સ્ટ્રિંગ થિયરી બ્રહ્માંડ શા માટે આવું છે, જેવું છે તેવું છે અને બ્રહ્માંડમાં પદાર્થ કેવી રીતે ઉત્પન્ન થયો છે. જેવા પદાર્થોનાં જવાબો આપી શકવાની ક્ષમતા દેખાડે છે
ન્યુટનથી માંડી આઈન્સ્ટાઈન,નીવ્સ બોહર, સ્ટીવન વાઈનબર્ગ, સેલ્ડન ગ્લેલો, અબ્દુસ સલામ બધાએ કુદરતનાં મૂળભૂત બળોનો સંબંધ જાણવા પ્રયત્નો કર્યાં છે. તેના અદ્વૈતને શોધવા પ્રયત્નો કર્યા છે. આપણા વેદોમાં તો અદ્વૈતની ચર્ચા પ્રચુર પ્રમાણમાં કરવામાં આવી છે. છેક ત્યાં સુધી કે અભણા એવા નરસિંહ મહેતાએ અદ્વેૈત આત્મસાત કર્યું હતું. આ ભારતીયો માટે અદ્વૈત એ નવી વાત નથી, પણ તે તાત્ત્વિક જ્ઞાન છે.
હાલના વૈજ્ઞાનિકો બ્રહ્માંડ પદાર્થકણોનું બનેલું છે. એમ નહીં પણ બ્રહ્માંડ સ્ટ્રિંગનું બનેલું છે એવી ધારણા લઇ રહ્યાં છે. સ્ટ્રિંગ વિચિત્ર છે. ગમે તેમ વળે છે, બધાને બાંધે છે અને આંદોલન કરે છે. પદાર્થકણની ત્રુટી એ છે કે તેના કેન્દ્રમાં બધું અસીમિત થાય છે અને ભૌતિકશાસ્ત્રના નિયમો ભાંગી પડે છે. આ મુશ્કેલીઓનું નિવારણ કરવા ભૌતિકશાસ્ત્રીઓ હવે પદાર્થને કણના સ્વરૂપે લેવાને બદલે તેને સ્ટ્રિંગના રૂપમાં લેવાનું પસંદ કરે છે. હકીકતમાં સૂક્ષ્મ પદાર્થકણોનાં ખરેખર રૂપની તો આપણને ખબર જ નથી. સ્ટ્રિંગ થિયરી બ્રહ્માંડ શા માટે આવું છે, જેવું છે તેવું છે અને બ્રહ્માંડમાં પદાર્થ કેવી રીતે ઉત્પન્ન થયો છે. જેવા પદાર્થોનાં જવાબો આપી શકવાની ક્ષમતા દેખાડે છે. જો પદાર્થકણને તરંગ તરીક લઇ શકાય જે ક્વોન્ટમ થિયરી દર્શાવે છે. અને આઈન્સ્ટાઈનની ફોટો- ઈલેક્ટ્રિક ઈફેકટે તેનું પ્રદર્શન કર્યું છે અને પ્રકાશના તરંગ અને પદાર્થકણ અને રૂપની વિભાવના કરી છે, તો પદાર્થકણને આંદોલન કરતી સ્ટ્રિંગ તરીકે પણ લઇ શકાય. પદાર્થકણના કણનું સ્વરૂપ અનિવાર્ય નથી. આ સ્ટ્રિંગનાં આંદોલનો બ્રહ્માડમાં બધું ઉત્પન્ન કરી શકે. હકીકતમાં આ સ્ટ્રિંગ દૃશ્યમાન નથી. તે રબ્બરબેન્ડ જેવી પણ નથી. તેને જોવાનું કોઇ સાધન હજુ વિજ્ઞાને વિકસાવ્યુંં નથી. તે માત્ર ગાણિતિક ચક્ર છે. ગાણિતિક વસ્તુ છે. એક વિભાવના, કે એક વિચાર છે. વિજ્ઞાનમાં છેવટે વિચાર જ વસ્તુ બનીને આવે છે. પદાર્થકણને કણ માનવો એ પણ એક વિચાર જ છે અને તરંગ માનવો તેે પણ એક વિચાર જ છે. ઈલેકટ્રોન કાંઈ લખટી નથી. તે માત્ર ઊર્જા છે. તમે તેને