Showing posts with label રાજીવ પંડિત. Show all posts
Showing posts with label રાજીવ પંડિત. Show all posts

Thursday, January 7, 2016

લલનાના મોહમાં જવાન: ભારતીય લશ્કરમાં આ પહેલો કિસ્સો નથી --- રાજીવ પંડિત

01-01-2016

ભારતમાં લશ્કરી જવાનો અન્ો અધિકારીઓન્ો લોકો માનની નજરે જુએ છે અન્ો મોટા ભાગના લોકો એવું માન્ો છે કે હજુ લગી આપણા લશ્કરન્ો લૂણો નથી લાગ્યો. આપણા કેટલાક રાજકારણીઓ અન્ો અધિકારીઓ ભલે નપાવટ અન્ો ભ્રષ્ટ હોય પણ કમ સ્ો કમ આપણું લશ્કર તો દેશપ્રેમી છે જ. લશ્કરના લોકો બિકાઉ નથી અન્ો ત્ોમના હૈયે દેશનું હિત વસ્ોલું જ છે. ગમે ત્ોટલો મોટો ફાયદો થતો હોય તો પણ દેશ ત્ોમના માટે સૌથી ઉપર જ આવે. અલબત્ત આ માન્યતા ઢીલી પડે ત્ોવી ઘટનાઓ સમયાંતરે બન્યા જ કરે છે ન્ો એવી તાજી ઘટના આપણા એરફોર્સના રણજીત નામના એરક્રાટ્સમેનની જાસ્ાૂસી કાંડમાં સંડોવણી છે.

રણજીત પંજાબના ભટિંડા એર ફોર્સ સ્ટેશન પર નોકરી કરતો હતો ન્ો પાકિસ્તાનની જાસ્ાૂસી સંસ્થા આઈએસઆઈ માટે જાસ્ાૂસી કરતો હતો. રણજીત સોશિયલ મીડિયાના માધ્યમથી દામિની નામની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દામિનીનો દાવો હતો કે ત્ો બ્રિટનમાં રહે છે. ફાકંડું અંગ્રેજી બોલતી દામિનીમાં રણજીત લપટાઈ ગયો ન્ો પછી દામિની સાથે ત્ોણે ગંદી બાત શરૂ કરી. દામિનીએ પણ ત્ોન્ો બરાબર ચગાવ્યો ન્ો એ બધું ટેપ કરી લીધું. પછી ત્ોની પોલ ઉઘાડી પાડવાની ધમકી આપીન્ો ત્ોણે રણજીતન્ો આપણા એરફોર્સ વિશે માહિતી આપવાની ફરજ પડી. ત્ોના બદલામાં રણજીતન્ો ત્ોણે થોડીક રકમ પણ આપી પણ મોટા ભાગની માહિતી ત્ોણે બ્લેકમેલ કરીન્ો જ કઢાવેલી. રણજીતના કેસમાં અત્યાર લગી જે વાત બહાર આવી છે ત્ો આટલી છે અન્ો ખરેખર સાચું શું છે ત્ો ખબર નથી પણ રણજીતનો પગ કુંડાળામાં પડી ગયો ન્ો પાકિસ્તાની ફટાકડીના મોહમાં ફસાઈન્ો ત્ોણે દેશ સાથે ગદ્દારી કરી એ હકીકત છે. 

રણજીતના ગોરખધંધાની વાતથી લોકોન્ો આઘાત લાગ્ો એ સ્વાભાવિક છે પણ આપણે ત્યાં લશ્કરી અધિકારીઓ આ રીત્ો વિદેશી લલનાઓની માયાજાળમાં ફસાઈન્ો દેશદ્રોહ કરી બ્ોઠા હોય એવું પહેલી વાર નથી બન્યું. રણજીત અત્યારે છીંડે ચડેલો ચોર છે પણ એ પહેલાં પણ ઘણા આવા ગદ્દારો આપણે ત્યાં પાક્યા જ છે. છેક જવાહરલાલ નહેરૂના વખતથી આ પરંપરા ચાલે છે અન્ો રણજીત્ો એ પરંપરા આગળ ધપાવી છે. ભારતમાં આ રીત્ો લશ્કરી અધિકારીઓ અથવા ટોચના અધિકારીઓ લાલ લૂગડું ભાળીન્ો લાળ ટપકાવતા થઈ ગયા હોય ન્ો લલનાઓની મોહજાળમાં ફસાઈન્ો દેશ સાથે ગદ્દારી કરી હોય એવું પહેલાં પણ બની જ ચૂક્યું છે. 

નહેરૂના વખતમાં મોસ્કોમાં ફરજ બજાવતા આપણા એક ડિપ્લોમેટન્ો રશિયાની એક છોકરીએ પોતાની જાળમાં ફસાવેલા. રશિયન જાસ્ાૂસી સંસ્થા કેજીબીએ ત્ોમન્ો બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી હતી પણ નહેરૂની મહેરબાનીથી એ બચી ગયેલા. રોના અધિકારી કે.વી. ઉન્નીકૃષ્ણન રાજીવ ગાંધીના સમયમાં એલટીટીઈ સાથે ડીલ કરતા હતા. એ વખત્ો એક એર હોસ્ટેસ્ો ત્ોમન્ો લપ્ોટેલા. આ છોકરી લંકાની જાસ્ાૂસ હતી ન્ો ત્ોણે ઉન્નીકૃષ્ણન પાસ્ોથી મહત્ત્વની માહિતી કઢાવીન્ો પાકિસ્તાનન્ો વેચી મારેલી. આ કેસમાં ૧૯૮૭માં ઉન્નીની ધરપકડ થયેલી ન્ો જેલની સજા પણ થયેલી. એ જ રીત્ો ચીનના બીજિંગમાં રોના ભારતીય વડા મનમોહન શર્મા પોતાની ચાઈનીઝ લેંગ્વેજ ટીચર સાથે લફરામાં પડી ગયેલા. એ પણ ચીનની જાસ્ાૂસ હતી ન્ો શર્મા પાસ્ોથી ત્ોણે ઘણી મહત્ત્વની માહિતી કઢાવી હતી. ભારત સરકારન્ો શર્માના પરાક્રમની ખબર પડી જતાં ત્ોમન્ો મે ૨૦૦૮માં પાછા બોલાવી લેવાયેલા. ત્ોમની સામે પુરાવા નહોતા ત્ોથી એ બચી ગયેલા. 

