http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=82104
આખું વિશ્ર્વ લયબદ્ધ છે, જ્યારે એ લય ખોરવાય ત્યારે બ્રહ્માંડમાં અસંતુલન ઉત્પન્ન થાય.
ઈટાલીના સંગીતકારોએ બનાવેલા વાયોલિનના પરફોર્મન્સને આધુનિક ઓડિટોરિયમના એકોસ્ટિકે (અવાજના તરંગોને પરાવર્તિત અને પ્રતિપરાવર્તિત કરવાની ક્રિયા) વધારે અસરકારક બનાવ્યું. તેથી વાયોલિન પ્રકારનાં સંગીતવાદ્યોનો વધારે વિકાસ શક્ય બન્યો.
આપણે ત્યાં માતા સરસ્વતીની વીણા અને ગામડામાં લોકો વગાડે છે તે તંબૂરા તથા તારનાં વાદ્યો આ પ્રકારનાં જ વાદ્યો છે. વાયોલિન એ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતાં સ્ટ્રિંગવાદ્યોનું આધુનિક રૂપ છે. ગિટાર કે સંતૂર પણ એ જ પ્રકારનાં સ્ટ્રિંગ સંગીતવાદ્યો છે. આ બધાં સંગીતવાદ્યોમાં ચાર, પાંચ, છ કે તેથી વધારે સ્ટ્રિંગ હોય છે અને તેને બ્રિજ પરથી પસાર કરી ટાઈટ કરવામાં આવી હોય છે. વાયોલિનનો ખરેખર શોધક કોણ છે તે જાણમાં નથી. કદાચ તે એન્ડ્રીઆ અમાતી હતો. તેણે ક્રેમોનાની વાયોલિન બનાવવાની વિખ્યાત શાળા સ્થાપી હતી. અમાતીનું ૧૫૮૦ની આસપાસ મૃત્યુ થયું હતું. આ સમયમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા તંબૂરો વગાડી ભજન ગાતા હતા. મીરાંબાઈ પણ તંબૂરો લઈ ભજન ગાતાં હતાં. આ એ જમાનો હતો જ્યારે વિખ્યાત ખગોળજ્ઞ નિકોલસ કોપરનિકસ ટીનેજર હતો અને કોલંબસ તેમ જ વાસ્કો-દ-ગામા ભારત શોધવા પ્રયત્નો કરતા હતા.
અમાતીના મૃત્યુ પછી તેના વંશજો અને તેના શિષ્યો જેવા કે એન્ટોનીઓ સ્ટ્રાડીવરી અને ગુસીપી ગુઆરનેરી વાયોલિન બનાવવાની કળાને ઘણે ઊંચે સ્તરે લઈ ગયા. હવે આપણે તેમણે બનાવેલા વાયોલિનથી પણ સારા વાયોલિન બનાવવાની વાતો કરી શકીએ છીએ.
આધુનિક સમયમાં અવાજના શાસ્ત્રે આપણને વોયોલિનને સમજવા અને બનાવવા નવી દૃષ્ટિ આપી છે. છેલ્લી સદીથી થોડા ભૌતિકશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ અને સંગીતકારોએ ભેગા મળીને વાયોલિનની વૈજ્ઞાનિક કરામત સમજવા પ્રયત્નો આદર્યા છે. વાયોલિન એ લાકડાનું ખાલી બોક્સ છે જેમાં હવા પુરાયેલી હોય છે. એ બોક્સ પર લાકડાના બ્રિજ પર સ્ટ્રિંગનો એક સેટ ટાઈટ કરવામાં આવ્યો હોય છે. જ્યારે સ્ટ્રિંગને ખેંચવામાં આવે છે ત્યારે થોડી ઊર્જા બોક્સની હવામાં રહેલા પદાર્થકણોને મળે છે, અને તે ધ્રૂજવા લાગે છે. આ ક્રિયાને લીધે વાદ્ય અને શ્રોતા વચ્ચેની હવા ધ્રૂજવા લાગે છે. આમ ધ્વનિ ગતિ કરે છે. વાયોલિનનું બોક્સ સામાન્ય નથી હોતું, પણ વચ્ચેથી તે વળાંક પામેલું સિમેટ્રિકલ બોક્સ હોય છે. તેના ઉપરનું પાટિયું પાતળું હોય છે. તેમાં હોલ હોય છે. તે તાલબદ્ધ ધ્વનિના તરંગો પેદા કરે છે, જે કર્ણપ્રિય સંગીતની સુરાવલી ઉત્પન્ન કરે છે. વાયોલિનની સ્ટ્રિંગ ધાતુની કે પીગ્ગટની બનેલી હોય છે. બોક્સ આકાર લગભગ ઘંટ જેવો જ હોય છે. આઈન્સ્ટાઈન વાયોલિન વગાડતા હતા. સી. વી. રામને સંગીતવાદ્યોના ટોન પર સંશોધન કરેલું. ડૉ. રાજા રમન્ના વાયોલિન વગાડતા હતા. હકીકતમાં વિજ્ઞાનીઓ સંગીતવાદ્યો વગાડવામાં રસ લે છે. તેટલું જ નહીં, તેની પાછળનું વિજ્ઞાન સમજવા પણ પ્રયત્ન કરે છે.
