મલેશિયાની સર્વોચ્ચ અદાલતે બે દિવસ પહેલાં રોમન કેથલિક ચર્ચ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે કે બિન-મુસ્લિમો ગૉડ માટે અલ્લાહ શબ્દ વાપરી શકે નહીં.
મલેશિયાની સરકાર વતી અદાલતમાં દલીલ થઈ હતી કે બીજા ધર્મો (વાંચો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ) ગૉડની જગ્યાએ અલ્લાહ વાપરે છે ત્યારે મુસ્લિમોમાં ગેરસમજણ અને ગૂંચવાડો ફેલાય છે. જેને કારણે ધર્માંતર કરવા માટે તેઓ (મુસ્લિમો) પ્રેરાય છે.
મલેશિયામાં વર્ષોથી આ વિવાદ ચાલુ છે. આને કારણે હિંસક બનાવો (અર્થાત્ કોમી રમખાણો) પણ થયા છે. ૨૦૦૯ની સાલમાં નીચલી અદાલતે ખ્રિસ્તી ધર્મગુરુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેના પરિણામે રમખાણો થયાં હતાં. મલેશિયા સરકારે સર્વોચ્ચ અદાલતમાં નીચલી અદાલતના ચુકાદા સામે અપીલ કરી. ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો જેની સામે ખ્રિસ્તી ધર્મગુરુઓએ સુપ્રીમની રિવિઝન બૅન્ચમાં અપીલ કરી. સોમવારે રિવિઝન બૅન્ચે ખ્રિસ્તી ધર્મગુરુઓની અપીલ માન્ય ન રાખી અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને બહાલી મળી કે હવે પછી ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તને અલ્લાહ તરીકે નહીં ઓળખાવી શકે.
ભારત માટે આ ચુકાદો કાયદાકીય રીતે કોઈ કામનો નથી પણ આ ચુકાદાના સૂચિતાર્થ અહીંની પરિસ્થિતિને પણ લાગુ પડે છે.
ગુજરાતમાં ધર્માંતરણની પ્રવૃત્તિ કરનારા ખ્રિસ્તી મિશનરીઓ ઘણાં વર્ષોથી કેટલાક ચર્ચનો બાહ્ય દેખાવ હિંદુ મંદિરો જેવો રાખતા થઈ ગયા છે. નવરાત્રિમાં તેઓ ઈસુ ખ્રિસ્તના ગરબા ગબડાવે છે. ઈસુ ખ્રિસ્તને પ્રભુ, ઈશ્ર્વર, પરમાત્મા અને ભગવાનના નામે ઓળખાવાતી પ્રાર્થનાઓ રચાવીને ગવડાવે છે. શક્ય છે કે ખ્રિસ્તી મિશનરીઓ વખત જતાં ઈસુ ખ્રિસ્તને શ્રીજીબાવા અને મહાવીર સ્વામી પણ ગણાવતા થઈ જાય.
પ્રકૃતિમાં ઈશ્ર્વર એક જ છે એ આપણે સ્વીકારીએ છીએ. એને તમે જે નામે બોલાવો તે નામે બોલાવી શકો. પણ વાસ્તવમાં કે વ્યવહારુ જગતમાં તો હનુમાનજી અને ગણેશજી પણ જુદા છે, ભોલેનાથ અને શ્રીનાથજી પણ અલગ છે. હનુમાન ચાલીસા બોલતી વખતે અને વક્રતુંડ મહાકાય બોલતી વખતે તમારી બંધ આંખ
સામે જેમનું સ્વરૂપ દેખાય છે તે બંને સ્વરૂપો જુદાં છે.
ભગવાન એક છે એવી ક્ધસેપ્ટ કે માન્યતાનો આધાર લઈને ધર્માંતરણ કરાવતા ખ્રિસ્તી મિશનરીઓને મારે એક જ સવાલ પૂછવાનો છે કે તમે પોતે જો એવું માનતા હો તો પછી ધર્માંતર કરાવો છો જ શું કામ? અંબામાતાને પૂજનારા ગામવાસીઓને ભોળવીને શા માટે એને મધર મેરીની પૂજા કરવા માટે ખ્રિસ્તી બનાવી દો છો?