ગમે તે રીતે વિચારી શકો. આ તો અજાણી વસ્તુને જાણીતી વસ્તુના રૂપમાં કલ્પમા કરવા જેવી વાત છે. આ બ્રાહ્માંડની વસ્તુ ખરેખર શું છે તે કોઇને પણ ખબર નથી. બધી કલ્પના જ છે. બ્રહ્માંડના રહસ્યની કોઇને પણ ખબર નથી. હકિકતમાં કુદરત કેવી રીતે કાર્ય કરે છે તે કોઇને પણ ખબર નથી. આપણા ઋષિ-મુનિઓ આમાટે જ પરબ્રહ્મની કલ્પના કરી છે જે નિરાકાર હોવા છતાં બધી જ આકારો ધરી શકે છે. ખરેખર આપણા ઋષિ-મુનિઓનું તત્ત્વજ્ઞાન દાદ માગી લે તેવું છે. જેના પર આજે વિજ્ઞાનીઓ વિચાર કરી રહ્યા છે કે છેવટે આ શું છે? વિજ્ઞાનીઓ માને છે કે સ્ટ્રિંગનો વિચાર સૂક્ષ્મકણથી માંડી ગેલેકસી સુધી પદાર્થની ગતિવિધિ અને અસ્તિત્વ સમજાવી શકે. સ્ટ્રિંગને સમજવા આપણે કેટલાંક છુપાવેલાં પરિમાણોની કલ્પના કરવી પડે તેમ છે. આ સ્ટ્રિંગ દશ પરિમાણીય વિશ્ર્વમાં આંદોલન કરે, ઘૂમે વળાંક લે. સ્ટ્રિંગની આ ગતિવિધિ બ્રહ્માંડના બધા પદાર્થકણો અને બળોના અસ્તિત્વને સમજાવી શકવા શક્તિમાન દેખાય છે. સ્ટ્રિંગ થિયરી માને છે કે બ્રહ્માંડ દશ-પરિમાણીય છે. લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ, સમય અને બીજાં છ પરિમાણ જે દૃશ્યમાન થતાં નથી. કારણ કે આ પરિમાણ એટલાં બધાં નાનાં છે કે આશ્ર્ચર્ય થાય. તે અણુની સાઈઝ કરતાં હજાર અબજથી પણ નાના છે. માટે અમુક પરિસ્થિતિમાં તે દૃશ્યમાન થાય અને વિસ્તરતા દેખાય. લેખકે દર્શાવ્યું છે કે બ્રહ્માંડને પાંચમું પરિમાણ છે અને પદાર્થ તેનું પાંચમું પરિમાણ છે. પદાર્થને જ્યારે પરિમાણમાં ફેરવીએ છીએ ત્યારે એક કિલોગ્રામ પદાર્થની લંબાઇ એક મીટરની દશ કરોડ અબજ અબજમાં ભાગની થાય. આમ પદાર્થનું પરિમાણ એક મીટર ક્યારે દેખાય જયારે પદાર્શ દશ કરોડ અબજ અબજ કિલોગ્રામ બને. આવું જ બીજા પાંચ પરિમાણનું છે. આ બધા પરિમાણોને હજુ ઓળખી કાઢવામાં પણ આવ્યા નથી. અમને લાગે છે કે ઉષ્ણતામાન બ્રહ્માંડનું છઠ્ઠું પરિમાણ છે. વાત ઉષ્ણતામાનને લંબાઇમાં, મીટરમાં ફેરવવાની છે, સમયને મીટરમાં ફેરવીએ તો સેક્ધડની લંબાઇ એક પ્રકાશ સેક્ધડ થાય એટલે કે ૩૦ કરોડ મીટર થાય. અહીં સમયનું ચોથું પરિમાણ મીટરમાં ઘણું વિસ્તૃત બને છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે બીજા છ પરિમાણ વિકસી શકયા નહીં. જેમ કોઇ માનવીના હાથ વિસ્તાર પામતા નથી કે પગ વિસ્તાર