http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=106343
બાળકને સમજો અને એની ક્ષમતા વિકસાવો, એના પર ફોર્સ ન કરો
‘ક્યાં છે આપણો પ્રિન્સ?’ સુધાંશુએ એની પત્ની અલકાને પૂછ્યું. સુધાંશુ એના દીકરા આલાપને લાડમાં પ્રિન્સ કહેતો.
‘ક્યાં હોય? એની દાદીને ઈન્ડિયા ફોન કરે છે. દર રવિવારે સવારે એને એક જ કામ હોય છે દાદીને ફોન કરવાનું.’ અલકા બોલી.
‘સારું ને, આપણું કામ એ કરે છે.’ સુધાંશુ બોલ્યો.
‘ફોન કરીને દાદીની ખબરઅંતર પૂછતો હોય તો ઠીક છે એ તો હું લાફસ લૉંગ? કહીને ખડખડાટ હસશે. આમે દાદી એ ખડખડાટ હસશે. બેઉં વચ્ચે કોમ્પિટિશન જામે છે.’ લાંબું હસવાની. દાદી પોતાની ઉંમર ભૂલીને બાળક થઈ જાય છે.
‘સારું છે ને દીકરો અહીં ખુશ, દાદી ત્યાં ખુશ.’
‘પણ માત્ર ખડખડાટ હસવા માટે આટલે દૂર ફોન કરવાનો! એટલે દૂર ફોન મફત થાય છે? હું કહું છું કે ઈન્ટરનેટ પર દાદી સાથે વાત કર, પણ મારું સાંભળતો જ નથી ને વળી કહે છે દાદીને લેપટોપ ખોલીને બેસી રહેવું પડે, મારી રાહ જોવી પડે, એના કરતાં હું ફોન કરું તો રીંગ સાંભળીને દાદી દોડતાં આવે. એમને કસરત પણ થઈ જાય. દાદી દોડે છે એવી કલ્પના કરવામાં ય એને તો મજા આવે છે.’
સુધાંશુ બોલ્યો, ‘બેઉંને આનંદ મળે છે ને? જીવનમાં આવો આનંદ કોઈ ભાગ્યશાળીને જ મળે છે. બેમાંથી કોઈ એકની હેલ્થ કદાચ સરસ ના હોય તો ય સરસ થઈ જાય. તે લાફટર ક્લબ વિશે સાંભળ્યું જ છે ને!’ હસવાની ટેવ પાડો અને તંદુરસ્ત રહો!
‘તમે તો એવી કલ્પનાઓ કરીને દીકરાને ચડાવ્યા કરો. કદી એને કહો છો કે દાદીની ખબર પૂછ. દાદી દૂધ અને ફ્રૂટસ નિયમિત લે છે કે નહીં, રવજી નિયમિત ઘરકામ કરવા આવે છે કે નહીં. પણ ના, એવું કંઈ પૂછવાનું જ નહીં અને તમે એને ટોકતા નથી.’ અલકાએ ફરિયાદના સૂરમાં કહ્યું.
‘અલકા, તું દરેક વાતમાં આલાપનો દોષ જુએ છે, પણ દાદીએ શું કહ્યું છે એ યાદ છે ને?’
‘તમને તો દાદી, તમારી મા એટલે એમનું કહ્યું બધું સાચું લાગે. એ તો કહેતાં હતાં કે બાળકને રમતાં રમતાં જ ભણાવાય. એ અહીં હતા ત્યારે હું એમને કહેતી કે, આલાપને ગંભીર થતાં શીખવો. ત્યારે એ કહેતા સમાજ એને ગંભીર બનાવશે. આપણે તો એને મસ્તીથી જીવતા શીખવવાનું તમારી મમ્મીની ફિલોસોફી જ જુદી. મારા ભેજામાં તો ઊતરતી જ નથી ને.’
‘તારે એમની ફિલોસોફી તારા ભેજામાં ઊતારવાની જરૂર જ ક્યાં છે? તું તો જોબ કર ને ડૉલર ગણ્યા કર.’
‘હું ડૉલરની પૂજારણ છું? સાહેબ, જેને જોબ ન હોય એ કેટલા ફાંફા મારે છે! સમાજમાં ધનનું માન છે. ઈન્ડિયા જાઓ છો બધા તમને નહીં તમારા ડૉલરને સલામ મારે છે સમજ્યા?’ ‘નાણાં વિનાનો નાથીયો, નાણે નાથાલાલ.’ એ દરેક સ્થળે, દરેક સમયે સાચું છે.
