http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148566
૧૪ મે, ૧૯૪૬ના રોજ બ્રિટિશ કેબિનેટ મિશનના એક સભ્ય એ.વી. એલેક્ઝાન્ડરને બાબાસાહેબ આંબેડકરે લખેલો એક પત્ર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ક્રમના ગ્રંથમાં પૃ. ૪૯૨થી ૪૯૯ સુધી પ્રગટ કર્યો છે. આ પત્રમાં આંબેડકર લખે છે: ‘અછૂતોને (બાબાસાહેબે અનટચેબલ્સ શબ્દ વાપર્યો છે) કારણે જ બ્રિટિશર્સ ભારત પર રાજ કરી શક્યા છે, ઘણા બ્રિટિશર્સ માને છે કે ક્લાઈવ-હેસ્ટિંગ્સ-વગેરે જેવાઓને કારણે અંગ્રેજો ભારત સર કરી શક્યા. આ ખોટી વાત છે. અંગ્રેજો દ્વારા ભારત જિતાયું છે - ભારતીય લશ્કરથી અને તે એવા લશ્કરથી જેમાં તમામ સૈનિકો અછૂત હતા. અછૂતોએ બ્રિટિશને ભારત પર કબજો જમાવવામાં મદદ ન કરી હોત તો ભારત પર અંગ્રેજ શાસન આવી શક્યું ન હોત. પ્લાસીની લડાઈનો જ દાખલો લો, જેને કારણે ભારતમાં બ્રિટિશ શાસનનાં મૂળિયાં નખાયાં. અથવા તો ખડકીની લડાઈનો દાખલો લો. આ બેઉ નિર્ણાયક લડાઈઓમાં બ્રિટિશો વતી જે સૈનિકો લડ્યા તે બધા જ અછૂતો જ તો હતા...’
ગ્રંથ ૯ના પૃષ્ઠ ૬૩થી ૬૭ પર આંબેડકરે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (ગોળમેજી પરિષદ) દરમિયાન બ્રિટિશ વડા પ્રધાનને સંબોધીને કરેલા પ્રવચનનો પાઠ આપવામાં આવ્યો છે: ‘વડા પ્રધાનશ્રી, એક બાબતની સ્પષ્ટતા કરવાની મને રજા આપો. બ્રિટિશે ભારતીય પ્રજાને તાબડતોબ સત્તા સોંપી દેવી જોઈએ એવી માગણી કરતી લડત દલિતોએ ક્યારેય શરૂ કરી નથી કે એ માટે (આઝાદી માટે) દલિતો આતુર પણ નથી અને બૂમરાણ મચાવતા પણ નથી. સાદી રીતે કહું તો રાજકીય સત્તા મરણ માટે (અર્થાત્ આઝાદી માટે) અમને સહેજ પણ તાલાવેલી નથી, આતુરતા નથી (વી આર નૉટ ઍન્કસિયસ ફૉર ટ્રાન્સફર ઑફ પોલિટિકલ પાવર).
અહીં જરા વાર અટકીને બાબાસાહેબ આંબેડકરના રાજકારણમાંથી ફોકસ હટાવીને એમના ધર્માંતર તરફ નજર કરી લઈએ. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેની પાછળ એમની ઊંડી સમજણને બદલે ઊંડી ગણતરી હતી એવું કહેવું વધુ યોગ્ય ગણાશે. આંબેડકરે જે પ્રકારના બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તેમાં અને મૂળભૂત બૌદ્ધ ધર્મમાં જમીન-આસમાનનો તફાવત છે. બૌદ્ધ ધર્મના જેવી ઉમદા ફિલસૂફીથી કોઈપણ વિચારવંત વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. આંબેડકરે જો એ જ ફિલસૂફીનો પ્રચાર દલિતોમાં કર્યો હોત તો પણ એમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એમ કહેવાત.
અરુણ કાંબળે નામના પ્રૉફેસરે બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે સારું એવું સંશોધન કર્યું છે. એમની રિસર્ચનું એક તારણ એવું છે કે આંબેડકર હિંદુ મટીને શીખ બનવા માગતા હતા. આંબેડકરે કહ્યું હતું, ‘હું હિન્દુ ધર્મ નહીં પાળું, મુસલમાન પણ નહીં બનું. મારા માટે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ ત્રીજો ધર્મ છે જ નહીં.’