રોના રવિ નાયર હોંગકોંગમાં હતા ત્યારે એક ચાઈનીઝ જાસ્ાૂસ છોકરીના ચક્કરમાં પડ્યા હતા. આ વાતની ખબર પડતાં ત્ોમન્ો ઓક્ટોબર ૨૦૦૭માં ભારત પાછા બોલાવી લેવાયેલા ન્ો કોલંબો મોકલી દેવાયેલા. પ્ોલી ચાઈનીઝ છોકરી પણ કોલંબો પહોંચી ગઈ ન્ો બંન્ો ખુલ્લંખુલ્લા સાથે રહેવા લાગ્ોલાં. નાયરન્ો એ પછી ભારત જ બોલાવી લેવાયા. 

એક વરસ પહેલાં હૈદરાબાદ આર્ટિલરી રેજિમેન્ટના સ્ાૂબ્ોદાર નાઈક પાટન કુમાર નામના જુનિયર કમિશન્ડ ઓફિસરની ધરપકડ થયેલી. કુમાર પણ અનુષ્કા અગ્રવાલ નામની લલનામાં લપ્ોટાયેલો. ફેસબુક મારફત્ો બંન્ોનો પરિચય થયો ન્ો પછી આ બંગાળી બાબુ ત્ોના પ્રેમમાં પડી ગયેલા. અનુષ્કાએ ત્ોન્ો દસ લાખ રૂપિયા આપ્ોલા ન્ો ત્ોના બદલામાં ત્ોણે ઢગલો માહિતી ત્ોન્ો આપ્ોલી. આ બંગાળી બાબુ ત્ોના પર એ હદે લટ્ટુ થયેલો કે ત્ોન્ો નરગિસ કહીન્ો જ બોલાવતો. એ જ રીત્ો ઓગસ્ટ ૨૦૧૪માં પંજાબ પોલીસ્ો એરમેન સુનિલ કુમારની ધરપકડ કરેલી. પઠાણકોટના એરફોર્સ સ્ટેશનમાં કામ કરતા સુનિલ કુમારન્ો પણ મીના રૈના નામની મહિલાએ પોતાની મોહજાળમાં ફસાવેલો. બંન્ો સોશિયલ મીડિયા પર ગંદી બાત કરતાં ન્ો એ રીત્ો સુનિલ કુમાર હવસ સંતોષતા. ત્ોના બદલામાં ત્ોમણે ઘણી મહત્વની માહિતી આપી દીધેલી. ત્ોનો ભાંડો ફૂટ્યો પછી ખબર પડી કે મીના રૈના તો પાકિસ્તાની બાઈ હતી ન્ો ત્ોણે મોહનન્ો ઉલ્લુ બનાવેલો. 

જો કે આ બધામાં સૌથી શરમજનક કિસ્સો સુખજિન્દરસિંહનો છે. પાંચેક વર્ષ પહેલાં આપણે રશિયા પાસ્ોથી એરક્રાટ કરીયર એડમિરલ ગોર્શકોવ ખરીદેલું. એ પહેલાં રશિયા સાથે વર્ષો લગી આ એરક્રાટ કરીયર ખરીદવા માટે વાટાઘાટો ચાલેલી. ત્ોના ભાગરૂપ્ો ન્ોવીએ કેપ્ટન સુખજિન્દરસિંહન્ો ત્ોનું નીરિક્ષણ કરવા માટે રશિયા મોકલેલા. રશિયામાં સ્ોવરોડવિન્સ્ક બ્ોઝ પર આ એરક્રાટ કરીયર રખાયેલું. ત્ોનું નિરિક્ષણ તથા ત્ોમાં સ્ાૂચવાયેલા સુધારાવધારા બરાબર થાય છે કે નહીં ત્ોનું ધ્યાન રાખવા જે ટીમ મોકલાયેલી ત્ોના વડા તરીકે સુખજિન્દરસિંહ ૨૦૦૫થી ૨૦૦૭ એટલે કે બ્ો વર્ષ લગી રશિયામાં જ હતા. એ વખત્ો એ રશિયાની ફટાકડીમાં બરાબરના લપ્ોટાઈ ગયેલા. એ ફટાકડી સાથે એ રંગરેલિયાં મનાવતા હતા ત્ોની તસવીરો ખેંચી લેવાયેલી. ત્ોના આધારે રશિયાએ સુખજિન્દરન્ો બરાબરના બ્લેકમેલ કર્યા ન્ો સાવ ભંગાર જેવા એરક્રાટ કરીયરની કિંમત સીધી ત્રણ ગણી વસ્ાૂલી.

જે રદ્દી માલ માટે કોઈ ૮૦ લાખ ડોલર ચૂકવવા ત્ૌયાર નહોતું એ એરક્રાટ કરીયર માટે આપણે રશિયાન્ો ૨.૩૩ અબજ ડોલર ચૂકવેલા. સુખજિન્દરસિંહની કામલીલા કેમેરામાં કેદ થઈ ગયેલી એટલે ત્ોમણે રશિયાએ કહૃાું ત્યાં મત્તુ મારી દીધું ન્ો એ રીત્ો ત્ોની ઐયાશી આપણન્ો લગભગ દોઢ અબજ ડોલરમાં પડેલી. પછીથી સુખજિન્દરસિંહ ન્ોવીના ટોચના અધિકારી બન્યા અન્ો કોમોડર તરીકે ત્ોમન્ો બઢતી મળેલી. સુખજિન્દરસિંહન્ો એમ કે પોત્ો રશિયાન્ો વધારે કિંમત અપાવી દીધી એટલે ત્ોમનું પાપ દબાઈ ગયું પણ રશિયનોએ એ પછી સુખજિન્દરનો બરાબરનો દાવ લીધો. ત્ોમણે સુખજિન્દરના ફોટાની સીડી બહાર પાડી દીધી ન્ો ત્ોના કારણે ત્ોમનો બરાબરનો બ્ાૂચ વાગી ગયો ન્ો ધોળામાં ધૂળ પડી. સુખજિન્દરન્ો આ દેશ સાથે ગદ્દારી માટે તગ્ોડી મૂકાયેલા. 

