Saturday, July 5, 2014

પ્લેનેટેરિયમમાં બેઠાં બેઠાં પૃથ્વીદર્શન --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

આપણા મનીષીઓને આકાશ વિષે, આકાશિપિંડોની ગતિવિધિ વિષે ઊંડું અને સૂક્ષ્મ જ્ઞાન હતું. આપણા ઋષિમુનિઓને પૃથ્વીની ધરી ૨૩.૫ અંશે ઝૂકેલી છે તેની ખબર હતી


સૂર્યની પૃથ્વી પર અસરો તો સ્પષ્ટ છે-તે આપણો પિતૃતારો છે, ઊર્જાતારો છે. સૂર્યને લીધે જ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થયું છે અને અત્યાર સુધી ટકી રહ્યું છે. સૂર્ય છે ત્યાં સુધી પૃથ્વી પર જીવન ટકશે. આમ સૂર્ય જ આપણો સાચો દેવતા છે. બીજા દેવતા આપણે જોયા નથી. સૂર્ય જ આપણાં માતા-પિતા છે. આપણા મનીષીઓ આ વાતથી પૂરા વાકેફ હતા. માટે જ તેઓએ લખ્યું કે સૂર્ય આત્મા જગતસ્તસ્થુખશ્ર્વ! અર્થાત્ સૂર્ય જ જગતનો આત્મા છે.

આપણા પ્રાચીનોએ સૂર્યનો સદીઓ સુધી અભ્યાસ કરેલો અને તેથી આપણે ઋતુઓ વિષે સમજી શક્યા. શા માટે છ મહિના સુધી રાત લાંબી અને દિવસ ટૂંકો થાય છે. શા માટે છ મહિના રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે. શા માટે વર્ષમાં બે દિવસ દિવસ અને રાત સરખા થાય છે. એ બધા કુદરતના રહસ્યને સમજી શક્યા.

પ્રથમ માનવી જે ઉત્તરધ્રુવ પર ગયો હશે અને તેણે છ મહિના સુધી રાત જોઈ હશે અને પછી છ મહિના સુધી દિવસ જોયો હશે. તેને એ બાબત કેટલી અદ્ભુત લાગી હશે? તે લગભગ પાગલ જેવો થઈને જ પાછો આવ્યો હશે. આ વાત તેણે લોકોને કહી હશે ત્યારે લોકોએ તેને પાગલ જ કહ્યો હશે. કોઈએ તેની વાત પણ માની નહીં હોય. પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર આ વાતનું સચોટ ડેમોન્સ્ટ્રેશન કરી શકે છે. મુંબઈમાં બેઠાં બેઠાં તે ધ્રુવપ્રદેશનું આકાશ અને તેમાં સૂર્ય અને ચંદ્રની ગતિવિધિ દેખાડી શકે છે.

આકાશમાં વસંતસંપાત, દક્ષિણાયન, શરદસંપાત અને ઉત્તરાયન નામનાં સાર બિન્દુઓ છે જે ફિક્સ છે. શા માટે આ બિન્દુઓ ફિકસ્ડ છે તે પ્લેનેટેરિયમ આપણને દર્શાવી શકે છે. આ ફિકસ્ડ બિન્દુઓ પણ ચલાયમાન છે અને તેથી પૂરું રાશિચક્ર પશ્ર્ચિમ તરફ ખસે છે, શા માટે આમ થાય છે તેનું ડેમોન્સ્ટ્રેશન પણ પ્લેનેટેરિયમ પ્રોજેક્ટર કરી શકે છે. શા માટે ધ્રુવનો તારો બદલાય છે. તેનો આ વસંતસંપાત ખસવા સાથે શું સંબંધ છે. તે પણ આપણે પ્લેનેટેરિયમમાં જાણી શકીએ છીએ. આ રપ૬૦૦ વર્ષનું ચક્ર છે. ભૂતકાળમાં ર૦૦૦ વર્ષ પહેલાં કાલેય નક્ષત્રનો વુબન તારો આપણો ધ્રુવનો તારો હતો. હાલમાં લઘુસાતર્ષિ (નાનું રીંછ) ઞતિફ ખશક્ષજ્ઞિ માં નાના રીંછની પૂંછડી પર આવેલ તારો આપણો ધ્રુવનો તારો છે. અને ભવિષ્યમાં ૧૧૦૦૦ વર્ષ પછી સ્વરમંડળનો અભિજિત નામનો તારો આપણો ધ્રુવનો તારો બનશે.

