવના છે. ૧૯૯૦ના દાયકામાં ઑઇલ ઇન્ડિયા લિ.ના વડા ચૂડામણિ રત્નમે વારંવાર દાવો કર્યો હતો કે અરુણાચલમાં શેલ ઑઇલ નીકળી શકે છે જેનાથી ભારત માટે તો પેટ્રોલ-ડીઝલ ભરપૂર મળી જ શકે, પણ ભારત તેની નિકાસ પણ કરી શકે, પરંતુ પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે આપણે ઑઇલ અને ગૅસમાં તરીએ છીએ (એટલે કે આપણા દેશમાં ભરપૂર ઑઇલ અને ગૅસ છે.), પણ ઑઇલ આયાત કરનારી લોબી દરેક પેટ્રોલિયમ પ્રધાનને ધમકી આપે છે. આપણા દેશને સ્વતંત્રતા પછી ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર બનવા જ નથી દેવાયો.) 

રુદ્રાક્ષનું બોટોનીમાં નામ છે- એલિયોકાર્પસ જેનિટ્રસ (ઊહફયજ્ઞભફિાીત લફક્ષશિિંીત). એમ કહેવાય છે કે ઇન્ડોનેશિયામાંથી ચીનમાં રુદ્રાક્ષમાંથી બનાવાયેલા- ઇન્જેક્ટિબલ (શરીરમાં ઇંજેક્શન દ્વારા દાખલ કરી શકાય તેવા) ઑઇલની નિકાસ કરાય છે. આ તેલ અસાધ્ય રોગોને મટાડી દે છે તેમ 

કહેવાય છે. 

રુદ્રાક્ષથી હૃદયરોગ, બ્લડપ્રેશર, ગભરાટ, કોલેસ્ટેરોલ, નર્વસ સિસ્ટમ વગેરેમાં રાહત મળે છે. ઇન્ટરનેશલ યુનિવર્સિટી ફ્લોરિડાના વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ લીએ સંશોધન કરીને સાબિત કર્યું હતું કે રુદ્રાક્ષમાં વિદ્યુત ઊર્જા સંચિત હોય છે. તેને ડાય ઇલેક્ટ્રિક પ્રોપર્ટી કહેવાય છે. તેમાં કોબાલ્ટ, નિકલ, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, સિલિકા અને ગંધક તત્ત્વો રહેલાં હોય છે. તેના કારણે તેની ડેન્સિટી વધી જાય છે અને તે પાણીમાં ડૂબી જાય છે. આથી જ રુદ્રાક્ષની ઓળખની એક કસોટી એ પણ છે કે તેને પાણીમાં રાખવાથી જો તે ડૂબી જાય તો તે સાચું રુદ્રાક્ષ. 

રુદ્રાક્ષ એક રીતે તમારી આસપાસ એક કવચ બનાવી દે છે. સતત મુસાફરી કરતા હોય તેમણે રુદ્રાક્ષ ખાસ પહેરવું જોઈએ. ઘણી વાર તમે કોઈ જગ્યાએ જાવ છો તો ત્યાં સરસ ઊંઘ આવી જાય છે, જ્યારે ઘણી જગ્યાએ થાકી ગયા હોવા છતાં ઊંઘ નથી આવતી. આનું કારણ એ જગ્યાની ઊર્જા હોય છે. આ બાબતમાં રુદ્રાક્ષ ઉપયોગી સાબિત થાય છે. 

સાધુ-સન્યાસીઓ રુદ્રાક્ષ ખાસ પહેરે છે. તેનું કારણ ઉપર દર્શાવેલી બાબતો તો છે જ, પરંતુ જે તે જગ્યાનું પાણી દૂષિત કે ઝેરીલું હોઈ શકે છે અને તેની તપાસ રુદ્રાક્ષથી થઈ શકે છે. રુદ્રાક્ષને 

પાણીની ઉપર પકડીને રાખવું. જો રુદ્રાક્ષ આપોઆપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો તે પાણી પીવા લાયક છે. 

આમ, શિવજીના જે સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે તે ખરેખર જો કલ્પના હોય તો પણ તેમની સાથે સંકળાયેલી એક-એક ચીજ અનેક રીતે ઉપયોગી છે તેમાં શંકા નથી. (ક્રમશ:)
શિવજીનું ત્રિશૂલ અમેરિકાના નેવી સીલનું પ્રતીક છે!

શંકર ભગવાનની પાસે એક ત્રિશૂલ જોવા મળે છે. આ ત્રિશૂલ શું માત્ર એક શસ્ત્ર છે? શંકર ભગવાન જેવા મહાયોગી અને તપસ્વીએ શું શસ્ત્ર રાખવું જોઈએ? એમને વળી શસ્ત્રની શું જરૂર?આવો પ્રશ્ર્ન થાય. પહેલાં ત્રિશૂલના આધ્યાત્મિક અર્થ સમજવા જરૂરી છે. 

ત્રિશૂલમાં ત્રણ દાંતા છે તે ત્રણ ગુણો-સત, રજ અને તમનું પ્રતીક છે. શૂલ એટલે દુ:ખ. આ દાંતા જો અડે તો સહેજ દુ:ખ થાય. પણ વધુ અડે તો વધુ દુ:ખ થાય. અને જોરથી મારવામાં આવે તો પ્રાણ નીકળી જાય તે હદે નુકસાન થાય. શિવજીનું કહેવું છે કે સત, રજ અને તમ ગુણોનું પણ એવું છે. આ ત્રણેય ગુણને મેં જેમ મારી પાસે એક અંતરથી ત્રિશૂલ રાખ્યું છે તેમ રાખવું. હું તેને પકડું છું તો નીચેના હાથેથી. એટલે આ ત્રણેય ગુણોમાં પડવું હોય તો એક અંતરથી પડવું. ત્રિશૂલને પકડવું હોય તો કોઈ ઉપરથી- જ્યાં તેના ત્રણ અણીદાર દાંતા છે તેનાથી પકડશે? નહીં. કોઈ વિચારે કે રજ અને તમ તો સમજ્યા, પણ સત ગુણથી પણ અંતર છેટું રાખવું? હા. સત્વ ગુણથી પણ નુકસાન છે. સારું કામ કરતા હોય તેને પણ અહંકાર આવવાની શક્યતા રહે છે. એ અહંકાર ક્રોધને જન્માવી શકે છે. અને ક્રોધ આવે એટલે તમ ગુણ આવી જાય. શિવજી જેમ આ ત્રિશૂલનું નિયંત્રણ ધરાવે છે તે જ રીતે ત્રણેય ગુણો- સત, રજ અને તમથી તેઓ પર છે. ગુણાતીત છે. ગુણોથી પર છે. ત્રિશૂલ પાસે છે, પરંતુ તેઓ તેનું ચિંતન કરતા નથી. તેમનું તપ અને ધ્યાન તો સદાશિવ છે- પરબ્રહ્મ પરમેશ્વર સદાશિવ છે જેમાંથી તેમણે પોતે શિવજીનું રૂપ લીધું છે. 

જેમ સદાશિવે શિવજીનું રૂપ લીધું તો તેમને પણ પોતાના રક્ષણ માટે ત્રિશૂલની જરૂર પડે છે તેમ આપણે પણ સંસારમાં આવ્યા છીએ તો સત, રજ અને તમ સાથે પનારો તો પડવાનો. આપણામાં પણ આ ગુણો પ્રવેશવાના પરંતુ તેમાં ખૂંપી જવાનું નથી. ખૂંપી ગયા તો લોહી નીકળ્યા વગર નહીં રહે. વધુ ખૂંપી ગયા તો પ્રાણ પણ જઈ શકે. એટલે આ ગુણોને એક અંતરે રાખવાના છે. અને શિવજીની જેમ ધ્યાન તો પરબ્રહ્મ પરમેશ્ર્વરનું કરવાનું છે. 

બીજો અર્થ એવો કઢાયો છે કે જે ભગવાન શિવની શરણમાં આવશે તેને સત, રજ કે તમ એમ ત્રણ પૈકી કોઈ શૂલ કે દુ:ખ હેરાન નહીં કરે.

ત્રીજો અર્થ એવો કઢાયો છે કે ત્રણેય દાંતા એક જ ડાંડા પર ટકેલા છે. એમ સત, રજ અને તમ, સર્જન, પાલન અને સંહાર આ ત્રણેય કૃત્યો કરનારા એક આધાર પર ટકેલા છે અને તે આધાર છે પરબ્રહ્મ પરમેશ્ર્વર. એટલે જો કોઈ વાદવિવાદ કરે કે વિષ્ણુ મોટા કે શિવ મોટા ત્યારે ત્રિશૂલનું ઉદાહરણ યાદ કરવું. સૌથી મોટા સદાશિવ- પરબ્રહ્મ પરમેશ્ર્વર છે. વિજ્ઞાનની રીતે કહીએ તો ઇલેક્ટ્રોન (સર્જન-બ્રહ્મા)-પ્રોટોન (પાલન-વિષ્ણુ) અને ન્યૂટ્રોન(સંહાર-શિવ) કરતાંય હિગ્ઝ બોઝોન કણ અથવા ગોડ્સ પાર્ટિકલ મૂળ રૂપ છે. 

હવે ત્રિશૂલના યૌગિક-સાંસારિક-ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ. યોગની રીતે જોઈએ તો શરીરમાં ત્રણ નાડીઓ રહેલી છે. ઈડા, પીંગળા અને સુષુમણા. આ ત્રણ નાડીઓ આમ તો છ સ્થાનો પર મળે છે, પરંતુ તેમનું મુખ્ય સ્થાન મનાયું છે - આજ્ઞાચક્ર. શંકર ભગવાનની ત્રીજી આંખ. જે આપણા બધામાં પણ હોય છે. જરૂર તેને જાગૃત કરવાની છે. પરંતુ કહે છે કે સુષુમણા નાડી છેક ઉપર સહસ્રાધાર ચક્ર સુધી જાય છે. આ ચક્ર આપણા માથામાં શિખાની જગ્યાએ આવેલું છે. એટલે જ ત્રિશૂલમાં જે વચ્ચેનો દાંતો છે તે બીજા બે દાંતા કરતાં લાંબો હોય છે. ટૂંકમાં આપણી ઊર્જાને મૂળાધાર ચક્રથી જાગૃત કરીને ઉપર સહસ્ત્રાધાર ચક્ર સુધી લઈ જવાની છે. 

શિવજી પાસે તે કેવી રીતે આવ્યું તે અંગે ત્રિશૂલની ઉત્પત્તિની કોઈ કથા મળતી નથી. પરંતુ શિવજીએ જરૂર પડ્યે તેનો ઉપયોગ કર્યાની અનેક વાતો છે. શિવજીએ પોતાના પુત્ર ગણેશનું માથું આ ત્રિશૂલથી કાપ્યું હતું. શંખચૂર નામના રાક્ષસનો વધ પણ તેમણે ત્રિશૂલથી કર્યો હતો. માત્ર શિવજી જ નહીં શિવા એટલે કે પાર્વતીજી અથવા મા દુર્ગા પણ ત્રિશૂલનો ઉપયોગ રાક્ષસોના સંહાર માટે કરે છે. 

ત્રિશૂલનો ઉપયોગ રક્ષણ માટે પુરાતનકાળમાં થતો તેમજ માછીમારીમાં પણ થતો. આપણા કોઈ દેવીદેવતા અસ્ત્ર-શસ્ત્ર વગર નથી, પરંતુ કોણ જાણે અહિંસાનો મંત્ર એટલો પ્રચલિત થયો કે જે આપણને નિર્માલ્યતા સુધી લઈ ગયો. શંકર ભગવાન પણ ત્રિશૂલનો અતિ થાય ત્યારે જ ઉપયોગ કરતા, પરંતુ કરતા તો ખરા. અહિંસાના મંત્ર પછી હજારો વર્ષનો ગુલામી કાળ આવ્યો અને ધીમે ધીમે આપણે શાસ્ત્ર અને શસ્ત્ર બંને ભૂલતા ગયા.

ત્રિશૂલને અંગ્રેજીમાં ટ્રાઇડેન્ટ કહે છે. રોમન ગ્લેડિયેટર પણ ટ્રાઇડેન્ટ અથવા ત્રિશૂલનો ઉપયોગ રક્ષા માટે કરતા. ગ્રીકોના દેવતા પોઝેડોન પણ ત્રિશૂલ ધરાવે છે. પોઝેડૉન આપણા વિષ્ણુ ભગવાનને મળતા આવે છે. તેઓ દરિયામાં રહેતા. પોઝેડોન જળ સ્રોતો ઉત્પન્ન કરવા માટે ત્રિશૂલ અથવા ટ્રાઇડેન્ટનો ઉપયોગ કરે છે. જોકે શિવજીની જેમ પોઝેડોન સંહારનું કામ પણ કરે છે.. તેઓ ત્રિશૂલની મદદથી ભરતી, સુનામી અને દરિયાઈ તોફાનો, ભૂકંપ લાવવાનું કામ પણ કરે છે. 

રોમ, જ્યાં અત્યારે ખ્રિસ્તીઓનું પ્રમુખ કેન્દ્ર છે, તેની દંતકથામાં નેપચ્યૂન ભગવાન ત્રિશૂલ વાપરતા અને તેઓ પોઝેડોનની જેમ ત્રિશૂલનો ઉપયોગ જળસ્રોતો ઉત્પન્ન કરવા કે ભૂંકપ લાવવા માટે કરે છે તેવું આવે છે. રોમનો બ્રિટાનીયા નામની દેવીને માનતા. આ બ્રિટાનીયા દેવીની પ્રતિમામાં પણ હાથમાં ત્રિશૂલ જોવા મળે છે. આ દેવીના નામ પરથી જ બ્રિટન દેશનું નામ પડ્યું હતું. ૩૪૩ વર્ષ પહેલાં બ્રિટનના સિક્કા પર આ બ્રિટાનીયા દેવીનું ચિત્ર જોવા મળતું. તેમના હાથમાં ત્રિશૂલ છે અને તેઓ સિંહની સવારી કરે છે! તેમના બીજા હાથમાં છોડ જેવું છે. આપણે ત્યાં મા દુર્ગા કે પાર્વતી પણ સિંહ પર આરૂઢ છે અને તેઓ પણ હાથમાં ત્રિશૂલ પકડેલા હોય છે. તેમના એક હાથમાં કમળ હોય છે. મહિષાસુરનો વધ માતાજીએ ત્રિશૂલથી જ કર્યો હતો. 

રોમની દીવાલો પર ત્રિશૂલ દોરાયેલા જોવા મળે છે. ત્યાં તે લોકો તેને પિચફોર્ક કહે છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના વર્ષ ૨૦૧૪ના એક અહેવાલ પ્રમાણે, આધુનિક રોમના હૃદયસમા વિસ્તારમાં એક ખેતરમાં ખોદકામ કરાયું હતું, તેમાં પુરાતત્ત્વવાદીઓને લોખંડનું ત્રિશૂલ મળ્યું હતું. યહૂદીઓમાં પણ ત્રિદેવો છે અને તેઓ ત્રિશૂલને ત્રિદેવની નિશાની માને છે. હિબ્રૂ સેમ્યુઅલ ૨:૧૨માં ત્રિશૂલનો ઉલ્લેખ છે. ત્રિશૂલનો ઉપયોગ યજ્ઞમાં આહૂતિ આપવા કરાતો હતો તેમ મનાય છે. (એક આડવાત: ‘આપણે ત્યાં જેમ અગ્નિહોત્ર બ્રાહ્મણોમાં ઘરે સતત યજ્ઞાગ્નિ પ્રજ્વલિત રાખવાનો નિયમ છે, તેમ હિબ્રૂ બાઇબલ બુક ઑફ લેવિટિકસ’ માં પણ ઉલ્લેખ છે કે અલ્ટાર ફાયર સતત પ્રજ્વલિત હોવો જોઈએ. જેરુસાલેમમાં ઓમરની મસ્જિદ (મોસ્ક્યૂ ઑફ ઓમર) છે. તેની નીચે એક જૂનું મંદિર હોવાનું મનાય છે. તેમાં યજ્ઞની જેમ આહૂતિઓ અપાતી હતી.)

