કુંભ લગ્ન રાશિના આપ જાતકો શનિના પ્રભુત્વ હેઠળના હોવાથી આર્થિક બાબતે શ્રેષ્ઠત્તમ નિર્ણયો ચતુરાઈપૂર્વક લઈ શકનારા. હાથ લીધેલ કાર્યપૂર્તિ હેતુ સતત પ્રયત્નશીલ રહેનારા. દરેક કાર્ય ઝીણવટપૂર્વક કરવા અને કરાવવાની આવડત ધરાવનારા, મિલનસાર હોવા છતાં વિચારોની અભિવ્યક્તિએ ભાષાની મર્યાદા બંધાતા ઓછું બોલનારા છો. કરકસરીયા એટલે કે પોતાની જાત ઉપર ઓછો ખર્ચ કરનારા લોકઉપયોગી કાર્યો કરવા તત્પર સાથે કર્મઠતામાં ક્યારેક આયોજનના અભાવે મૂઢમતીજ્ઞની જેમ ગદ્ધાવૈતરું કરનારા અને કરાવનારા પણ હોઈ શકો છો. પોતાના દરેક કાર્યો જાતે કરવાના અને અન્યો ઉપર ભરોસો ન મૂકવા કે કાર્ય ન છોડવાની વૃત્તિએ આપ જે અમુક કાર્યોથી મુક્ત બની વૈચારીકતા કે કાર્યપૂર્તિ હેતુ આયોજન અંગે વિચારવાનો ફાજલ સમય ફાળવી શકતા નથી. આ પરિસ્થિતિએ આદરેલ કાર્યોનું પરિણામ આપની કલ્પના મુજબનું આપ મેળવી શકતા નથી. જે કાર્યો ઓછાં મહત્ત્વના હોય કે જેના પરિણામની અસર બહુ મહત્ત્વની ન હોય તેવાં કાર્યોથી મુક્ત બની નાવીન્યતા તરફ આપનાં કાર્યોને વાળવા રહ્યાં અન્યથા બંધ ઘડામાં રહેલું પાણી હોય કે વાયુ તેને ગંધાતા વાર લાગતી નથી. આમ ધ્યાન વગરના થશો તો વૈચારીક નાવીન્યતાનો અભાવ આપને હંમેશ નડતો રહે અને નકારાત્મક ભાવની જાગૃતિ આપની ક્ષમતાને આવડતને સર્જનાત્મકતાને બદલે અન્યોને નુકશાન પહોંચાડવા, અડચણરૂપ બનવા માટે પ્રેરી શકે છે. શરીરને કષ્ટ આપવાથી આપ ડરતા નથી પણ આયોજનબદ્ધ રીતે કષ્ટ સહન કરશો તો સ્વાભાવિકપણે પરિણામો શ્રેષ્ઠ મેળવશો. અન્યોની જેમ આડંબર યુક્ત વ્યવહાર, વર્તન રહેણીકરણી આપનાં ન હોવાથી પ્રાપ્ત માન-અકરામ મળે ન મળે બહુ ફરક પડતો નથી.
આપની આ પ્રકૃતિના લક્ષ્યાંકે સંતાનો સાથેના સંબંધોને જોવા જઈશું તો જણાશે કે આપનું વડીલત્વ સ્વાભાવિકપણે અન્યોની જેમ સંતાનો ઉપર સ્થાપિત કરવા આપ પણ તત્પર રહો છો. વિચારમગ્ન અને તરંગી તુક્કા દોડાવતા આપ આયોજન વગર મનમાં આવે તે બધું જ અમલમાં મૂકવા તત્પર રહો છો અને વગર વિચાર્યંુ કાર્ય કરતાં આપના કાર્યોના આપ જાતે જ આગળ જતાં કાં તો ઉલાળીયા કરો છો કાં તો આપ જાતે મુંઝાઈ જાવ છો. જો કે આપના વિચારો, તરંગો ખોટા છે તેવું નથી કહેવા ઈચ્છતા પણ પરિણામની