માધુરી ગુપ્તાનો કેસ સુખજિન્દર જેવો જ છે ન્ો સાથે સાથે અનોખો પણ છે. માધુરી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાં પ્રેસ અન્ો ઈન્ફર્મેશનમાં સ્ોક્ધડ સ્ોક્રેટરી હતાં. આઈએસઆઈએ ત્ોમન્ો ફસાવવા એક યુવાન છોકરાન્ો મોકલેલો. ચાલીસી વટાવી ચૂકેલાં માધુરી શરીરની ભૂખ ભાંગવા ત્ોના સાથે દોસ્તી કરી બ્ોઠાં ત્ોમાં ત્ોમની ફિલમ ઉતરી ગઈ ન્ો એ ફસાયાં. માધુરીની કામલીલાની વાતો બહાર પાડવાની ધમકી આપીન્ો આઈએસઆઈએ ત્ોમનો ભારત સામે બહુ ઉપયોગ કરેલો. આઈએસઆઈના બ્ો અધિકારીઓ ત્ોમની સાથે સતત સંપર્કમાં રહેતા. ત્ોમણે માધુરીન્ો કાશ્મીર મોકલીન્ો ત્ોમની પાસ્ોથી સંવેદનશીલ માહિતી મેળવેલી ન્ો ત્ોના આધારે આતંકવાદી હુમલા કરાવેલા. ૨૦૧૦માં ત્ોમનો ભાંડો ફૂટ્યો પછી ત્ોમન્ો જેલમાં ધકેલી દેવાયેલાં. ૨૧ મહિના લગી જેલમાં રહૃાા પછી એ માંડ માંડ બહાર આવ્યાં ન્ો અત્યારે જામીન પર છે. 

આ બધા કિસ્સા એ વાતનો પુરાવો છે કે આપણે લશ્કરી જવાનો અન્ો અધિકારીઓન્ો ધરમની ગાય માનીએ પણ એ બધા જ લોકો ધરમની ગાય નથી. અન્ો આ તો આપણે માત્ર હની ટ્રેપની વાત કરી, બાકી સામ્બા સ્પાય સ્કેન્ડલ જેવા તો ઘણા કેસ છે. સામ્બા સ્પાય સ્કેન્ડલ ૧૯૭૯માં બન્ોલો ન્ો ત્ોમાં ૧૬૮ લશ્કરી અધિકારીઓ અન્ો જવાનો સંડાવાયેલા હતા. ત્ોમણે પાકિસ્તાનન્ો અત્યંત સંવેદનશીલ માહિતી આપી દીધી હતી ત્ોના આધારે એ પછીના એક દાયકા લગી પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આપણી બરાબર મેથી મારી. 

રણજીતનો કેસ આ પરંપરાનો જ એક ભાગ છે અન્ો ત્ોના કારણે ફરી એક વાત સાબિત થઈ છે કે આપણે ત્યાં પ્ૌસાન્ો ખાતર લોકો દેશ સાથે ગદ્દારી કરતાં પણ ખચકાતા નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=182842


Wednesday, March 25, 2015

મોદીની તાજપોશી, ભાજપન્ો મોડે મોડે ડહાપણની દાઢ ફૂટી --- રાજીવ પંડિત

લાંબી ખેંચતાણ અન્ો ભારે ગડમથલ પછી આખરે ભાજપ્ો ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીન્ો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટેની પ્રચાર સમિતિના ચેરમેન બનાવી દીધા અન્ો અડવાણી આણિ મંડળી હાથ ઘસતી રહી ગઈ. આ નિમણૂક પહેલાં ભાજપમાં જોરદાર ભવાઈ ભજવાઈ અન્ો અડવાણી આણિ મંડળીએ રીસાવાનાં ન્ો એવાં નાટકો કરીન્ો નરેન્દ્ર મોદીન્ો ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનતા રોકવા ત્ોમનાથી થાય એ બધા ઉધામા કરી જોયાં પણ ભાજપના પ્રમુખ રાજનાથસિંહે મચક ના આપી ન્ો ત્ોના પરિણામે આખરે મોદીની તાજપોશી થઈ ગઈ. ભાજપની બુંદ બ્ોસાડી દેનારી અડવાણી આણિ કંપનીએ મોદીની તાજપોશી રોકવા બહુ ટિટિયારો કર્યો પણ ત્ોમનો મેળ ના પડ્યો ન્ો મોદી પ્રચાર સમિતિના ચેરમેન બની જ ગયા. 

આમ તો ભાજપ પ્રમુખ રાજનાથસિંહે મોદીના ખાસમખાસ મનાતા અમિત શાહન્ો ઉત્તર પ્રદેશનો હવાલો સોંપ્યો એ વખતથી જ લાગતું હતું કે મોદીન્ો આજે નહીં તો કાલે ભાજપના પ્રચારનો હવાલો સોંપાશે જ પણ સામે લાલકૃષ્ણ અડવાણીની ડોહા મંડળી જીવ પર આવી ગયેલી ત્ોથી મોદીની નિમણૂકની વાત ઘોંચમાં પડી ગયેલી. રાજનાથે એ પછી વારંવાર સંકેત આપ્ોલા કે એ મોદીન્ો જ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રચારનો હવાલો આપવા માગ્ો છે પણ ત્ોની સામે ભાજપમાંથી જ ડખા ઊભા કરાતા હતા ત્ોથી મુદતો પડતી જતી હતી. રાજનાથ જેવા મોદીન્ો આગળ કરવાની વાત કરે કે તરત જ અડવાણી અન્ો ત્ોમના ચમચા તલવાર તાણીન્ો કૂદી પડે ન્ો કોઈ ન્ો કોઈ બહાન્ો વાતન્ો લટકાવી દે એવો ખેલ ચાલ્યા જ કરતો હતો. ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખત્ો પણ એ જ ખેલ ભજવાયો અન્ો એક તબક્કે તો એવંં લાગતું હતું કે આ વખત્ો પણ મોદીનો મેળ નહીં પડે પણ ગમે ત્ો કારણોસર રાજનાથસિંહની મર્દાનગી જાગી ન્ો ત્ોમણે અડવાણી આણિ મંડળીન્ો ઘોળીન્ો પી જવાનું નક્કી કર્યું ન્ો મોદીન્ો આગળ કરવાની જાહેરાત કરી નાંખી. રાજનાથે મોડે મોડે પણ આ મર્દાનગી બતાવી એ સારું કર્યું. ભાજપ માટે મોદીની નિમણૂક એ દેર આયે દુરસ્ત આયે જેવી છે. ભાજપના ન્ોતાઓન્ો મોડે મોડે ડહાપણની દાઢ ફૂટી એ સારું થયું. 