અમેરિકા ખંડમાં બાર્બાડોસ ટાપુ આવેલો છે. આ બાર્બાડોસના રાષ્ટ્રધ્વજમાં ત્રિશૂલ છે. ચીનના તાઓવાદમાં ત્રિશૂલ તાઓના ત્રિદેવને દર્શાવે છે. ત્યાં ત્રિશૂલ આકારવાળો ઘંટ દેવતાઓને અને આત્માઓને આહ્વાન કરવા માટે વપરાય છે. ચીનમાં ડોન્ગ્યુ (ઉજ્ઞક્ષલુીય) મંદિર જે તાઓવાદનું કેન્દ્ર મનાય છે તેમાં એક રાક્ષસના હાથમાં ત્રિશૂલ દર્શાવતી પ્રતિમા છે. 

વિરોધાભાસ જુઓ, જે કોઈ ધર્મમાં માનતા નથી તેવા નેપાળના સામ્યવાદી પક્ષ-કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ (યુનાઇટેડ માર્કસિસ્ટ)નું ચિહ્ન દાતરડું અને હથોડો જ છે, પરંતુ એ રીતે ગોઠવાયા છે કે ત્રિશૂલનો જ ભાસ થાય. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૫માં પશ્ચિમ નેપાળના ડાંગ જિલ્લાના ધારપાણીમાં આઠ હજાર કિલોના વજનનું અને ૪૨.૫ ફીટ ઊંચું એક ત્રિશૂલ સ્થાપિત કરાયું છે. તેના આયોજકોનો દાવો છે કે તે દુનિયાનું સૌથી ઊંચું ત્રિશૂલ છે. આ પહેલાં ઉત્તરાખંડ રાજ્યમાં પિથૌરાગઢ જિલ્લામાં ૨,૭૦૦ કિલોનું ત્રિશૂલ હતું. નેપાળનું આ ત્રિશૂલ લોખંડ, તાબું, સોના, ચાંદી અને કાંસા એમ પંચધાતુમાંથી બનાવાયેલું છે. 

રશિયામાં સામ્યવાદીઓ વિરુદ્ધ એક સંગઠન બનેલું - નેશનલ એલાયન્સ ઑફ રશિયન સોલ્જરિસ્ટ્સ. તેના ધ્વજમાં પણ ત્રિશૂલનું પ્રતીક હતું! રશિયાના પૂર્વાવતાર સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા યુક્રેઇનમાં રજવાડાની જે નિશાની હતી તે ત્રિશૂલની હતી!

અમેરિકાના નેવી સીલ જેણે ખૂનખાર ત્રાસવાદી ઓસામા બિન લાદેનનો પાકિસ્તાનમાં જઈને ખાતમો કર્યો હતો તેના ચિહ્નમાં ત્રિશૂલ અંકિત છે! સ્વિડનના દરિયાઈ સૈનિકો- કોસ્ટલ રેન્જર્સ જેને ત્યાં કુસ્ટાગર્ના (ઊંીતફિંલફક્ષિફ) તરીકે ઓળખવામાં આવે છે તેના ચિહ્નમાં પણ ત્રિશૂલ છે. 

પરંતુ જો આપણે ત્યાં ભારતમાં ધ્વજના કે સેનાના પ્રતીકમાં ત્રિશૂલ રખાય તો? ભગવાકરણના આક્ષેપો થાય. કેટલાય ઍવૉર્ડ પાછા આવી જાય અને ચેનલો પર કેટલાય દિવસો ચર્ચા ચાલે!

(ક્રમશ:)





















Thursday, January 7, 2016

નાની બેબીની દુનિયા: કોઈને કહેવાનું નહીં! પ્રોમિસ? --- બક્ષી સદાબહાર

નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને ઍક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સમ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે

આપણે બધા એક બાળપણ જીવ્યા છીએ, શૈશવાવસ્થા અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં ‘એન્ચાન્ટેડ યર્સ’ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને, ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં વર્ષો, જ્યારે આંખો મોટી હતી અને વાળ ઓળવા જરૂરી નહોતા, જ્યારે આયનો આપણી ખૂબસૂરતી તપાસતા રહેવા માટેનું સાધન નહીં, પણ મસ્તી કરતા રહેવાનું એક રમકડું હતો. જ્યારે આયનાની સામે ઊભા રહીને બીજાને જોવાની શરારત સૂઝ્યા કરતી હતી, એ બાળપણ હતું, એ ઉલ્લાસનું સામ્રાજ્ય હતું. જ્યાં સ્વપ્નો જોવા માટે આંખો બંધ કરવાની જરૂરી નહોતી, જ્યાં આંસુ એ સુકાયા પહેલાં ભૂલી જવાની વસ્તુ હતી, જ્યાં બપોરનો ધગધગતો તડકો રમવાની મૌસમ હતી, જ્યાં છેલ્લા વરસાદમાં પણ પહેલા વરસાદની ખુશ્બૂઓ સૂંઘવાની મજા હતી, જ્યાં આંખોને ઊંઘવા માટે અને હોઠોને હસવા માટે ફક્ત સેકંડો જ જોઈતી હતી. એ બાળપણ હતું. 

નાની નાની બેબીઓને કોણ સમજ્યું છે? એ નાહીને બહાર આવે છે ત્યારે કેટલી બધી સુવાસ પ્રસરી જાય છે? હમણાં જ પેકિંગ ખોલીને બ્રાન્ડ ન્યુ વસ્તુ બહાર મૂકી હોય એમ, એવી સ્વચ્છ ચમક કોણ પાથરી જાય છે? નાની બેબીઓ દરેક વસ્તુ તરફ હસી શકે છે, પોતે પડી જાય તો, બીજો પડી જાય તો, કોઈ ન પડે તો... છત્રી, આઈસક્રીમ, ટીવીની જાહેરખબર, ડોરબેલનો અવાજ, મમ્મીનો ગુસ્સો. એક નાની બેબીમાં ભગવાને કેટલું હાસ્ય ભરી દીધું છે? અને નાની બેબી રડે છે ત્યારે એનું આખું શરીર રડી પડે છે, બધાં આંસુનો સ્ટોક તરત છલકાઈ જાય છે. નાની બેબી સિવાય વિશ્ર્વનું કોઈ પ્રાણી રડતું હોય ત્યારે પણ આકર્ષક લાગતું નથી અને નાનાં પશુપક્ષીઓ અને નાની નાની બેબીઓ વચ્ચે કઈ રીતે તરત જ એક સંવાદિતા સ્થપાઈ જાય છે? મૌનની ભાષા, ભાષ્ય કે તર્ક વિના, અપ્રયાસ કેવી રીતે સમજાઈ જાય છે? અને કહેવાઈ જાય છે?

નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને ઍક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સમ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે. નાની બેબીના ચહેરા પર પડછાયાઓ રહી શકતા નથી, પૃથ્વી પર એ એક જ પાંખોવાળું મનુષ્ય પ્રાણી છે. એ બે પગ જમીન પર રાખીને ઊડી શકે છે, એ પાણી વિના તરી શકે છે, અને આંખો બંધ કરીને હંમેશાં જોઈ લેવાને ઉત્સુક હોય છે. એનો ચહેરો એની રિદ્ધિસિદ્ધ છે. આભૂષણો પહેરાવેલી નાની બેબી મા-બાપની દરિદ્રતાનો નમૂનો છે, બૌદ્ધિક અને સાંસ્કૃતિક દરિદ્રતાનો. નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે? નાની બેબી એ રસજ્ઞોને જોઈ ખડખડાટ હસી પડે છે કારણ કે એને ખબર નથી કે આ રસજ્ઞો કહેવાય અને એની રમતિયાળ મસ્તી મર્મજ્ઞો હજી સુધી સમજી શક્યા નથી. 

અને નાની બેબી એ જોઈ શકે છે, જે આપણી અનુભવી આંખો જોઈ શકતી નથી... ફૂલની પાછળ સંતાઈ ગયેલો ભમરો, કેરીના ઢગલાની અંદર ઘૂસી ગયેલું જીવડું, ઝાડના થડ પર ફરતો મંકોડો, કૂતરાની લટકતી જીભ પરથી ટપકતું ટીપું, સાંજનું અંધારું ઘેરાઈ રહ્યું હોય ત્યારે રસ્તો ભૂલી ગયેલું પક્ષી, વાયરની જાળીમાં છૂટાં છૂટાં ઝૂલી રહેલા વરસાદનાં બુંદ, કેન્ડી ક્લોસ લઈને આવતા નાના છોકરાઓ. આપણે એને છોકરાથી છૂટી પાડીને, દૂર કરીને, અન્યાય કરીને, એને સેક્ધડ કલાસ બનાવવા માટે એક આખું જીવન, પિતૃત્વ કે માતૃત્વ વાપરી નાખીએ છીએ. નાની બેબી પણ ગુસ્સો કરી શકે છે અને એ ક્ષમા કરતી રહે છે. 

સેક્સભેદના આપણા જડ વિચારોને, નગ્ન અન્યાયને, આપણા ઊંચા ખખડતા અવાજને, આપણા દંભને, જૂઠને, દ્વૈતને એ રડી લે છે. એની ઢીંગલીને બે થપ્પડો મારી લે છે, આયના સામે જોઈને વાળ ઓળી લેવાનો પ્રયત્ન કરતી રહે છે અથવા ગાલ પર આંસુઓની લકીરો ભીની રાખીને જ એ સૂઈ જાય છે, સૂઈ શકે છે...

જગતભરમાં નાની બેબીને મારનાર પિતા કરતાં ક્રૂર રાક્ષસ જન્મ્યો નથી. અને નાની બેબીની દુનિયામાં એક ખાસ જગ્યા હોય છે નાની નાની ખાનગી વાતોની. કોઈને કહેવાનું નહીં. ટોપ સિક્રેટ! આજે સ્કૂલબસમાં આવતી વખતે મેં રાકેશની વોટર બોટલમાંથી પાણી પી લીધું હતું. પ્રોમિસ? તું મારી બેસ્ટ ફ્રેન્ડ અને હું તારી બેસ્ટ ફ્રેન્ડ! કોઈને કહેવાનું નહીં. કાલે મેં મમ્મીના નેઈલ પોલિશથી પગના નખ રંગ્યા હતા. આ રિબન મને જયેશમામાએ આપી છે. ભારતીમાસી મને વૅકેશનમાં એક ટ્રાઈસિકલ અપાવશે. હું તને ચલાવવા આપીશ. બીજા કોઈને નહીં! પ્રોમિસ. મને મમ્મી રોજ સવારે દૂધનો ગ્લાસ જોર કરીને પીવડાવે છે. મને જરાય ભાવતું નથી. અને મમ્મીઓ. નાની બેબીઓની સરગોશીઓ અને ગુફતગૂઓનો મુખ્ય ટોપિક: મમ્મીઓ. 

એ નાનપણ પસાર થઈ ગયું છે. હવે રાત્રે એકલા સૂવાનો ડર લાગતો નથી, ફક્ત એકલા સૂવાની એકલતા લાગે છે. રાત્રે મમ્મીની સાડી લઈને સૂવાથી અંધારાનો દરેક ભય ભાગી જતો હોય એ બાળપણ. જાદુથી તરબતર નાની નાની વસ્તુઓથી આખું જીવન ભરાઈ જતું હતું. જ્યારે એક કલાક એક દિવસ જેવો લાંબો ચાલતો હતો. જ્યારે મોજું ઊંધું પહેરાઈ જતું હતું અને રિબનમાં ગૂંચ પડી જતી અને મમ્મી જિંદગીની દરેક ઉલઝન સુલઝાવવા ચોવીસે કલાક પાસે જ રહેતી હતી.

એ દુનિયા, મમ્મીના સ્પર્શની દુનિયા, ડેડીના ખડખડાટ હાસ્યની દુનિયા, વાળ ખેંચતા બાબાની નાની નાની આંગળીઓની દુનિયા, હવે નથી. જ્યારે બૂટને બકલ લગાડતાં આવડતું નહોતું અને ફ્રોક ઊંધું પહેરાઈ જતું હતું અને પાણીનો ગ્લાસ ઢળી જતો હતો...

એ દુનિયા, એ નાનપણ, એ એન્ચાન્ટેડ યર્સ, એ સ્વપ્નિલ વર્ષો. હવે નથી. કોઈને ખબર છે, નાની બેબી ક્યારે એકાએક મોટી બેબી થઈ જાય છે?

::::: 

ક્લોઝ અપ

જીવનમાં દરેકે એક જ કામ કરવાનું હોય છે: પોતાની જાતને શોધવાનું. 

-હરમાન હાસ 

છ મહિનામાં જાપાન સાતમા ભાગની પૃથ્વી જીત્યું હતું, માટે...? --- ચંદ્રકાંત બક્ષી

સામ્રાજ્યવાદ કે ઇમ્પીરિયલીઝમ આજની દુનિયામાં એક બદનામ શબ્દ છે, પણ કનૈયાલાલ મુનશી કદાચ પ્રથમ ગુજરાતી લેખક છે કે જેમણે ઇમ્પીરિયલ શબ્દને લગભગ ગર્વથી વાપર્યો છે

સામ્રાજ્ય એટલે એમ્પાયર, સમ્રાટ એટલે એમ્પેરર, સમ્રાજ્ઞી એટલે એમ્પ્રેસ. સમ્રાટની સામે રાજા એક નાની હસ્તી છે. આપણને બ્રિટિશ એમ્પાયરનો અનુભવ છે. કહેવાતું હતું કે સૂર્ય ક્યારેય બ્રિટિશ સામ્રાજ્ય પર અસ્ત થતો નથી ( કારણ કે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્ર્વમાં ચારે તરફ એટલું ફેલાયેલું છે.) આપણા કૂટનીતિજ્ઞ અને તીક્ષ્ણબુુુદ્ધિ કૃષ્ણમેનને ભયંકર વ્યંગમાં કહ્યું હતું... સૂર્ય પણ બ્રિટિશોનો વિશ્ર્વાસ કરતો નથી!....

૧૮મી સદીમાં સામ્રાજ્યવાદ ફેલાતો ગયો, ૧૯મી સદીમાં ચરમસીમા પર પહોંચી ગયો. ૨૦મી સદીમાં સામ્રાજ્યવાદની ઓટ આવી, પણ ૨૧મી સદીમાં સામ્રાજ્યવાદનો પુનર્જન્મ, નવા સ્વરૂપે દેખાઇ રહ્યો છે. 

આજે અમેરિકા એ અત્યાધુનિક સામ્રાજ્યવાદી રાષ્ટ્ર છે અને પારંપરિક સામ્રાજ્યવાદની ફૅશન બદલાઇ ગઇ છે, હવે પ્રદેશો જીતવાની જરૂર રહેતી નથી, અર્થતંત્રો માત્ર અપંગ કરી નાખવાનાં છે. હાથપગ તોડવાની જરૂર નથી, એ દેશની માત્ર ગર્દનમાં સાંકળ પહેરાવી દેવાની છે, જેવી રીતે ૧૬મી અને ૧૭મી સદીમાં ગુલામોને કબજે કરવામાં આવતા હતા. 

