Friday, January 30, 2015

ક્ષિતિજ પૃથ્વીની જ નહીં, આપણા જ્ઞાનની પણ છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147854




વિજ્ઞાન એક એવું જ્ઞાન છે જેનો પ્રભાવ આપણને આશ્ર્ચર્ય પમાડે. તે સત્યની જ આરાધના કરે છે. સત્ય સિવાય બીજું કાંઈ ત્યાં ટકતું નથી. એ તેની વિશિષ્ટતા છે અને તે જ તેને સન્માન અપાવે છે. ગણિતશાસ્ત્ર તેનો એક ભાગ છે. ગણિતશાસ્ત્ર જેવું સત્યનું આરાધક કોઈ જ નથી. તેમાં એક પણ ભૂલ ચાલતી નથી. તેથી લોકોને તે ગમતું નથી, સત્ય કહેનાર આપણને ગમતાં નથી. તેથી લોકો ગણિતશાસ્ત્રથી દૂર ભાગે છે. તમારો દાખલો સાચો હોય તો ૧૦૦ માર્કસ, ખોટો હોય તો શૂન્ય. તેમાં બીજો પર્યાય જ નથી. તેનો ન્યાય ૧૦૦ ટકા હોય છે. તેમાં જરા પણ ફળબશલીશિું ચાલતી નથી.

બીજું વિજ્ઞાન આપણી ચારેકોર જે કુદરતી ક્રિયા ચાલે છે તેને સ્પષ્ટ કરે છે. જેમ કે આપણે પ્રશ્ર્ન પૂછીએ કે પૂર્વ-પશ્ર્ચિમ, ઉત્તર-દક્ષિણ દિશાઓ કોણ નક્કી કરે છે? તો ઘણા જવાબ આપે કે સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. તેથી સૂર્ય પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરે છે. બધાને આ સાચું પણ લાગે, પણ વિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે સૂર્ય પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરતો જ નથી. પૂર્વ-પશ્ર્ચિમ દિશા નક્કી કરનાર આપણી પૃથ્વી છે. પૃથ્વી પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે. તેથી સૂર્યને પૂર્વમાં ઉદય પામવા સિવાય પર્યાય રહેતો જ નથી. માટે પૃથ્વી જ નક્કી કરે છે કે પૂર્વ દિશા કઈ?

આપણે બીજો પ્રશ્ર્ન પૂછીએ કે ઉત્તર-દક્ષિણ દિશા કોણ નક્કી કરે છે? તો માણસો જવાબ આપે કે ધ્રુવનો તારો ઉત્તર-ધ્રુવનો તારો (ઙજ્ઞહય જફિંિ) ઉત્તર દિશા નક્કી કરે છે. આ જવાબ સાચો નથી. ધ્રુવનો તારો ઉત્તર દિશા નક્કી કરતો જ નથી. તે તો પૃથ્વી છે જે પોતે જ નક્કી કરે છે કે ઉત્તર ધ્રુવનો તારો કયો? પૃથ્વીની ધરીની દિશામાં ધ્રુવનો તારો હોય. પૃથ્વી જ નક્કી કરે છે કે કઈ દિશામાં તેણીએ તેની ધરી રાખવી. તેણી તેની ધરીની દિશા બદલતી પણ જાય છે અને ધ્રુવનો તારો બદલાતો જાય છે. ઉત્તર-દિશા બદલાતી જાય છે.

હવે ત્રીજો પશ્ર્ન પૂછવાનો કે ઉપર અને નીચેની દિશા કોણ નક્કી કરે છે? લોકો સામાન્ય રીતે માને છે કે આકાશ હોય તે ઉપરની દિશા માટે આકાશ ઉપરની દિશા નક્કી કરે છે. આ સાચું નથી, પૃથ્વી પોતે જ નક્કી કરે છે કે ઉપરની દિશા કઈ? આકાશની દિશા કઈ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વસ્તુને પડવાની નીચેની દિશા નક્કી કરે છે. તેની વિરુદ્ધની દિશા તે ઉપરની દિશા. પૃથ્વીના ગોળા પર દરેકે દરેક બિન્દુએ ઉપરની દિશા જુદી જુદી છે. આકાશ તો આપણી ચારેકોર છે, માટે આકાશ ઉપરની દિશા નક્કી કરતું નથી. પણ પૃથ્વી પોતે જ તેના ગુરુત્વાકર્ષણથી નક્કી કરે છે કે નીચેની દિશા કઈ અને તેથી ઉપરની દિશા અસ્તિત્વમાં આવે છે. જ્યાં ચારે તરફ આકાશ છે. 