નાની અમથી વાતમાંય મતભેદ પડે અને સુધાંશુ અને અલકા ઊગ્રતાથી દલીલો કરવા મંડી પડતાં. આલાપને આવી ઘાંટાઘાંટ ગમતી નહીં. દાદી હતાં ત્યારે આ આલાપ દાદી સાથે રમ્યા કરતો. દાદી સાથે તોફાન મસ્તી કરતો.
અલકાને આવી મસ્તી ન ગમે. એ મનોમન વિચારે કે દીકરાના જ્ઞાનમાં વધારો થાય એવું કંઈ શીખવતા હોય તો એમનું અહીં રહેવું લેખે લાગત. ક્યારેક એ કર્કશ અવાજમાં કહેતી, ‘આલાપને રમતાં તો આવડે છે, એને ભણાવજો. એ નહીં ભણે તો ભોટ રહી જશે. જીવનમાં પાછળ પડી જશે.’
અલકાને સાસુ પૂછતાં, ‘જીવનમાં કયા ક્ષેત્રમાં આલાપ પાછળ પડી જશે? પૈસા કમાવામાં? અલકા આપણે દીકરાને પૈસા કમાવાનું મશીન નથી બનાવવાનો.’
બાળકને કેળવવાની દાદી પાસે અમુક ચોક્કસ વિચારસરણી હતી. તેઓ કહેતાં, ‘બાળક કંઈ માટીનો પીંડો નથી કે એનો આપણા મનમાં આવે એવો ઘાટ આપી શકાય. અલકા, બાળક તો જીવંત વ્યક્તિ છે, તે પોતે જાતે એના ગુણધર્મો પ્રમાણે રૂપ-આકાર ધારણ કરે છે. આપણું કાર્ય છે એને સહકાર આપવાનું, માટે આલાપની દરેક પ્રવૃત્તિનું ધ્યાનપૂર્વક અવલોકન કરીને તું એને, એની ટેલન્ટને સમજવા પ્રયત્ન કર. એ નાનો છે, એ શું સમજે એમ માનીને એને ટોક્યા ન કર કે બેધ્યાન પણ ન બન. બેટા અલકા, બાળકનું ઘડતર એક સાધના છે. માબાપ બન્યા પછી તમારા જીવનનું કેન્દ્ર બાળક જ હોવું જોઈએ. બાળક એક જ ભાષા સમજે છે તે ભાષા છે પ્રેમની.’ સાસુની વાત સાથે અલકા સંમત ન થઈ શકતી તે પ્રગટપણે કંઈ બોલતી નહીં, પણ મોં મચકોડતી સાસુ કહે જતાં પૂર્વ અને પશ્ર્ચિમના કેળવણીકારોનો એક જ સૂર છે કે બાળકને સમજો અને એની ક્ષમતા વિકસાવો. એની પર ફોર્સ ન કરો.
‘તો શું હું આલાપને નથી સમજી શકી? એને પ્રેમ નથી કરતી?’ ગુસ્સાથી અલકા બોલતી.
‘બેટા અલકા, તું ભણેલી છે, તું સમજુ છે, તારા દીકરા માટે તને પ્રેમ છે, તું એનો વિકાસ જ ઈચ્છે એ હું જાણું છું, પણ હું તો માત્ર તને એટલું જ કહેવા માગું છું કે પ્રગતિની ઝંખનામાં તું ધીરજ ન ગુમાવી બેસ. આલાપ રાતોરાત પૂર્ણપણે વિકાસ ન સાધે. જો તું ઉતાવળ કરીશ કે આલાપ પ્રત્યે કડક થઈશ તો તું આલાપની ગુનેગાર ઠરીશ. આલાપનું બાળપણ નષ્ટ થઈ જશે, માટે તું એને મુક્ત રાખ. એની રીતે એને વિકસવા દે.’
અલકા બોલી, ‘આ સ્પર્ધાના યુગમાં તમારી થિયરી ન ચાલે. મમ્મી, તમે સુધાંશુને કેળવ્યા ને? આલાપ મારો દીકરો છે મારી રીતે એને કેળવવા દો. તમે વચ્ચે બોલો નહીં.’ અલકાએ કહ્યું. એના અવાજમાં માત્ર નારાજગી જ નહીં નફરત હતી. પોતાની સાસુના કહેવા પર નફરત.
સાસુ સમજી ગયા કે દિવસ જશે એમ અમારો આ મતભેદ વિખવાદ અને પછી ઝઘડાનું રૂપ લેશે. માટે હું અહીંથી દૂર જાઉં, એ અમારા બેઉં માટે જરૂરી છે અને સાસુ, આલાપની દાદી ઈન્ડિયા આવી ગયા.

No comments:
Post a Comment