http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146912
આધુનિક ટૅકનોલોજીના યુગમાં સ્માર્ટ અને ઍન્ડ્રોઈડ ફોન્સના આગમનથી દુનિયા સાંકડી થઈ ગઈ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ટૅકનોલોજીની સ્પર્ધામાં કમ્પ્યુટરને માત આપીને સ્માર્ટફોનનો વપરાશ લોકપ્રિય બનવા પાછળનું સૌથી મોટું કારણ છે તેની અદ્યતન એપ્સ.
એકવીસમી સદીમાં કદાચ જ એવું કોઈ ક્ષેત્ર હશે જેના માટે ઍપ્સ બન્યાં ન હોય.
આજે સ્માર્ટ ફોન પર જરૂરિયાતને અનુલક્ષીને ઍપ્સ ડાઉનલોડ કરીને આસાનીથી કામ પાર પાડી શકાય છે. આવો ઍપ્સની દુનિયામાં ડોકિયું કરીએ.
મોબાઈલ ઍપ્સ એટલે શું?
મોબાઈલ એપ્લિકેશન્સ (ઍપ્સ) કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે. એ ખાસ કરીને સ્માર્ટફોન્સ, ટેબલેટ કમ્પ્યુટર્સ અને મોબાઈલ ડિવાઈસીસ માટે બનાવવામાં આવે છે. આ યુઝર્સ ફ્રેન્ડલી હોય છે. એની સહાયથી કોઈપણ કામ કરવાનું સરળ બની જાય છે. ઍપ્સ વિશે માહિતી મેળવવી હોય તો એકાદ આંટો પ્લે સ્ટોરમાં મારો. પ્લે સ્ટોરમાં ફ્રી અને પેઈડ એપ્સ ઉપલબ્ધ છે.
કોઈપણ ઍપ્સની પ્રમાણિકતાની ચકાસણી કરવા તેને ડાઉનલોડ કરતાં પહેલાં બીજા લોકોના મંતવ્યો જાણી લો.
ઍપ્સના ફાયદા કેટલા?
મોબાઈલની દુનિયામાં ઍપ્સનું એક વિશેષ સ્થાન છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના ઍપ્સ પારિવારિક સંબંધો વધારી રહ્યા છે તેવામાં બિઝનેસ ઍપ્સના ઉપયોગથી લોકો ઘેર બેઠાં પોતાની જરૂરિયાત સંતોષી શકે છે.
લોકેશન બેસ્ડ ઍપ્સ લોકલ ગાઈડની ગરજ સારે છે. ન્યૂઝ સાથે જોડાયેલા ઍપ્સ દ્વારા હંમેશાં દેશ અને દુનિયાની અપડેટ માહિતી મેળવી શકાય છે.
એન્ટરટેનમેન્ટ ઍપ્સ ડાઉનલોડ કરવાથી મન પ્રસન્ન રહે છે. હેલ્થ અને ફિટનેસ તબિયતનો ખ્યાલ રાખી શકો એવા છે. આ ઉપરાંત અનેક ઍપ્સ ઑફલાઈન કામ કરતા હોય છે. તેઓ ગ્રાહકોને ઢગલાબંધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપે છે.
આવો ઍપ્સની દુનિયા પર એક નજર કરીએ.
લોકપ્રિય ઍપ્સ : ફેસબુક્, વૉટ્સઍપ, ટ્વિટર, હાઈક, વાઈબર, યૂ ટ્યુબ, બૈટરી ડૉક્ટર, ૩૬૦ મોબાઈલ સિક્યોરિટી વગેરે ઍપ્સનો ઉપયોગ આજની તારીખમાં અત્યંત આવશ્યક બની ગયો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ મિત્રો અને સગાં સંબંધીને પાસે લાવે છે તો સિક્યોરિટી ઍપ્સ મોબાઈલને વાયરસથી બચાવે છે.