આમ વિજ્ઞાન આપણું અજ્ઞાન દૂર કરે છે. આપણા મગજમાં જે કુદરતની ઘટના વિશે ખોટી માહિતી છે. તેને વિજ્ઞાન સ્પષ્ટ કરે છે. આ બાબતમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે પૃથ્વીએ જ તમામ દિશા નક્કી કરવાની છે. આપણા માટે બીજું કોઈ દિશા નક્કી ન કરે. સૂર્ય કે ધ્રુવનો તારો કે આકાશ પૃથ્વીની દિશા નક્કી ન કરે. તે પૃથ્વીને જ નક્કી કરવાની હોય. કોઈ આપણને પ્રશ્ર્ન પૂછે કે ધ્રુવ પ્રદેશો પર શા માટે છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. તો આપણે કહીએ કે એ તો કુદરતની લીલા છે. પણ વિજ્ઞાન આને સમજાવે છે કે શા માટે ધ્રુવપ્રદેશો પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે. અને આ ક્રમ વારાફરતી ઉત્તરધ્રુવ પ્રદેશ અને દક્ષિણધ્રુવ પ્રદેશ પર ચાલે છે. વિજ્ઞાન કહે છે કે આવું થાય છે કારણ કે પૃથ્વીની ધરી ઝૂકેલી છે. 

આમાંથી બીજો પ્રશ્ર્ન ઊભો થાય કે શું મુંબઈ પર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત થાય? હા, થાય. જો આપણે પૃથ્વીની ધરી જે ૨૩.પ અંશે ઝૂકેલી છે તેને ૭૦ અંશે ઝૂકેલી કરી શકીએ. આમ કુદરતે આપણને છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ માણવાની છૂટ પણ આપી છે. 

આપણે ગામની બહાર દૂર દૂર જઈને જોઈએ તો આપણી ફરતે ક્ષિતિજ (ઇંજ્ઞશિુજ્ઞક્ષ) દેખાય છે. આ ક્ષિતિજને પેલેપાર આપણને કાંઈ દેખાય નહીં. આ ક્ષિતિજ આપણી દૃષ્ટિમર્યાદાને બાંધે છે. તે આપણા દૃશ્યવિશ્ર્વને બાંધે છે, મર્યાદિત કરે છે. આપણો મિત્ર આપણાથી દૂર દૂર જાય અને આપણી ક્ષિતિજને ઓળંગે કે તરત જ આપણી આંખને ઓઝલ થઈ જાય. આપણાથી અદૃશ્ય થઈ જાય, પછી તે શું કરે છે તેની આપણને ખબર પડતી નથી. જાણે કે તે બીજી દુનિયામાં ચાલ્યો ગયો હોય, ટ્રેન આપણાથી દૂર દૂર જાય પછી તે દેખાતી બંધ થાય છે. કારણ કે તે આપણી ક્ષિતિજની પેલેપાર ચાલી ગઈ હોય છે. આવતી ટ્રેન આપણી ક્ષિતિજમાં પ્રવેશે ત્યારે તે આપણી નજરે ચઢે. આવું બધું ક્ષિતિજને લીધે આપણને થાય છે. બીજું કે કોઈ કહે કે આપણાથી ક્ષિતિજનું અંતર શું? તો તેનો જવાબ આપણી પાસે હોતો નથી. ક્ષિતિજના અંતરને આપણે માપવા જઈએ તો તે આપણી સાથે જ ચાલે છે. અને તેનું અંતર આપણાથી સરખું જ રહે છે. આમ આપણે આપણી ફરતેની ક્ષિતિજ માપવા અસમર્થ રહીએ છીએ. પણ ગણિતશાસ્ત્રની મદદથી આપણે તેનું અંતર માપી શકીએ છીએ. આ ગણિતશાસ્ત્રની શક્તિ છે. 