રાશિચક્ર જે પશ્ર્ચિમમાં ખસે છે તેની અસર એ છે કે ઋતુઓ પાછળ પડતી જાય છે. બે, ચાર, પાંચ હજાર વર્ષ પછી આની અસર દેખાય છે. અને આપણે તેનો તોડ કાઢવો પડે છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે. ભૂતકાળમાં આપણા મનીષીઓએ આ એડજસ્ટમેન્ટ પણ કર્યું છે. તે દર્શાવે છે કે આપણા ઋષિ-મુનિઓને વસંત સંપાત ખસે છે તેની ખબર હતી. એટલું જ નહીં, પણ તે દર વર્ષે કેટલો ખસે છે તે પણ તેમને ખબર હતી. વેદોમાં આના વિષે સ્પષ્ટ ઉલ્લેખ છે.

આજથી ૮૦૦૦ વર્ષ પહેલાં વસંતસંપાત મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં થતો હતો. તેની અધિષ્ઠાતા દેવી અદિતિ છે. અદિતિ બે મુખવાળી દેવી છે. આગળ અને પાછળ એમ તેને બે મુખો છે. ત્યારે આપણું પ્રથમ વાર વર્ષ શરૂ થયું. પ્રથમ કેલેન્ડર શરૂ થયું. અદિતિ વર્ષના પ્રારંભે પણ નિવેદ લે છે અને વર્ષના અંતે પણ નિવેદ લે છે. આ વાત વેદો અને પુરાણોમાં છે. પછી વસંતસંપાત ખસતો ખસતો મૃગનક્ષત્રમાં આવ્યો. ત્યારે વેદો લખાયા તેનો સમય આજથી ૬૦૦૦ વર્ષનો છે. વેદોમાં આ વાત સ્પષ્ટ કરેલી છે. પછી વસંતસંપાત ખસીને કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ્યો. મહાભારતમાં વેદવ્યાસ મુનિએ એ સ્પષ્ટ નોંધ્યું છે. ભીષ્મપિતામહના ઈચ્છામૃત્યુ સંબંધે વેદવ્યાસ મુનિએ આકાશમાં વસંતસંપાતની જગ્યા સ્પષ્ટ કરી છે. ૧૫૦૦ વર્ષ પહેલાં તે મેષ રાશિમાં થતો હતો. આ વાત વરાહમિહિર ઈસુની છઠ્ઠી સદીમાં સ્પષ્ટ કરી છે. હાલમાં વસંતસંપાત મીન રાશિમાં થાય છે. આમ આપણા ઋષિ-મુનિઓ વસંતસંપાતને બરાબર અનુસરતા હતા અને તેમને આ વિષયે સૂક્ષ્મજ્ઞાન હતું. તે ખરેખર આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે.