શોપિંગ ઍપ્સ : આજકાલ શોપિંગ માટેના ઍપ્સનો જાણે રાફડો ફાડ્યો છે. એમાં ફિલપકાર્ટ, નાપતોલ, સ્નેપડીલ, ઈબે, હોમશોપ ૧૮, પેટીએમ, માયસ્માર્ટપ્રાઈસ, મિંત્રા, જબૉન્ગ, એમેઝોન, ઓએલએક્સ, ક્વિકર જેવી ઍપ્સના ઉપયોગથી ઘેરબંઠાં શોપિંગ કરી શકો. એ સાથે મોબાઈલ ઍપ યુઝર્સ માટે વિશેષ ઑફર્સ, ડિસ્કાઉન્ટ, કૅશ સ્કિમ્સનો ગ્રાહકો લાભ લઈ શકે છે.
ફાઈનાન્શિયલ ઍપ્સ : આજકાલ બધી ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટયૂટ જેમ કે બૅન્ક, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને ટ્રેડિંગ વેબસાઈટ્સની પોત-પોતાની ઍપ્સ છે. તેઓ ગ્રાહકોને શક્ય એટલા બધા પ્રકારની સર્વિસ આપે છે. બધી બેન્કે પોતાની ઍપ્સ લૉન્ચ કરી છે એનો ઉપયોગ કરીને છેલ્લામાં છેલ્લી ઑફર્સ અને ડિસ્કાઉન્ટની જાણકારી મેળવી શકો.
ક્રિકેટ ઍપ્સ : ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ એપ્સ બન્યા છે. એપ્સના ઉપયોગથી લાઈવ ક્રિકેટ સ્કોર્સ, ન્યૂઝ, ફિચર્સ અને ક્રિકેટ સાથે જોડાયેલા બધા અપડેટ મેળવી શકાય છે. ક્રિકબજ, ઈએસપીએન ક્રિક ઈફકો, ગોક્રિકેટ એવા કેટલાક ઍપ્સ છે.
ટ્રાવેલ ઍપ્સ : તમે ટ્રેનમાં પ્રવાસ કરતા હો કે પ્લેનમાં પ્રવાસ માટેની માહિતી તમને મેપ માય ઈંડિયા શો નિયર બાય, ક્વિકર ક્લાસિફાઈડ્સ, ઓએલએક્સ ક્લાસિફાઈડ્સ, જોમાટો, જસ્ટ ડાયલ, આસ્ક મી જેવી ઍપ્સ દ્વારા માહિતી મેળવી શકો.
ન્યૂઝ ઍપ્સ : દરેક ક્ષેત્રમાં આગળ વધવું હોય તો દેશ અને દુનિયાના ખબર મેળવવા ન્યૂઝ હન્ટ, એન્ડ્રોઈડ ઓએએસ ડૉટ ઈન, રેડિયો અને બધા મોટા અખબારોની ઍપ્સ ઉપલબ્ધ છે.
એન્ટરટેન્મેન્ટ ઍપ્સ : ટીવી જોવાનું મન થાય કે ફિલ્મો ટીવી ગાઈડ ઈન્ડિયા, બિગ ફ્લિકસ, બૉલીવૂડ હંગામા, સાવન મ્યૂઝિક બૉક્સ ટીવી, નેકસ્ટ, ઝી ટીવી ઍપ્સ લોકો માટે છે.
એજ્યુકેશન ઍપ્સ : સિવિલ સર્વિસીસની તૈયારી કરવી હોય તો ઑનલાઈન પરીક્ષા એપ્સ, સ્પર્ધા પરીક્ષા મંત્ર, કૉમ્પિટિટિવ મંત્ર, અંગ્રેજી હિન્દી ડિક્શનરી, ઈંગ્લિશ સ્પિકિંગ, એપ્ટિટયૂડ ટેસ્ટ, ક્લિઅર આઈએએસ, અબાઉટ ઈન્ડિયા, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ભૂગોળ, ઈતિહાસ વગેરે વિષયની ગણીગણાય નહીં તેટલી ઍપ્સ ઉપલબ્ધ છે.