સોવિયેત રશિયન સામ્રાજ્યને તોડીને અમેરિકા એક નવ સામ્રાજ્યવાદી રાષ્ટ્ર બની ગયું છે. એ આરબોને તોડી શકે છે, એ ઇથિપિયાને લાઇનમાં ઊભું કરી શકે છે, એ દક્ષિણ અને મધ્ય અમેરિકામાં પુલીસમૅનનો રોલ અદા કરી શકે છે. અમેરિકા એ આજના વિશ્ર્વનો સુપરકોપ (સવાઇ પુલીસમૅન) છે...

આપણે તો મહાશાંતિવાદી છીએ..... ૐ દ્યો: શાંતિ: અન્તરિક્ષં શાંતિ: થી શરૂ કરીને પૃથ્વી, જલ, ઔષધિ, વનસ્પતિ, દિવ્ય પદાર્થો , જ્ઞાન, વિશ્ર્વની પ્રત્યેક વસ્તુ.... સર્વશાંતિ: શાન્તિરેવ શાંતિ: સુધી ૐ શાંતિ:, શાંતિ: સિવાય બીજી વાત કરતા નથી! સારું છે. વિશ્ર્વશાંતિ હોવી જોઇએ, પણ એક પ્રશ્ર્ન મને હંમેશાં સતાવતો રહ્યો છે.

વિશ્ર્વમાં અશાંતિ કરનારા સામ્રાજ્યવાદી દેશોની પ્રજાઓ જ શા માટે મહાન થાય છે? જે લડતા રહ્યા છે, ફેલાતા રહ્યા છે, જીવતા રહ્યા છે, બીજા પ્રદેશો અને પ્રજાઓને પોતાના અંકુશમાં રાખી શક્યા છે એ લોકો જ, એ જાતિઓ જ કેમ શ્રેષ્ઠ થઇ છે? સામ્રાજ્યવાદી પ્રજાઓ ખરેખર મહાન હોય છે ? વિજય એક આત્મવિશ્ર્વાસ, એક ગૌરવ, એક વનઅપમૅનશિપ કે બહેતરિનની ભાવના જન્માવે છે? આપણા ઇતિહાસમાં આપણા સામ્રાજ્યવાદી, ઉપસંસ્થાનવાદી મૌર્ય અને ગુપ્ત વંશો, હર્ષવર્ધન, અકબર, કૃષ્ણદેવરાય કે રાજ રાજેન્દ્ર ચોલ કે રણજિત સિંહના કાલખંડો શા માટે આપણા સુવર્ણયુગો હતા? જે સામ્રાજ્યવાદી અંગ્રેજ પ્રજા ગાતી હતી.... રૂલ બ્રિટાનિયા, રૂલ ધ વેવ્ઝ... બ્રિટન્સ નેવર શેલ બી સ્લેવ્ઝ ( રાજ કર બ્રિટાનિયા, સમુદ્રો પર રાજ કર... અંગ્રેજો ક્યારેય ગુલામ નહિ બને! ) એ પ્રજાએ એના ઝંડા પૂરી પૃથ્વી પર ગાડી દીધા હતા, કૅનેડાથી ઓસ્ટ્રેલિયા સુધી, અને સ્કોટલેન્ડથી ટેરા ડેલ ફ્યૂએગો કે કૅપ ઑફ ગુડ હોપ સુધી.

દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં ૧૯૪૧ની સાતમી ડિસેમ્બરે નાનકડા જાપાને પ્રવેશ કર્યો અને પછી? ઉત્તરમાં આલાસ્કા પર અટેક, પૂર્વમાં પેસિફિક મહાસાગરની પાર સેન ફ્રેન્સિસ્કોમાં સાઇરનો વાગતી શરૂ થઇ ગઇ. દક્ષિણમાં ઓસ્ટ્રેલિયાના ડાર્વિન નગર પર ફેબ્રુઆરી ૧૯, ૧૯૪૨ ને દિવસે બૉમ્બમારો. મે ૧, ૧૯૪૨ : જાપાનીઓ બ્રહ્મદેશનું માંડલે જીતે છે. (બંગલાદેશના) કોક્ષ બાઝાર, નારાયણગંજ અને કોલકોત્તા પર બૉમ્બવર્ષા. ચીનમાં નાનકિંગ પડે છે. પૃથ્વીના ગોળા પર જાપાનની વિજયસીમાઓ જોઇએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે માત્ર છ મહિનામાં જાપાન પૂરી પૃથ્વીના સાતમા ભાગનું માલિક બની ગયું હતું! એની સામે માત્ર ચાર જ અવરોધો ચાર દિશાઓમાં ઊભા હતા: અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હિંદુસ્તાન, પશ્ર્ચિમમાં ચીન હતું. 

અને એ જ જાપાન છે, છ મહિનામાં સાતમા ભાગની પૃથ્વી જીતી જનારું જાપાન, દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં ધરાશાયી થઇ ગયેલું સામ્રાજ્યવાદી જાપાન, આજે વિશ્ર્વમાં લગભગ પ્રથમ નંબરે છે. સામ્રાજ્યવાદી પ્રસ્તારે જાપાની પ્રજાને એક અજેય મનોબળ આપ્યું છે? સામ્રાજ્યવાદ ગુરુતાગ્રંથિ પેદા કરે છે? 

આપણે પાકિસ્તાનને પીટી નાંખ્યું પણ એવા ચિકનદિલ છીએ એ વિજયોની સ્મૃતિરૂપે મુંબઇના સમુદ્રમાં એક પાકિસ્તાની જહાજ કે દિલ્હીના કેનોટ સર્કસ પર એક પેટન ટેંક પણ ઊભી રાખી નથી. લંડનની થેમ્સ નદીની વચ્ચે મેં એક જર્મન જહાજ જોયું છે, જે પ્રથમ વિશ્ર્વયુદ્ધની યાદરૂપે ઇંગ્લેંડે હજી સુધી પક્ડી રાખ્યું છે. 

સોવિયેત રશિયામાં તો જર્મન ફાસિસ્ટોને હરાવી નાખવાની યાદરૂપે આખા દેશમાં, લગભગ દરેક પ્રમુખ નગરમાં સ્મૃતિચિહ્નો છે. લેનિનગ્રાદમાં તો રસ્તાઓની દીવાલો પર જર્મન ગોળીઓનાં કાણાં પણ સાચવી રાખ્યાં છે. પેરિસમાં આર્ક દ ત્રાયમ્ફ એ નેપોલિયનની વિજયકમાન છે અને ત્યાં ઊભો રહીને ફ્રેન્ચ બાળક વાંચે છે એ ખોદેલા અક્ષરો, ફ્રાન્સની અભૂતપૂર્વ જાહોજલાલ તવારીખ.... એમનો સમ્રાટ નેપોલિયન ફ્રાન્સ માટે શું શું જીત્યો હતો ? એ સૂચિમાંથી કેટલાંક નામો મેં ત્યાં ઊભા રહીને લખી લીધાં હતાં : ‘ડાન્યુબ, હેલ્વેશી (સ્વિત્ઝર્લેન્ડ), ઓલ્પસ, ઇટલી, રોમ, નેપલ્સ, આર્દેનિસ, ર્હાઇન, હોલડ, હેનોવર, ડેલ્મેમિક, ઇજ્પ્તિ, એસ્પાન્યાસ(સ્પેન), પોર્તુગાલ, અન્દલુસી, કાતાલોન, મીદી, બુલો, પીરીનીઝ... આ સિવાયનાં નામો સમજાયાં નહોતાંં. 

લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેરમાં હેવલોકનું બાવલું છે. નીચે લખ્યું છે કે એણે ૧૮૭૫માં હિંદુસ્તાનમાં બળવો શમાવ્યો હતો. 

સામ્રાજ્યો આવતાં રહ્યાં છે. ઇ.સ.પૂર્વ ૧૪૫૦માં ઇજ્પ્તિ પરાકાષ્ઠાએ હતું. ઇસાપૂર્વ ૩૪૦૦માં શરૂ થયું, ૩૦ અંશો અને ૩૦૦૦ વર્ષો ઇજ્પ્તિ ટક્યું, જે પિરામિડો અને સુએઝની નહેર મૂકી ગયું છે. 

ઇસાપૂર્વ ૬૬૦માં આસીરીઆ આવ્યું, કહેવાય છે કે રાણી સેમિરામીસે ભારત પર આક્રમણ કર્યું હતું. ઇસાપૂર્વ ૫૦૦માં પર્શિયા, પશ્ર્ચિમમાં ડાન્યુબ નદી, પૂર્વમાં સિંધુ નદી સુધી સમ્રાટ દરિયાવૂશ પ્રથમ ફેલાઇ ગયો હતો. ઇસાપૂર્વ ૨૮૧માં કાર્થેજ, ઇસાપૂર્વ ૩૨૩માં મેસીડોનીઆ. દુનિયા ૩૨મે વર્ષે મલેરિયામાં મરી ગયેલા એલેક્ઝાન્ડરના નામથી આ સામ્રાજ્યને ઓળખે છે. 

રોમનો જુલિયસ સીઝર આજે પણ ઇટાલીયનોને પ્રેરણા આપે છે, ૨૧૦૦ વર્ષો પછી. સીઝરે વીજળીની ઝડપથી ઇંગ્લેંડથી તુર્કસ્તાન સુધી ૮૦૦ શહેરો જીત્યાં હતા અને ૧૦ લાખ બંદીઓ પક્ડયા હતા. રોમન સામ્રાજ્ય ગયું, બાયઝેન્ટીઅમ ગયું અને ઇસ્લામની સલ્તનત આવી.

સ્પેનથી સિંધુ સુધી ઇસ્લામનું સામ્રાજ્ય ફેલાઇ ગયું. ઇતિહાસ પર વિેજેતાઓ ફૂંકાતા ગયા છે, પણ મંગોલ ચંગેઝખાં બર્લિનથી બીજિંગ અને મોસ્કોથી સિંધુ સુધી ફેંકાઇ ગયો. તેમુર આવ્યો, ઓટોમન તુર્ક સુલેમાન આવ્યો. અને સન ૧૪૫૮માં પોપ એલેકઝાન્ડર છઠ્ઠાએ વિશ્ર્વના બે ભાગ કરી નાખ્યા. 

આફ્રિકા અને પૂર્વ પોર્ટુગલ અપાયાં, સ્પેનને પશ્ર્ચિમ વિશ્ર્વ સોંપાયું ( માત્ર બ્રાઝિલ પોર્ટુગલને મળ્યું) તોર્દેસિલાસમાં બાકાયદા આ વિશ્ર્વવિભાજનના કરાર થયા. આમાં ઇંગ્લેંડ, ફ્રાન્સ, હોલેન્ડ નહોતાં. 

અને નેપોલિયન અને હિટલર. એમના સામ્રાજ્યવાદે એમની પ્રજાઓને લડવાની, સહેવાની, મહત્ત્વાકાંક્ષાઓ સેવવાની એક રાક્ષસી તાકાત આપી એ સ્વીકારવું જ પડશે. નાનકડાં પરગણાંઓમાંથી નીકળેલાં ફ્રેન્ચ સૈનિકો મોસ્કોમાં પડાવ નાખી આવ્યા હતા. 

જર્મન સૈનિક વરસતા બરફમાં મોસ્કો કે લેનિનગ્રાદના દરવાજા સુધી પહોંચ્યો હશે એ વીર જરૂર હશે.... સીમા ઓળંગીને બીજી ધરતી પર રાષ્ટ્રધ્વજ લહેરાવતા, અને રાષ્ટ્રગીત ગાતાં ગાતાં કૂચ કરતી પ્રજાના સિપાહીઓની નસોમાં દોડતું ખૂન જરૂર જુદું હશે.... 

એ જર્મનો, એ ફ્રેન્ચો. એ જાપાનીઓ, એ અંગ્રેજો, એ અમેરિકનો, આજે પણ રણક્ષેત્ર હોય કે અર્થક્ષેત્ર હોય, પ્રથમ છે. પહેલો નંબર મેળવવા માટે ક્રૂરતા, યુયુત્સા, પુખ્તતા કંઇક જોઇએ છે. સર્વધર્મ સમભાવ કે ૐ શાંતિ : શાંતિ: શાંતિ: એ આપણને પ્રથમકક્ષ બનવા દીધા નથી. 

આપણે સમર્થ સામ્રાજ્યવાદી ન બની શક્યા માટે આપણે નિર્વીર્ય સમાધાનવાદી બનતા ગયા? ઉત્તર દરેક પ્રજાએ દરેક કાળમાં પોતે જ શોધવો પડે છે. ઉ

ક્લોઝ અપ

ઇંગ્લેંડની રાણીને સંબોધન કરવાની પરંપરા પ્રમાણે લખાતું હતું : ટુ ધ ક્વીન્સ મોસ્ટ એક્સેલન્ટ મેજેસ્ટી...!

શિવજીનું સ્વરૂપ --- 1 નાયક ખલનાયક - જયવંત પંડ્યા

શિવજીની ઉત્પત્તિથી તેમના બે વિવાહ વચ્ચેની કથા આપણે ‘શિવપુરાણ’ના માધ્યમથી જાણી. તેનો તત્ત્વાર્થ જાણ્યો. શિવજીનું જે સ્વરૂપ છે તેનું ચિંતન પણ જરૂરી છે. શિવજી આજના જમાનાના કોઈ પણ યુવાનને રોકસ્ટાર લાગે. લાંબા વાળ, કપાળે ત્રિપુંડ, ગળામાં મફલરના બદલે સાપ (કદાચ આ જોઈને જ ‘જાની’ રાજકુમાર, જિતેન્દ્ર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા લોકોએ ગળામાં મફલરની ફેશન અપનાવી હશે?), સાથે ત્રિશૂળ, ડમરુ, વ્યાઘ્રચર્મનું આસન, પૌરુષત્વથી છલોછલ ચહેરો અને શરીર, માથા પર અર્ધચંદ્ર અને ગંગા, હાથમાં કોણીથી સહેજ ઉપર અને કાંડા પર રુદ્રાક્ષ, ધ્યાન કરતા હોય ત્યારે શાંત પણ કામદેવ જેવા કોઈએ છંછેડે કે સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ જાય ત્યારે નરેન્દ્ર મોદીના પેલા સૂત્રની જેમ અમે કોઈને છંછેડતા નથી, પણ કોઈ અમને છંછેડે તો તેને છોડતા નથી’. 

પતિ તરીકે પણ કેવા આદર્શ? સતીને રામની પરીક્ષા કરવાનું મન થયું તો જવા દીધા, પરંતુ પછી તેમનો માનસિક ત્યાગ કર્યો. સતીએ પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આમંત્રણ નહોતું તો પણ જવા જીદ પકડી તો પહેલાં સમજાવ્યાં, પરંતુ ન માન્યા તો જવા દીધાં. હુકમ ન આપ્યો કે જોરજબરદસ્તી ન કરી કે હું તો આ સૃષ્ટિનો રચયિતા. તમારે હું કહું તેમ જ કરવાનું હોય. પતિની આજ્ઞા માનવી જ પડે. સતીએ આત્મવિલોપન કર્યું તે જાણ્યું ત્યારે પતિ તરીકે કેટલા ગુસ્સે થઈ ગયા! દક્ષના યજ્ઞને છિન્નભિન્ન કરી નાખ્યો. તાંડવ કર્યું અને સતીના મૃતદેહને લઈને ફર્યા. વિષ્ણુ ભગવાને રુદ્રના ક્રોધને શાંત કરવા પોતાના ચક્રથી સતીના દેહના બાર ટુકડા કરી નાખ્યા અને આ ટુકડા જ્યાં પડ્યા તે શક્તિપીઠ બની ગયા. 