ગણતરીએ કાર્ય કરો તો આપનું માન પણ વધે હવે આવી પ્રકૃતિ આપના સંતાનો ઉપર ઠોકી બેસાડવા પ્રયત્નો કરો તે કેટલું વાજબી છે? આપે આપના સંતાનોની ક્ષમતા, આવડત કે વિચારસરણી ચકાસવાનો પ્રયત્ન કર્યો છે ખરો? ધ્યાન રાખો આપના સંતાનો આપના વ્યવહાર વર્તનને જોઈ અનુભવી શીખે છે નહીં કે આપના ભાષ્ય દ્વારા શીખવા પ્રયત્ન કરે છે. આપનું તરંગીપણું તેથી નીપજતી કાર્યની પરિસ્થિતિ આ બધેથી સફળતાની કે કાર્યસિદ્ધિની મર્યાદાઓ બંધાય છે. ત્યાં જ સંતાન શીખી જાય કે ધાર્યંુ પરિણામ ધાર્યા સમયે ન આવે તો વિચાર કે કર્મ પરિવર્તન કરતાં અચકાવું નહીં. આમ કાર્યથી ભાગેડુ થવાની વૃત્તી આપની નથી માટે પરિણામોના અભાવે પણ આપ ગદ્ધાવૈતરું કરવાની વૃત્તીના છો જ્યારે સંતાનને તો પરિણામ જોઈએ છે. આપ આયોજનબદ્ધ રીતે ચાલતા નથી એટલે કાર્ય ખોરંભે ચડે છે જ્યારે સંતાનોને યેનકેન રીતે પરિણામ જોઈએ છે, ક્યાંથી મેળ પડે અને પછી સલાહ આપવા પ્રયત્ન કરો કે ભઈ કાર્ય પ્રત્યે એકાગ્રચિત રાખવું. સમર્પિત રહેવું પણ સલાહ આપનારની સફળતાની મર્યાદા અનુભવી સંતાન ભલે ચંચળ આપને લાગતું પણ બુદ્ધિશાળી- વાચાળ- ઝડપી નિર્ણયો લેનાર બૌદ્ધિકતાના માપદંડે દરેક કસોટીએ પાર ઊતરી શકનારા છે. તેમની વાચાળતા અને તર્કબદ્ધ સંક્ષિપ્ત દલીલ આપને મૌન કે નીરૂત્તર બનાવી શકવા સક્ષમ છે. જ્યારે આપને સંતાનની નિર્ણય બાબતની ચંચળતા હેરાન કરનારી લાગે છે. અને આ સ્થિતિએ આપ જરા આકરા થવા જાવ તો આપની મર્યાદા ઉજાગર થાય તેવી બે વાતો કરશે તો આપને ગમશે નહીં. ક્યાંક અજાણતાં કે જાણતા સંતાનના મનમાં એ ભાવ પણ ઘર કરી જશે કે આપ જે નથી કરી શકતા તે અમને કરવાનું કહો છો કે અમારી પાસેથી અપેક્ષા રાખો છો. જો કે અહીં પણ આપ ખોટા નથી, આપ જે અપેક્ષા સંતાન પાસે રાખો છો તેવા વ્યવહારનું ડહાપણનું આચરણ તેની બાલ્ય અવસ્થાથી તેની સમક્ષ કરવું રહ્યું તેમ જ સ્વતંત્ર રીતે સંતાનને વિકસવા દેતા માર્ગદર્શક તરીકે અનુભવનો લાભ આપે આપવો રહ્યો. અન્યથા અભ્યાસ વ્યવહાર વર્તન કે વ્યવસાય બાબતે સામસામી છાવણીએ શતરંજ રમાતી અનુભવાશે અને આપ જે પ્રવૃત્તિ કે વ્યવસાય કરતા હશો તેનાથી અંતર રાખીને જ આપનું સંતાન પોતાની કારકિર્દી વિકસાવવા પ્રયત્ન કરશે.
