http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147447
કશુંક ખરાબ થાય ત્યારે સૌથી મોટો સધિયારો એવું વિચારવાથી મળે છે કે આનાથી વધારે ખરાબ થઈ શકયું હોત. આ વિચારમાત્રથી વ્યક્તિને થઈ ચૂકેલા નુકસાનને હળવાશથી લઈ શકાય એ માટેની મનોદશા તૈયાર થતી હોય છે. એથીય એક ડગલું આગળ વધીએ. અત્યારની આપત્તિમાં આફતના આવરણ હેઠળ છુપાયેલા આશીર્વાદ છે, એક નવી - અત્યાર સુધી બંધ રહેલી - દિશા ઊઘડી રહી છે, એવી પ્રીતીતિ જે કરાવી શકે એણે સાચા દિલથી આશ્ર્વાસન આપ્યું છે એમ માની શકાય. તકલીફોની એક મઝા એ હોય છે કે જેને તમે અત્યાર સુધી અવરજવરનું એકમાત્ર દ્વાર માની બેઠા હતા તે જડબેસલાક બંધ થઈ ગયા પછી આ તકલીફો જ તમને અન્ય દરવાજો શોધવાની ફરજ પાડે છે. જે આયોજનને તમે તમારા અસ્તિત્વનો આધાર માનીને બેઠા હતા એ આયોજન ચૌપટ વળી જતાં તમારે પરાણે અન્ય વિકલ્પો તૈયાર કરવા પડે છે, અત્યાર સુધી આ વિકલ્પોની તમે સદંતર અવગણના કરી હતી, કારણ કે તમને જેનું વળગણ થઈ ગયેલું એ યોજનાના તમે ડાબલા પહેરી લીધા હતા. એકાદ ટેકો બટકીને તૂટી જાય ત્યારે જ કોઈ પણ ભોગે ટટ્ટાર રહેવાનું બળ મળે છે.
સંજોગો કપરા બની જાય એ પછી માણસને ક્ષણની મહત્તા સમજાય છે. વીતેલી ક્ષણ પીડાદાયક હતી. આવનારી ક્ષણ પણ કદાચ વેદનામય હશે. પણ આ ક્ષણે મને જો પક્ષીના કલરવમાંથી, આરડીના મ્યુઝિકમાંથી, ગમતા પુસ્તકના વાચનમાંથી કે કોઈ અદ્ભુત વ્યક્તિના સહવાસમાંથી સુખ મળી રહ્યું હોય તો હું શા માટે આ ક્ષણને વેડફી દઉં? ક્ષણોમાં જીવતાં આવડી ગયા પછી દિવસો, મહિનાઓ અને વર્ષોની દીર્ઘતા ફિક્કી લાગવા માંડે છે.
દુ:ખના દિવસોમાં વ્યક્તિને સૌથી મોટી લાલચ આત્મનિંદા કરવાની થાય: હું જ ખરાબ, મારા જ નસીબ વાંકા, મેં જ ભૂલ કરી, મને કોઈ ચાહતું નથી, મારા જેવો અભાગિયો જીવ આ દુનિયામાં બીજો કોઈ નથી. વાસ્તવમાં જ્યારે કોઈ મિત્ર પાસે ન હોય, આસપાસના સૌ કોઈ દુશ્મન બની ગયા છે એવી લાગણીમાં અટવાતા હોઈએ, ત્યારે જરૂર છે પોતે પોતાના દુશ્મન મટીને જાતને દોસ્ત બનાવી લેવાની. કોઈ પણ માણસ ધારે તો પોતાનો બેસ્ટ ફ્રેન્ડ બની શકે.