પણ આવું જાહેર કરતાં પહેલાં, એટલે કે ૧૯૪૦-૪૧ની સાલ પહેલાં, આંબેડકરે શીખ ધર્મ અપનાવવા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો ત્યારે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના આગેવાનોએ એમને પોતાની પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ એ બેઉ ધર્મોમાં આંબેડકરને રસ નહોતો પડ્યો. આ વિશે આંબેડકરે કરેલું મનોમંથન જાણવા જેવું છે. પ્રૉફેસર કાંબળે દ્વારા સંશોધિત પત્રોમાંના એક પત્રમાં આંબેડકર પોતાના એક સાથીને લખે છે:
‘હરિજનો હિંદુ ધર્મ છોડીને શીખ બનશે તો તેઓ હિંદુ સંસ્કૃતિમાં જ ગણાશે, પરંતુ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જશે તો હિંદુ સમાજમાંથી તેઓ ફેંકાઈ જશે.’
પ્રૉફેસર કાંબળેએ અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કર્યું છે કે આંબેડકરે પોતાના સંખ્યાબંધ અનુયાયીઓ સાથે શીખ બનવાનો નિર્ણય કરી નાખ્યો હતો. પણ ગાંધીજીએ એ વિચારનો વિરોધ કર્યો હતો. તે વખતે દક્ષિણના હરિજન નેતાઓ ડૉ. શંકરાચાર્ય કુર્ટકોટ્ટી તથા આર. બી. રાજા પણ હાજર હતા. પણ આંબેડકરને ગાંધીજીની દલીલો ગળે ઊતરતી નહોતી. શીખ ધર્મ અંગીકાર કરવાના સંદર્ભે આંબેડકરે ૧૯૩૬માં ઈંગ્લૅન્ડનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યાંની શીખ સંસ્થા તરફથી એમને ખર્ચ પેટે રૂ. ૭,૦૦૦ આપવામાં આવ્યા હતા જેની નોંધ અમૃતસરના ગુરુદ્વારા ગૅઝેટમાં જોવા મળે છે.
આંબેડકર માનતા કે હિંદુ તથા ઈસ્લામ ધર્મની કેટલીક સારી વાતોને શીખ ધર્મે પોતાનામાં સમાવી લીધી છે. તમામ કોટિના શીખો લંગરમાં એકસાથે કોઈ ભેદભાવ વિના જમવા બેસતા એ પ્રથા પણ એમને ગમતી.
આમ છતાં આંબેડકરને કેશ વધારવાની અને હાથે પહેરવાના કડાની શરત ગમતી નહોતી. તેઓ માનતા કે આધુનિક જમાનામાં આ બે શરતો અગવડરૂપ છે. કિરપાણ સામે એમને વાંધો નહોતો. શીખ પ્રજાની બહાદુરી માટે એમને માન હતું. જોકે, શીખ ધર્મમાં વપરાતી ગુરુમુખી લિપિ અંગે આંબેડકરને બહુ સંતોષ નહોતો. એમને લાગતું કે મહારાષ્ટ્રમાં શીખ બનનારા લોકો ગુરુમુખી લિપિ અને પંજાબી ભાષા વિના ચલાવી શકે એમ છે.
આંબેડકર શીખ ધર્મ અપનાવવા વિશે ભારે મનોમંથન કરી રહ્યા હતા એ જ અરસામાં એમને જાણ થઈ હતી કે શીખોમાં પણ પછાત કોમ જેવું હોય છે. એક બાજુ તેઓ એ હકીકતથી પ્રભાવિત હતા કે ગુરુ ગોવિંદસિંહે પોતાના લશ્કરમાં ઘણા બધા અસ્પૃશ્યોને સ્થાન આપ્યું હતું. પણ શીખોમાં પછાત કોમ અને છૂતાછૂતની સમસ્યા હોય એ વાત એમને કનડતી રહી. આ જ અરસામાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ વધતાં એમને જાણ થઈ કે બૌદ્ધધર્મીઓ વર્ગભેદમાં માનતા નથી અને ભીમરાવમાંથી તેઓ ભીમસિંહ થતાં થતાં રહી ગયા.
(વધુ કાલે)
------------------------------------------------------------------------------------------
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148721
કૉન્ગ્રેસને હિંસાવાદી ચીતરવાની બ્રિટિશ ઈચ્છાનો અમલ કોણે કર્યો
૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળનું સ્થાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલું મહત્ત્વનું છે તે સૌ કોઈ જાણે છે. સંખ્યાબંધ દેશનેતાઓએ ૧૯૪૨ની ‘ક્વિટ ઈન્ડિયા’ની લડતમાં ભાગ લીધો. આ સમયે બાબાસાહેબ આંબેડકર ક્યાં હતા?
આંબેડકર વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના લેબર મેમ્બર હતા અર્થાત્ ભારતમાંની બ્રિટિશ સરકારના પ્રધાનમંડળના સભ્ય હતા.
અનેક દસ્તાવેજી પુરાવાઓ દ્વારા સિદ્ધ થાય છે કે પૂરાં વીસ વર્ષ સુધી આંબેડકરે એ જ વિચારો પ્રગટ કર્યા જે બ્રિટિશર્સ ખુદ પ્રગટ કરવા ચાહતા હતા, જે બ્રિટિશર્સની તરફેણના હતા. ૯મી ઑગસ્ટ, ૧૯૪૨ની વહેલી સવારે ગાંધીજી તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ થઈ ત્યાર બાદ પણ આંબેડકરે બ્રિટિશર્સને અનુકૂળ હોય એવા જ વિચારો પ્રગટ કર્યા એટલું જ નહીં, અમુક વિચારો તો બ્રિટિશર્સે જાહેર કરેલી ઈચ્છાને માન આપવા ખાતર જ પ્રગટ કર્યા.
વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકેની આંબેડકરની વરણી ૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ થઈ. તેઓ તરત જ દિલ્હી ગયા અને નવી રચાયેલી કાઉન્સિલના સત્રોમાં હાજરી આપવાનું એમણે શરૂ કર્યું. કૉન્ગ્રેસે ૮મી ઑગસ્ટે ‘હિંદ છોડો’ના ઠરાવ પસાર કર્યો એ પછી તાબડતોબ, અંગ્રેજોની પૂર્વતૈયારીના ભાગરૂપે, તમામ મોટા નેતાઓની ધરપકડ શરૂ થઈ ગઈ. પણ એનું પરિણામ અંગ્રેજોએ ધાર્યું નહોતું એવું આવ્યું. નેતાઓની ગેરહજારીમાં આંદોલન મોળું પડી જવાને બદલે ઔર ભડકયું. ઠેર ઠેર હડતાળો પડી, દેખાવો થયા, સત્યાગ્રહો થયા અને ગાંધીજીના આદેશનું ઉલ્લંઘન કરીને હિંસાત્મક બનાવો પણ બન્યા. અંગ્રેજ સરકાર, સ્વાભાવિક રીતે જ, દેખાડો એવો કરવા માગતી હતી કે નેતાઓની ધરપકડ પછી જનતામાં રોષ ફેલાયો નથી, ખાસ કંઈ પ્રતિક્રિયા આવી નથી. આંબેડકરે આ બાબતમાં અંગ્રેજોએ આપેલી બ્રીફ કરતાં પણ વધુ કામ કર્યું.
