http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=80433

ટેક્નોલોજી અને યંગ માનવના હાથમાં જ યુદ્ધ અને દરેક પ્રકારના કાર્યનું નિયંત્રણ
છેલ્લાં ૨૦૦ વર્ષમાં વિજ્ઞાનમાં થયેલી પ્રગતિ ખાસ કરીને યુદ્ધ કરવા માટે અદ્યતન અસ્ત્રો-શસ્ત્રોની બનાવટ અને તેમાં સુધારા કરવાના હેતુથી થઈ છે. વીસમી સદીના મધ્ય ભાગમાં બીજું વિશ્ર્વયુદ્ધ થયું. તેમાં અસ્ત્રો-શસ્ત્રોની ચકાસણી કરવામાં આવી. એટલું જ નહીં પણ ઘણા પ્રયોગો કરવામાં આવ્યા.
બીજા વિશ્ર્વયુદ્ધના અંતે બર્ટ્રાન્ડ રસેલે "એક દુ:સ્વપ્ન (એ નાઈટમેર) નામનું પુસ્તક લખ્યું હતું. કેટલાય દુ:સ્વપ્નોમાંનું એ એક દુ:સ્વપ્ન હતું. એ દુ:સ્વપ્ન આઈઝન હોનર અને સ્ટેલીને જોયું હતું એ દુ:સ્વપ્નમાં બંનેએ એવું જોયું કે એક મોટો ભય છે. એ ભયને લીધે અમેરિકા અને રશિયા બંનેએ તેમનાં બધાં જ અસ્ત્રો-શસ્ત્રો સ્વયંસંચાલિત બનાવી નાખ્યાં - રોબોટ શસ્ત્રો, યંત્રમાનવ શસ્ત્રો. તે જ બધું કરે, તે જ લડે. તે જ અસ્ત્રો-શસ્ત્રો બનાવે, તે જ તેનો ઉપયોગ કરે અને તે જ તેનું સંચાલન કરે. તમારે કાંઈ કરવાનું જ નહીં. તે વખતે તે એક નવાઈની બાબત હતી. તમારે તો મઝા જ કરવાની, ખાવાનું, પીવાનું અને ડાન્સ કરવાના. પાર્ટીઓ યોજવાની. રોબોટ જ સિપાઈઓ. તે લડે, તે ઊડે. તે જ યુદ્ધનો મોરચો સંભાળે. લડાયક વિમાનો પણ પાઈલટ વિનાનાં. તે બરાબર ઊડે અને નિશ્ર્ચિત જગ્યાએ બૉમ્બમારો કરે. નિશાન લે. બધું કોમ્પ્યુટરો વડે જ નિયંત્રિત થાય. હાલમાં પાઈલટ વિહોણાં વિમાનો, મિસાઈલો, રોકેટો ધારી જગ્યાએ નિશાન લઈ તેના પર બૉમ્બ છોડી પાછા સ્વસ્થાને આવી જાય છે. રેલવે ટ્રેનો પણ સ્વયંસંચાલિત છે. તેમાં ન હોય ડ્રાઈવર કે ન હોય ગાર્ડ.
અમેરિકા પાસે હવે સ્કડ બૉમ્બ છે. ૧૯૯૧માં તેનો ઈરાક-અમેરિકાના યુદ્ધ વખતે પ્રયોગ કરવામાં આવ્યો હતો અને હવે તેમની પાસે સ્માર્ટ બૉમ્બ છે. ડર્ટી બૉમ્બ પણ છે અને નાના નાના ઝીણા ઝીણા બૉમ્બો પણ છે. જે ક્યાંય પણ છુપાવી શકાય. વીંટીમાં પણ છુપાવી શકાય. આ ઝીણા બૉમ્બ ગમે ત્યાં વિનાશ નોતરી શકે, સભામાં, ઘરમાં, ટ્રેઈનમાં, વિમાન કે બસમાં. તેના અસ્તિત્વ વિષે જાણવું કોઈને પણ અઘરું પડે. આ માનવીના વિકૃત મગજનું અતિશય વરવું સ્વરૂપ છે.