ધાર્મિક એપ્સ : રામાયણ, ભગવદ્ગીતા, બાઈબલ, હનુમાન ચાલીસા, હિન્દુ વેદ, કુંડલી સૉફ્ટવેર, દુર્ગાચાલીસા, આરતી સંગ્રહ, દુર્ગા સપ્તશતી, જેવી ઍપ્સ પ્લે સ્ટોરમાં
ઉપલબ્ધ છે.
હેલ્થ અને ફિટનેસ એપ્સ : આરોગ્ય પરત્વે સજાગ રહેવાની ઈચ્છા બળવત્તર બને તો આયુર્વેદિક ઉપચાર, યોગ એન્ડ હેલ્થ ટિપ્સ, હેલ્થ એન્ડ ન્યૂટ્રીશન, એક્યુપ્રેશર ટિપ્સ, હર્બલ જીવનમંત્ર, ગર્ભસંસ્કાર, પ્રેગ્નન્સી ગાઈડ, ડાયટ પ્લાન વેટ જેવી એપ્સના ઉપયોગથી નાની તકલીફનું નિરાકરણ લાવી શકો.
સાત એપ્સ સૌથી જરૂરી છે
તાજાગો : આ એક લોકેશન બેઝ એપ્સમાં દેશના બધાં મોટા શહેરને આવરી લેવામાં આવ્યા છે. લોકેશનના આધારે તમે લેટેસ્ટ સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચાર, શોપિંગ ડીલ્સ, હવામાનની માહિતી, થિયેટરો, યલો પેજીસની માહિતી મેળવી શકો છો.
બુક માય શો : આપણા દેશની આ સૌથી મોટી ટિકિટ બુકિંગ સાઈટ પરથી મનોરંજનના બધા સ્રોત, મૂવી થિયેટર, ઈવેન્ટ્સની માહિતી મેળવી શકો છો.
એનજીપે : એમાં સોથી વધુ સ્ટોર્સ ના પ્રોડક્ટ્સ અને સર્વિસનો લાભ લઈ શકો. એમાં ટ્રાવેલ ટિકિટ્સ, હોટેલ બુકિંગ્સ, મૂવીસ, ઈલેક્ટ્રોનિકસ, એપરલ્સ, એક્સેસરીઝ, મેગેઝિન બુક્સ, હેલ્થ અને બ્યુટી ઉપરાંત વહાલાંની બર્થ-ડે અને વેડિંગ એનિવર્સરીએ ગુલદસ્તો મોકલી શકો. આઈઆરસીટીસી પણ એમાં સામેલ છે.
સાવન મ્યુઝિક : આ એપમાં હિન્દી, અંગ્રેજી, તમિળ તેલુગુ, પંજાબી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ક્ધનડ, ભોજપુરી, મલયાલમ ભાષાના ગીતોનો આનંદ માણી શકો. એમાં ગઝલ, ભાંગડા, કવ્વાલી અને પ્રાદેશિક ભાષાનાં લાખ્ખો ગીત છે.
ન્યૂઝ હન્ટ : આ એપ્સ ૮૦થી વધુ અખબાર ૧૨ થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે.
ઈન્ડિયન રેલવે ઈન્ફો : આ એપ્સના ઉપયોગથી કોઈપણ ટ્રેનનો રૂટ, રનિંગ ટ્રેનનું સ્ટેટસ, ભાડા દર, પીએનઆર સ્ટેટસ વગેરે માહિતી મોબાઈલ પર મેળવી શકો.
આયુર્વેદિક બુક : એમાં આરોગ્યને લગતી કોઈપણ તકલીફનો નુસખો મેળવી શકો. એમાં આરોગ્યની તકલીફનું કારણ ડાયટ, લાઈફસ્ટાઈલ અને હોમ રેમેડીસનો ખજાનો છે.
તો હવે તમને વારંવાર જે માહિતીનો ખપ પડે તેવા માહિતીસભર એપ્સનો ઉપયોગ કરીને લાઈફ આસાન બનાવો.

No comments:
Post a Comment