પામતાં નથી. ઠિંગુજીઓ આવી પ્રક્રિયાનું પરિણામ હોઇ શકે. આ તો માત્ર સમજવાનું ઉદાહરણ છે. ખરેખર સરખામણી (ફક્ષફહજ્ઞલુ) નથી. જો રબ્બરનો ચા પીવાનો કપ બને તો ગણિતશાસ્ત્રીઓ તેને રબરના ટાયરમાં ફેરવી શકે માટે ગણિતશાસ્ત્રીઓ માટે રબ્બરનો ચા પીવાનો કપ રબ્બરનું ટાયર પણ ગણાય. વિજ્ઞાનીઓનું માનવું છે કે બ્રહ્માંડની અમુક જથ્થાની ઊર્જા અમુક રીતે આંદોલન કરે છે અને અલગ અલગ પદાર્થ ઉત્પન્ન કરે છે. ક્વોન્ટમ થિયરી ગુરૂત્વાકર્ષણ સિવાય બીજા ત્રણ બળોને સમજાવી શકે છે. એટલું જ નહી પણ તે એકના એક જ બળો છે તેમ દર્શાવે છે. પણ ગુરુત્વાકર્ષણનો તે આ રીતે સમાવેશ કરી શકતી નથી. આ જ મોટી મુસીબત છે અને બ્રહ્માંડનું રહસ્ય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડના દરેક પ્રકારની ઊર્જા સાથે ગતિવિધિ કરે છે. વિજ્ઞાનીઓ તેથી માને છે કે કયાંક તેઓ બ્રહ્માંડને સમજવામાં ભૂલ કરે છે. કુદરતનાં બળોને સમજવામાં ભૂલ કરે છે. હકિકતમાં સિદ્ધાંતો છે જ નહીં. જે છે તે પ્રક્રિયાઓ છે. સિદ્ધાંત એટલે પ્રક્રિયાની આપણી સમજણ. શું સ્ટ્રિંગ થિયરી બ્રહ્માંડને સમજાવી શકશે? ગોળો જમીન પર હોય અને આપણે માત્ર બે પરિમાણ જ જોઇ શકતા હોય તો જમીન પર તે એક બિન્દુ તરીકે જ આપણને દેખાય. જો તે જમીનમાં ખૂંપે તો નાના વર્તુળ જેવો દેખાય. જેમ જેમ તે ખૂંપતો જાય આ વર્તુળ મોટું મોટું થતું જાય. પછી નાનું બનતું જાય. પછી વળી પાછો તે બિન્દુ બની જાય અને છેવટે અદૃશ્ય થઇ જાય. તે પરિમાણીય વિશ્ર્વના માનવીને આવું દૃશ્ય દેખાય. તે ગોળાના આકારને સમજી જ ન શકે. એટલે કે બ્રહ્માંડમાં દેખાય છે તે કોણ, કયારે અને કેટલા પરિમાણમાં, કેવી રીતે જુએ છે. તેના પર બધો આધાર છે એ તે રીતે તે સાચા છે. સ્ટ્રિંગ થિઅરીના વિજ્ઞાનીઓ માને છે કે આ થિયરી બ્રહ્માંડમાં કાર્યરત બધાં જ બળોને એક બળમાંથી જ ઉત્પન્ન થયેલાં બતાવી શકશે. અને બધા જ પદાર્થકણોનો ઉદભવ એક જ તત્ત્વમાંથી થાય છે તે દર્શાવી શકશે. આ હકીકતમાં શંકરાચાર્યે જેનો પ્રચાર કર્યો હતો તે અદ્વૈતવાદ જ છે. વિજ્ઞાનીઓ ગમે તે થિયરી શોધે પણ તેનો માત્ર એક હેતુ બ્રહ્માંડ એક જ તત્ત્વમાંથી ઉત્પન્ન થયું છે તે જ દર્શાવવાનો છે. આમ તેઓ ભારતીય તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વેદોનો અદ્વૈતવાદ જ સાબિત