સતીના મૃત્યુ પછી શિવજી સાવ વિરક્ત બની ગયા. ભારે મનોમંથન પછી શિવજીએ પાર્વતી સાથે બીજાં લગ્ન કર્યાં અને તેનો હેતુ પણ માત્ર સાત્વિક હતો - તારકાસુરનો વધ કરવા કાર્તિકેયનો જન્મ જરૂરી હતો. લગ્નનું નક્કી કરતાં પહેલાં પાર્વતીની વારંવાર પરીક્ષા લીધી. તેમને ભરપૂર સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ એક વાર લગ્નનો નિર્ણય લઈ લીધો તે પછી સાસુ મેનાને તેમનું રૂપ પસંદ ન પડ્યું તો તેમને ગમે તેવું સુંદર રૂપ પણ ધારણ કર્યું. અને લગ્ન પછી પાર્વતી સાથે પ્રીતિ પણ દર્શાવી- લગ્ન કરીને કૈલાસ પર્વત પર પહોંચ્યા કે તરત તેમણે પાર્વતી સાથે ગયા જન્મની વગેરે વાતો કાઢી. પાર્વતીએ કહેવું પડ્યું કે પહેલાં દેવતાઓની સરભરા કરી લઈએ, પછી વાત! 

જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે ઝેર કોણ પીવે? એ માટે શિવજી આગળ આવ્યા. તેમણે ઝેર પીધું અને પીધું પણ તેને પચાવી પણ જાણ્યું. તેને ગળેથી ઉતારી ન ગયા. ગળામાં જ રાખ્યું. જેણે શિવ થવું હશે, જે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની ચિંતા કરતા હશે તેણે ઝેર પીતા અને તેને અટકાવતા પણ શીખવું પડશે. આ બહુ મોટી વાત છે. અત્યારે નાની નાની વાતમાં ઘરમાં પણ ક્લેશ થતા હોય છે. નાની નાની વાતમાં માઠું લાગી જાય છે. અને ત્યારે બોલવામાં આપણે ધ્યાન નથી રાખતા હોતા. મોઢામાંથી એવી વાણી નીકળી જાય છે જે ક્લેશને ઉત્પન્ન કરે છે અથવા વધારે છે. તેને સામાન્ય ભાષામાં ઝેર ઓક્યું કહે છે. રાસાયણિક કે ખાદ્ય પદાર્થોમાંથી ઉત્પન્ન થતું ઝેર કરતાંય આ ઝેર વધુ ખતરનાક હોય છે. રાસાયણિક ઝેર તો શારીરિક રીતે માંદા પાડે છે જ્યારે શાબ્દિક ઝેર માનસિક રીતે બીમાર પાડે છે. જે સાંભળે છે તેને પણ માનસિક રીતે અસર થાય છે અને જે બોલે છે તેના મનને પણ આ બોલી લેવાથી શાંતિ મળતી નથી. તેને પણ પછીથી પસ્તાવો થાય છે કે આવું હું ક્યાં બોલ્યો અથવા બોલી? 

અને રાજકારણ, ફિલ્મ, ક્રિકેટ, સાહિત્ય આ ક્ષેત્રે પણ વિષવમનની પ્રવૃત્તિ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભરપૂર ચાલી છે. અને તેને કેટલાંક માધ્યમો દ્વારા ભરપૂર પ્રસિદ્ધિ પણ મળે છે. કોઈએ માનો કે ઊલટી કરી હોય અને તે ઘરની લાદી (ટાઇલ્સ) પર પડી હોય તો તમે શું કરો? તેને તરત સાફ કરી નાખશો કે તેને ફેલાવીને આખા ઘરમાં રંગોળી કરશો? સ્વાભાવિક જ સાફ કરી નાખશો, પરંતુ કેટલાંક માધ્યમો, ખાસ કરીને સનસનાટીજીવી (સનસનાટી પર જીવતી) ચેનલો પર આવા વિષવમનને બતાવીને સનસનાટી પેદા કરાય છે. ઓવૈસી કંઈ બેફામ બોલે એટલે તેને આખો દિવસ ચલાવાય. અને સામે પક્ષે સાક્ષી મહારાજની પણ પ્રતિક્રિયા લઈ લેવાય. સાક્ષી મહારાજ પણ સામે આવી જ જલદ પ્રતિક્રિયા આપે. તેના પર વળી કૉંગ્રેસ-જનતા દળ (યુ) વગેરેના સાંસદો બોલે. આમ ચાલતું જ રહે. શું ઓવૈસી સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? શું સાક્ષી મહારાજ સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ છે - ના. જો આ ૨૪ કલાક ચાલતી સનસનાટીજીવી ચેનલો નક્કી કરે કે આવાં નિવેદનોને માત્ર ૨૦ સેક્ધડમાં ફટાફટ અપાતા ૧૦૦ સમાચારમાં જ સ્થાન આપી દઈશું તો? અને બીજું કે આવાં નિવેદનો પર કોઈની પણ પ્રતિક્રિયા લઈશું નહીં, તેને બતાવીશું નહીં તો? વિષવમનની રંગોળી થતી બચી જાય! સમાજમાં એકતા, અખંડિતતા અને સંવાદિતાનું વાતાવરણ આગળ વધે. 

કોઈ પણ અઘરું કામ હોય તો તેના માટે પહેલાં નેતાએ, પ્રમુખે, અગ્રણીએ આગળ આવીને જવાબદારી લેવી જોઈએ. તો જ તે સાચો નેતા કહેવાય. જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરિત કરવા માટે તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગંગા પૃથ્વી પર તો આવશે, પરંતુ તેનો વેગ એટલો પ્રચંડ છે કે તે સ્વર્ગમાંથી ઊતરીને સીધી પૃથ્વી પર આવશે અને સમગ્ર પૃથ્વીને વહાવીને લઈ જશે. આથી જો શિવજી તેને પોતાની જટામાં રોકી લે તો તેનો વેગ મંદ પડી જાય. અને ભગીરથ શિવજીની તપસ્યા કરે છે. શિવજી પોતાની જટામાં ગંગાને ઝીલે છે અને પછી ત્યાંથી તે પૃથ્વી પર આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે તેને એવી રીતે જોઈ શકીએ કે ગંગાનો પ્રચંડ ધોધ સ્વરૂપને શિવજીએ વૈજ્ઞાનિક-એન્જિનિયરિંગ ઢબે એવી રીતે વાળ્યો હશે કે જેથી તે છેક બંગાળની ખાડી સુધી પહોંચે. અત્યારે તો નેતાઓ સલાહો આપવામાં શૂરા છે. બીજાને ગેસની સબસીડી છોડવાની સલાહો આપે છે, પરંતુ પોતાના પક્ષના નેતાઓ - પ્રધાનો, કાર્યકરો જ સબસીડી છોડતા નથી. કોઈ પણ કામનો જો પોતાનાથી પ્રારંભ કરે, અઘરા કામની પોતે જવાબદારી લે તો સમાજ તેને અપનાવી લેશે. શિવજીએ આ મોટી વાત સમજાવી છે. જે સમાજના વિવિધ ક્ષેત્ર- ચાહે તે રાજકારણ હોય, ઉદ્યોગ હોય, ફિલ્મ હોય કે રમતજગત-તેના અગ્રણીઓ જેવા જીવનનો દાખલો બેસાડે છે તેનું ઘણા અંશે અનુસરણ થતું હોય છે. ગાંધીજીના વખતમાં કેમ બધા સમાજ માટે કાર્ય કરવા તત્પર બનતા હતા? કેમ સારી સારી નોકરી છોડીને સમાજસેવામાં લાગી પડતા હતા? કારણ કે ગાંધીજી પોતે પણ એવું જીવન જીવતા હતા જે નમૂનારૂપ હતું.

આપણે ત્યાં અધ્યાત્મદર્શનમાં કોઈ પણ ક્રિયા કે રૂપના અધ્યાત્મિક અર્થો કાઢીને તેને સમજાવાય છે. આ પ્રમાણે, રોકસ્ટાર’ શિવજીનું જે રૂપ છે તેમાં વિવિધ બાજુઓના અધ્યાત્મમાં સુંદર અર્થો કઢાયા છે. શિવજીની જટાના શું અર્થ હોઈ શકે? બહુ સીધો તર્ક સામાન્ય રીતે નીકળે. શિવજી મુખ્યત્વે તપ કરતા હતા. વળી ઊંચે કૈલાસ પર્વત પર તેમનું સ્થાન હતું. સ્વાભાવિક જ તપમાં ખલેલ ન પડે તેથી વાળ વધારતા હશે. આવું વિચારી શકાય, પરંતુ અધ્યાત્મચિંતકોએ તેનો અર્થ એવો કાઢ્યો છે કે શિવજીની જટા વાયુમંડળનું પ્રતીક છે. શિવજી વાયુના પણ ભગવાન છે. વાયુ વગર સૃષ્ટિ સંભવ નથી. આથી તેઓ જીવનના દેવતા છે. 

તેમની જટામાંથી ગંગાનો પ્રવાહ નીકળે છે. આનો આપણે ઉપર એક અર્થ જોયો કે તેમણે એન્જિનિયરિંગની રીતે ધસમસતી ગંગાના પ્રવાહને ચેનલાઇઝ કરીને તેને યોગ્ય માર્ગે વાળી હશે, પરંતુ અધ્યાત્મિક રીતે અર્થ એવો નીકળે છે કે તેમના મસ્તિષ્ક પર ગંગા ધારણ કરે છે. ગંગા એટલે શુદ્ધ સાત્વિક જળ. શંકર ભગવાનને ગુસ્સો ખૂબ જ આવે. કોઈ પણ મનુષ્યને આવે, પરંતુ તેને મહદંશે શાંત રાખવું જરૂરી છે. જ્યારે સતીના યોગાગ્નિમાં ભસ્મ થઈ જવા જેવી કે કામદેવ વારંવાર પરેશાન કરે તેવી ઘટના બને ત્યારે ગુસ્સો કરવો અનિવાર્ય પણ બને છે, પરંતુ નાનીનાની વાતમાં ગુસ્સો તપસ્વી માટે કે કોઈ પણ વ્યક્તિ માટે સારો નથી. આથી માથા પર જળ રેડવું. સ્વામી વિવેકાનંદ- નરેન્દ્ર જ્યારે નાનપણમાં ખૂબ જ ચંચળ અને નટખટ હતા. તોફાન ખૂબ જ કરતા હતા. તેથી તેમની માતા તેમના માથા પર શિવ શિવ’ બોલી જળ રેડતા હતા. પરિણામે નરેન્દ્ર શાંત થઈ જતા. શિવજીના સ્વરૂપના અધ્યાત્મિક અર્થો વિશે વધુ આવતા અંકે. (ક્રમશ:)

દુનિયાને જોવા ત્રીજી આંખ વાપરવી!

શંભુના સ્વરૂપના આધ્યાત્મિક અર્થની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમની ત્રીજી આંખની વાત કરીએ. ત્રીજી આંખ એટલે ડહાપણ. ત્રીજી આંખ એટલે બે નરી આંખે દેખાતી ચીજોને જ સાચી ન માની લેવું. ઘણી વાર આપણે જે સગી આંખે જોતા હોઈએ કે કાને સાંભળતા હોઈએ તે સાચું ન પણ હોઈ શકે. 

એક પ્રચલિત વાર્તા છે. એક રાજા કોઈ કામસર (ધારો કે યુદ્ધ) બહારગામ ગયો. તે તેની રાણી અને તેના નાનકડા દીકરાને છોડીને ગયો હતો. થોડાંક વર્ષો પછી તે પાછો આવ્યો ત્યારે યુદ્ધની ભાંજગડમાં ભૂલી ગયો કે તેનો દીકરો હવે યુવાન બની ગયો હશે. રાત્રે આવીને તેણે જોયું તો રાણી કોઈ પારકા પુરુષ સાથે સૂતી હતી. આ જોઈને રાજાને ક્રોધ આવી ગયો. રાજાએ એ પુરુષને મારવા તલવાર ઉગામી. પણ સ્ત્રી ઊંઘમાંય સાવધ હોય છે. તેનું આજ્ઞાચક્ર ઘણી વાર તેને ઊંઘમાંય અણસાર આપી દેતું હોય છે. રાણી જાગી ગઈ અને તેણે રાજાનો હાથ પકડી લીધો. રાજાને કહ્યું કે આ શું કરો છો? આ તો આપણો દીકરો છે. 

આવો જ એક બીજો કિસ્સો છે. અમેરિકામાં એક સ્ત્રી એરપોર્ટ પર ફ્લાઇટની પ્રતીક્ષામાં બેઠી હતી. તે પોતાની થેલીમાંથી ચિપ્સ ખાતી હતી. તેણે જોયું કે તેની બાજુમાં બેઠેલો પુરુષ પણ તેની થેલીમાંથી ચિપ્સ ખાતો હતો. તેને આ ગમ્યું નહીં. (એરપોર્ટ પર આવું થાય. બસ, રેલવેમાં સામેથી સામેવાળા કે બાજુવાળા પ્રવાસીને નાસ્તો-જમવાનું પૂછે-આપે. ઘણી વાર તો વાત એટલી આગળ વધી જાય કે પોતપોતાના દીકરા-દીકરીના વિવાહનું પણ નક્કી કરી નાખે!) પણ આ સ્ત્રી કોઈ બખેડો કરવા માગતી નહોતી. એટલે કંઈ બોલી નહીં. છેવટે છેલ્લો એક ટુકડો વધ્યો. પેલા પુરુષે તે લીધો અને તેનો અડધો ટુકડો આ સ્ત્રીને આપ્યો. સ્ત્રી મનમાં ને મનમાં સમસમી ગઈ. તેની ફ્લાઇટનો સમય થઈ ગયો હતો. આથી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. પ્લેનમાં તે તેની બેગ ઉપર સામાન રાખવાની જગ્યાએ મૂકવા ગઈ અને જોયું તો તેની બેગના બહારના ખાનામાં તેની ચિપ્સની થેલી એમ ને એમ પડીકાબંધ હતી! એનો અર્થ એ કે ઉલટાનું તે પુરુષની થેલીની ચિપ્સ ખાઈ રહી હતી!

આપણે ટ્રેનમાં, બસમાં જતા હોઈએ છીએ ત્યારે બારીમાંથી બહાર જોઈએ તો લાગે કે ટ્રેન સ્થિર છે અને સામેથી બધું આવી રહ્યું છે. ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ તે બધાં એક-એક સ્થિર ચિત્ર જ છે, પરંતુ આવાં સંખ્યાબંધ સ્થિરચિત્રો ઝડપથી આંખ આગળથી પસાર થાય છે એટલે આપણને હાલતાચાલતા લાગે છે. આપણે નાનપણમાં એક રમત જરૂર રમ્યા હોઈશું. નોટબુકના પાનાના જમણા ખૂણે માણસના એક સરખાં ચિત્ર દોરવાનાં. તેમાં એક ચિત્રમાં માણસનો એક પગ અને એક હાથ

આગળ હોય તો બીજા ચિત્રમાં બીજો પગ અને હાથ આગળ હોય. પછી એ ખૂણેથી પાનું ઝડપથી ફેરવો તો એવું લાગે જાણે એ માણસ ચાલે છે!

