http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=133881
પૃથ્વી દિવસે ઉજળી પણ રાતે ડાર્ક. બ્રહ્માંડમાં અબજો અને અબજો મંદાકિનીઓ (લફહફડ્ઢશયત) છે, તેમાં અબજો અને અબજો તારા (સૂર્યો) છે. તેમ છતાં શા માટે પૃથ્વીની એક બાજુએ અજવાળું અને બીજી બાજુએ અંધારું હોય છે?
પ્રથમ તો આપણને એ વાતની ખબર હોવી જોઈએ કે પૃથ્વીને વાયુમંડળ છે. તેથી સૂર્ય પ્રકાશ જ્યારે તેમાં પ્રવેશે છે ત્યારે તેનું વિકિરણ થાય છે અને તેથી સૂર્યની હાજરીમાં પૃથ્વીના વાયુમંડળમાં પ્રકાશ ઝળહળે છે જેને આપણે દિવસ કહીએ છીએ. રાતે સૂર્ય એ બાજુએ હોતો નથી તેથી પૃથ્વીના તે ભાગમાં વાયુમંડળ હોય જ છે પણ તે ઝળહળતું નથી. જો પૃથ્વીને વાયુમંડળ ન હોત તો દિવસે પણ તારા દેખાત. આકાશ કાળુ ધબ જેવું લાગત અને દિવસે તારા વચ્ચે સૂર્ય વિહાર કરતાં દેખાત. આવી પરિસ્થિતિ ચંદ્ર પર અને લઘુગ્રહો પર છે. પૂરાં બ્રહ્માંડમાં તારા સિવાય કોઈ પણ વસ્તુ સ્વયંપ્રકાશિત નથી. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ આ બધાં જ આકાશપિંડો સ્વયંપ્રકાશિત નથી, તે પરપ્રકાશિત છે. તેના પર જો કોઈ પ્રકાશ પડે તો જ તે પોતાને દૃશ્યમાન કરી શકે છે. આ બધા આકાશપિંડો બ્રહ્માંડની ડાર્કમેટરનો ભાગ છે. જો કોઈ પણ સ્વયંપ્રકાશિત કે પરપ્રકાશિત વસ્તુમાંથી પ્રકાશ આવે નહીં અથવા આવતો હોય તો પણ જો તે આપણા સુધી પહોંચે નહીં તો તે આપણને એ દૃશ્યમાન થાય નહીં. તારાને કે મંદાકિનીના પ્રકાશને કે પછી કોઈ પણ પ્રકારના પ્રકાશની ગતિ અસીમિત (શક્ષરશક્ષશયિં) નથી. તે સીમિત (રશક્ષશયિં) છે. માટે આકાશીપિંડ કે કોઈપણ વસ્તુમાંથી નીકળતો પ્રકાશ તેનાથી આપણા અંતર પર આધારિત ત્યાંથી આપણા સુધી પહોંચવા સમય લે છે. અંતરીક્ષમાં કે આપણા સુધી તેનો પ્રકાશ તરત જ આપણા સુધી પહોંચતો નથી. તે તેના અંતર પર આધારિત અંતરિક્ષમાં પ્રવાસ કરવા સમય લે છે. કેટલાક સ્વયંપ્રકાશિત આકાશીપિંડો તો આપણાથી એટલા દૂર છે કે તેનો પ્રકાશ હજુ સુધી આપણા સુધી પહોંચ્યો જ નથી. માટે તેમની એ જગ્યા કાળી ધબ લાગે છે. માટે અબજો અને અબજો તારા અને મંદાકિનીઓ હોવા છતાં રાત્રિ- આકાશ કાળુ ધબ લાગે છે. બ્રહ્માંડ જો અસીમિત હોત તો બ્રહ્માંડમાં અસીમિત જગ્યાએ સૂક્ષ્મ પ્રકાશ હોત અને તે બધો મળી વળી પાછો અસીમિત બનત અને બ્રહ્માંડને ઝળહળતા પ્રકાશથી દેદીપ્યમાન કરત. પણ આપણું દૃશ્ય બ્રહ્માંડ વિરાટ અતિવિહાર છે તેમ છતાં સીમિત છે અને વળી પાછું તે વિસ્તરતું જાય છે માટે દૂરથી આવતો પ્રકાશ તેની ઘણી બધી તીવ્રતા છોડી દે છે. માટે અબજો તારા અને અબજો મંદાકિનીઓ હોવા છતાં આપણું બ્રહ્માંડ રાત્રે ઘણુંખરું કાળું લાગે છે. માટે ડાર્કમેટર પોતે ડાર્ક છે (સ્વયંપ્રકાશિત નથી) અને જે મેટર સ્વયંપ્રકાશિત છે તે એટલી બધી દૂર છે કે તેનો પ્રકાશ આપણા સુધી હજુ સુધી પહોંચ્યો નથી. તે રીતે તે આપણા માટે ડાર્કમેટર જ છે. ડાર્કમેટર ખરેખર ડાર્ક નથી. એ તો દૃશ્યમાન નથી માટે એનું નામ એવું રાખ્યું છે. ડાર્કમેટર કાળાં નાણાં જેવી છે. તે બધું જ કાર્ય કરે છે પણ તે ક્યાંય હિસાબમાં આવતી નથી. ઉફસિ ળફિિંંયિ શત ષીતિં હશસય ઇહફભસ ખજ્ઞક્ષયુ. ઈંતિં મજ્ઞયત યદયિુ વિંશક્ષલ હશસય ૂવશયિં ળજ્ઞક્ષયુ. બીિં ભફક્ષક્ષજ્ઞિં બય ફભભજ્ઞીક્ષયિંમ રજ્ઞિ શક્ષ ાફિભશિંભય, ફભભજ્ઞીક્ષતિં ફક્ષમ ભફહભીહફશિંજ્ઞક્ષ. સૂર્યના પ્રકાશમાં આપણી ગલીમાં બધું જ દેખાય છે પણ ઘોર અંધારી રાતે તે બધું જ ત્યાં હોવા છતાં પણ દેખાતું નથી, તેવું જ આ ડાર્કમેટરનું છે. લઘુગ્રહો, ધૂમકેતુઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, બ્લેક હોલ, બ્લેક ડવાર્ફ વગેરેમાં બ્રહ્માંડની ડાર્કમેટર છે. બ્રહ્માંડની બીજી ડાર્કમેટરમાં ન્યુટ્રીનો નામનાં પદાર્થકણો છે, વાયુના વાદળો, રજકણો ભરેલાં વાદળો અને ડાર્ક નેબ્યુલા છે. હીગ્મે-લોઝોનથી બ્રહ્માંડ ભરેલું છે. ઊર્જા પણ આઈન્સ્ટાઈનના નિયમ ઊ=ળભ૨ પ્રમાણે પદાર્થ છે. હકીકતમાં મંદાકિનીઓ, તારા તો ડાર્કમેટર રૂપી મહાસાગરમાં પ્રકાશિત સ્પોટ છે. અંતરિક્ષ પોતે જ ઊર્જા છે અને તેથી પદાર્થ છે. ઊર્જાનું ગઠન થાય છે ત્યારે પદાર્થ બને છે. જો આ પદાર્થ વધારે હોય તો તેમાં ગુરૂત્વાકર્ષણ ભયંકર ઉષ્ણતામાન ઉત્પન્ન કરે છે, ભંયકર ગરમી ઉત્પન્ન કરે છે અને વાયુનું કે પદાર્થનું ભયંકર દબાણ ઉત્પન્ન કરે છે જે પદાર્થને સ્વયંપ્રકાશિત બનાવે છે. બ્રહ્માંડમાં તેથી પ્રકાશિત પદાર્થ કરતાં ડાર્કમેટર વધારે છે. આંખ તો એક સાધન છે. જો તેના પર પ્રકાશ પડે તો જ તે વસ્તુને જુએ છે. તે સ્વયં વસ્તુને જોતી નથી, પણ બ્રહ્માંડને જોવા આંખ આવશ્યક છે. આંખ ન હોય તો દૃશ્યમાન કે અદૃશ્ય બ્રહ્માંડમાં કોઈ ફરક નથી. તે એક સેન્સર છે જે દૃશ્ય પ્રકાશ જ જોવે છે. પણ પ્રકાશ કેટલીયે પ્રકારના છે. અલ્ટ્રાવાયોલેટ, ગામા, ઈન્ફ્રારેડ, રેડિઓ, માઈક્રોવેવ્ઝ, એક્ષ-રે યા બધા પ્રકાશને આપણી આંખ જોઈ શકતી નથી. જગતમાં એવા પ્રાણીઓ છે જે આ બધા પ્રકાશમાં જોઈ શકે છે. તેથી રાતે પણ તે જોઈ શકે છે. બ્રહ્માંડમમાં બીજા ગ્રહ પર એવું જીવન હોઈ શકે છે જે દૃશ્ય પ્રકાશમાં આંધળું હોય પણ બીજા પ્રકારના પ્રકાશમાં તે જોઈ શકે. કહે છે કે ઘુવડ રાતે જોઈ શકે છે. નિશાચરો રાતે અંધારામાં જોઈ શકે છે. માત્ર આંખ જ જોઈ શકે એવું નથી. આપણી ચામડી, નાક, કાન વગેરે પણ એક જાતની આંખ કે સેન્સર છે જે બીજી રીતે જોઈ શકે છે. આ બધા હકીકતમાં વૈજ્ઞાનિક ભાષામાં સેન્સર છે. આપણી આંખ જોઈ ન શકે, દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈમાં જે ન આવે તે બધી જ વસ્તુ આપણા માટે ડાર્કમેટર છે. બ્રહ્માંડમાં એવા કેટલાય પદાર્થકણો છે જેને આપણે જોઈ શકતા નથી. આવા બધાં જ પદાર્થકણો ડાર્કમેટરનો ભાગ ગણાય. આપણા પુરાણોના કાળીમાતા ડાર્કમેટરનો અવતાર કહી શકાય. હવે ખગોળવિદો માને છે કે બ્રહ્માંડમાં ડાર્કએનર્જી છે. આ એનર્જી દેખાતી નથી માટે તેને કાર્ડએનર્જી કહે છે પણ એ એક સિમ્બોલિક છે. ડાર્ક એનર્જી ખરેખર કાર્ડ નથી હોતી. ખગોળવિદો માને છે કે આ ડાર્કએનર્જીની તીવ્રતા અને પ્રભાવ એટલો છે કે તે મોટી મોટી મંદાકિનીઓને ઘુમાવે છે અને દોડાવે છે. આ બ્રહ્માંડ હકીકતમાં શું છે તે કોઈને પણ ખબર નથી. ડાર્કમેટર અને ડાર્કએનર્જી ખગોળવિદોને સમજાશે ત્યારે બ્રહ્માંડનું ખૂબ જ ગૂઢ રહસ્ય છતું થશે. ડાર્ક એનર્જી પોતે જ કદાચ ઈશ્ર્વર છે જે બ્રહ્માંડને નચાવે છે, નટરાજ તેનું સિમ્બોલ છે. ભારતીયોની પ્રાચીન વિચારધારા ઘણી રહસ્યમય છે, તેને સાબિત પણ કરી શકાય તેમ નથી અને ગેરસાબિત પણ કરી શકાય તેમ નથી. ડાર્કમેટર કે ડાર્ક એર્ન્જીનો પત્તો લાગશે પછી તે ડાર્ક નહીં રહે, પછી બ્રાઈટ થઈ જશે. ખાલીખમ લાગતા બ્રહ્માંડની ભીતરમાં શું છે કે કોઈને જ કાંઈ ખબર નથી. |
No comments:
Post a Comment