આપત્તિઓની પાછળ પાછળ અફસોસ પણ આવવાનો જ, પસ્તાવો પણ થવાનો જ. અફસોસને કારણે જૂની સમસ્યાને નવી દૃષ્ટિએ જોવાની તક મળે છે. પસ્તાવાની લાગણી પ્રગટે ત્યારે બચવાનું છે એના વમળમાંથી. કયારેક માણસ એકની એક વાતનો અફસોસ કરીને ઘૂમરીઓ ખાધા કરે છે અને હતાશાના કળણમાં ખૂંપી
જાય છે. આવી વ્યક્તિઓ આ કળણમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરે એટલા જ ઊંડા તેઓ અંદર ખૂંપતા જાય છે.
સંકટો આવ્યા પછી ડહાપણ આપોઆપ આવતું હોય છે. આ રીતે આવતા ડહાપણની મોંઘી કિંમત ચૂકવવી પડી હોય છે. પણ આકરી કિંમત ચૂકવી હોવાને કારણે જ એ ડહાપણને માણસ જતનપૂર્વક સાચવી રાખે છે. કોઈકનું આ વાકય એકવાર મેં કયાંક ટાંકયું હતું જેનો સાર છે: ‘હવે આપણે ગાઢ મિત્રો છીએ કારણ કે જિંદગીના દર્દભર્યા અનુભવો હવે આપણે એકબીજા સાથે વહેંચી શકીએ છીએ.’
દુ:ખો વહેંચવાની અનુકૂળતા મૈત્રીનો માર્ગ મોકળો કરી આપે છે. જિંદગીમાં સૌથી મોટી નિરાંત આશ્ર્વાસન આપી શકે એવા દોસ્તના ખભા પર અનુભવાતી હોય છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=147552
અચાનક અંધકાર છવાઈ ગયા પછી
કોઈકનું સુખ વધારી શકીએ એ મોટી વાત છે જ પણ એના કરતાંય મોટી વાત ત્યારે બને છે જ્યારે કોઈકનું દુ:ખ ઓછું કરી શકીએ. સુખ અને દુ:ખના દેખીતા તફાવતો પછીનો સૌથી મહત્ત્વનો ફરક એ કે કોઈકના ભૌતિક સુખના તમે ભાગીદાર થઈ શકો છો, એ વ્યક્તિ જે કંઈ માણી રહી હોય એનો કેટલોક હિસ્સો તમે પણ માણી શકો છો - જો એની ઈચ્છા હોય તો, અને એમાં તમારી પણ ઈચ્છા ઉમેરાય તો. ભૌતિક દુ:ખની વેદનાઓમાં તમે ભાગીદાર નથી થઈ શકતા. એ વ્યક્તિ જે કંઈ સહન કરી રહી હોય એ દર્દનો એક અંશ પણ, તમે ગમે એટલી ઈચ્છા હોવા છતાં, તમારા અનુભવ વિશ્ર્વમાં સામેલ નથી કરી શકતા. આમ છતાં એ વ્યક્તિનું દુ:ખ તમે ઓછું કરી શકો છો. બેઉ પ્રકારનું ભૌતિક તેમ જ માનસિક. કેવી રીતે?
દુ:ખમાં આશ્ર્વાસન બહુ કીમતી અભિવ્યક્તિ છે. અંગત જીવનમાં કે વ્યાવસાયિક/ ધંધાદારી જીવનમાં જેનાં બારે વહાણ ડૂબી ગયાં હોય એને આશ્ર્વાસન આપીને એનું ઘણું બધું દુ:ખ ઓછું કરી શકીએ છીએ. બેસણામાં કે સાદડીમાં આવતા લોકો આશ્ર્વાસન આપવા નહીં, ઔપચારિકતા નિભાવવા આવે છે. કોઈકની સામાજિક કે અંગત આપત્તિ સમયે કે પછી ધંધાદારી સેટબૅક વખતે ડઝનબંધ લોકો ભેગા થઈ જાય છે. કોઈ શાયરે ગાયું હતું કે મારું ઘર સળગી રહ્યું હતું ત્યારે ઘણા લોકો જમા થઈ ગયા હતા પણ મને ખબર નથી કે આમાંથી કેટલા પાણી છાંટવા આવ્યા હતા અને કેટલા એ તાપણામાં હાથ શેકીને ઠંડી ઉડાડવા આવ્યા હતા.