પૂર્વપુણ્ય બાબતે આપની સાથે શું ચર્ચા કરીશું? બૌદ્ધિક, મહેનતુ, કરકસરયુક્ત પ્રકૃતિ મર્યાદિત ઈચ્છાઓએ આપ કષ્ટમાં મુકાઈ જાવ તે સંભાવનાઓ ઓછી છે અથવા તો અનુભવાતી નથી. ચાતુર્યપૂર્ણ વ્યક્તિત્વ, વિદ્વાન તેમ જ વિદ્યાના પ્રતાપે લોકોમાં માન, સન્માન, પદ પ્રતિષ્ઠા પામી શકનારા હોવા છતાં આ બધી માયાની મમત્વની ઓછપ આ પ્રકૃતિ અન્યો સાથેના સંબંધો જાળવી રાખવા આપ માટે અત્યંત મદદરૂપ બને છે. પણ અહીં ધ્યાન રાખવું રહ્યું કે આ તમામ શુભ બાબતોના ભોક્તા તમે હકારાત્મક અભિગમે જ બની શકશો. આ સાથે આપ માટે કહ્યું છે કે આપ એકલપટ્ટા પણ છો એટલે નકારાત્મક ભાવે આપ લોકો સાથેના સંબંધોમાં હાથે કરી વ્યાધિ ઊભી કરી હશે તો લોકો તો આપની નજીક આવવાનું ઓછું પસંદ કરશે અને આપની જાતને બધાથી અળગી કરી અતડા થઈને પણ રહી શકતા હોવાથી બન્ને સ્થિતિએ માનસિક રીતે આપને બહુ ફરક નથી પડતો. પાછા માગવા કરતાં મરવું સારુંનો અભિગમ હોવાથી કષ્ટપ્રદ સમયે આપને મદદ મળે તો આપ સ્વીકારી શકતા નથી અથવા તો મેળવી શકતા નથી. છતાં આપની માટે તેમ જ આપના પારિવારીક પુરોગામીઓ માટે આપના નિર્ણયો અને વર્તનો જ ગંધ સુગંધ લોકોમાં ફેલાવી શકે છે. એટલે આપે જ નિર્ણય લેવો રહ્યો કે આપને કયો ભાવ શ્રેષ્ઠ લાગે છે હકારાત્મક કે નકારાત્મક.
પંચમ ભાવે રહેલ ગ્રહનું અંદાજિત ફળ:-
સૂર્ય:- ઉત્તમ સાથ સહકાર આપનાર અને જીવન પ્રગતિમાં મદદરૂપ થનાર જીવનસાથી આપે છે. સ્રી જાતક ગમે તેવા નબળા પરિવારથી હોય પણ લગ્ન બાદ આર્થિક જાહોજલાલી ભોગવવાનું ભાગ્ય સાંપડે છે. વ્યવહાર કુશળ તે જ રાજ્ય, જાહેરજીવન, ભાગીદાર, સાથીદારથી આર્થિક લાભ સારો મળી રહે. સંતાનો સાથે વ્યવહાર વધુ પડતો શિસ્તાગ્રહી, કડક રહેતા સંતાનો જાતકથી દૂર જ વ્યવસાય, નોકરી શોધી લ્યે છે. મિત્રો પ્રતિષ્ઠિત ઉચ્ચ રાજકીય વગ ધરાવનારા હોય છે. દેખાદેખી કે સંબંધ માન જાળવવા વ્યસન લાગુ પડી જઈ શકે છે. જીવન સફળતા માટે શિક્ષણ અગત્યનું રહેતું નથી. વ્યક્તિગતરૂપે કોઠાસૂઝ શ્રેષ્ઠ રહેતા વ્યવહારકુશળતાએ જીવનમાં સફળતા મેળવે છે.
ચંદ્ર:- ધનવાન પરિવારમાં જન્મ થયો હોવા છતાં બેદરકારી, ઉડાઉપણાએ ધનની કમી થાય છે. ભણતર અને વિષયની સારી સમજ હોવા છતાં પ્રસ્તુતીકરણમાં લગભગ નકલ જ જોવા મળે છે. સર્જનાત્મકતાનો અભાવ હોય. મિત્રો ઘણા છતાં કંઈ ઉપાર્જીત થઈ શકે તેવા મિત્રો ન હોતા સમયની બરબાદી જ કરતા ગણાય. જુગાર વ્યસનના નાદે ચડતાં વાર લાગતી નથી. નાટકીય ઝઘડા વચ્ચે પણ બન્ને જાતકો પરસ્પર આકર્ષણ સારું રહે છે. સંતાનો બીજાના ભરોસે નાનપણથી મૂકે જેથી મોટા થયે પ્રતિષ્ઠા હાની થાય તેવું વર્તન સંતાનો કરી બેસે.