મોદીની ભાજપની લોકસભા માટેની પ્રચાર સમિતિના ચેરમેન બનવા સાથે જ એક પ્રકરણની સમાપ્તિ થઈ છે અન્ો એક નવા પ્રકરણની શરૂઆત થઈ છે અન્ો આ પ્રકરણ ભાજપ માટે સુવર્ણ પ્રકરણ બની રહે ત્ોવી આશા બધાં રાખે છે. આ આશા પાછળ મોદીનો રેકોર્ડ જવાબદાર છે. મોદીએ છેલ્લા એક દાયકામાં એક વાત સાબિત કરી છે કે અત્યારે ભાજપ પાસ્ો ત્ોમની હેડીનો કોઈ ન્ોતા નથી. ભાજપ પાસ્ો રાજનાથ ન્ો સુુષ્મા સ્વરાજ ન્ો અરૂણ જેટલી ન્ો નિતીન ગડકરી ન્ો એવાં મોટાં મોટાં નામ બહુ છે પણ એ બધામાં ઝાઝો ભલીવાર નથી. આ ચંડાળ ચોકડી ભાજપમાં સ્ોક્ધડ કેડરમાં આગળ ગણાય છે પણ એ બધા કાગળના વાઘ છે. આ બધામાંથી કોઈનામાં ભાજપન્ો રાષ્ટ્રીય સ્તરે તો છોડો પણ પોતપોતાના રાજ્યમાં પણ જીતાડવાની તાકાત નથી. એ લોકો વરસોથી દિલ્હીમાં પડ્યાપાથર્યા રહે છે ત્ોથી ત્ોમના નામ ગાજ્યા કરે એ ઠીક છે પણ આ બધા ન્ોતાઓમાં ઝાઝો વેતો નથી ન્ો ભાજપન્ો જીતાડવાની તાકાત પણ નથી. 

રાજનાથસિંહ ઉત્તર પ્રદેશમાં ભાજપનું અચ્યુતમ કેશવમ કરાવી ચૂક્યા છે તો સુષ્મા સ્વરાજ નવી દિલ્હીમાં ભાજપનું રામ બોલો ભાઈ રામ કરાવીન્ો બ્ોઠાં છે. નિતીન ગડકરીન્ો તો ન્ોતા જ ના કહેવાય. એ રાજકારણીના બદલે કંદોઈ જેવા વધારે લાગ્ો છે ન્ો જ્યારે જ્યારે મોં ખોલે ત્યારે પ્ૌસા પડી જાય એવો ઘાટ થાય છે. રાષ્ટ્રીય સ્વયંસ્ોવક સંઘના ન્ોતાઓની ચમચાગીરી કરીન્ો એ ભાજપના પ્રમુખ ભલે બની બ્ોઠા પણ ત્ોમની હેસિયત જિલ્લા કક્ષાના ન્ોતાની પણ નથી. અરૂણ જેટલી સફળ વકીલ છે એટલે બોલવામાં હોંશિયાર છે એ ત્ોમની લાયકાત. એ સિવાય ત્ોમનામાં ઝાઝું કમાવાનું નથી. 

ભાજપમાં રાજ્ય કક્ષાએ જે ન્ોતાઓ છે એ બધો આ ચંડાળ ચોકડી કરતાં પણ ગયેલો ન્ો સાવ કંડમ માલ છે. શિવરાજસિંહ ચૌહાણ, ડો. રમણસિંહ અન્ો મનોહર પારિકર એ ભાજપના ત્રણ મુખ્ય મંત્રીઓ ચોક્કસપણે સફળ છે ન્ો ત્ોમણે ભાજપન્ો પોતાના રાજ્યોમાં મજબ્ાૂત બનાવ્યો છે પણ ત્ોમનામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપન્ો જીતાડવાની વાત તો છોડો પણ ભાજપના કાર્યકરોમાં જીતનું ઝન્ાૂન ઊભું કરવાની પણ ક્ષમતા નથી. કેટલાક ક્રિકેટરો એવા હોય કે રણજી ટ્રોફી ન્ો બીજી ફર્સ્ટ ક્લાસ મેચોમાં બોલરોનાં છોતરાં ફાડી નાંખે ન્ો રનના ઢગલા ખડકી દે પણ જેવા ત્ોમન્ો ભારતની ટીમમાં લો ન્ો ઈન્ટરન્ોશનલ મેચોમાં રમાડો એટલે એ લોકો પિચ પર આવતાં જ ગરબા ગાવા માંડે. ઝૂમ ઝૂમ કરતા આવતા બોલ જ ત્ોમન્ો ના દેખાય. શિવરાજ, રમણસિંહ ન્ો પારિકર વગ્ોરે રણજી ટ્રોફીના રાજા છે પણ ઈન્ટરન્ોશનલ મેચોમાં ત્ોમનું ગજુ નથી. 

મોદી આ ન્ોતાઓ કરતાં અલગ છે ત્ોમાં બ્ોમત નથી. મોદીએ ગુજરાતમાં જે કંઈ કર્યું ત્ોની વાત વારંવાર કરવી એ ખરેખર મોદીનું અપમાન કહેવાય પણ છતાં અછડતો ઉલ્લેખ કરી જ લઈએ. મોદી ગુજરાતમાં આવ્યા ત્યારે કેશુભાઈએ ભાજપનું ઉઠમણું જ કરી નાંખેલું. મોદીએ અહીં એવા ખિલા ઠોકી દીધા કે આજે ગુજરાતમાંથી ભાજપન્ો ઉખાડવાની વાત કોઈ કરે તો એ મૂર્ખ લાગ્ો. જો કે મોદીની સિદ્ધિ આ જ નથી. મૂળ વાત મોદીની ભાજપના કાર્યકરોમાં જીતવાનું ઝન્ાૂન પ્ોદા કરવાની જે તાકાત છે ત્ો છે. મોદી ભાજપના બીજા ન્ોતાઓ કરતાં ઘણી બધી રીત્ો ચડિયાતા છે પણ ત્ોમની સૌથી મોટી તાકાત એ છે કે ત્ોમણે ભાજપના કાર્યકરોમાં એ આત્મવિશ્ર્વાસ પ્ોદા કર્યો છે કે આપણે દસ વરસથી જામી ગયેલી કોંગ્રેસ સરકારન્ો ઉખાડી ફેંકી શકીએ એમ છીએ. પરિણામે મોદી પ્રચાર સમિતિના ચેરમેન બન્યા એ પહેલાં જ ભાજપના કાર્યકરોમાં એક ઝન્ાૂન પ્ોદા થઈ ગયું છે. 

અડવાણી કે ભાજપના બીજા મડદાલ ન્ોતાઓ બોલે ત્યારે બગાસાં આવવા માંડે એવી હાલત થતી. મોદીના કિસ્સામાં એવુંં થતું નથી અન્ો જંગ હંમેશાં ઝન્ાૂનથી જ જીતાતા હોય છે. તમે મડદાલોનું લશ્કર લઈન્ો નિકળો તો કદી ના જીતી શકો. અડવાણીની ઘાઘરા પલટણના કારણે જ ભાજપ ૨૦૦૯માં હારી ગયેલો કેમ કે એ પલટણમાં ભાજપના કાર્યકરોમાં જીતવાનું ઝન્ાૂન પ્ોદા કરવાની તાકાત જ નહોતી. મોદીએ અત્યારથી એ ઝન્ાૂન પ્ોદા કરી દીધું છે એટલે ત્ોનો ફાયદો ત્ોન્ો મળશે. 