કરવા માગે છે. આપણા માટે આ ગવર્ર્ લેવા જેવી બાબત છે. સ્ટ્રિંગ થિયરી હાલમાં તો પૂર્ણ રીતે ગણિતશાસ્ત્ર પર આધાર રાખે છે અને ગાણિતિક છે તેનો હેતુ પાર પડે તે માટે નવા ગણિતશાસ્ત્રનો આવિષ્કાર કરવો પડે તેમ છે. બ્રહ્માંડના ભૌતિકશાસ્ત્રને સમજવા ગણિતશાસ્ત્ર જ મુખ્ય આધાર છે. ન્યુટનને તેની ગુરુત્વાકર્ષણની થિઅરી સાબિત કરવા નવા ગણિતશાસ્ત્રનો આવિષ્કાર કરવો પડયો હતો જેને આપણે કેલકયુલસ કહીએ છીએ. આઈન્સ્ટાઇનને તેનો સાપેક્ષવાદ સાબિત કરવા રીવાન ભૂમિતી (યુક્લિડિયેટર ભૂમિતી- ગજ્ઞક્ષ યીભહશમયફક્ષ ૠયજ્ઞળફિિંુ) ની જરૂર પડી હતી. ક્વોન્ટમ મિકેનિક્સ પણ પૂર્ણ રીતે ગણિતશાસ્ત્ર પર જ આધાર રાખે છે. બ્રહ્માંડને સમજવા ગણિત કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે, તે સ્પષ્ટ થાય છે. ફંકશનલ એનાલિસિસ નામની ગણિતની શાખા ક્વોન્ટમ મિકેનિક્સના ગણિતશાસ્ત્રનો ભાગ છે. સ્ટ્રિંગ થીઅરી હકીકતમાં ગણિતનો વિકાસ છે. સ્ટ્રિંગ થિયરીનો વિકાસ ગણિતશાસ્ત્રના આધારે જ થઇ શકે સ્ટ્રિંગ થિયરી સમજવા અને તેમાં કાર્ય કરવા ગણિતશાસ્ત્રી બનવું પડે. માટે જ આપણે બાળકોને ગણિતનું મજબૂત જ્ઞાન આપવું જરૂરી છે. બાળકો જે ગણિતથી દૂર ભાગે છે તે દેશ માટે ખરાબ નિશાની છ. ભારત તો પૂરી દુનિયામાં ગણિત માટે વિખ્યાત છે અને ગણિતનો પાયો નાખવા ભારતનું મહત્ત્વનું યોગદાન છે. આજે પણ ભારતમાં મહાન ગણિતશાસ્ત્રીઓ છે. જો કે કોલેજમાં બારમી- સાયન્સ પછી ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૂરા ભારતમાં બહુ થોડા જ હોય છે. ભારત માટે ખરાબ નિશાની છે. ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રને અર્થ આપે છે અને ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્રને આમ તેઓ હેન્ડ ટુ હેન્ડ ચાલે છે. સ્ટ્રિંગ થિયરીની મુસીબત એ છે કે તે બ્રહ્માંડ ઉત્પન્ન થયું તે પરિસ્થિતિની વાત કરે છે. માટે તેને સાબિત કરની ઘણી મુશ્કેલ છે. તે હાલમાં માત્ર સિદ્ધાંતોથી જ સમજી શકાશે. કોઇ પણ વિજ્ઞાની માટે થિયરેટિકલ ફિઝિક્સમાં કારકિર્દી બનાવવી તે જોખમ છે. સાચા વિચારને છોડવો જોઇએ નહીં, પણ કેવી રીતે ખબર પડે તે વિચાર સાચો છે, તે તો સાબિત થાય ત્યારે જ ખબર પડે. વિજ્ઞાનીઓ આવા જોખમી ક્ષેત્રમાં કાર્ય કરે છે. |
No comments:
Post a Comment