અત્યારે કેટલાંક અખબારોમાં, ટીવીમાં, સોશિયલ મીડિયા પર ઘણું બધું એવું ફરે છે જે આપણને દૃષ્ટિથી ભ્રમિત કરી નાખે. એક જ સમાચારને તમે અલગ-અલગ ટીવી ચેનલ પર જુઓ તો અલગ રીતે બતાવાય છે. અખબારોમાં પણ આવું થાય છે. સોશિયલ મીડિયા પર તો ઘણું બધું એવું ફરે છે કે તેને સીધું સાચું માનવું મુશ્કેલ હોય છે. પરંતુ ફોટોશોપની કમાલ કે કોઈ ઘટનાઓને જોડીને એવા સંદેશાઓ બનાવાય કે તરત જ કેટલાક લોકો સાચું માની લે. 

આથી જ તો અખબારો માટે શબ્દ આવ્યો- બિટવીન ધ લાઇન્સ’. કોઈ પણ ઘટનાની પાછળ શું છે તે વાંચવું. તે સમજવું. કોઈ કંઈ બોલે તો પણ સમજવું પડે કે તે શું કામ બોલ્યો કે બોલી?

આપણે થિયેટરોમાં કે ટીવીના પડદે કોઈ અભિનેતા કે અભિનેત્રીને જોઈને તેના રૂપથી મોહિત થઈ જઈએ, પરંતુ તેનો મેકઅપ વગર અસલી ચહેરો જોઈએ તો ખબર પડે કે અરર! આ તો ભૂંડાભૂખ છે. દેખાડીને છેતરવાની કળા આજકાલ માર્કેટિંગના નામે ઓળખાય છે. ટીવી પર વિજ્ઞાપનોમાં એટલું સુંદર રીતે દર્શાવે કે ભલભલા પોતાના ખિસ્સાં ખંખેરવા તૈયાર થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પ્રશ્ન, સમસ્યા થાય કે ક્રોધ આવે ત્યારે બે મિનિટ આંખો બંધ કરી આ ત્રીજી આંખ એટલે કે આજ્ઞા ચક્રના સ્થાને ધ્યાન કરવું. કોઈ રસ્તો જડી જશે અને ક્રોધ શાંત થઈ જશે. 

આ જ રીતે શિવજીના માથા પર અર્ધચંદ્ર પણ દર્શાવાયો છે. એ બહુ જાણીતી વાત છે કે ચંદ્રની અસર મન પર થાય છે. ચંદ્રની અસર પાણી પર પણ થાય છે. પૂનમ હોય છે ત્યારે ભરતી આવે છે અને અમાસ હોય છે ત્યારે ઓટ આવે છે. આપણા શરીરમાં કુલ ૭૫ ટકા પાણી હોય છે. તો સ્વાભાવિક છે કે તેના પર પણ ચંદ્રની અસર થાય. જોકે આ બહુ સૂક્ષ્મ માત્રામાં હોય છે, પરંતુ તેમાંય જ્યોતિષની રીતે ચંદ્રના અંશ, ચંદ્ર કઈ રાશિમાં છે વગેરે બાબતો ધ્યાનમાં રખાય છે. પણ સામાન્યત: પૂનમે પાગલપણું વધે છે તેવી આપણે ત્યાં જ નહીં વિદેશોમાં પણ માન્યતા છે. વિદેશોમાં પૂનમના દિવસે વેમ્પાયર, વેરવૂલ્ફ બહાર આવે છે તેવી માન્યતા હતી. હકીકતે આ ગપ્પું નથી, કે દંતકથા નથી. આનો કહેવાનો અર્થ એ કે તે દિવસે મનુષ્યોમાંનું પશુત્વ બહાર આવે છે. 

ડેઇલી મેઇલ નામના બ્રિટનના એક અખબારમાં વર્ષ ૨૦૦૯માં આ અંગે એક અહેવાલ છપાયો હતો. અહેવાલમાં ઑસ્ટ્રેલિયાના એક સંશોધનને ટંકાયું છે. ઑસ્ટ્રેલિયાના આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે વેરવૂલ્ફ જેવા કહી શકાય તેવા (મતલબ પશુ જેવા) ૯૧ ઇમર્જન્સી પેશન્ટોને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ હિંસક અને ખૂબ જ અશાંત હતા. અને આ દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પર પશુની જેમ બટકા ભર્યાં હતાં. તેમના પર થૂંક્યા હતાં. ઉઝરડા પાડ્યા હતા.

વર્ષ ૨૦૦૮માં બ્રિટીશ સંશોધકોને જણાયું હતું કે દર્દીઓએ માથું દુખવાની, હાથ પગ વગેરેમાં ખાલી ચડી જવાની (સંવેદનશૂન્યતા), એકબીજા અવયવો વચ્ચે સંકલન, સ્ટ્રોક વગેરેની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબોએ તપાસ્યું તો આવું કંઈ હતું નહીં. મતલબ કે દર્દીઓને માનસિક રીતે જ આવું લાગતું હતું. આમ સંશોધકોને ચંદ્રની અસર અને તબીબી રીતે ન સમજી શકાય તેવાં લક્ષણો વચ્ચે કડી જણાઈ હતી. 

બ્રિટનના ડેઇલી એક્સ્પ્રેસના વર્ષ ૨૦૦૯ના એક અહેવાલમાં નોંધાયું હતું કે ૭,૨૦૦ દર્દીઓ પૈકી ૧૨૯ દર્દીઓને ખોટા સ્ટ્રોકનાં લક્ષણો અનુભવાયાં હતાં. જ્યારે તેમણે કેલેન્ડર તપાસ્યું ત્યારે ખબર પડી કે તે પૂર્ણિમાનો દિવસ હતો. તારણ એ નીકળ્યું કે આ રહસ્યમય સ્ટ્રોકનું કારણ તબીબી કરતાં વધુ માનસિક હતું. આ અહેવાલમાં આગળ નોંધ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, જ્યારે પૂનમની આસપાસ સ્ત્રીને બીજ છૂટું પડતું હોય ત્યારે જો સંબંધ બાંધવામાં આવે તો તેને દીકરો જન્મવાની શક્યતા વધુ રહે છે. બ્રાઝિલમાં સાઓ પૌલો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેંચ અથવા આંચકીમાં અણધાર્યાં મોતનાં આઠ વર્ષનાં કિસ્સાઓ તપાસ્યા તો નોંધ્યું કે તેમાંથી ૭૦ ટકા મૃત્યુ પૂનમના દિવસે થયા હતા. 

આ જ રીતે અમાસની પણ મન પર અસર થાય છે. ઓટ થાય એટલે પાણી જતું રહે. એમ અમાસના દિવસે મનમાં ખાલીપો અનુભવાય છે. ડિપ્રેશન થાય છે. ખોટી ખોટી ચિંતા થાય છે. 

આપણે હવે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધું છે. પરંતુ હિન્દુ પંચાંગ ચંદ્રની કળા પર ચાલે છે. આપણે ત્યાં પૂનમ અને અમાસનું મહત્ત્વ છે. દર અમાસે યાચક બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને સીધુ આપવાનો રિવાજ હતો. પૂનમના દિવસે સત્યનારાયણની કથા કરવાનો મહિમા પણ આવા જ કોઈ કારણસર હોવો જોઈએ જેથી મનમાં આડાઅવળા વિચારો ન આવે. મન પ્રભુ ભક્તિમાં લાગેલું રહે. 

શંકર ભગવાનના માથા પર અર્ધચંદ્ર છે તે બતાવે છે કે પૂનમના ચંદ્રની જેમ મનને ઉન્માદી પણ નથી બનવા દેવાનું કે અમાસે ચંદ્ર સાવ ગાયબ થઈ જાય તેમ મનને નિરાશ પણ નથી થવા દેવાનું. મનને સંતુલિત રાખવાનું છે. બીજો મત એવો પણ છે કે સૂર્યને ગરમ જ્યારે ચંદ્રને ઠંડો મનાય છે. તેમ તપ કરતા હો કે કોઈ સારું કાર્ય કરતા હો તો ક્રોધને મન પર વશ થવા દેવાનો નથી. ચંદ્રની જેમ મનને ઠંડું રાખવાનું છે. (ક્રમશ:)

શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?

શંકર ભગવાનના ભૌતિક રૂપની આધ્યાત્મિક ચર્ચામાં આગળ વધીએ. તેમના ગળામાં સાપ જોવા મળે છે. આપણામાંના ઘણાને સાપથી ડર લાગતો હશે. ફિલ્મો કે ટીવીમાં જ્યારે નકલી સાપને અસલી તરીકે દેખાડતા હશે ત્યારે પણ આંખો બંધ કરી જતા હશે. આ ડર કેમ હોય છે? શંકર ભગવાનના ગળામાં સાપ હાર તરીકે કેમ છે?

આપણે ત્યાં ધાર્મિક કથાઓનું બહુ મહત્ત્વ છે. કથાની રીતે-રૂપકની રીતે બધું સમજાવવામાં આવ્યું. કેટલીક બાબતો એવી હોય છે જ્યારે તમે સરળતાથી સમજી ન શકો ત્યારે તેને વાર્તા-કથાની જેમ કહેવાય. ઋષિ-મુનિઓ જે વિજ્ઞાન જાણી ગયા હતા તે સામાન્ય માનવીઓને સમજાવવું અઘરું પડે. આજે થ્રીડી વીડિયોની રીતે આપણે જોઈ શકીએ છીએ તોય વિજ્ઞાન દરેકને સમજાય તેવું નથી. તો એ સમયે તો અઘરું હોય જ. એટલે ઘણી કથાઓ ઊપજી હશે. શિવજીના ગળામાં નાગ પાછળની ધાર્મિક કથા એવું કહે છે કે શિવજીના ગળામાં સાપ છે તે વાસુકિ છે. આ નાગ વિશે પુરાણો એવું કહે છે કે તે નાગોનો રાજા છે અને નાગલોક પર તેનું શાસન છે. સાગર મંથન વખતે તેણે દોરડાનું કામ કર્યું હતું. 

વાસુકિ નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને નાગલોકના રાજા બનાવી દીધા. સાથે પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટ્યા રહેવાનું વરદાન પણ આપ્યું. બીજી એક કથા પ્રમાણે, નાગ જાતિ ખતરામાં આવી ગઈ. આથી તેમણે શિવજી પાસે કૈલાસમાં રહેવા શરણ માગ્યું. શિવજીએ આપ્યું તો ખરું, પરંતુ ઠંડા તાપમાનના કારણે ત્યાં પણ તેમને મુશ્કેલી થઈ. આથી શિવજીએ તેમને ગળામાં રાખ્યા જેથી શરીરની ગરમી તેમને મળે. 

શિવજીના ગળામાં સાપને મફલરની જેમ કે હારની જેમ વીંટાળવાનો આધ્યાત્મિક અર્થ કાઢનારા તત્ત્વચિંતકો કહે છે કે શિવજીનું એક નામ પશુપતિનાથ છે. આ સૃષ્ટિમાં રહેતા તમામ સજીવોના ભગવાન શિવ છે. શિવજી સુવર્ણ (સોનું) કે ચાંદી વગેરે દુન્યવી વસ્તુનાં આભૂષણો પહેરવાના બદલે સાપને આભૂષણ તરીકે ધારણ કરે છે. કેમ કે સોના-ચાંદી વગેરે દુન્યવી ચીજોની લાલચ, આસક્તિ અસીમ છે. સાપથી લોકોને ડર લાગે છે. સાપના દંશથી મૃત્યુ થવું પણ સંભવ છે, પરંતુ શિવજીના ગળામાં સાપ બતાવે છે કે શિવજી નિર્ભય છે અને જે વ્યક્તિ શિવજીની શરણમાં આવશે તે પણ નિર્ભય બની જશે. તેને કોઈ જાતના પશુ-પંખી, વિષનો ભય નહીં રહે. તેને મૃત્યુ પણ નહીં સતાવે. સાપને કુંડલીની શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. શિવજી મહાયોગી છે. યોગવિદ્યાના જાણકારોનું માનવું છે કે કુંડલીની શક્તિ આપણા મૂળાધાર ચક્ર (જે આપણી ગુદા અને જનનેન્દ્રિય વચ્ચે આવેલું છે.)માં સાપની જેમ ગૂંચળું વળીને પડેલી હોય છે, પરંતુ શિવજી મહાયોગી હોવાથી તેમનામાં આ શક્તિ જાગૃત થઈ, ઉર્ધ્વગમન કરીને ઉપર સુધી આવેલી છે. આ ઉપરાંત સાપને ઈચ્છાઓ અને લાગણીઓના રૂપમાં પણ જોવામાં આવે છે. સાપને ગળામાં પહેરીને શિવજી બતાવે છે કે તેઓ તમામ ઈચ્છાઓ અને લાગણીઓથી પર છે. જિતેન્દ્રિય છે. 

માત્ર શિવજીએ જ નહીં, વિષ્ણુ ભગવાને પણ સર્પનું મહત્ત્વ બતાવ્યું છે. વિષ્ણુ ભગવાન શેષનાગની શય્યા પર શયન કરે છે. સૂર્યનારાયણના રથનું વહન સર્પ કરે છે. ગણેશજી પણ યજ્ઞોપવિત તરીકે સાપને ધારણ કરે છે. નાગપંચમીએ આપણે ત્યાં નાગનું ચિત્ર બનાવીને અથવા સાક્ષાત નાગની પૂજા પણ થાય છે. ગુજરાતીમાં સાપને દૂધ પીવડાવવું અને હિન્દીમાં ‘આસ્તિન મેં સાંપ કો પાલના’ જેવી કહેવત પણ આવી છે. જ્યોતિષની રીતે સર્પ દોષ અને કાળ સર્પ દોષ છે. પૂર્વ જન્મમાં પાપ કર્યાં હોય, પૂર્વજોએ કાળા જાદુ અથવા તંત્ર-મંત્રના પ્રયોગો કર્યા હોય, સાપ કે ભ્રૂણ હત્યા કરી હોય તો આવો દોષ કુંડળીમાં બનતો હોવાનું જ્યોતિષના જાણકારોનું માનવું છે. 

સાપનું આટલું મહત્ત્વ અને તેનો ડર કેમ છે? વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવું પડશે. વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક ડર આપણે જન્મજાત લઈને આવીએ છીએ. કેટલાક ક્રમશ: વિકસિત થાય છે. સાપનો ડર મોટા ભાગે જન્મજાત હોય છે. ફોનની ભાષામાં કહીએ તો ફેક્ટરી મોડ. આધ્યાત્મિક રીતે કહીએ તો પૂર્વ જન્મના વારસામાં કેટલાક ડર કેટલાક ગમા-અણગમા કેરી ફોરવર્ડ થયેલા હોય છે. કેટલાકને ગરોળીથી એલર્જી હોય તો કેટલાકને છછૂંદરથી. કેટલાકને ઉંદરથી. કેટલાકને વાંદાથી. સાપ ક્યારેય કરડ્યા ન હોય તેવી વ્યક્તિને પણ સાપને ટીવી કે ફિલ્મમાં જોતા પણ ડર લાગે તેવું સંભવ છે, પણ આ સાપ, ઉંદર વગેરે જે આપણા શિવજી-ગણેશજી-વિષ્ણુ ભગવાન વાહન તરીકે યા આભૂષણ તરીકે ધારણ કરે છે તે કદાચ લોકોને પર્યાવરણનું સંતુલન સમજાવવા માટે હોઈ શકે. પહેલાંના સમયમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. ખેતરોમાં સાપ બહુ નીકળે અને સર્પદંશથી મૃત્યુના કિસ્સા બને. આના કારણે સ્વાભાવિક જ સાપને મારી નાખવામાં આવે, પરંતુ જો સાપને મારી નાખવામાં આવે તો તેનાથી પર્યાવરણનું (ઇકો સિસ્ટમ)-ખોરાકનું (ફૂડ ચેઇન) ચક્ર ખોરવાઈ જાય. 