મોદી ભાજપન્ો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીતાડશે કે નહીં એ કહેવું અત્યારે બહુ વહેલું છે પણ મોદીની નિમણૂકના કારણે ભાજપ ૨૦૧૪ની ચૂંટણી માટે વ્યવસ્થિત રીત્ો ત્ૌયારી કરી શકશે એ નક્કી છે. મોદીના કારણે ભાજપન્ો એક સારો સ્ોનાપતિ પણ મળ્યો છે ન્ો પ્રચાર માટે એક નક્કર મુદ્દો પણ મળ્યો છે. ગુજરાતમાં મોદીએ કરેલા વિકાસના નામે ભાજપ હવે મત માગી શકશે. બાકી અડવાણી કે રાજનાથ કે બીજા કોઈના નામે ભાજપ શું તંબ્ાૂરો માગવાનો હતો ? 

મોદી માટે ભાજપના સાથી પક્ષો એક અવરોધ છે પણ મોદી એ બધાંની ભરી પીએ એટલા સક્ષમ છે. જેડીયુ અન્ો શિવસ્ોનાએ મોદીની નિમણૂક સામે જે રીતની પ્રતિક્રિયા આપી છે ત્ોના પરથી સાફ છે કે એ બધા ઓછે લાકડે બળે એવા નથી ન્ો મોદીન્ો હવે રહેવા દેવાના નથી પણ રાજકારણમાં એ બધું ચાલતું જ હોય છે. મોદી એ બધી વાતોથી ટેવાયેલા છે એટલે વાંધો નહીં આવે. આ દુનિયાનો એક સિધ્ધાંત છે કે સફળતાથી મોટો કોઈ માપદંડ નથી. તમે સફળ થાઓ એટલે તમારા બધા ગુના, તમારા બધા વાંક માફ થઈ જતા હોય છે. મોદીએ ગુજરાતમાં સફળતા મેળવી છે ન્ો એ રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપન્ો સફળતા અપાવશે એટલે બધાંની બોલતી બંધ થઈ જશે. મોદી પાસ્ો એ ક્ષમતા છે ત્ોમાં કોઈ શક નથી. સવાલ માત્ર રાષ્ટ્રીય સ્તરે એ ક્ષમતા સાબિત કરવાનો છે ન્ો મોદી એ કામ કરી શકશે એવું અત્યારે તો લાગ્ો છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=94308

Sunday, May 25, 2014

મોદીની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ કયો? -- રાજીવ પંડિત

મોદીની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ કયો?    રાજીવ પંડિત


નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાનપદના શપથ લે એ આડે હવે ઝાઝો સમય બચ્યો નથી. બલ્કે વચ્ચે આડી રાત જ છે. ૨૬ મે, ૨૦૧૪ ન્ો સોમવારે સાંજે સાત કલાકે તો મોદી વડા પ્રધાનપદના શપથ લઈ લેશે ન્ો એ સાથે જ દેશમાં એક નવા યુગની શરૂઆત થશે. 

મોદીએ વડા પ્રધાનપદની સફર કઈ રીત્ો કરી ત્ો વિશે ઘણું લખાયું છે પણ આ બધામાં એક વાત ભુલાઈ ગઈ છે. કઈ છે આ વાત ? એ જ કે મોદીના જીવનમાં આવેલો એ ક્યો ટર્નિંગ પોઈન્ટ હતો કે જેણે રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના એક પ્રચારક્ધો સત્તાના રાજકારણમાં લાવી દીધા ન્ો જીંદગીમાં પહેલાં કદી ચૂંટણી લડ્યા વિના મુખ્યમંત્રીપદે બ્ોસાડી દીધા ? 

૨૦૦૧નો કચ્છનો ભૂકંપ મોદીના જીવનમાં આવેલો એ ટર્નિંગ પોઈન્ટ હતો. 

ગુજરાતમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપ્ો ભારે તબાહી સર્જી દીધી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસ્ો સવારે ૮.૪૬ કલાકે આવેલા ૭.૭ના ભૂકંપ્ો ગુજરાતન્ો હચમચાવી નાંખ્યું હતું. ગુજરાતીઓ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યાં જ ધરતી ધણધણી ન્ો સ્ોક્ધડોમાં તો મોતનો જે ખેલ ખેલાયો ત્ોમાં હજારો જીંદગીઓ હોમાઈ ગઈ. કચ્છ આ ભૂકંપનું એપી સ્ોન્ટર હતું અન્ો આ તબાહીનું પણ. ભૂકંપના કારણે ગામેગામ તબાહ થઈ ગયાં હતાં ન્ો ઈમારતો પત્તાંના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતો નીચે હજારો જીંદગીઓ દટાઈ ગઈ હતી. 

નરેન્દ્ર મોદી માટે અન્ો ગુજરાતના રાજકારણ માટે પણ આ ભૂકંપ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 

મોદી એ વખત્ો દિલ્હીમાં હતા. એક સમયે કેશુભાઈ પટેલના ખાસ ગણાતા મોદી અન્ો કેશુભાઈ વચ્ચે મનમેળ રહૃાો નહોતો ન્ો હવે બંન્ો સામસામી છાવણીમાં આવી ગયા હતા. કેશુભાઈ અન્ો મોદી વચ્ચે મનમેળ ના રહૃાો ત્ોના મૂળમાં એ પહેલાંના ત્રણ વરસ લગી બન્ોલી ઘટનાઓ હતી.

૧૯૯૫માં શંકરસિંહ વાઘેલાના બળવા ન્ો હજૂરિયા ખજૂરિયા કાંડ પછી ભાજપ હાઈકમાન્ડે મોદીન્ો હિમાચલ પ્રદેશ મોકલી આપ્ોલા કે જેથી એ ગુજરાતમાં કડછો ના મારે ન્ો ડખા ના કરે. નરેન્દ્ર મોદી માટે આ બહુ મોટું અપમાન હતું. જે ભાજપન્ો ગુજરાતમાં સત્તા પર લાવવા ત્ોમણે જાત ઘસી નાંખેલી એ ભાજપ્ો ત્ોમન્ો સડેલા કાંદા-બટાટાની જેમ ઉઠાવીન્ો ગુજરાતની બહાર ફેંકી દીધા. એ વખત્ો તો મોદી ગમ ખાઈન્ો જતા રહૃાા પણ ત્ોમણે મનમાં ગાંઠ વાળેલી કે ગુજરાતમાં ગમે ત્ો રીત્ો પાછો આવીશ ન્ો બધાંનો બાપ બનીન્ો આવીશ. આ કારણે જ એ ગુજરાતની બહાર હતા છતાં ગુજરાતીઓ સાથે સંપર્કમાં હતા ન્ો પાછા ફરવાની તક જ શોધતા હતા. 