તેમ છતાં આપણા પ્રાચીનોને તે ચક્ર રપ૬૦૦ વર્ષનું છે તે ખબર ન હતી અને શા માટે વસંતસંપાત ખસે છે, તેની ખબર ન હતી. ન્યુટનના ગતિના અને ગુરુત્વાકર્ષણના નિયમોએ આપણને સમજાવ્યું કે પૃથ્વી ઝૂકેલી છે અને તે વિષવવૃત્ત પર ફૂલેલી છે. સૂર્ય-ચંદ્રના ગુરુત્વાકર્ષણનાં બળો તેના પર લાગે છે. તે પૃથ્વીને સીધી કરવા મથે છે, તેની ધરી સીધી કરવા મથે છે, પણ પૃથ્વી તેમ કરવા ઈચ્છતી નથી અને તેથી તેના રીએકશનમાં તેની ધરી હાલક-ડોલક થાય છે. અને તેથી વસંતસંપાત તારામાં સરકે છે. તેમ છતાં એ વાત સ્પષ્ટ છે કે આપણા મનીષીઓને પૃથ્વીની ધરી ર૩.પ અંશ ઝૂકેલી છે તેની ખબર હતી. તેમને એ પણ ખબર હતી કે સૂર્ય આકાશમાં ર૩.પ અક્ષાંશ સુધી જ ઊંચે ચઢે છે અને ઉત્તરગોળાર્ધમાં ત્યારે તે કર્ક રાશિમાં રહેતો હતો, માટે તે અક્ષાંશને તેમણે કર્કવૃત્ત કહ્યો હતો અને દક્ષિણગોળાર્ધમાં ત્યારે તે મકર રાશિમાં રહેતો હતો. માટે દક્ષિણગોળાર્ધમાં ર૩.પ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. સૂર્ય આકાશમાં આ બે અક્ષાંશ વચ્ચે જ ચક્કર લગાવે છે.

આવી અઘરી વાતનું પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર આપણી સમક્ષ ડેમોન્સ્ટ્રેશન કરી શકે છે અને આપણને આકાશની સૂર્ય-ચંદ્રની આવી ગતિવિધિ સમજાવી શકે છે.

ઈસુનો જન્મ હકીકતમાં ક્યારે થયો, કઈ સાલમાં થયો તે બાબતે અનિશ્ર્ચિતતા પ્રવર્તે છે. ઈસુના જન્મ વખતે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો હતો. તેને સ્ટાર ઑફ બેથ્લેહેમ કહે છે. તો એ બેથ્લેહેમનો તારો ખરેખર શું હતો તે વાતનો તાગ કાઢવા પણ પ્લેનેટેરિયમ પ્રોજેક્ટરનો ઉપયોગ થયો છે, થાય છે અને થઈ શકે છે.

મહાભારતના યુદ્ધ વખતે આકાશ કેવું હતું તે પણ પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર દર્શાવી શકે છે, પણ આ ડ્રેમોસ્ટ્રેશન પ્લેનેટેરિયમના પ્રોજેક્ટર માટે જોખમી છે. પ્લેનેટેરિયમને એકાદ મહિનો કે બે મહિના બંધ રાખવું પડે. પ્લેનેટેરિયમ માટે તે આર્થિક ધક્કો પડે, પણ કોઈ જો આ આર્થિક નુકસાન ભરપાઈ કરી દેવા તૈયાર હોય તો એ શક્ય છે.

આમ આકાશ પણ પોતાનામાં ભૂતકાળ સાચવીને બેઠું છે.

પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર, ઉત્તર-ગોળાર્ધવાસીઓને ઉત્તરગોળાર્ધમાં બેઠાં બેઠાં દક્ષિણગોળાર્ધનું આકાશ દર્શાવી શકે છે અને દક્ષિણગોળાર્ધવાસીઓને દક્ષિણગોળાર્ધમાં બેઠાં બેઠાં ઉત્તરગોળાર્ધનું આકાશ દર્શાવી શકે છે. શું એ વાત વન મિલિયન ડોલરની નથી. પ્લેનેટેરિયમનું પ્રોજેક્ટર કૃત્રિમ રીતે કૃત્રિમ સૂર્ય અને ચંદ્રને પોતાના નિયંત્રણમાં રાખે છે અને તેમને દોડાવે છે. પ્લેનેટેરિયમમાં ગમે તે અક્ષાંશ પરનું આકાશ જોઈ શકાય છે. ક્યાંય પણ કોઈ ખગોળીય ઘટના બની હોય તેનું સ્ટિમ્યુલેશન પ્લેનેટોરિયમમાં થઈ શકે છે.

No comments:

Post a Comment