સ્માર્ટ બૉમ્બને એવી રીતે પ્રોગ્રામ કરી શકાય કે તે બિલ્ડિંગમાં દાખલ થાય. તે બિલ્ડિંગના પદાર્થની વસ્તુને જરા પણ નુકસાન ન પહોંચાડે. પૂરી બિલ્ડિંગની વસ્તુઓને જેમની તેમ રાખે પણ બિલ્ડિંગમાંની રાસાયણિક પદાર્થની શોધ ચલાવે અને બિલ્ડિંગમાં જે જે રાસાયણિક પદાર્થ હોય તેનો નાશ કરે. આ બૉમ્બને એવી રીતે પણ પ્રોગ્રામ કરી શકાય કે તે બિલ્ડિંગમાં દાખલ થઈ બિલ્ડિંગમાં રહેલા માનવીને શોધી શોધી તેને મારી નાખે. તે બિલ્ડિંગની બધી જ વસ્તુઓને જેમની તેમ રાખે, જરા પણ આંચ આવવા દેશે નહીં પણ બિલ્ડિંગમાં રહેલી દરેકે દરેક સેન્દ્રિય પર્દાથનો નાશ કરે. આ બધા ઘણા જ ખતરનાક બૉમ્બો છે અને માનવીના ઈતિહાસમાં ભવિષ્યમાં યુદ્ધમાં આપણે વિવિધ પ્રકારના સ્માર્ટ બૉમ્બને યુદ્ધ કરતાં જોશું. અમેરિકાએ માનવી વગર યુદ્ધ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. બીજા બધા દેશો તેને અનુસરશે. ભવિષ્યમાં રોબોટો જ યુદ્ધ કરશે.
બર્ટ્રાન્ડ રસેલ તેમના પુસ્તક ‘નાઈટમેર’માં લખે છે કે જલદીથી (ટેકનોલોજીના હાથમાં જ, યંત્રમાનવના હાથમાં જ યુદ્ધનું અને દરેક પ્રકારના કાર્યનું નિયંત્રણ) આપવામાં આવશે. ટેકનોલોજી આપણું માઈન્ડ છે જે યંત્રોમાં અને ઉપકરણમાં મુકવામાં આવે છે. તે એ જ કાર્ય કરે છે જે આપણે કરીએ છીએ. યંત્રને પ્રોગ્રામ કરીને આપણે આપણું બધું જ લોજીક (તર્ક) અને બુદ્ધિનું તેમાં આરોપણ કરીએ છીએ, અને મશીન પછી આપણે જેમ કામ કરીએ છીએ તે જ પ્રમાણે કામ કરે છે. તે માનવીનો જ વિસ્તાર ગણાય.
હવે કલ્પના કરો કે ટેક્નોલોજીમાં ખૂબ આગળ વધેલા બે દેશો યુદ્ધે ચઢે છે. એ બે દેશો વચ્ચેનું યુદ્ધ હકીકતમાં રોબોટ લડી રહ્યાં છે. તે જ બંને બાજુએ મિસાઈલ્સ છોડે છે. તે જ બધે બૉમ્બ ફેંકે છે. બંને બાજુએ રોબોટો જ યુદ્ધ લડે છે. છેવટે બંને બાજુના રોબોટ વિચાર કરે છે અને એકબીજાને પ્રશ્ર્ન પૂછે છે કે શા માટે આપણે લડી રહ્યાં છીએ? આપણે લડવાનો કોઈ અર્થ જ નથી. આપણે એકબીજાના દુશ્મન જ નથી. આપણે તો એકબીજાના મિત્રો છીએ, રોબોટ જ છીએ. આપણા સાચા દુશ્મનો તો માનવીઓ છે. માટે આપણે માનવીઓનો જ પૃથ્વી પરથી સદંતર નાશ કરી નાખીએ.