પંદરમી સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ એસેમ્બલીમાં દેશભરમાં થયેલાં આંદોલનો તથા હડતાળો વિશે એક નિવેદન કરતાં આંબેડકરે જે કંઈ કહ્યું તે
મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલાં એમનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ગ્રંથના પાના નં. ૫૫૩ થી ૫૫૭ વચ્ચે પ્રગટ થયું છે. આંબેડકરે કહ્યું કે ભાગ્યે જ કોઈ દેખાવો થયા છે અને હડતાળો પણ બહુ ઓછી પડી છે. એટલું જ નહીં એને લગતી કોઈપણ વિગત પ્રગટ કરવી જાહેર જનતાના હિતમાં નથી એમ કહી એમણે આ અંગે કશીય માહિતી આપવાનો ઈનકાર કરી દીધો: ‘આ અંગે કોઈપણ માહિતી આપવી પ્રજાના હિતમાં નથી... હું કહી ચૂકયો છું એમ હું સહેજ પણ માહિતી આપવા તૈયાર નથી કારણ કે માહિતી આપવી જનતાના હિતમાં નથી... મેં કહી દીધું છે કે માહિતી આપવી જનતાના હિતમાં નથી...’ આમ એકના એક વાક્યનું પુનરાવર્તન કરી કરીને આંબેડકરે ‘ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટ’ તરીકે પાછળથી ઓળખાતી થયેલી આ મહાન ઘટનાની વિગતો પર પડદો પાડી દેવાની બ્રિટિશ ઈચ્છાને અમલમાં મૂકી હતી.
ત્રણ દિવસ પછી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં દેશભરમાં થયેલી રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ વિશે ચર્ચા થઈ ત્યારે આંબેડકરે આ ધરપકડને તેમ જ સરકારનાં અન્ય પગલાંને વાજબી ઠેરવ્યાં હતાં. ત્યારબાદનાં બેત્રણ વર્ષ દરમ્યાનનાં આંબેડકરના એસેમ્બલીમાંના અનેક પ્રવચનોમાંના એકનો અંશ જુઓ:
‘કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિના લગભગ બધા જ નેતાઓનો અહિંસા પરથી વિશ્ર્વાસ ઊઠી ગયો છે. મોટા ભાગનાઓ અહિંસાના વિચારથી વિમુખ થઈ ગયા છે એટલું જ નહીં કૉન્ગ્રેસે વ્યવસ્થિત હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું એવું નિર્દેશ કરતા પૂરતા પુરાવાઓ મળી ગયા છે.’
આ વખતે એસેમ્બલીમાં એક સભ્યે કહ્યું હતું, ‘તમે ખોટાં વિધાનો કરી રહ્યા છો.’ બીજા કેટલાક સભ્યોએ કહ્યું હતું, ‘આ વાત ખોટી છે.’ ‘આવા કોઈ પુરાવા નથી.’ પણ આંબેડકર પોતાના નિવેદનને ઝનૂનપૂર્વક વળગી રહ્યા, કોઈ નક્કર પુરાવાઓ પેશ કર્યા વગર.
આંબેડકરે કૉન્ગ્રેસને હિંસાવાદી ચીતરવાની બ્રિટિશ ઈચ્છાનો અમલ કરતાં એસેમ્બલીમાં કહ્યું હતું કે દેવલાલીની અટકાયત દરમ્યાન જયપ્રકાશ નારાયણ ચોરીછૂપીથી એમનાં પત્નીને ખાનગી કાગળિયાં સરકાવી દેતાં પકડાઈ ગયા ત્યારે એ કાગળિયામાં પૂરતા પુરાવા મળી આવ્યા હતા કે કૉન્ગ્રેસ માત્ર દેખાવ ખાતર જ અહિંસાની વાતો કરે છે.
અહીં એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે બ્રિટનના વિદેશ પ્રધાને ભારતના વાઈસરૉયને મોકલેલાં સૂચનોમાં તેમ જ વૉર કૅબિનેટે લંડનમાં લીધેલા નિર્ણયોનો એક સાર એ હતો કે કૉન્ગ્રેસની વિશ્ર્વસનીયતાને જાહેર જનતાની આંખમાં ખતમ કરવી, કૉન્ગ્રેસને યેનકેનપ્રકારેણ બદનામ કરવી.
બ્રિટિશ દ્વારા મળેલા પ્રધાનપદનું ઋણ ચૂકવતા હોય એમ આંબેડકર બેંતાળીસની લડત વિરુદ્ધ બ્રિટિશ સરકાર દ્વારા લેવાયેલાં પગલાંનો એસેમ્બલીમાં બચાવ કરતા રહ્યા એટલું જ નહીં એમણે એમ પણ જાહેર કર્યું કે ભારત પર શાસન કરતી આજની (બ્રિટિશ) સરકાર જ ભારત માટે ઉત્તમ છે!