ભાજપ્ો દયામણા બનીન્ો મારો કોઈ વાંકગનો એમ કહૃાા કરતા કેશુબાપાન્ો મુખ્યમંત્રીપદેથી હટાવીન્ો અન્ો નરેન્દ્ર મોદીન્ો ગુજરાતની બહાર ધકેલીન્ો કકળાટ ઠંડો કરવા કોશિશ તો કરી પણ એ કકળાટ ના જ શમ્યો ન્ો ભાજપનાં ઊભાં ફાડિયાં થઈન્ો જ રહૃાાં. શંકરસિંહ બાપુન્ો તો ગાદી પર બ્ોસવાની ચળ ઉપડેલી એટલે ત્ોમણે એકાદ વરસ પછી ફરી ઉધામો માંડ્યો ન્ો ૧૯૯૬માં એ ધરાર ગાદી પર ચડી બ્ોઠા. જોકે ત્ોમનો સંઘ પણ લાંબું ના ટક્યો ન્ો ભારે ભવાડા બાદ ગુજરાતમાં ૧૯૯૮માં ફરી ચૂંટણી યોજાઈ હતી ન્ો આ ચૂંટણીમાં ભાજપ જીતી ગયો હતો. કેશુભાઈ પટેલ રંગ્ોચંગ્ો ફરી મુખ્યમંત્રી બન્યા હતા. કેશુભાઈના નસીબમાં નકૂચો કે એ ૪ માર્ચ ૧૯૯૮ના રોજ મુખ્યમંત્રી બન્યા ન્ો ત્ોના ત્રણ જ મહિના પછી એટલે કે ૯ જૂન ૧૯૯૮ના રોજ કંડલા બંદર પર વિનાશક વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડાની ચેતવણી બહુ પહેલાંથી અપાઈ હતી ન્ો કેશુબાપાની સરકાર પાસ્ો એટલો સમય હતો કે આખા કંડલા બંદરન્ો ખાલી કરાવી શકે. કેશુભાઈએ એ વખત્ો પોતાનામાં કેટલી કોઠાસ્ાૂઝ છે ત્ો બતાવવાની ઘડી હતી ત્ોના બદલે એ ઘરે ગાંઠિયા ખાઈન્ો સ્ાૂઈ ગયા ન્ો સરકારી તંત્ર પર બધું છોડી દીધું. સરકારી તંત્રે રાબ્ોતા મુજબ રેડિયો પર ચેતવણીઓ આપી દીધી ન્ો પોતાનું કામ પત્યું એમ માનીન્ો એ લોકો પણ ઘરે જઈન્ો સ્ાૂઈ ગયા. 

કંંડલા બંદર પર કામ કરનારા મોટા ભાગના લોકો મજૂરિયા હતા. એ લોકો મજૂરી કરે કે રેડિયો સાંભળે ? એટલે ત્ોમન્ો તો લશ્કર ક્યાં લડે છે ત્ો જ ખબર નહોતી. શિપના માલિકોન્ો આ ચેતવણી મોકલી અપાઈ હતી ન્ો મજૂરોન્ો તાબડતોબ બહાર કાઢવાની વ્યવસ્થા કરવા પણ કહેવાયેલું પણ એ લોકોન્ો પોતાનું કામ કઢાવી લેવાની લ્હાય હતી એટલે ત્ોમણે આખી વાતન્ો દબાવી રાખી ન્ો ચેતવણીન્ો ઘોળીન્ો પી ગયા. વાવાઝોડું આવે એ પહેલાં બન્ો એટલો માલ બહાર કાઢીન્ો પોતાનું નુકસાન બચાવવાની લ્હાયમાં ત્ોમણે મજૂરોન્ો રોકી રાખ્યા ન્ો વાવાઝોડું આવ્યું ત્યારે એ મજૂરો તણાઈ મર્યા. 

કંંડલા બંદર પર એ દિવસ્ો ૪૦૦૦ લોક મરી ગયેલાં ન્ો વાવાઝોડું શમી ગયું એ વખત્ો ઠેરઠેર લાશોના ઢગ ખડકાયેલા હતા. કેશુબાપાની પહેલી નિષ્ફળતા એ હતી કે એ કંડલા બંદર ખાલી ના કરાવી શક્યા ન્ો બીજી એ કે મહિનાઓ લગી એ બંદરન્ો સાફ ના કરાવી શક્યા. સડી ગયેલી લાશો ઠેરઠેર રઝળતી હતી ન્ો શું કરવું એ બાપાન્ો ખબર જ નહોતી પડતી. નરેન્દ્ર મોદીએ એ વખત્ો કેશુબાપાની સરકારનો ઉઘડો લીધો ન્ો ત્ોમાંથી જામી ગઈ. કેશુબાપા ન્ો ત્ોમના હનુમાન મનાતા મોદી ત્યારથી સામસામે આવી ગયા. 

કેશુબાપાનાં નસીબ વાંકાં કે કંડલા બંદરનું કમઠાણ હજુ પત્યું નહોતું ત્યાં ઓગસ્ટમાં સુરતમાં પ્ાૂર આવી ગયું. ત્યાં પણ પાછી એ જ મોંકાણ થઈ. આ વખત્ો કેશુબાપા મારત્ો વિમાન્ો સુરત પહોંચી તો ગયા પણ ત્યાંય લોકોન્ો બચાવવાના બદલે એ ગાંઠિયા ખાવામાં વ્યસ્ત થઈ ગયા. પછી ઉઠમણું કરી ગયેલા જીવરાજ ધારૂકાવાળા સવારના પહોરમાં સર્કીટ હાઉસ પર ગાંઠિયા લઈન્ો આવેલા ત્ોમાં બાપાન્ો વધારે રસ પડ્યો. લોકો પાણી માટે ન્ો બીજી જીવનજરૂરી ચીજો માટે વલખાં મારતા હતા ન્ો બાપા સર્કીટ હાઉસમાં બ્ોઠા બ્ોઠા હીરાના વેપારીઓ સાથે ગાંઠિયા પાર્ટી કરતા હતા. આ ભવાઈ જોઈ લોકો ઉકળ્યા ન્ો સુરતમાં કેશુબાપાના નામનાં છાજીયાં લેવાયાં. 