ક્ષિતિજના અંતરના સૂત્રમાં આપણે જે ગ્રહ પર હોઈએ તેનો વ્યાસ અને આપણી આંખની ઊંચાઈની કિંમત આવે છે આ કિંમત તેમાં મૂકીએ તો ગ્રહ પર ક્ષિતિજ આપણાથી કેટલી દૂર હશે તે ગણી શકાય છે. આ સૂત્ર કોઈ પણ આકાશીપિંડને લાગુ પડે છે. પૃથ્વી પર તે લગભગ પોણાપાંચ કિલોમીટર છે. અહીં બેઠાં બેઠાં આપણે કોઈ પણ આકાશીપિંડ પર ક્ષિતિજ આપણાથી કેટલે દૂર હશે તેની ગણતરી કરી શકીએ જો આપણને તે આકાશીપિંડના વ્યાસનું મૂલ્ય ખબર હોય. જમીનથી આપણી આંખની ઊંચાઈ તો આપણને ખબર જ હોય. 

પૃથ્વી પર જો આપણે કુતુબમિનાર જેવી ઊંચી ઈમારત પર કે ઊંચા પહાડ પર જઈએ તો આપણી આંખની ઊંચાઈ તેટલી વધે તેથી આપણી ક્ષિતિજ તેટલા પ્રમાણમાં વિશાળ થાય. આના પરથી એ સંદેશ મળે છે કે જેમ જેમ આપણે આપણા ક્ષેત્રમાં વધારે ને વધારે ઊંચાઈ સર કરીએ તેમ તેમ આપણી ક્ષિતિજ આપણા ક્ષેત્રમાં વિશાળ અને વિશાળ બનતી જાય છે. ક્ષિતિજ માત્ર પૃથ્વી પરની જ નથી હોતી. ક્ષિતિજ આપણા ક્ષેત્રની કે આપણા જ્ઞાનની પણ છે. આપણે દિન-પ્રતિદિન આપણી ક્ષિતિજને વિસ્તારતા રહેવું જોઈએ. ક્ષિતિજ આપણા ડાયમેન્શન (મશળયક્ષતશજ્ઞક્ષ)ને વિસ્તારે છે. મહાન માણસનાં ડાયમેન્સન એટલે કે ક્ષિતિજ ખૂબ જ વિસ્તરેલી હોય છે. આપણે આપણા પ્રશ્ર્નો કરતાં આપણું ડાયમેન્શન વધારે મોટું રાખવું જોઈએ જેથી આપણા પ્રશ્ર્નો નાના દેખાય, નાના થઈ જાય. જો આપણે આપણું ડાયમેન્શન આપણા પ્રશ્ર્નો કરતાં નાનું રાખીએ તો આપણે હરેરી જઈએ અને આપણે આપણા પ્રશ્ર્નો કદી ઉકેલી શકીએ નહીં. આપણી ક્ષિતિજને વિસ્તારવી આપણા હાથમાં છે. 

પૃથ્વી આપણને સપાટ લાગે છે. કારણ કે આપણું ડાયમેન્સન પૃથ્વીના ડાયમેન્સનના સંદર્ભે નાનું છે. આપણી ઊંચાઈ ઓછી છે. તેથી આપણી ક્ષિતિજ પણ નાની છે. આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ આપણી ક્ષિતિજ વિકસતી જાય અને વિસ્તાર પામેલી ક્ષિતિજમાં આપણે તેના વક્રભાગને જોઈ શકીએ. જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તેનો વધારે અને વધારે ભાગ વક્ર દેખાય. પછી તે પૂરી ગોળ દેખાય. જેમ જેમ દૂર જઈએ, ઊંચાઈમાં ઊંચે ચઢીએ તેમ તેમ પૃથ્વીનો ગોળો નાનો અને નાનો લાગે. હકીકતમાં પૃથ્વી નાની નથી બનતી પણ આપણી ક્ષિતિજ એટલી વધી છે કે તેના પરિપેક્ષ્યમાં તે નાની લાગે છે. સૂર્ય ૧૪ લાખ કિલોમીટરનો ગોળો છે પણ આપણને અડધા ફૂટની થાળી જેવો દેખાય છે. કારણ કે તે આપણાથી ૧૫ કરોડ કિલોમીટર દૂર છે. તારા મોટા મોટા સૂર્યો છે. પણ તે પ્રકાશબિન્દુ જેવા દેખાય છે. કારણ કે તે આપણાથી ચાલીસ હજાર અબજ કિલોમીટર કે તેનાથી વધારે દૂર છે. એટલે કે આપણી તારાથી ઊંચાઈ હજારો અબજ કિલોમીટરની છે તેથી આપણી અંતરીક્ષમાં ક્ષિતિજ એટલી બધી વિશાળ બને છે કે તેના પરિપેક્ષ્યમાં ૧૫ કે ર૦ લાખ કિલોમીટરનો વ્યાસ ધરાવતા તારા પ્રકાશબિન્દુ જેવા લાગે છે. 