આંબેડકરે કહ્યું: ‘જો ભારતીયો એક એવી સરકાર ચાહતા હોય જેમાં લોકશાહી હોય, સરમુખત્યારશાહી ન હોય... તો ગૃહને મારે એક વાતની ખાતરી આપવી છે કે અત્યારે આપણી પાસે જે છે એના કરતાં બહેતર સરકાર બીજી કોઈ હોઈ શકે જ નહીં.’
તે વખતની સરકારમાં વાઈસરૉયને અપાયેલા વીટો પાવરને કારણે વ્યવહારમાં તેઓ એક પ્રકારના સરમુખત્યાર જ બની જતા હતા. કૉન્ગ્રેસી નેતાઓ જેલમાં હતા ત્યારે આંબેડકરે બ્રિટિશ સરકાર વતી રેડિયો પર પ્રજાજોગું ઉદ્બોધન કર્યું હતું. ૧ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ પ્રસારિત થયેલા નિવેદનમાં તેઓ બ્રિટિશ સરકાર વતી બોલ્યા હતા: ‘બ્રિટિશ સરકાર રાષ્ટ્રવાદની હાલની ઘેલછાને પ્રોત્સાહન આપવા માગતી નથી. રાષ્ટ્રવાદનો અર્થ જો એટલો જ થતો હોય કે પ્રાચીન સમયને વળગી રહેવું, જૂનાની જ પૂજા કરવી અને જેનાં મૂળ કે રંગ સ્થાનિક નથી તે સઘળાની અવગણના કરવી તો એવા રાષ્ટ્રવાદને અંગ્રેજ સરકાર સ્વીકારી શકે એમ નથી. સરકાર મૃતમાંની જીવંત શ્રદ્ધાને જીવતાઓની મૃત શ્રદ્ધા બનવા દઈ શકે નહીં. ભૂતકાળનો ભરડો સમાજને ગૂંગળાવી દે અને વર્તમાનનું જેને કોઈ મૂલ્ય ન હોય તથા ભવિષ્ય માટેની જેને કોઈ આશા ન હોય એવી કોઈ પરિસ્થિતિ બ્રિટિશ સરકાર ચલાવી નહીં લે... ક્વિટ ઈન્ડિયાના નારાને બદલે પ્રજાને ન્યુ ઈન્ડિયાનો નારો મળવો જોઈતો હતો... ભારતની આઝાદીના દુશ્મનો ભારતીયો જ છે, બીજા કોઈ નહીં...’
આંબેડકરનાં આ અને આવાં અનેક નિવેદનોને સિફતપૂર્વક ઈતિહાસના કોઈ ખૂણામાં ધૂળ ખાવા મોકલી આપવામાં આવ્યા છે. એને બદલે આંબેડકરની એક જુદી જ છબિ ભારતીય પ્રજા સામે મૂકવામાં આવી છે. એવી છબિ જે દલિતોના વોટ લાવી આપે. એવી છબિ જેના વડે દલિત નેતાઓ પોતાની પ્રજાનું હજુ વધારે શોષણ થવા દઈ પોતે સોનાના મહેલો બનાવી શકે.
વધુ કાલે
----------------------------------------------------------------------
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=148840
દેશપ્રેમીઓને બદનામ કરવા બ્રિટિશ સરકાર કેવાઓને પાળતી
મહાત્મા ગાંધીને અને એમના નેતૃત્વ હેઠળ ચાલતી આઝાદીની ચળવળને ઉતારી પાડવામાં, એમનો વિરોધ કરવામાં સામ્યવાદીઓ, એમ. એન. રૉય અને બાબાસાહેબ આંબેડકર જેવાઓની બ્રિટિશ સરકારને સખત જરૂર રહેતી. એમ. એન. રૉય જાણીતા વિચારક, લેખક અને રૅડિકલ ડેમોક્રેટિક પક્ષના સ્થાપક હતા. ગાંધીજીના તેઓ આકરા ટીકાકાર હતા. એમ. એન. રૉયનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવાય છે, આંબેડકરની જેમ જ. રૉય અને આંબેડકર આ આદરને કેટલા પાત્ર છે, હતા- એ વિશે તપાસ કરીએ.
એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર તરફથી મોટી રકમ એમના ‘કામ’ના વળતરરૂપે મળે છે એ કૌભાંડ રૉયના વર્તુળમાં, આ રકમ અંગેની વહેંચણીમાં મતભેદ થતાં જ બહાર આવ્યું હતું. શરૂમાં આ રકમ માહિતી અને પ્રસારણ ખાતા તરફથી ચૂકવવામાં આવતી હતી. પાછળથી લેબર ડિપાર્ટમેન્ટ અથવા તો શ્રમ વિભાગ તરફથી ચૂકવાતી અને આ વિભાગ આંબેડકરને હસ્તક હતો.
આ કૌભાંડ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ખૂબ ચર્ચાયું. સભ્યોએ જાણવા માગ્યું: શું એમ. એન. રૉય દ્વારા ઈન્ડિયન લેબર ફેડરેશનને દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે?
૧૯૪૩-૪૪ની સાલમાં સોનાનો હાઈએસ્ટ ભાવ ૯૬ રૂપિયા ૪ આના હતો અને લોએસ્ટ ૬૫ રૂપિયા ચાર આના. સરાસરી પકડો તો ૭૬ રૂપિયા ૧૧ આના ૬ પાઈનો ભાવ થયો- તોલા દીઠ. આ ગણતરીથી એ વખતની ૧૩ હજાર રૂપિયાની રકમ આજના કેટલા રૂપિયા બરાબર થઈ? હવે બાકીની ગણતરી તમે કરો. આજના લગભગ પચાસ લાખ રૂપિયા જેવી રકમ થઈ.
લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પૂછાયું કે આ જે રકમ એમ. એન. રૉયને ચૂકવવામાં આવે છે તેનું ઑડિટિંગ થાય છે? જો થતું હોય તો એ હિસાબ ગૃહમાં રજૂ કરશો?
આ પ્રશ્ર્નોનો જવાબ આપતાં ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આંબેડકરે કબૂલ કર્યું કે એમ. એન. રૉય થ્રુ ઈન્ડિયન લેબર ફેડરેશનને ‘ઔદ્યોગિક કામદારોનો નૈતિક ઉત્સાહ ટકાવી રાખવા માટે પ્રચાર કરવાના કામસર’ દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે.’ આંબેડકરે કહ્યું કે હા, આ પૈસાનો હિસાબ રાખવામાં આવે છે, પરંતુ ‘ગૃહમાં એ હિબાબ રજૂ કરવાનો કોઈ ફાયદો નથી.’
ગૃહના સભ્યોએ પૂછ્યું કે ફેડરેશન જેમની દેખરેખ હેઠળ ચાલે છે તે વ્યક્તિ (અર્થાત્ એમ. એન. રૉય) શું બીજાઓને આ પૈસા વહેંચીને એમને પ્રચારનું કામ સોંપી શકે છે? આંબેડકરે કહ્યું કે આ પૈસાની વહેંચણી કેવી રીતે થાય છે એ અંગે મારી પાસે કોઈ જાણકારી નથી.
ઑડિટમાં આ અંગે (પૈસાની વહેંચણી અંગે) કશો પ્રકાશ પાડવામાં આવ્યો નથી? સભ્યોએ પૂછ્યું.
‘મને કોઈ માહિતી નથી,’ આંબેડકરે કહ્યું, ‘જાહેર નાણાંના ખર્ચ અંગે જે રીતે હિસાબનું ઑડિટિંગ થાય એ જ રીતે આ ખર્ચનું પણ થાય છે.’
ફેડરેશને આ પૈસાની વહેંચણી અંગેના કોઈ નિયમો બનાવ્યા છે? આ નિયમો સરકારને જણાવવામાં આવ્યા છે?
આંબેડકરે કહ્યું: ‘મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી.’
તમે એ અંગે તપાસ કરશો?
આંબેડકર: ‘માનદ્ સભ્ય શ્રી સત્તાવાર પ્રશ્ર્નની નોટિસ રજૂ કરશે તો એ અંગે હું તપાસ કરાવીશ.’