આવા આશ્ર્વાસનકારોની વાત નથી કરવી. છૂટક શબ્દોને ભેગા કરી લેવાથી આશ્ર્વાસનનું વચન બની જતું નથી. આશ્ર્વાસન આપતી વખતે જે શબ્દપ્રયોગ ક્યારેય ન બોલાવો જોઈએ તે છે: ‘મે તો તમને પહેલેથી જ કહ્યું હતું.’ તમે કદાચ ખરેખર કહ્યું હોય તો પણ એ વાત યાદ કરાવવાનો આ વખત નથી. ક્યાં, શું ખોટું થયું એનું વિશ્ર્લેષણ કરવાનો તબક્કો તો બીજો આવશે, અને શું કર્યું હોત તો આ આપત્તિ આવી જ ન હોત એવું વિચારવાનો
તબક્કો તો છેક છેલ્લે આવવાનો. અત્યારે જેની જરૂર છે તે સલાહ-શીખામણો કે વિશ્ર્લેષણોની નહીં પરંતુ હૂંફની. સામેની વ્યક્તિ આ અચાનક છવાઈ ગયેલા અંધકારમાં એકલી નથી એવો અહેસાસ કરાવવાની. આ અંધારામાં તમે એના માટે દિશા શોધી ન શકો એવું બને. એ કામ ક્યાંકથી પ્રકાશનું એકાદ કિરણ મળી જાય કે એકાદ નાનકડી દિવાસળી સળગાવી શકાય ત્યારે થઈ શકે. અત્યારે તો આ કાળા ડિબાંગ વિશ્ર્વમાં તમે એનો હાથ તમારા હાથમાં લઈ લો એ જ પૂરતું છે.
દરેકને પોતાની સાથે ન્યાય થાય એવી અપેક્ષા હોય છે. સારા માણસોનું ભલું થાય અને ખરાબ માણસોનું બૂરું થાય એવો નિયમ સચવાય એવી આશા સૌ કોઈ રાખે. પણ દુનિયાના વહેવારમાં દર વખતે એવું બનતું નથી. નકામા માણસોને એમની ગેરલાયકાત છતાં અઢળક સુખ અને વૈભવ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જતી હોય છે. આનોય કદાચ વાંધો નથી. પણ તદ્ન નિર્દોષ ઈન્સાનોએ કપરાંમાં કપરાં સંકટો વેઠવા પડે એવું અનેક વખત બનતાં જોઈએ છીએ. આવા સમયે ભગવાનને કોસવાને બદલે કે પોતાની જાત પ્રત્યે તુચ્છકાર અનુભવવાને બદલે કોઈકનું આશ્ર્વાસન મળી જાય તો ઘણું બધું દુ:ખ ઓસરી જાય.
આપત્તિઓનો સામનો કર્યા પછી જ ધીરજ કેળવાય. આ ધીરજ માણસના વ્યક્તિત્વને નવું ઓજસ આપે. આ ઓજસ દ્વારા જ આશાનું નવું કિરણ ફૂટે. આફત સમયે માણસમાં રહેલી અનામત શક્તિઓના સંગ્રહમાંથી થોડો થોડો જથ્થો વાપરવા કાઢવો પડે. આવા વખતે જ તમને ખબર પડે કે કઈ કઈ શક્તિઓ તમારામાં છુપાઈને પડી રહી હતી. આપત્તિઓ પણ આશીર્વાદ સમાન હોય છે એ વાત તો તમે ગઈ કાલના લેખમાં જાણી જ લીધી છે. કાલે કંઈક બીજું લઈને આવીશું.
આજનો વિચાર
દુખને કારણે જ જિંદગીને પરપઝ મળે છે.
- એરિક હોફર

No comments:
Post a Comment