ભારતમાં છેલ્લી સવા સદીમાં ખ્રિસ્તી મિશનરીઓએ ધર્માંતરણની પ્રવૃત્તિ કઈ હદ સુધી ચલાવી છે એ વિશે જરા વિગતે સમજવું જોઈએ. ડાંગમાં ભોળા આદિવાસીઓને પાણીના એક કૂંડ પાસે લઈ જઈને હનુમાનજીની ધાતુની મૂર્તિ આપવામાં આવે અને કહેવામાં આવે કે આ મૂર્તિને પાણીમાં તરતી મૂકો. ધાતુની મૂર્તિ ડૂબી જાય, પછી લાકડાનો બનેલો ક્રોસ તરતો મૂકવામાં કહેવામાં આવે. લાકડાનો ક્રોસ તરતો રહે. આવા ‘ચમત્કારો’ દેખાડીને ડાંગની આદિવાસી પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાયા પછી સ્વામી અસીમાનંદે પુન: એ આદિવાસીઓને હિંદુ ધર્મમાં લાવવાની ઝુંબેશ શરૂ કરી. ૩૦,૦૦૦થી વધુ લોકોને પાછા હિંદુ બનાવવામાં એમને સફળતા મળી, ખુદ મોરારિબાપુ આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ડાંગમાં શબરીકુંભના ભવ્ય યોજનમાં સામેલ થયા, શબરીકુંભ પહેલાં મારા સાપ્તાહિક ‘વિચારધારા’ના વલસાડ જિલ્લાના ઘોષણા કાર્યક્રમમાં મેં સ્વામી અસીમાનંદને પ્રમુખ બનાવીને એમનું સન્માન કર્યું હતું. સોનિયા ગાંધીની મેઈડ ઈન ઈટલી સરકારે સ્વામી અસીમાનંદને એક બૉમ્બ કેસમાં સંડોવીને એમની ધરપકડ કરી. સ્વામી અસીમાનંદ સામેનો કોઈ આરોપ હજુ પુરવાર નથી થયો. ૧૯ નવેમ્બર ૨૦૧૦થી આજ સુધી હજુ પણ તેઓ જેલમાં જ છે.
કાંચીના શંકરાચાર્ય તમિળનાડુમાં હરિજનોને ખ્રિસ્તી બનાવવાની ઝુંબેશની સામે લડત ઉપાડી હતી ત્યારે, ૨૦૦૪ની સાલમાં દિવાળીના દિવસે, એમને પણ તે વખતની જયલલિતા સરકારે ખૂનના જુઠ્ઠા આક્ષેપ હેઠળ પોલીસમાં પકડાવીને જેલમાં નાખ્યા હતા. ખુદ જગદ્ગુરુ શંકરાચાર્યએ મહિના ઉપરાંતની મથામણ પછી છેક સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન મેળવવા પડ્યા હતા. ભારતમાં હિંદુઓ વિરુદ્ધની ક્રિશ્ર્ચિયન લૉબી કેટલી મજબૂત છે (અથવા તો હતી, લેટ્સ અઝ યુમ) એ દેખાડવા માટે આ બે દાખલાઓ પૂરતા છે.
કોઈ પણ પ્રજાની સંસ્કૃતિને વિખેરી નાખવાના બે ઉપાયો છે: એક, એ પ્રજાનો ઈતિહાસ ઊંધોચત્તો કરી નાખીને એમને પોતાના અતીત બદલ ગૌરવ લેતાં અટકાવો અને બે, એ પ્રજાની અંદર ભળી જઈને એમનું સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણ સંકટ (હાઈ બ્રીડ) બનાવી દો. આ બીજો ઉપાય બે પ્રકારે થઈ શકે: કાં તો ધાકધમકી અથવા લાલચથી એમની સાથે રોટીબેટીનો વ્યવહાર વધારીને કાં પછી એમનું ધર્માંતરણ કરીને.
હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તેમ જ આદિવાસી કે વનવાસીઓના વિવિધ સંપ્રદાયો ભારતીય ધર્મ છે. એમાં આસ્થા ધરાવનારાઓ ઈન્ડિયન રિલિજિયનિસ્ટ્સ ગણાય અર્થાત્ ભારતીય ધર્મના અનુયાયીઓ કહેવાય.
એ જ રીતે ખ્રિસ્તીઓ, મુસ્લિમો, યહૂદીઓ ઈત્યાદિ ભારતમાં અન્ય ધર્મીઓ ગણાય. (અહીં ટેક્નિકલી પારસીઓની ગણના અન્ય ધર્મીઓમાં ભલે થતી હોય પણ પારસી પ્રજા ભારતના ધર્મને, ભારતની ભૂમિને અને ભારતની પ્રજાને અહીં આવ્યા ત્યારથી એટલો આદર કરતી રહી છે કે એમને અન્ય ધર્મીઓના ખાનામાં મૂકવાનો અર્થ નથી. અને આપમેળે વિશ્ર્વ આખામાં પારસીઓની વસ્તી માંડ એકાદ લાખની છે એટલે આ ડિસ્કશનમાં આ આદરણીય પ્રજાનો આટલો જ ઉલ્લેખ પૂરતો છે).
સૌથી પહેલાં આપણે આંકડાઓ દ્વારા એ તપાસવું જોઈએ કે આ બેઉ પ્રકારની પ્રજા, અર્થાત્ ભારતીય ધર્મોના અનુયાયીઓ તેમ જ અન્ય ધર્મીઓ અથવા વિધર્મીઓની વસ્તી ભારતમાં કેટલી હતી, કેટલી છે.