મુદ્દાને વળગી રહેતાં સભ્યોએ પૂછયું, ‘અન્ય કોઈ સંસ્થાને આ રીતે પૈસા આપવામાં આવે છે?’
આંબેડકરે જવાબ આપ્યો, ‘આવા સવાલ અંગે મને પહેલેથી નોટિસ મળવી જોઈએ.’
યુવાન સભ્ય ટી. ટી. ક્રિશ્ર્નમાચારીએ પૂછયું, ‘તમને ખાતરી છે કે આ જ એક માત્ર સંસ્થા કામગારોનો નૈતિક જુસ્સો જાળવીને સરકારને મદદ કરી શકે છે?’
‘મારી પાસે માહિતી નથી. આ સવાલ મને પૂછતાં પહેલાં એ અંગેની નોટિસ મને મળવી જોઈએ.’ આંબેડકરે જવાબ આપ્યો.
એક દિવસ ગૃહમાં એક સભ્યે જ્યારે પૂછયું કે આ (તેર હજાર રૂપિયાની) રકમનો એક ભાગ કૉન્ગ્રેસ વિરોધી પ્રચાર માટે વાપરવામાં આવે છે એની સરકારને જાણ છે કે કેમ ત્યારે આંબેડકરે કહ્યું, ‘સરકારને આ વિશે કોઈ માહિતી નથી.’
જોકે, આ વાત ખોટી હતી. હોમ (પોલિટિકલ) ડિપાર્ટમેન્ટની એ અરસાની ખાનગી ફાઈલો દર્શાવે છે કે સરકાર મહાત્મા ગાંધી વિરુદ્ધનાં એમ. એન. રૉયનાં ઉચ્ચારણોની વિગતવાર નોંધ રાખતી હતી.
શરૂમાં સરકારને રૉયથી ખૂબ સંતોષ હતો પણ પાછળથી ઈન્ટેલિજન્સ બ્યુરોએ જ્યારે માહિતી આપી કે રૉય પોતાની પાર્ટી (રૅડિકલ ડેમોક્રેટિક પાર્ટી) સ્થાપી રહ્યા છે ત્યારે સરકારને રૉયમાંથી રસ ઊડવા માંડ્યો અને રૉયનું સ્થાન સામ્યવાદીઓએ લીધું. બ્રિટિશ સાથેની છૂપી સમજૂતી અનુસાર સામ્યવાદીઓ ‘પીપલ્સ વૉર’ નામની એમની પ્રચારપત્રિકામાં ગાંધીજી, સુભાષચન્દ્ર બોઝ અને જયપ્રકાશ નારાયણ વિશે આવડી ને આવડી ગાળો લખતા હતા.
માસિક તેર હજાર રૂપિયાવાળી વાત પર પાછા આવીએ. જે ફેડરેશનને એમ. એન. રૉય હસ્તક રકમ મળતી તે ફેડરેશનના પ્રમુખ જમનાદાસ મહેતા પોતે લે જિસ્લેટિવ એસેમ્બલીના સભ્ય હતા. એમણે જાહેર નિવેદન કર્યું: ‘સરકાર તરફથી ફેડરેશનને માસિક તેર હજાર રૂપિયા મળે છે એ વાત કાળામાં કાળું જુઠ્ઠાણું છે.’
તો હવે સાચું કોણ?
એક બાજુ સરકાર વતી આંબેડકર કબૂલ કરી ચૂક્યા છે કે ફેડરેશનને આ રકમ ચૂકવાય છે. બીજી બાજુ એ જ ફેડરેશનના પ્રમુખ કહે છે કે આવી કોઈ રકમ સંસ્થાને મળતી જ નથી. એસેમ્બલીના સભ્યોએ જાણવા માગ્યું છે કે આ બે વાતમાંથી સત્ય શું છે?
આંબેડકરે ગૃહમાં જવાબ આપ્યો, ‘બે નિવેદનોમાંથી સાચું કયું, ખોટું કયું તે વિશે સ્પષ્ટતા કરવાની મારી ફરજ નથી. તમે ધારો તે તારણ આમાંથી કાઢી શકો. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે રકમ આપવાની વ્યવસ્થા સંસ્થા સાથે થઈ છે, વ્યક્તિ (રૉય) સાથે નહીં.’