ખેતીમાં થતા પાકને બગાડતા ઉંદર તેમ જ અન્ય જીવજંતુઓને સાપ ખાઈ જાય છે. વળી સાપ પોતે પણ બીજા પ્રાણીઓનો ખોરાક છે. નોળિયો, દરેક પ્રકારની બિલાડી, ઉત્તર અમેરિકામાં જોવા મળતું વરુ (કોયોટ), જંગલી ડુક્કર અને કેટલાક દેડકા સાપને ખાય છે. જો સાપની પ્રજાતિ નષ્ટ પામે તો આ પ્રાણીઓનો ખોરાક નષ્ટ થાય. આના પરિણામે ખોરાકનું ચક્ર ખોરવાઈ જાય. સાપની કાંચળીનું પણ મહત્ત્વ છે. આ કાંચળીમાં અનેક પોષક તત્ત્વો રહેલાં છે! સાપની કાંચળીથી બેગ, સ્કાર્ફ, પટ્ટો, બૂટ, હેન્ડ બેગ વગેરે બને છે. ખિસકોલી આ કાંચળીને ખાય છે. 

બીબીસીના ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના અહેવાલ પ્રમાણે, લિવરપુલ (ઈંગ્લેન્ડ)ના સંશોધકો માને છે કે માનવના રોગો માટે સાપના ઝેરમાંથી દવા બનાવી શકાય છે. જોકે, સાપના ઝેરમાંથી માદક ડ્રગ્સ બને છે તે એક દુ:ખની વાત પણ છે. ભારતમાં દિલ્હી સહિતના મેટ્રો શહેરમાં યુવાનોમાં કોબ્રાના ઝેરમાંથી બનતું ડ્રગ્ઝ વેલેન્ટાઇન દિવસે, રેવ પાર્ટીઓમાં અને ડિસ્કો થેકમાં યુવાનોમાં ઘણું વેચાય છે. તેનાથી સેન્સેશન વધે છે. શક્તિનો વધારો થયો હોય તેવું લાગે છે. યુવાનો લાંબા સમય સુધી નાચી શકે છે તેવું મનાય છે. દિલ્હીમાં વેલેન્ટાઇન દિવસના એક સપ્તાહ પહેલાં આવા ડ્રગ્ઝનું વેચાણ વધી જાય છે. અંગ્રેજી સમાચારપત્ર ડીએનએના ૧૧ એપ્રિલ, ૨૦૧૫ના અહેવાલ પ્રમાણે, રેટલસ્નેક (અમેરિકામાં જોવા મળતા વિષધર સાપ)ના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવાથી એચઆઈવીને ફેલાતા અટકાવી શકાય છે. નવી દિલ્હીમાં વર્લ્ડ હોમિયોપેથ સમ્મિટમાં સંશોધકોએ આવું સંશોધન રજૂ કર્યું હતું. હૈદરાબાદની જેએસપીએસ ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજીના ડૉક્ટરોએ સંશોધન કર્યું હતું કે સાપના ઝેરમાંથી બનાવાયેલી હોમિયોપેથિક દવા ક્રોટેલસ હોરિડસ એચઆઈવીને ફેલાતા અટકાવે છે. આયુર્વેદમાં પણ સાપના ઝેર તેમ જ સાપના શરીરના વિવિધ ભાગોનો ઉપયોગ દવાઓમાં થાય છે.

આમ, પર્યાવરણના ચક્રને જાળવી રાખવા માટે, લોકોમાં સાપનો ભય દૂર કરવા, સાપ જેવી મનમાં સળવળતી ઈચ્છાઓ, કામેચ્છાઓને વશ કરવા શિવજીએ ગળામાં સર્પને ધારણ કર્યું હોવાનું માની શકાય. 

અને અંતે, રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે જો સાપ ન હોત તો રાજકુમાર કોહલીની ‘નાગીન’, હરમેશ મલ્હોત્રાની શ્રીદેવી અભિનીત ‘નગીના’ જેવી સુપરહિટ ફિલ્મો ક્યાંથી હોત? અને અત્યારે એકતા કપૂરની સૌથી વધુ ટીઆરપી મેળવતી કલર્સ ચેનલ પર આવતી ‘નાગીન’ સિરિયલ પણ ક્યાંથી હોત?!

શિવજી-સાંઈબાબાએ ભસ્મ અથવા ઉદીનું મહત્ત્વ બતાવ્યું!
શિવજીના ભૌતિક રૂપના આધ્યાત્મિક અર્થ અને વૈજ્ઞાનિક અર્થને સમજવામાં આજે આપણે તેઓ વિભૂતિ અથવા ભસ્મ લગાડતા હતા તેની વાત કરીશું. આ વિભૂતિ અથવા ભસ્મ છે શું? યજ્ઞ કરો ત્યારે તેમાં સમિધ (યજ્ઞમાં વપરાતા લાકડાં), ઘી તેમજ અન્ય દ્રવ્યો બળે છે. તે પૂરો થાય પછી તેમાં જે બચે તેને ભસ્મ કહે છે. શંકર ભગવાન સ્મશાનમાં મૃતદેહને બાળવાથી જે ભસ્મ સર્જાય તેને શરીર પર લગાડતા હતા. 

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં પ્રાત: ચારથી છની વચ્ચે ભસ્મ આરતી થાય છે. તેમાં કહે છે કે સ્મશાનમાંથી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી અને તે પણ તાજી ચિતાની. અને આ ભસ્મ આરતી દુનિયાભરમાં આવેલા શિવનાં કોઈ મંદિરમાં નહીં પણ મહાકાલેશ્ર્વરમાં જ થાય છે. અગાઉથી મંદિરના પ્રશાસનને આવેદનપત્ર (અરજી) આપીને અનુમતિપત્ર મેળવવો પડે છે. તેમાં સાધારણ (કેઝ્યુઅલ) વસ્ત્રો પહેરીને જવાની અનુમતિ નથી. પુરુષોએ રેશ્મી ધોતી અને મહિલાઓએ સાડી પહેરવી ફરજિયાત છે. મુખ્ય આરતીમાં માત્ર પુરુષો જ જઈ શકે છે. સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. અહીં જે શિવલિંગ અને આસપાસ જે શ્રૃંગાર થાય છે તે પણ અદ્ભુત હોય છે. આરતીમાં જાવ ત્યારે તે એકદમ સામેથી જોવા મળે તેવી જગ્યાએ બેઠક લઈ લેવી. આ આરતીના સાક્ષી બનવાનો અનુભવ જીવનમાં એક વાર લેવા જેવો છે. રૂંવાડા ઊભા થઈ જાય તેવો દિવ્ય અનુભવ છે. જેઓ વારંવાર લઈ શકે તે તો ખરેખર ધન્ય જ છે. 

શિવજીને સંહારના દેવ મનાયા છે તો સાથે તેઓ મૃત્યુના મુખમાંથી પાછા પણ વાળી શકે છે. શિવજીના પુત્ર કાર્તિકેયે કાલ પર મહાકાલના વિજયની એક કથા કહી હતી. તે મુજબ, એક રાજા નામે શ્ર્વેતકેતુ હતો. તે સદાચારી, સત્યવાદી અને ધર્મના માર્ગ પર ચાલનારો, શૂરવીર અને પ્રજાપાલક હતો. તે મોટો શિવભક્ત પણ હતો. ભોલાનાથની કૃપાથી તેના રાજ્યમાં દરિદ્રતા, દુ:ખ, મહામારી નહોતા. દરેક ક્ષણે ધર્મ અને પ્રજાપાલનમાં ધ્યાન આપી તેણે જીવન વ્યતિત કર્યું. વૃદ્ધાવસ્થા આવી. તેનો જીવનકાળ સમાપ્ત થઈ ગયો હતો. ચિત્રગુપ્તે ધર્મરાજને કહ્યું હતું કે રાજા શ્ર્વેતકેતુનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે યમરાજાએ દૂતોને આજ્ઞા આપી કે જાવ, રાજા શ્ર્વેતકેતુના પ્રાણ હરી લાવો. 

યમદૂતો રાજા શ્વેતકેતુ પાસે આવ્યા ત્યારે તે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત હતો. દૂતો બહાર ઊભા હતા. શ્ર્વેતકેતુ તો ભારે ધ્યાનમાં મગ્ન. ઘણો સમય નીકળી ગયો. ન શ્ર્વેતકેતુ હલ્યો ન યમદૂતો. છેવટે યમદૂતો ખાલી હાથે યમરાજ આગળ પાછા ફર્યા. આથી હવે યમરાજાએ પોતે જ આ કામ કરવાનું નક્કી કર્યું. હાથમાં લીધો કાળદંડ અને ઉપડ્યા શ્ર્વેતકેતુ પાસે. જોયું તો એ જ સ્થિતિ. શ્ર્વેતકેતુ શિવજીની ઉપાસનામાં લીન. આથી હવે કાળને સૂચના મળી. કાળ હાજર થયો. તેણે કહ્યું: ધર્મરાજ. આ બહુ જ અશોભનીય છે કે તમે તેના પ્રાણ લઈ શકતા નથી. ધર્મરાજે કહ્યું: તે અનન્ય શિવભક્ત છે. શિવપૂજામાં તલ્લીન છે. અમે તેનું ઉલ્લંઘન ન કરી શકીએ. ત્રિશૂલધારી ભગવાન શિવના ભયથી અમે અહીં મૂર્તિની જેમ ઊભા છીએ. આ જોઈને કાળને ચડ્યો ક્રોધ. કાઢી તલવાર અને કાળ મંદિરમાં ઘૂસ્યો. તેણે જોયું કે શ્ર્વેતકેતુ ભગવાન શંકરનું ધ્યાન કરી રહ્યો છે તેમ છતાં તે તલવાર સાથે તેનો વધ કરવા આગળ વધ્યો. જેવી તેણે તલવાર ઉગામી કે શિવજીએ શિવલિંગમાંથી ત્રીજું નેત્ર ખોલીને કાળ તરફ જોયું. કાળને ચિત્કાર કરવાનો સમય પણ ન મળ્યો. તે શ્ર્વેતકેતુ સામે જ બળીને ભસ્મ થઈ ગયો.

જ્યારે શ્ર્વેતકેતુનું ધ્યાન તૂટ્યું ત્યારે તેણે ભગવાન શિવને પ્રણામ કરી પૂછ્યું કે આ કોણ છે? શિવજીએ વાત કહી. શ્ર્વેતકેતુએ પૂછ્યું: પણ કાળ તો તમારું જ રૂપ છે. તમારી આજ્ઞાથી જ તે બધાં કાર્ય કરે છે. તેને જીવિત કરી દ્યો. ભગવાન શિવે કાળને જીવિત કર્યો. કાળે પોતાના દૂતોને કહ્યું: જે લોકો સાચી શિવની આરાધનામાં મસ્ત રહે છે, માથા પર જટા અને ગળામાં રૂદ્રાક્ષ પહેરે છે, વિભૂતિનું ત્રિપુંડ લલાટમાં કરે છે અને ઓમ નમ: શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને ક્યારેય મારી નગરીમાં ન લાવવા. શિવના ભક્તો શિવની કૃપાથી કાળને પણ જીતી લે છે. કદાચ એ સંદેશો દેવા જ મહાકાળમાં તાજી ચિતાની ભસ્મ આરતી કરવામાં આવે છે. 

કેટલાક ગાયના છાણાં પર ઘી રેડી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી તેમાંથી જે ભસ્મ બનાવે છે તે લગાડે છે. સામાન્ય ભાષામાં રાખ પણ કહે છે. 

આજના જમાનામાં જ્યારે ઔષધીય વિજ્ઞાન આટલું આગળ વધી ગયું હોય ત્યારે પ્રશ્ર્ન થાય કે વિભૂતિ, ભસ્મ કે ઉદીથી રોગ મટે ખરા? હિન્દીમાં જેને કહે છે કે ‘ભસ્મ રમાના’ તેમ શરીર પર ભસ્મ શા માટે લગાડવી જોઈએ? બ્રાહ્મણો માટે ત્રિકાળ સંધ્યામાં પણ ભસ્મ લગાડવાનું મહત્ત્વ છે. 

સંસ્કૃત ભસ્મનો શાબ્દિક અર્થ છે- ભ એટલે ભર્ત્સનમ. એટલે કે નાશ થવો. સ્મ એટલે સ્મરણમ એટલે સ્મરણ રહેવું. ભસ્મ લગાડવાનો આધ્યાત્મિક અર્થ છે કે આ શરીર નશ્ર્વર છે. તે મૃત્યુ પછી ભસ્મ અથવા રાખ થઈ જવાનું છે તે સતત યાદ રાખવું. ભસ્મ લગાડવાથી આ અનુભૂતિ હરેક પળે થવી જોઈએ. આના કારણે આસક્તિ, મોહ, માયા અને લાલચ આ બધા ષડરિપુઓને દૂર કરવાના છે. જેવી રીતે યજ્ઞમાં આહુતિ આપીને ભસ્મ બને છે તેમ માનવે પોતાની બિનજરૂરી ઈચ્છાઓ-ખોટી આકાંક્ષાઓ, અહંકાર દોષ અને અજ્ઞાનની આહુતિ આપવાની છે. ભસ્મ દ્વારા આપણે આપણી ખોટી ઓળખને બાળવાની છે. આ જન્મમાં આપણે છગન, મગન, રમા કે કોકિલા હોઈએ પણ આવતા જન્મમાં શું થવાના છીએ તે ક્યાં ખબર છે? આવતા જન્મમાં માનવ અવતાર મળશે જ એ પણ ક્યાં નક્કી છે? આપણી અસલી ઓળખ તો આત્મા થકી છે. જેમ રોજ આપણે જુદાં-જુદાં કપડાં પહેરીએ તો આપણી ઓળખ એ કપડાં થકી નથી થતી પણ આપણી ઓળખ એ જ રહે છે. તેમ શરીર રૂપી કપડાંથી આપણી ઓળખ નથી, આત્મા થકી છે. 

સામાન્ય રીતે ભસ્મને કપાળ પર લગાડાય છે. એક ઉક્તિ છે- લલાટ શૂન્યમ સ્મશાન તુલ્યમ. એટલે હિન્દુ ધર્મમાં માત્ર સ્ત્રીએ જ ચાંદલો કરવાનો છે તેવું નથી. પુરુષે પણ તિલક કરવાનું છે. ચાહે ચંદનનું કરો કે ભસ્મનું. ભસ્મને કેટલાક હાથ, છાતી પર, પેટ પર પણ લગાડે છે. શિવજી તો આખા શરીર પર લગાડતા હતા. તેઓ ભસ્મથી કપાળ પર ત્રિપુંડ પણ કરે છે. આ ત્રણ રેખા ત્રણ ગુણ-સત, રજ અને તમના પ્રતીક મનાય છે. સંન્યાસીઓમાં કપાળે ભસ્મ લગાડવાના નિયમ હોય છે. જિજ્ઞાસુ સંન્યાસી માત્ર એક જ રેખા કરે છે તેનો અર્થ એ છે કે તે તમો ગુણને પાર જવા માગે છે. કર્મ સંન્યાસી બે રેખા કરે છે જે બતાવે છે કે તે રજો અને તમો ગુણને પાર જવા માગે છે. પૂર્ણ સંન્યાસી ત્રણ રેખા કરે છે. અર્થાત તે ત્રણેય ગુણને પાર જવા માગે છે. એક અર્થમાં ગુણાતીત.