મોદી ત્યાં લગીમાં દિલ્હી આવી ગયા હતા ન્ો ત્ોમણે હાઈકમાન્ડન્ો રિપોર્ટ કર્યો કે બાપા નહીં ચાલે ન્ો આપણે બાપાન્ો ચલાવવા જઈશું તો આપણે પતી જઈશું. હાઈકમાન્ડે કેશુબાપાન્ો દિલ્હી બોલાવીન્ો બરાબર તતડાવ્યા ન્ો ત્ોમાં મોદી સાથેનું વેર વધારે ઘેરૂ બન્યું. 

મોદી અન્ો બાપા વચ્ચે કોલ્ડ વોર ચાલતું જ હતું ત્યાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી ન્ો ત્ોમાં ભાજપનું રામનામ સત્ય હૈ થઈ ગયું. એ વખત્ો ગુજરાતમાં ૨૬ જિલ્લા હતા ન્ો ત્ોમાંથી ૨૩ જિલ્લા પંચાયતોમાં ભાજપની ભૂંડી હાર થઈ. એંસી ટકા તાલુકા પંચાયતો કૉંગ્રેસ્ો જીતી લીધી ન્ો છમાંથી ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન કૉંગ્રેસ્ો કબજે કરી. બ્ો વરસ પહેલાં જંગી બહુમતીથી જીત્ોલા ભાજપના ડાંડિયા ડૂલ થઈ ગયા હતા. ભાજપની હાર માટે કેશુબાપાની સરકારમાં બ્ોઠેલા લોકોનો ભ્રષ્ટાચાર જવાબદાર હતો. કેશુબાપાના જમાઈ મયૂર દેસાઈ સુપર ચીફ મિનિસ્ટર બનીન્ો બ્ોસી ગયા હતા ન્ો ત્ોમણે રીતસર દુકાન જ ખોલી નાખી હતી. 

મયૂર દેસાઈન્ો નજરાણું ના ધરો ત્યાં લગી સરકારમાં કોઈ કામ જ ના થાય એવી હાલત હતી. રાષ્ટ્રીય સ્વયંસ્ોવક સંઘના ભાસ્કરરાવ દામલે નામના પ્રચારક પ્ોથાપુરમાં બ્ોઠા બ્ોઠા સમાંતર સરકાર ચલાવતા ન્ો કેશુબાપાના શહેરી વિકાસ પ્રધાન પરમાણંદ ખટ્ટરે તો જમીનો છૂટી કરી કરીન્ો રીતસર નોટો જ છાપવા માડેલી. રીઝર્વ બ્ૉંક ઑફ ઈન્ડિયા જેટલી નોટો નહીં છાપતું હોય એટલી નોટો ખટ્ટર રોજ ઘરે લઈ જાય છે એવું બધા વ્યંગમાં કહેતા. કેશુબાપાની સરકારના ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી ત્ોની આ વાત મોદીએ હાઈકમાન્ડ લગી પહોંચાડી. હાઈકમાન્ડે બાપાન્ો સુધરી જવાની ચીમકી આપીન્ો પાછા ગાંધીનગર મોકલી દીધા. 

કેશુબાપાની કમબખ્તી હજુ પતી નહોતી. બાપા બધુ સુધારવા મથતા જ હતા ત્યાં કચ્છનો ભૂકંપ આવી ગયો. કચ્છના ભૂકંપના દિવસ્ો મોદી દિલ્હીમાં હતા. કેશુબાપા ગાંઠિયાના ઘેનમાં હતા ત્યાં ભૂકંપ આવ્યો ન્ો કેશુબાપા ક્યાં જાઉં ન્ો શું કરવું ત્ોની મૂંઝવણમાં હતા ત્યાં મોદી સક્રિય થઈ ગયા. મોદીએ પહેલાં વિચાર કર્યો કે કેશુબાપાન્ો ફોન કરું ન્ો ગુજરાત સરકારનું હેલિકૉપ્ટર મંગાવીન્ો કચ્છ પહોંચી જાઉં. પછી ત્ોમન્ો થયું કે કેશુબાપા પોતાના માટે હેલિકૉપ્ટર મોકલે એ વાતમાં માલ નથી એટલે ત્ોમણે રીલાયન્સના પરિમલ નથવાણીન્ો ફોન કર્યો ન્ો પોતાના માટે પ્લેનની વ્યવસ્થા થઈ શકશે કે કેમ એવું પ્ાૂછ્યું. 

નથવાણીએ કશું બોલ્યા વિના તરત પ્લેનની વ્યવસ્થા કરી ન્ો મોદી કચ્છ પહોંચ્યા. બાપા હજુ શું કરવું ત્ોની મૂંઝવણમાં હતા ત્યાં તો મોદી કચ્છની ધરતી પર પગ મૂકી ચૂક્યા હતા. એ આખો દિવસ એ કચ્છમાં ફર્યા ન્ો સાંજ સુધીમાં તો રીપોર્ટ લઈન્ો એ દિલ્હી પહોંચી ગયેલા. 

એ જ સાંજે એ લાલકૃષ્ણ અડવાણીન્ો મળ્યા. અડવાણીન્ો ત્ોમણે કચ્છમાં ભૂકંપ્ો વેરેલી તબાહીનો રીપોર્ટ આપ્યો. વડા પ્રધાન અટલ બિહારી વાજપ્ોયી કચ્છમાં થયેલી ભૂકંપની તબાહી વિશે જાણવા કેશુબાપાન્ો ફોન પર ફોન કર્યા કરતા હતા પણ બાપાન્ો લશ્કર ક્યાં લડે છે ત્ો જ ખબર નહોતી. એ હજુ અંધારામાં જ હવાતિયાં મારતા હતા ત્યાં મોદી રીપોર્ટ સાથે હાજર થયા. 

વાજપ્ોયીએ આ રીપોર્ટ જોયો ન્ો એ છક્કડ ખાઈ ગયા. મોદીની રાજકીય કારકિર્દીમાં એ મોટા ટર્નિંગ પોઈન્ટ પહેલાંનો નાનો ટર્નિંગ પોઈન્ટ હતો. 