મંગળ:-સંતાન સુખમાં વ્યાધિ રહ્યા કરે. ભાંડરડાઓથી સંબંધો જાળવવા પ્રયત્નશીલ રહે. ઘણા મિત્રો હોય અને મિત્રોના સાનિધ્યે જ મોટા થાય, ખાવાપીવાના શોખીન હોવાથી મીજબાનીઓની તો જાણે રાહ જ જોતાં હોય છે. ઝડપથી ધન કમાવે અને તેટલી જ ત્વરાથી વાપરી જાણે અને તરંગી ઉતાવળીયો સ્વભાવ હોવાથી વાહન ચલાવતાં, રસ્તો ઓળંગતા સાચવવું અન્યથા અકસ્માતો થવાનું જોખમ સતત રહ્યા કરે છે. વારસાગત જમીન મળે, અવળા રસ્તાની કમાઈ થવાની સ્થિતિએ તેવા ધનનો ત્યાગ કરે છે. પાછલી વયે ધર્મ તરફનો ઝુકાવ મિજાજને શાંત કરી લોકઉપયોગી કાર્યો તરફ મનને વાળે છે.
બુધ:- વિદ્યાને કારણે સારા અધિકારો ધરાવતી નોકરી કે વ્યવસાયમાં સફળતા મળે. અટપટા વિષયો કે વિદ્યાના જ્ઞાતા બની પ્રચાર પ્રસાર કરનારા નીવડે. મિત્રો અને પરિવારજનોમાં સારું માન મેળવે છે. વયની ઉત્તરાર્ધે સંતાનો દ્વારા શ્રેષ્ઠ રીતે માન જાળવણી વગેરે પામી શકે છે. સટ્ટો નહીં પણ ગણતરીપૂર્વકનું રોકાણ કે વિનિમય કે દલાલીનાં કાર્યો દ્વારા ધન ઉન્નતિ પામે છે.
ગુરૂ:- ઉત્તમ પરિવારજનો, દરેક કાર્યોમાં સહજતાથી મદદ, માર્ગદર્શન મેળવી શકનાર ભાગ્યશાળી, તેમજ ધનવાન ગણી શકાય તે સ્થિતીએ જાતક હોય છે. પૈતૃક પ્રતિષ્ઠાને પણ મૂઠ ઉંચેરી બનાવવાની ક્ષમતા આવડત જાતકમાં હોય છે. પરિવાર કુળની ઓળખસમું સ્થાન પામી શકે છે. મિત્રોમાં સ્નેહીઓમાં આદર પાત્ર સ્થાન મેળવી શકનારા. શારિરીક તંદુરસ્તી સારી ભોગવી શકે છે. પરદેશગમન અને ધાર્મિક સ્થળોએ સારું માન પામી શકે છે.
શુક્ર:- ઈચ્છિત દરેક વસ્તુઓ સહેલાઈથી પામી શકે છે. સારી વિદ્યાનો વ્યવસાયમાં શ્રેષ્ઠ લાભ લઈ શકનારા હોય છે. કાયદાનું જ્ઞાન પ્રાપ્ત કરે તો તે જ્ઞાનનો ચતુરાઈથી ઉપયોગ કરી સફળતા મેળવી જાણે. ભરસભામાં વાદવિવાદે ભલભલાને ચૂપ કરી શીખવા સક્ષમ હોય. કાવ્ય, સંગીત કળાના ક્ષેત્રની ઊંડી અને શ્રેષ્ઠ સમજપણ ધરાવનારા હોય છે. પણ સ્ત્રીજાતકના સુખ યોગ્ય રીતે પામી શકતા નથી, પણ સંતાનોને સારો પ્રેમ આપી શકે. બાલમાનસ કે શિક્ષણક્ષેત્રે સારી સમજ ધરાવનારા આ ક્ષેત્રે સફળ થઈ શકે છે. પણ કર્યા કાર્યોનું ધાર્યંુ વળતર પામી શકતા નથી જો કે આ શુક્ર સ્ત્રીજાતકો માટે લાભ આપવામાં નકારાત્મક બને છે. સગાઓની ટીકા કરી હાથે કરી દુ:ખ માટે કારણરૂપ બને છે.
શનિ:- લગ્ન અને સંતાન પ્રાપ્તિમાં વિલંબ કે વિધ્નો આવ્યે રાખે. જીવનસાથીની પસંદગીએ થોડું ઉતરતું પાત્ર પસંદ કરવું રહ્યું. ઉચાટીયો સ્વભાવ મિત્રો સગામાં દુ:ખની જ વાતો કર્યે રાખે. ધન સંચયાર્થે ઈચ્છિત વસ્તુઓ શોખનો ત્યાગ કરે. વારંવાર નોકરી વ્યવસાય બદલાવે અથવા વૈતરું કર્યા પછી પણ માનના બે શબ્દો પામી શકતા નથી.

No comments:
Post a Comment