માટે રોબોટ પૃથ્વી પર ફરી વળવા લાગ્યાં અને માનવીઓનો નાશ કરવા લાગ્યાં. તેમણે આખી પૃથ્વી પરથી માનવીઓનો નાશ કરી નાખ્યો. પણ રોબોટને પ્રોગ્રામ કર્યાં ત્યારે ભૂલ એ થઈ હતી કે જ્યાં સુધી બધું જ સમાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ લડયા જ કરે અને યુદ્ધ અટકે નહીં. બંને બાજુના રોબોટ સમાન શક્તિવાળા હતા. તેથી કોઈ પણ વિજેતા ન કહી શકાય. બંને દેશોના રોબોટમાં પ્રોગ્રામનો સિદ્ધાંત યુદ્ધને જીતવાનો હતો. બંને રોબોટની શક્તિ સમાન હતી. ભૌતિકશાસ્ત્રમાં સિદ્ધાંત છે કે જો બે વસ્તુઓમાં પદાર્થ સરખા પ્રમાણમાં હોય તો તે એકબીજાને ધકેલી ન શકે. તેથી રોબોટનું યુદ્ધ કાયમ માટે ચાલતું જ રહ્યું. પૃથ્વી પર જીવન નહીં બચ્યું હોવા છતાં રોબોટ લડતાં જ રહ્યાં. હાલમાં આવી પરિસ્થિતિ જ ઉત્પન્ન થઈ છે. માનવી પર આ ગાંડપણ સવાર થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકામાં પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ બધાએ યુદ્ધ ખેલ્યાં. તે એકબીજાને જીતી શકયા નહીં. માટે સુલેહ કરી લીધી. આવી રીતે જ બધા દેશો બન્યા છે. હું તને જીતી શકું તેમ નથી, તું મને જીતી શકે એમ નથી. માટે ચાલો લડાઈ બંધ કરીએ, અને દેશોની સરહદ દોરીએ. આમ લડાઈઓએ જ દેશોની સરહદો બાંધી છે. દેશો ઝઘડા, લડાઈઓ અને અસહમતિની પેદાશ છે. દેશનાં રાજ્યો પણ આવી જ પેદાશ છે. ભૂગોળ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે કે જીવશાસ્ત્રીયથી પ્રમાણે દેશો બન્યા નથી. અહીં વિશાળ પહાડ છે, માટે આ તરફનો એક દેશ અને બીજી તરફનો બીજો દેશ. એ રીતે દેશોની સરહદો બંધાઈ નથી. જે શક્તિશાળી છે તે બધું નક્કી કરે છે.
આજે પણ પરિસ્થિતિ સુધરી નથી. આપણે સુસંસ્કૃત છીએ, શિક્ષિત છીએ. એ બધું કહેવાનું છે, પણ શું સાચા અર્થમાં આપણે સુસંસ્કૃત છીએ? ચૂંટણીઓમાં બધા જ પક્ષો લોકોને કહે છે કે અમે તમને સુખી કરશું, અમે જ તમારા તારણહાર છીએ. શું આવું બન્યું છે. એ તો ચૂંટણીના યુદ્ધો જ છે. રોબોટની લડાઈની જેમ. જેની પાસે તાકાત છે તે દુનિયાના કાજી બની બેસે છે. કૉંગ્રેસે ભારતની પરિસ્થિતિ કેવી કરી નાખી છે. તેમ છતાં તેઓ એમ માને છે કે તેઓએ જ ભારતને સુખી કરી દીધું છે અને સુખી કરી દેશે. જે દુનિયાની માલિકીનું છે તે વ્યક્તિગત માલિકીનું નથી અને જે વ્યક્તિગત માલિકીનું છે તે દુનિયાની માલિકીનું નથી. તે સમજવું જરૂરી છે.

No comments:
Post a Comment