એ પછીના નવ મહિના લગી મોદી સતત કચ્છની પરિસ્થિતી પર નજર રાખતા રહૃાા. કચ્છમાં જે તબાહી થઈ હતી ત્ો ભારે હતી પણ ત્ોના કરતાં પણ ભારે કેશુબાપાની સરકારની નિષ્ફળતા હતી. ભૂકંપના મહિનાઓ પછીય ગુજરાત સરકાર કશું કરી શકતી નહોતી. લોકો રાહત છાવણીઓમાં કૂતરાં-બિલાડાંની જેમ રહેતાં ન્ો ભીખમા મળેલી ખેરાત ખાઈ ખાઈન્ો બદતર હાલતમાં જીવતાં હતાં. લોકોનો આક્રોશ વધતો જતો હતો ન્ો મીડિયા બરાબરની મેથી મારતું હતું. મોદી હાઈકમાન્ડન્ો સતત આ બધી વાતથી વાકેફ કર્યા કરતા હતા. કેશુબાપા ભાજપ હાઈકમાન્ડન્ો ગમે ત્ો રીત્ો ફોસલાવીન્ો દાડા પસાર કરતા હતા ન્ો ત્યાં જ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં બ્ો બ્ોઠકોની પ્ોટા ચૂંટણી આવી. સાબરકાંઠા લોકસભા બ્ોઠકની ન્ો સાબરમતી વિધાનસભા બ્ોઠકની પ્ોટાચૂંટણીમાં બાપા સુધર્યા છે કે નહીં ન્ો લોકોનો ત્ોમના માટેનો અણગમો ઓછો થયો છે કે નહીં ત્ોની કસોટી હતી. 

પણ પપ્પુ ફેલ હો ગયા. 

સાબરકાંઠામાં કૉંગ્રેસના મધુસ્ાૂદન મિસ્ત્રી જીતી ગયા ન્ો ભાજપનો ગઢ મનાતી સાબરમતી બ્ોઠક કૉંગ્રેસના નરહરી અમીન્ો આંચકી લીધી. ભાજપ માટે આ હાર કચ્છના ભૂકંપ કરતાં પણ મોટા ભૂકંપ સમાન હતી પણ મોદી માટે એ સુવર્ણ તક હતી. 

મોદી કેટલાંય વરસોથી જે ઘડીની રાહ જોતા હતા ત્ો ઘડી આવી પહોંચી હતી.

ભાજપ હાઈકમાન્ડ અકળાયું હતું. મોદીએ જોયું કે સમય આવી ગયો છે એટલે રોજ થોડું થોડું ટીપ્યા કરતા, મોદીએ લોહા ગરમ હૈ માર દો હથોડાવાળી કરીન્ો મોટો ફટકો મારી જ દીધો ન્ો કેશુબાપાનાં લૂગડાં થઈ જાય ત્ોવો ખેલ રચી દીધો. હાઈકમાન્ડન્ો ગળે એ વાત ઊતરી ગઈ કે કેશુબાપાનો ઘડો છલકાઈ ગયો હતો ન્ો હવે ત્ોમન્ો ઘરભેગા કર્યા વિના છૂટકો નહોતો પણ સવાલ કેશુભાઈની જગાએ કોણ એ હતો. કાશીરામ રાણા એ વખત્ો ભાજપમાં સૌથી સિનિયર મનાતા પણ એ શંકરસિંહ બાપુ સાથેની દોસ્તીના કારણે લાલકૃષ્ણ અડવાણીની નજરમાંથી ઊતરી ગયા હતા એટલે ત્ોમના નામ પર ચોકડી લાગી ગઈ. 

હાઈકમાન્ડે બીજાં નામો વિચારવાં માંડ્યાં ન્ો છેવટે ત્ોમન્ો લાગ્યું કે આપણે તો કાખમાં છોકરું ન્ો ગામ આખામાં શોધવાની ક્વાયત કરીએ છીએ. મોદી નજર સામે છે ન્ો ત્ોમના વિશે જ વિચારતા નથી ? મોદીએ કચ્છના ભૂકંપ વખત્ો ન્ો પછી જે કામગીરી કરી હતી ત્ો નજર સામે હતી તો પછી બહાર બીજા કોઈન્ો શોધવા જવાની ક્યાં જરૂર હતી ?

ભાજપમાં એ વખત્ો અડવાણી ન્ો વાજપ્ોયી જે કહે ત્ો જ ફાઈનલ ગણાતું. વાજપ્ોયીએ અડવાણીન્ો મોદીનું નામ સ્ાૂચવ્યું પણ અડવાણી થોડાક ખચકાતા હતા. મોદીએ સંગઠનમાં કામ કર્યું હતું પણ વહીવટનો ત્ોમન્ો અનુભવ નહોતો ત્ોથી ત્ોમન્ો સીધા મુખ્ય મંત્રી બનાવવા જતાં બધું ખોવું ના પડે એવો ત્ોમન્ો ડર હતો ત્ોથી ત્ોમણે મોદીન્ો સીધા મુખ્યમંત્રી બનાવવાના બદલે કેશુભાઈના હાથ નીચે નાયબ મુખ્ય મંત્રી બનાવવાનું સ્ાૂચન કર્યું. વાજપ્ોયીન્ો ત્ોની સામે વાંધો નહોતો.

વાજપ્ોયીએ મોદીન્ો તાબડતોબ બોલાવ્યા ન્ો આ વાત કરી પણ મોદીન્ો મુખ્યમંત્રીપદથી ઓછું કશું ખપતું નહોતું. ત્ોમણે સાફ શબ્દોમાં કહૃાું કે કાં ગુજરાત આખું મારા હવાલે કરો કાં તમન્ો જેન્ો ફાવે ત્ોન્ો સોંપો. 

વાજપ્ોયી અન્ો અડવાણીએ ફરી મંત્રણા શરૂ કરી ન્ો ચાર દિવસ લગી આ મંત્રણા ચાલી. ચાર દિવસ પછી વાજપ્ોયીએ ફરી મોદીન્ો બોલાવ્યા ન્ો શું કહૃાું ખબર છે ?

દિલ્હી કે રાજમા ચાવલ ખા ખાકર બહોત મોટા હો ગયા હૈ, જાઓ ગુજરાત મેં જાકર થોડા વજન કમ કરો. 

મોદીના કહેવા પ્રમાણે ત્ો મુખ્ય મંત્રી બનવા ત્ૌયાર નહોતા ત્ોથી ત્ોમણે ના પાડી હતી ન્ો પોતાન્ો સમજાવવામાં જ વાજપ્ોયી તથા અડવાણીન્ો ચાર દિવસ લાગ્યા હતા. ખેર, જે બન્યું ત્ો પણ ૪ ઑક્ટોબર, ૨૦૦૧નો દિવસ હતો. એ જ દિવસ્ો મોદી બપોરની લાઈટમાં ગુજરાત આવ્યા. 

કેશુબાપાએ ફરી મારો કંઈ વાંકગુનો કહી થોડોક કકળાટ કર્યો ન્ો પછી બ્ોસી ગયા. 

૭ ઑક્ટોબર, ૨૦૦૧ના દિવસ્ો મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા ન્ો એ સાથે જ શરૂ થયેલો મોદી યુગ હમણાં ૪૬૧૦ દિવસ પછી પ્ાૂૂરો થયો.