આપણી પૃથ્વી તેના વિષુવવૃત્ત ઉપર ફૂલેલી છે. અને તેની ધરી ર૩.પ અંશે ઝૂકેલી છે. તેથી તેના પર સૂર્ય અને ચંદ્રના વિશિષ્ટ ગુરુત્વાકર્ષણના બળો લાગે છે. 

સૂર્ય અને ચંદ્ર ઈચ્છે છે કે પૃથ્વીનો વિષુવવૃત્ત પરનો ફૂલેલો ભાગ સૌર સમતલમાં આવી જાય અને પૃથ્વીની ધરી વાંકીને બદલે સીધી થઈ જાય. આ ગજગ્રાહમાં પૃથ્વીની ધરી ભમરડા માફક પરાંચનગતિ (ાયિભયતતશક્ષલ ળજ્ઞશિંજ્ઞક્ષ) કરે છે, હાલક-ડોલક (ૂજ્ઞબબહશક્ષલ) થાય છે. તેથી વસંતસંપાત અને શરદ-સંપાત બિન્દુઓ રાશિચક્રમાં ધીરે ધીરે પશ્ર્ચિમમાં ખસે છે. તેથી ઋતુઓ પાછી પડે છે. આ કુદરતી ક્રિયામાંથી સંદેશો એ મળે છે કે જો તમે કોઈ પ્રત્યે ઢળો, એટલે કે કોઈની ફેવર (રફદજ્ઞીિ) કરો તો તમે તટસ્થ રહી શકો નહીં. તમારા પર જાતજાતના બળો (ાયિતતીયિ) લાગે અને તમારે હાલક-ડોલક થવું જ પડે. ાફિશિંફહ થાય એટલે તમારા પર બહારના બળો લાગવાનાં.

વસંતસંપાત એ વર્ષના પ્રારંભનો દિવસ છે. જ્યારે ભૂતકાળમાં ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે. ભૂતકાળમાં ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં થતો હતો ત્યારે આપણું વર્ષ શરૂ થતું હતું ત્યારે આપણું પ્રથમ કેલેન્ડર શરૂ થયું. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતી છે. માટે સૂર્ય અદિતીનો પુત્ર ગણાય છે અને તેનું નામ આદિત્ય છે. આદિત્ય એટલે અદિતીનાં પુત્ર અદિતી બે મુખવાળી દેવી છે જે વર્ષના પ્રારંભમાં પણ નૈવેદ્ય ગ્રહણ કરે છે અને વર્ષના અંતે પણ તે નૈવેદ્ય ગ્રહણ કરે છે. એટલે કે બેસતા વર્ષે અને વર્ષના અંતના દિવસે.

જ્યારે વસંતસંપાત બિન્દુ ખસીને મૃગ નક્ષત્રમાં આવ્યું ત્યારે વેદો લખાયાં અને તેનો સમય ઓછામાં ઓછો ર૦૦૦ વર્ષ પહેલાનો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વસંતસંપાત કૃત્તિકા નક્ષત્રમાં હતું પછી ર૦૦૦ વર્ષ પહેલાં તે મેષ રાશિમાં આવ્યું. આ વખતે ઋતુઓ બરાબર કરવા વરાહમિહીરે મહિનાને ૧૫ દિવસ આગળ કુદાવ્યો. માટે જ ઉત્તર પ્રદેશમાં મહિનો આપણા કરતાં ૧૫ દિવસ વહેલો શરૂ થાય છે. તે પૂર્ણિમા પછી શરૂ થાય છે. આપણે ત્યાં અમાસ પછી શરૂ થાય છે. વસંતસંપાતની ખસવાની ક્રિયા આપીને કુદરતે આપણને ભૂતકાળમાં મોટા મોટા બનાવો ક્યારે બનેલાં તેની નોંધણી કરી આપી છે. જો ત્યારે વસંતસંપાત બિન્દુની જગ્યાની નોંધ થઈ હોય તો કુદરતની દરેક ક્રિયા જાણે માનવીની પ્રગતિ માટે હોય તેવું લાગે.

No comments:

Post a Comment