બીજે દિવસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં આંબેડકરે નામોશીભરી કબૂલાત કરવી પડી કે આવી રીતની રકમ અન્ય કોઈ કામગાર યુનિયનને અપાતી નથી. આ બાજુ પ્રમુખ જમનાદાસ મહેતાએ જાહેર નિવેદન દ્વારા સત્તાવાર પત્રવ્યવહાર ખુલ્લો પાડીને કહ્યું કે, ‘ફેડરેશન કે તેના પ્રમુખ કે તેની કારોબારી સમિતિની જાણ બહાર ફેડરેશનના નામે રૂા. ૧૩,૦૦૦ની માસિક રકમ એમ. એન. રૉયને, તેઓ મનફાવે તે રીતે વાપરી શકે એ માટે, મળે છે.’
ગૃહમાં ફરી વિવાદ થયો. જમનાદાસ મહેતાના આ સનસનાટીભર્યા વિસ્ફોટના સંદર્ભમાં સવાલ પૂછાયો ત્યારે થૂંકેલું પાછું ગળવું પડે એવી હાલત થઈ. પણ એને બદલે આંબેડકરે ગૃહને કહ્યું, ‘હું અગાઉ જે જવાબ આપી ચૂક્યો છું તેમાં મારે કોઈ ઉમેરો કરવાનો નથી.’
આખી વાતની ક્લાઈમેક્સ હવે આવે છે. ફેડરેશનના અંચળા હેઠળ તો એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર રૂપિયા તેર હજારનો માસિક દરમાયો તો આપતી જ હતી. એ ઉપરાંત સરકાર રૉયને બીજા તેર હજાર રૂપિયા દર મહિને આપતી હતી: રૉયની રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીના સાપ્તાહિક ‘ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા’ની દર અઠવાડિયે ૧,૦૦૦ નકલ માટેના લવાજમ પેટે અને પાર્ટીના દૈનિકની રોજની ૨,૦૦૦ નકલના લવાજમ પેટે!
મહાત્મા ગાંધી વિરુદ્ધ પ્રચાર કરવા માટે મહિને છવ્વીસ હજાર (આજના લગભગ એક કરોડ) રૂપિયાની બ્રિટિશ મહેરબાની મેળવનારાઓ અને એમને છાવરનારાઓની છબિઓ તથા એમનાં પૂતળાંઓને આજે આપણે હારતોરા કરીએ છીએ.
--------------------------------------------------------------------------------------------------------------------------
આજનો વિચાર
ગમવામાં ‘કારણ કે’ હોય છે. પણ ચાહવામાં તો ‘આમ છતાં’ જ હોય.
- હેન્રી દ મોંધરલાં
એક મિનિટ!
કોઈએ અમેરિકાથી આઈફોન-સિક્સ મગાવવો છે?
છવ્વીસ જાન્યુઆરીએ ઓબામા આવે જ છે.
આજનો વિચાર
કોઈ પણ બાબતનો ઈલાજ છે ખારું પાણી: પરસેવો, આંસુ અથવા દરિયો.
- યાસક ડાઈન્સન
એક મિનિટ!
એક પ્રેમી યુગલે ઊંચેથી પડતું મૂકીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું.
છોકરો પહેલાં કૂદ્યો. છોકરીએ આંખ મીંચી દીધી અને પાછી વળી ગઈ: ‘મને ડર લાગે છે.’
છોકરાએ હવામાં પેરેશૂટ ખોલ્યું અને ચિલ્લાઈને કહ્યું: ‘મને ખબર હતી, ચુડેલ! કે તું નહીં કૂદે.’
બસ, ત્યારથી જ રિવાજ પડી ગયો ‘લેડીઝ, ફર્સ્ટ’ કહેવાનો.
-----------------------------
આજનો વિચાર
મનદુખ થયા પછી રિસાઈ જવું એટલે પોતે ઝેર ખાઈને આશા રાખવી કે એની અસર બીજા પર થશે.
- ઍલન બ્રાન્ડ

No comments:
Post a Comment