સંગીતનું વિજ્ઞાન અવાજનું વિજ્ઞાન છે. ધ્વનિ તરંગોનું વિજ્ઞાન છે. તેના ગુણોત્તરો બધે જ દેખાય છે. ધરતીકંપ થાય કે સૂર્ય ધ્રૂજે, ગ્રહો સૂર્યની પરિક્રમા કરે કે ગ્રહો ધરીભ્રમણ કરે, કે પછી પ્રકાશના તરંગો ગતિ કરે. આ બધા જ તરંગ વિજ્ઞાનના ભાગો છે. કોઈ તેની ગતિને સમાંતર ચાલે છે તો કોઈ તેને લંબ. આકાશીગોળાઓને સંગીતના ગોળા કહે છે. તેમાંથી સંગીત જ રેલાય છે. તેને સમજીએ તો આકશીગોળાને સમજી શકીએ. સૂર્ય ૧૪ લાખ કિલોમીટરનો એક ગોળો છે, એક ઘંટ છે. તે સતત રણકતો રહે છે. તેનો રણકાર સાંભળીએ તો સૂર્યની અંદર શું ચાલી રહ્યું છે તેની આપણને ખબર પડે. સોનોગ્રાફી આ જ પ્રકારના સંગીતની વાત છે.
પાયથાગોરસ માનતો કે સંગીતના નૉડ્ઝ અને ગ્રહોનાં સ્થાનોને સંબંધ છે અને હકીકતમાં આ સંબંધ સ્થાપિત થયો છે. બંને બાજુ ખુલ્લો હોય તેવા ધાતુના ખાલી નળાકારને પાણી ભરેલા ઊંડા વાસણમાં ઉતારો અને પછી તેના પર ધ્રૂજતો ચીપિયો ધરો અને ધીરે ધીરે તેને ઉપર ઉઠાવો. મીઠો મધુરો અવાજ સંભળાશે તે અવાજ મોટો ને મોટો થતો જશે. પછી તે ધીમો થઈ જશે. હજુ પણ તે નળાકાર અને ચીપિયાને ઊંચા ઉઠાવતા રહો. ફરીથી તે અવાજ મોટો મોટો થશે. ને અવાજની તરંગ લંબાઈને અનુસરે છે. તેમાં નૉડ્ઝ અને એન્ટિનૉડ્ઝ હોય છે. ઝૂલાની આંદોલનની ક્રિયા, લોલકનું આંદોલન અને સંગીત એક જ ક્રિયા છે. આમ પૂરું વિશ્ર્વ સંગીતમય છે.
ક્વોન્ટમ થિયરી આ સંગીતની જ થિયરી છે. આ ક્રિયાને રેસોનસ (સ્પંદનોની ક્રિયા) કહે છે. સંગીત જ પૂરા બ્રહ્માંડને સમતુલનમાં રાખે છે. આપણે જે ચાલીએ છીએ તે પણ લય છે. પૂરું વિશ્ર્વ લયબદ્ધ છે. જ્યારે આ લય ખોરવાય ત્યારે બ્રહ્માંડમાં અસમતુલન ઉત્પન્ન થાય છે. સંગીત આમ ખગોળવિજ્ઞાનનો જ એક ભાગ છે. નૃત્ય પણ આ જ લયને પ્રસ્તુત કરે છે. વિશ્ર્વમાં દરેકેદરેક જગ્યાએથી સંગીત ઉત્પન્ન થાય છે. નટરાજ એનું પ્રદર્શન છે. સરસ્વતી તેની દ્યોતક છે. તારાનું ટમટમવું તે પણ એક મૂક સંગીત જ છે.
તબલાં, ઢોલક વગેરે બધાં જ સંગીતનાં વાદ્યો છે. તે ધ્રૂજતી મેમ્બ્રેઈન છે. તેનું ચોક્કસ વિજ્ઞાન છે. જે બધી ચક્રની ક્રિયા છે તે બધી જ સંગીત છે. હવે બ્રહ્માંડને સમજવા વૈજ્ઞાનિકો સ્ટ્રિંગ થિયરીની વાત કરે છે. ગુરુત્વાકર્ષણના પણ તરંગો છે. પાણી ભરેલા વાટકા કેવું સરસ સંગીત ઉત્પન્ન કરે છે. જુદા જુદા ધાતુના ટુકડા પણ સંગીત રેલાવે છે. પવન પણ સંગીત રેલાવે છે. અને સમુદ્રો અને નદીઓ પણ સંગીત રેલાવે છે. કોઈ પણ અવાજ સંગીતનો દ્યોતક છે પણ જો તે વ્યવસ્થિત ન હોય તો ઘોંઘાટ કહેવાય છે. મોરનો ટહુકો, કોયલનો કેકારવ આ જ સંગીતની પ્રક્રિયા છે.
ક્વોન્ટમ થિયરી પ્રમાણે બ્રહ્માંડની દરેકેદરેક વસ્તુ સાથે તરંગને જોડી શકાય છે. પદાર્થકણ નાનો હોય તો તે તરંગ તરીકે વધારે વર્તે એટલું જ. મોટા પદાર્થના તરંગની તરંગલંબાઈ ખૂબ વિશાળ હોય છે. તરંગો કહેવાય તરંગો પણ તે ઘણા પદ્ધતિસર છે. માટે જ તેઓ સંગીત ઉત્પન્ન કરી શકે છે. માણ ભટ્ટ ઘડામાંથી સંગીત ઉત્પન્ન કરે છે. નાળિયેર પર ટકોરો મારીએ તો પણ તેમાંથી આવતું સંગીત આપણને નાળિયેરની પરિસ્થિતિ જણાવે છે. ગાડીમાં ગાવાવાળા છોકરા પથ્થરની બે પટ્ટીઓમાંથી સંગીત રેલાવે છે. પોલી વાંસળીમાંથી કેવું સુરીલું સંગીત રેલાવે છે કૃષ્ણ ભગવાન.

No comments:
Post a Comment