ભસ્મનું આધુનિક વિજ્ઞાન પણ મહત્ત્વ દર્શાવે છે. પશ્ર્ચિમમાં ટાઢ બહુ પડે એટલે તેઓ ફાયર પ્લેસ રાખે, જ્યાં આગ જલતી હોય અને ગરમી મળ્યા રાખે. વિજ્ઞાનીઓ કહે છે કે આ આગની ભસ્મ એટલે કે લાકડાં બળવાથી જે ભસ્મ બને છે તેમાં પોષક તત્ત્વો ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે. ખેતીમાં કે બગીચામાં તે જીવજંતુઓને આવતા પણ રોકે છે. જો જમીન એસિડિક હોય તો છોડને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટેશિયમ મળતા નથી. લાકડાની ભસ્મ એસિડિક જમીનને તટસ્થ કરે છે. લાકડાની રાખમાં પોટેશિયમ ભરપૂર હોય છે, તેમ અમેરિકાના જાણીતા સમાચારપત્ર ‘વોશિંગ્ટન પોસ્ટ’નું કહેવું છે. તમે જો પશુપક્ષી પાળતા હો તો તેઓ ચોખ્ખા થવા માટીમાં નહાતા હોય છે. તેનાથી તેમના શરીરમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. તેમને આ લાકડાની ભસ્મથી સ્નાન કરાવવું અતિ ઉત્તમ છે. 

એમ કહેવાય છે કે ભસ્મ લગાડવાથી તે શરીર પરનાં રોમછિદ્રોને બંધ કરી દે છે. પરિણામે ગરમી કે ઠંડી લાગતી નથી. શિવજી કે સંન્યાસીઓ મોટા ભાગે ખુલ્લા ડીલે હોય છે. તેઓ આ કારણે પણ ભસ્મ લગાડતા હશે કે ઉનાળા કે શિયાળામાં ગરમી-ઠંડીથી બચી શકાય. આ ભસ્મ કીટાણુઓ(વાઇરસ)થી પણ બચાવે છે. મચ્છર-માંકડ વગેરેથી પણ રક્ષા કરે છે. (ભસ્મનું બીજું નામ રક્ષા-રાખ પણ છે.) (ક્રમશ:)




























લલનાના મોહમાં જવાન: ભારતીય લશ્કરમાં આ પહેલો કિસ્સો નથી --- રાજીવ પંડિત

01-01-2016

ભારતમાં લશ્કરી જવાનો અન્ો અધિકારીઓન્ો લોકો માનની નજરે જુએ છે અન્ો મોટા ભાગના લોકો એવું માન્ો છે કે હજુ લગી આપણા લશ્કરન્ો લૂણો નથી લાગ્યો. આપણા કેટલાક રાજકારણીઓ અન્ો અધિકારીઓ ભલે નપાવટ અન્ો ભ્રષ્ટ હોય પણ કમ સ્ો કમ આપણું લશ્કર તો દેશપ્રેમી છે જ. લશ્કરના લોકો બિકાઉ નથી અન્ો ત્ોમના હૈયે દેશનું હિત વસ્ોલું જ છે. ગમે ત્ોટલો મોટો ફાયદો થતો હોય તો પણ દેશ ત્ોમના માટે સૌથી ઉપર જ આવે. અલબત્ત આ માન્યતા ઢીલી પડે ત્ોવી ઘટનાઓ સમયાંતરે બન્યા જ કરે છે ન્ો એવી તાજી ઘટના આપણા એરફોર્સના રણજીત નામના એરક્રાટ્સમેનની જાસ્ાૂસી કાંડમાં સંડોવણી છે.

રણજીત પંજાબના ભટિંડા એર ફોર્સ સ્ટેશન પર નોકરી કરતો હતો ન્ો પાકિસ્તાનની જાસ્ાૂસી સંસ્થા આઈએસઆઈ માટે જાસ્ાૂસી કરતો હતો. રણજીત સોશિયલ મીડિયાના માધ્યમથી દામિની નામની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દામિનીનો દાવો હતો કે ત્ો બ્રિટનમાં રહે છે. ફાકંડું અંગ્રેજી બોલતી દામિનીમાં રણજીત લપટાઈ ગયો ન્ો પછી દામિની સાથે ત્ોણે ગંદી બાત શરૂ કરી. દામિનીએ પણ ત્ોન્ો બરાબર ચગાવ્યો ન્ો એ બધું ટેપ કરી લીધું. પછી ત્ોની પોલ ઉઘાડી પાડવાની ધમકી આપીન્ો ત્ોણે રણજીતન્ો આપણા એરફોર્સ વિશે માહિતી આપવાની ફરજ પડી. ત્ોના બદલામાં રણજીતન્ો ત્ોણે થોડીક રકમ પણ આપી પણ મોટા ભાગની માહિતી ત્ોણે બ્લેકમેલ કરીન્ો જ કઢાવેલી. રણજીતના કેસમાં અત્યાર લગી જે વાત બહાર આવી છે ત્ો આટલી છે અન્ો ખરેખર સાચું શું છે ત્ો ખબર નથી પણ રણજીતનો પગ કુંડાળામાં પડી ગયો ન્ો પાકિસ્તાની ફટાકડીના મોહમાં ફસાઈન્ો ત્ોણે દેશ સાથે ગદ્દારી કરી એ હકીકત છે. 

રણજીતના ગોરખધંધાની વાતથી લોકોન્ો આઘાત લાગ્ો એ સ્વાભાવિક છે પણ આપણે ત્યાં લશ્કરી અધિકારીઓ આ રીત્ો વિદેશી લલનાઓની માયાજાળમાં ફસાઈન્ો દેશદ્રોહ કરી બ્ોઠા હોય એવું પહેલી વાર નથી બન્યું. રણજીત અત્યારે છીંડે ચડેલો ચોર છે પણ એ પહેલાં પણ ઘણા આવા ગદ્દારો આપણે ત્યાં પાક્યા જ છે. છેક જવાહરલાલ નહેરૂના વખતથી આ પરંપરા ચાલે છે અન્ો રણજીત્ો એ પરંપરા આગળ ધપાવી છે. ભારતમાં આ રીત્ો લશ્કરી અધિકારીઓ અથવા ટોચના અધિકારીઓ લાલ લૂગડું ભાળીન્ો લાળ ટપકાવતા થઈ ગયા હોય ન્ો લલનાઓની મોહજાળમાં ફસાઈન્ો દેશ સાથે ગદ્દારી કરી હોય એવું પહેલાં પણ બની જ ચૂક્યું છે. 

નહેરૂના વખતમાં મોસ્કોમાં ફરજ બજાવતા આપણા એક ડિપ્લોમેટન્ો રશિયાની એક છોકરીએ પોતાની જાળમાં ફસાવેલા. રશિયન જાસ્ાૂસી સંસ્થા કેજીબીએ ત્ોમન્ો બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી હતી પણ નહેરૂની મહેરબાનીથી એ બચી ગયેલા. રોના અધિકારી કે.વી. ઉન્નીકૃષ્ણન રાજીવ ગાંધીના સમયમાં એલટીટીઈ સાથે ડીલ કરતા હતા. એ વખત્ો એક એર હોસ્ટેસ્ો ત્ોમન્ો લપ્ોટેલા. આ છોકરી લંકાની જાસ્ાૂસ હતી ન્ો ત્ોણે ઉન્નીકૃષ્ણન પાસ્ોથી મહત્ત્વની માહિતી કઢાવીન્ો પાકિસ્તાનન્ો વેચી મારેલી. આ કેસમાં ૧૯૮૭માં ઉન્નીની ધરપકડ થયેલી ન્ો જેલની સજા પણ થયેલી. એ જ રીત્ો ચીનના બીજિંગમાં રોના ભારતીય વડા મનમોહન શર્મા પોતાની ચાઈનીઝ લેંગ્વેજ ટીચર સાથે લફરામાં પડી ગયેલા. એ પણ ચીનની જાસ્ાૂસ હતી ન્ો શર્મા પાસ્ોથી ત્ોણે ઘણી મહત્ત્વની માહિતી કઢાવી હતી. ભારત સરકારન્ો શર્માના પરાક્રમની ખબર પડી જતાં ત્ોમન્ો મે ૨૦૦૮માં પાછા બોલાવી લેવાયેલા. ત્ોમની સામે પુરાવા નહોતા ત્ોથી એ બચી ગયેલા. 

રોના રવિ નાયર હોંગકોંગમાં હતા ત્યારે એક ચાઈનીઝ જાસ્ાૂસ છોકરીના ચક્કરમાં પડ્યા હતા. આ વાતની ખબર પડતાં ત્ોમન્ો ઓક્ટોબર ૨૦૦૭માં ભારત પાછા બોલાવી લેવાયેલા ન્ો કોલંબો મોકલી દેવાયેલા. પ્ોલી ચાઈનીઝ છોકરી પણ કોલંબો પહોંચી ગઈ ન્ો બંન્ો ખુલ્લંખુલ્લા સાથે રહેવા લાગ્ોલાં. નાયરન્ો એ પછી ભારત જ બોલાવી લેવાયા. 

એક વરસ પહેલાં હૈદરાબાદ આર્ટિલરી રેજિમેન્ટના સ્ાૂબ્ોદાર નાઈક પાટન કુમાર નામના જુનિયર કમિશન્ડ ઓફિસરની ધરપકડ થયેલી. કુમાર પણ અનુષ્કા અગ્રવાલ નામની લલનામાં લપ્ોટાયેલો. ફેસબુક મારફત્ો બંન્ોનો પરિચય થયો ન્ો પછી આ બંગાળી બાબુ ત્ોના પ્રેમમાં પડી ગયેલા. અનુષ્કાએ ત્ોન્ો દસ લાખ રૂપિયા આપ્ોલા ન્ો ત્ોના બદલામાં ત્ોણે ઢગલો માહિતી ત્ોન્ો આપ્ોલી. આ બંગાળી બાબુ ત્ોના પર એ હદે લટ્ટુ થયેલો કે ત્ોન્ો નરગિસ કહીન્ો જ બોલાવતો. એ જ રીત્ો ઓગસ્ટ ૨૦૧૪માં પંજાબ પોલીસ્ો એરમેન સુનિલ કુમારની ધરપકડ કરેલી. પઠાણકોટના એરફોર્સ સ્ટેશનમાં કામ કરતા સુનિલ કુમારન્ો પણ મીના રૈના નામની મહિલાએ પોતાની મોહજાળમાં ફસાવેલો. બંન્ો સોશિયલ મીડિયા પર ગંદી બાત કરતાં ન્ો એ રીત્ો સુનિલ કુમાર હવસ સંતોષતા. ત્ોના બદલામાં ત્ોમણે ઘણી મહત્વની માહિતી આપી દીધેલી. ત્ોનો ભાંડો ફૂટ્યો પછી ખબર પડી કે મીના રૈના તો પાકિસ્તાની બાઈ હતી ન્ો ત્ોણે મોહનન્ો ઉલ્લુ બનાવેલો. 

જો કે આ બધામાં સૌથી શરમજનક કિસ્સો સુખજિન્દરસિંહનો છે. પાંચેક વર્ષ પહેલાં આપણે રશિયા પાસ્ોથી એરક્રાટ કરીયર એડમિરલ ગોર્શકોવ ખરીદેલું. એ પહેલાં રશિયા સાથે વર્ષો લગી આ એરક્રાટ કરીયર ખરીદવા માટે વાટાઘાટો ચાલેલી. ત્ોના ભાગરૂપ્ો ન્ોવીએ કેપ્ટન સુખજિન્દરસિંહન્ો ત્ોનું નીરિક્ષણ કરવા માટે રશિયા મોકલેલા. રશિયામાં સ્ોવરોડવિન્સ્ક બ્ોઝ પર આ એરક્રાટ કરીયર રખાયેલું. ત્ોનું નિરિક્ષણ તથા ત્ોમાં સ્ાૂચવાયેલા સુધારાવધારા બરાબર થાય છે કે નહીં ત્ોનું ધ્યાન રાખવા જે ટીમ મોકલાયેલી ત્ોના વડા તરીકે સુખજિન્દરસિંહ ૨૦૦૫થી ૨૦૦૭ એટલે કે બ્ો વર્ષ લગી રશિયામાં જ હતા. એ વખત્ો એ રશિયાની ફટાકડીમાં બરાબરના લપ્ોટાઈ ગયેલા. એ ફટાકડી સાથે એ રંગરેલિયાં મનાવતા હતા ત્ોની તસવીરો ખેંચી લેવાયેલી. ત્ોના આધારે રશિયાએ સુખજિન્દરન્ો બરાબરના બ્લેકમેલ કર્યા ન્ો સાવ ભંગાર જેવા એરક્રાટ કરીયરની કિંમત સીધી ત્રણ ગણી વસ્ાૂલી.

જે રદ્દી માલ માટે કોઈ ૮૦ લાખ ડોલર ચૂકવવા ત્ૌયાર નહોતું એ એરક્રાટ કરીયર માટે આપણે રશિયાન્ો ૨.૩૩ અબજ ડોલર ચૂકવેલા. સુખજિન્દરસિંહની કામલીલા કેમેરામાં કેદ થઈ ગયેલી એટલે ત્ોમણે રશિયાએ કહૃાું ત્યાં મત્તુ મારી દીધું ન્ો એ રીત્ો ત્ોની ઐયાશી આપણન્ો લગભગ દોઢ અબજ ડોલરમાં પડેલી. પછીથી સુખજિન્દરસિંહ ન્ોવીના ટોચના અધિકારી બન્યા અન્ો કોમોડર તરીકે ત્ોમન્ો બઢતી મળેલી. સુખજિન્દરસિંહન્ો એમ કે પોત્ો રશિયાન્ો વધારે કિંમત અપાવી દીધી એટલે ત્ોમનું પાપ દબાઈ ગયું પણ રશિયનોએ એ પછી સુખજિન્દરનો બરાબરનો દાવ લીધો. ત્ોમણે સુખજિન્દરના ફોટાની સીડી બહાર પાડી દીધી ન્ો ત્ોના કારણે ત્ોમનો બરાબરનો બ્ાૂચ વાગી ગયો ન્ો ધોળામાં ધૂળ પડી. સુખજિન્દરન્ો આ દેશ સાથે ગદ્દારી માટે તગ્ોડી મૂકાયેલા. 

માધુરી ગુપ્તાનો કેસ સુખજિન્દર જેવો જ છે ન્ો સાથે સાથે અનોખો પણ છે. માધુરી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં પ્રેસ અન્ો ઈન્ફર્મેશનમાં સ્ોક્ધડ સ્ોક્રેટરી હતાં. આઈએસઆઈએ ત્ોમન્ો ફસાવવા એક યુવાન છોકરાન્ો મોકલેલો. ચાલીસી વટાવી ચૂકેલાં માધુરી શરીરની ભૂખ ભાંગવા ત્ોના સાથે દોસ્તી કરી બ્ોઠાં ત્ોમાં ત્ોમની ફિલમ ઉતરી ગઈ ન્ો એ ફસાયાં. માધુરીની કામલીલાની વાતો બહાર પાડવાની ધમકી આપીન્ો આઈએસઆઈએ ત્ોમનો ભારત સામે બહુ ઉપયોગ કરેલો. આઈએસઆઈના બ્ો અધિકારીઓ ત્ોમની સાથે સતત સંપર્કમાં રહેતા. ત્ોમણે માધુરીન્ો કાશ્મીર મોકલીન્ો ત્ોમની પાસ્ોથી સંવેદનશીલ માહિતી મેળવેલી ન્ો ત્ોના આધારે આતંકવાદી હુમલા કરાવેલા. ૨૦૧૦માં ત્ોમનો ભાંડો ફૂટ્યો પછી ત્ોમન્ો જેલમાં ધકેલી દેવાયેલાં. ૨૧ મહિના લગી જેલમાં રહૃાા પછી એ માંડ માંડ બહાર આવ્યાં ન્ો અત્યારે જામીન પર છે. 

આ બધા કિસ્સા એ વાતનો પુરાવો છે કે આપણે લશ્કરી જવાનો અન્ો અધિકારીઓન્ો ધરમની ગાય માનીએ પણ એ બધા જ લોકો ધરમની ગાય નથી. અન્ો આ તો આપણે માત્ર હની ટ્રેપની વાત કરી, બાકી સામ્બા સ્પાય સ્કેન્ડલ જેવા તો ઘણા કેસ છે. સામ્બા સ્પાય સ્કેન્ડલ ૧૯૭૯માં બન્ોલો ન્ો ત્ોમાં ૧૬૮ લશ્કરી અધિકારીઓ અન્ો જવાનો સંડાવાયેલા હતા. ત્ોમણે પાકિસ્તાનન્ો અત્યંત સંવેદનશીલ માહિતી આપી દીધી હતી ત્ોના આધારે એ પછીના એક દાયકા લગી પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આપણી બરાબર મેથી મારી. 

રણજીતનો કેસ આ પરંપરાનો જ એક ભાગ છે અન્ો ત્ોના કારણે ફરી એક વાત સાબિત થઈ છે કે આપણે ત્યાં પ્ૌસાન્ો ખાતર લોકો દેશ સાથે ગદ્દારી કરતાં પણ ખચકાતા નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=182842


Wednesday, November 4, 2015

વ્યાસજી, તમને સર્જક, પાલક અને વિસર્જન શક્તિનું જ્ઞાન હતું? -- અફસોસ ન મળ્યાનો - જવાહર બક્ષી

     
                                               
                                 

અફસોસ ન મળ્યાનો - જવાહર બક્ષી


બાળપણમાં જેમ સમજ વધતી ગઈ તેમ હું મારા શોખ વિશે સભાન થતો ગયો. હું બી.કોમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો ત્યાં સુધીમાં મને અમુક અમુક વ્યક્તિને મળવાનું મન થયું.

સહુથી પહેલાં તો જૂનાગઢમાં જેની છત્ર છાયામાં ઉછર્યો હતો તે અંબાજી અથવા માતાજીને મળવાનું મન થયું. જેમ જેમ વૈદિક સાહિત્ય વાંચતો ગયો તેમ કોઈ ઋષિ અને યોગીને મળવાનું મન થયું. કોઈ અકળ રીતે તંત્ર વિદ્યાનું આકર્ષણ થયું અને તંત્ર વિશે ભયાનક વાતો સાંભળી ત્યારે કોઈ સાત્ત્વિક તાંત્રિકને મળવાનું મન થયું. શ્રી કૃષ્ણને પણ મળવાનું મન થયું.

બાળપણથી જ સાહિત્યના પરિચય અને સર્જનને કારણે કોઈ મોટા લેખક કે સર્જકને મળવાનું મન થયું.

ભાગ્યના કોઈ અદૃશ્ય બળે હું પરદેશ ગયો અને લંડનમાં મહર્ષિ મહેશ યોગીને મળ્યો. તેમણે મને સપત્ની તેમની સાથે સ્વિટ્ઝર્લેન્ડ આવવા આગ્રહ કર્યો અને થોડા સમય પછી હું ત્યાં દસ વરસ તેમની સાથે રહ્યો ત્યારે એક મહર્ષિ અને યોગી બંનેને મળ્યાનો સંંપૂર્ણ સંતોષ થયો.

તેમના જ કામે દિલ્હીના ગ્રિનપાર્કમાં રહેતા સર્વતંત્ર સ્વતંત્ર અને ૧૯ર પુસ્તકોના લેખક શ્રી જ્ઞાનચંદ શાસ્ત્રીને મળ્યો અને તેમણે મને તંત્રવિદ્યાનું રહસ્ય બક્ષ્યું અને દીક્ષા આપી. મે ત્યારે જ નક્કી કર્યું કે મારે સામાન્ય માણસ જ રહેવું છે. ભીલાડના રામભાઈ અને ઝાલોદના કદીરભાઈએ તેમાં સાથ આપ્યો અને એમ કહી શકાય કે માતાજીને પણ મળ્યો. તેમાં જાણે શ્રી કૃષ્ણને પણ મળ્યો હોઉં તેવો સંતોષ થયો.

હવે રહ્યો સર્જક. વશિષ્ટ, પાતવલ્ક્ય, વ્યાસ વાલીમકિ, પંતજલિ, ભર્તુહરિ, અશ્ર્વત્થમા, મમ્મટ, અભિનવગુપ્ત, કાલિદાસ વગેરેને મળાય તો કેવું એ વિચાર પણ આવતો. હોમર પ્લેટો, એરિસ્ટોટલ શેક્સપિયર, સાત્રર્, બકેટ, એલિયર વગેરેને પણ મળવાનું મન થાય. એ સ્વાભાવિક છે. ગાંધીજી, સરદાર, ટાગોર, મેઘાણી એમ યાદી લાંબી થતી જાય અને તેઓના વિશે વાંચું ત્યારે મનોમન મળ્યાનો અને એ ન મળે તો અફસોસ ન થાય તેવી મન:સ્થિતિ થઈ.

પરંતુ આજે મુંબઈ સમાચાર પૂછે છે ત્યારે એમ થાય છે કે હું વેદવ્યાસને મળ્યો હોત તો સારું થતે. વૈદિક સાહિત્ય અને આધુનિક વિજ્ઞાને ઉપસ્થિત કરેલા કેટલાક મુદ્દા વિશે મારે તેમની પાસેથી જાણવું હતું. દુનિયાના સહુથી મોટા સર્જક વેદોના અન્વાકમાંથી મંડળના વિભાજિત કરનાર, વેદ વ્યાસ, સર્વ ઉપનિષદના તત્ત્વોને એક સૂત્રબદ્ધ પરોવનાર બાદ રાવણ, મહાભારતના સર્જક શ્રીમદ્ ભાગવતના અને અનેક પુરાણોના કહેવાતા લેખક વેદવ્યાસને મારે પહેલો પ્રશ્ર્ન તો એ પૂછવાનો કે તમે આ એક જ છો કે અનેક?

ક્યાં વેદનો સમય ક્યાં મહાભારતનો સમય અને ક્યાં ભાગવતનો સમય? જો તમે એક જ હો તો કેટલા હજાર વરસ જીવ્યા!

બીજો પ્રશ્ર્ન એ કરવો છે કે જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તમે ‘એકોહમ બહુસ્યામ’માં બ્રહ્મના સતચિત આનંદમાંથી ડિઝાઈન પૂર્વક રચના થઈ તેમ માનો છો કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં? ઇઈંૠ ઇઅગૠ ઝવયજ્ઞિુ વિશે તમારું શું માનવું છે? ઇઈંૠ ઇઅગૠ શું કામ થયો અને કોણે કર્યો? અને વળી ક્યારે થયાં?

ત્રીજો પ્રશ્ર્ન સંસ્કૃતિ ભાષા કેવી રીતે જન્મી તે વિશે કરવો છે. આદિ માનવ સંકેત ચિચિયારી ગુફાચિત્રોથી પિરામિડ વગેરેની ભાષાઓમાં વિકસતો ગયો કે સૃષ્ટિના સર્જન વખતે ભાષા સાથે જન્મ્યો હતો? આમ પણ ઈતિહાસકારો અને ભાષા વિજ્ઞાનીઓ બેબીલોન, મેસેપોટેમિયા, ઈજિપ્ત વગેરેની ભાષાનો માંડ ઈતિહાસ ગોઠવે ત્યાં આઠ વિભક્તિ, ત્રણ વચન અને ત્રણ પુરુષ તથા પરસ્મૈપદ અને આત્મનૈપદો વાળા ભાષા છેક ઋગ્વેદના પ્રાચિન સમયે ક્યાંથી અને કેવી રીતે આવી તેનો સગડ મેળવવા ફાંફા મારે છે. તોસ્સિતોરી, ગ્રીયર્સન જેવા તો વેદ પહેલાં કેવી ભાષા હશે તેની પૂર્વધારણા કરવા માંડી પડ્યા હતા. તો સંસ્કૃતમાંથી પ્રાકૃત આવી કે પ્રાકૃતમાંથી સંસ્કૃત કે બંને સાથે આવી? ક્યારે? કેવી રીતે?

ચોથો પ્રશ્ર્ન આપણા બાપદાદાઓ અહીંયા જ હતા કે બહારથી આવ્યા તે વિશે કરવો છે. બાલગંગાધર ટિલક કહે છે તેમ આપણે વેદકાલમાં ઉત્તર ધ્રુવમાં હતા કે તેની નજીકમાં બ્રેન્ડેસ્ટાઈન કહે છે તેમ યુરલ માઉન્ટનમાં! અત્યારના બેટ્વિયાના પાટનગર રિગા (ઋગ) સાથે સંબંધ ખરો! તેની આસપાસ આવેલા સામ પ્રદેશ અને યાગોર (યજુર) સામવેદ અને ઋગ્વેદ સાથે સંબંધ ખરો? સાઈબિરિયાની સામયોદિક જાતિ જે ગીતો ગણગણે છે તેને સામવેદ સાથે સંબંધ ખરો? મહાભારતના યુદ્ધ વખતે આર્ય પ્રજા અહીં જ હતી અને રામાયણના સમયથી જ દક્ષિણની પ્રજા પીલઈ શ્રીલંકા સાથેના સંબંધો સ્વીકારાઈ ચૂક્યા છે તો આપણાં ભારતમાં ક્યારે આવ્યા?

જો મૌહેં જો દરો અને હડપ્પાની સંસ્કૃતિ સ્થાનિકોની હતી તો વૈદિક સંસ્કૃતિ ક્યારે પ્રવેશી? તમે ડેલહાઉસી-કુલુ-મનાલી પાસે આવેલા તમારા પિતા પરાશરના નામે મત્સ્યક્ધયાવાળા પરાશર તળાવ અને વ્યાસ ગામ પાસે રહેતા હતા કે બીજે?

છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર અંગીરસના શિષ્ય દેવકી કૃષ્ણને તમે ભગવાન બનાવ્યા કે તે હતા જ? બ્રહ્મા વિષ્ણુ મહેશના અલગ અસ્તિત્વને તમે ત્રિમૂર્તિ બનાવી મહાભારતમાં રજૂ કરી તે કયે કારણે? શું તમને પ્રત્યેક અણુમાં રહેલા સર્જક, પાલક અને વિસર્જક શક્તિ જેને આજનું ભૌતિક વિજ્ઞાન ઈયિફશિંક્ષલ જ્ઞાયફિયિંિ ાજ્ઞિાફલફજ્ઞિંિ અક્ષક્ષવશહફજ્ઞિંિ, કહે છે તેનું જ્ઞાન હતું?

મહાભારતની કથા કેટલી સાચી અને કેટલી કલ્પના?

ભગવદ્ ગીતા તમે લખી કે ખરેખર કૃષ્ણના મુખમાંથી નીકળી? શ્રદ્ધાળુઓને ન ગમે તેવા ઘણા પ્રશ્ર્નો હજી તો પૂછવાના બાકી રહી જાય છે.

જે સ્ત્રીઓને પ્રાચીન વૈદિક કાળમાં યજ્ઞોપવિત અપાતું (પારસીઓમાં આજે પણ અપાય છે) ગાર્ગી ધાત્રિ જેવી તેજસ્વી સાની વેદવાહિનીઓ હતી. પત્ની વિના શ્રૌત યજ્ઞ થઈ ન શકતા અને પ્રત્યેક સ્ત્રીને પોતાની મરજીનો પતિ ગોતવાની સ્વયંવરની પ્રથા હતી. તો સ્ત્રીઓનું માન કેમ અને ક્યારે ઘટ્યું? શું દ્રૌપદી ખરેખર પાંચ પતિઓને અપનાવી શકી હતી? તેના વસ્ત્રહરણને આર્ય સમાજનું મહાકલંક ગણાય છે તો ત્યાં સુધી કેવી રીતે પહોંચી ગયા. તમે અને આપણે?

એકમ સત વિપ્રા બહુધા વદન્તિ (સત્ય એક જ છે જેને વિદ્વાનો જુદી જુદી રીતે વર્ણવે છે) તેવી વિશાળ ધાર્મિક ઉદારતાની જગાએ ધર્મસંકુચિતતા અને ધર્માંધતાને પહોંચી વળવા તમે કઈ કથા લખો કે પછી એની ટી.વી. સિરિયલ થાય કે ફિલમ ઊતરે? વસુધૈવ કુટુમ્બકમ કહેનારાના વારસદારો હિંદુત્વને શું સમજે છે અને જે સમજે છે તે કેટલું ઉચિત છે? આટલા વૈજ્ઞાનિક પુરાવા અને શાસ્ત્રોના આધાર પછી પૃથ્વી સપાટ છે તેવું કહેવાવાળાનું શું કરવું?

અફઘાનિસ્તાન-ઈરાક-પાકિસ્તાનથી લઈ આફ્રિકામાં રોજ ડઝનબંધ મુસલમાનોને મારતા મુસલમાનોને કેમ સમજાવવા? તમારે વખતે પણ શાસ્ત્રોના સોદા થતાં હશે પણ આ મોતના સોદાઓમાં શસ્ત્રોના વેપારીઓ મહાસત્તાઓને ખરીદી બેઠા છે તેને ક્યા બ્રહ્માસ્ત્રથી તોડ્યા?

તમે ત્રિકાળજ્ઞાનિ કહેવાવ છો અને મહાજ્ઞાનિ તો છો જ આવા અનેક પ્રશ્ર્નો છે જે તમને પૂછવાના ઓરતા છે. મિત્રો તો પ્રશ્ર્નો પણ સમજી શકતા નથી તો જવાબ તો ક્યાંથી મળે! વિદ્વાનો વાદ-વિવાદ કરે છે અને વિજ્ઞાનો બદલાયા કરે છે. આ બધાને ઠરીઠામ થતાં વાર લાગશે. એ પહેલાં તમે આવી જાવ તો મજા આવે. તમારાં સર્જનો ધ્યાનથી વાંચતાં મને મોટા ભાગના ઉત્તરો મળ્યા છે પણ તે સાચા છે કે ખોટા તે તમને પૂછવું છે. બીજું આ પ્રશ્ર્નોથી અનેક પ્રતિભાઓ જન્મે તો જલસો પડી જાય. અફસોસ તો જિંદગીમાં કોઈનો રાખ્યો નથી. મારો એક શેર સાંભળી લો,

તું અહીં હોત તો વધુ સારું

તારી ગેરહાજરી ખરાબ નથી

બીજી એક વાત મને વેદ, ઉપનિષદ અને ગીતામાં શ્રદ્ધા છે અને તે પ્રમાણે જીવ્યો છું. એટલે જ કહું છું મસ્તી વધી ગઈ તો વિરક્તિ, થઈ ગઈ ઘેરો થયો ગુલાબ તો ભગવો થઈ ગયા.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=177770