ચેન્નઈની ‘સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝ’ નામની ભારતની નામાંકિત રિસર્ચ સંસ્થાએ વર્ષોની જહેમત બાદ અનેક વિદ્વાનોની મદદ પછી એક દળદાર પુસ્તક પ્રગટ કર્યું છે: ‘રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઈન્ડિયા). ૨૦૦૩માં પ્રગટ થયેલું આ પુસ્તક તે વખતથી મારી લાઈબ્રેરીમાં છે. મોટી સાઈઝનાં સાડા ત્રણસોથી વધુ પાનાંના આ પુસ્તકમાં જે આંકડા અપાયા છે તે અંગ્રેજોના જમાનાથી શરૂ થયેલી અને જરૂરી ફેરફારો સહિત હજુ સુધી ચાલુ રહેલી દસ વાર્ષિક વસ્તી ગણતરીના સત્તાવાર સરકારી આંકડાઓ છે. ભારતને લગતું વિશ્ર્વનું કોઈ પણ આંકડાકીય સંશોધન વસ્તી ગણતરીની બાબતમાં આ આંકડાઓને વિશ્ર્વસનીય અને આધારભૂત ગણે છે.
અંગ્રેજોએ ૧૮૮૧ની સાલથી ભારતમાં પદ્ધતિસરની વસ્તી ગણતરી શરૂ કરી હતી. આમ છેક ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકાના આંકડાઓ પણ આપણી પાસે છે. આ ચોંકાવનારા આંકડાઓને ધીરજપૂર્વક સમજ્યા પછી એનાં તારણો કાઢવાં પડશે અને એ તારણો પાછળનાં ઐતિહાસિક તથ્યો તપાસવાં પડશે. એ કામ આપણે કાલે કરીશું.
ખ્રિસ્તી મિશનરીઓએ ભારતમાં કરેલા ધર્માંતરણના આંકડા તપાસીએ. સૌ પ્રથમ આઝાદી પહેલાંની પરિસ્થિતિ જોઈએ. ૧૮૮૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ૭૯ ટકા જેટલી હતી. અમારી પાસે ૭૮ પૉઈન્ટ ૯૫૮નો આંકડો છે, પરંતુ વાંચનની સુગમતા ખાતર તથા પ્રૂફરીડિંગમાં સર્જાઈ શકે એવી ભૂલોને ટાળવા ખાતર બને ત્યાં સુધી અપૂર્ણાંકને નજીકના આંકડા સુધી ખેંચી લઈ જઈને પૂર્ણાંક બનાવવાની કોશિશ કરીશું.
૭૯ ટકાની સામે વિધર્મીઓની વસતી ૨૧ ટકા જેટલી છે. આ આંકડા ૧૮૮૧ના છે. છ દાયકા પછી, ૧૯૪૧માં ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની સંખ્યા ૭૯ ટકામાંથી ઘટીને ૭૪ ટકા થઈ જાય છે અને વિધર્મીઓની ટકાવારી ૨૧માંથી ર૬ જેટલી થઈ જાય છે. આ ર૬ ટકાના સરવાળામાં ર૪ ટકા મુસ્લિમો છે વત્તા એક પોઈન્ટ નવ ટકા ખ્રિસ્તીઓ છે અને બાકીના પૉઈન્ટ શૂન્ય એક ટકા કરતાંય ઓછા પારસીઓ અને યહૂદીઓ છે.
વિધર્મીઓ ૨૧ ટકા હતા ત્યારે મુસલમાનોની વસ્તી વીસ ટકાની તથા ખ્રિસ્તીઓની વસ્તી પોણો ટકાની હતી. આમ આઝાદી અગાઉનાં વર્ષોમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ચાર ટકા જેટલી ઘટે છે અને લગભગ એટલી જ વસ્તી મુસલમાનોની વધે છે.
હવે આપણે આઝાદી પછીના આંકડા જોઈએ. ભારતમાં ૧૯૫૧માં ૮૭ ટકા જેટલા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે ૧૯૯૧માં ઘટીને ૮૫ ટકા થઈ ગયા અને આની સામે મુસલમાનોની વસ્તી ૧૯૫૧માં સાડા દસ ટકા હતી. જે ૧૯૯૧માં સાડા બાર ટકા જેટલી થઈ ગઈ. ખ્રિસ્તીઓની ટકાવારી લગભગ એટલી જ અર્થાત સવા બે ટકા જેટલી રહી છે, પણ ૮૪,૨૬,૦૦૦ ખ્રિસ્તીઓ વધીને ૧,૯૬,૧૧,૦૦૦ થઈ ગયા છે અર્થાત ૮૫ લાખથી લગભગ બે કરોડ થઈ ગયા છે, સવા બે ગણાથી પણ વધારે.
આઝાદી પહેલાં અને આઝાદી
પછી ભારતમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી ઘટતી જાય છે. ભારતની વસ્તીના કુલ આંકડાઓમાં બે, ચાર કે છ ટકાના વધારા-ઘટાડાથી ઝાઝા પ્રભાવિત નહીં થનારા મિત્રોને વિનંતી કે આ આંકડાઓમાંથી ઉદ્ભવતા કંટાળામાં ખેંચાયા વિના, જાગૃત રહીને આ આંકડાઓ વાંચશો. તમારી આંખો ઊઘડી જશે ને ઊંઘ હરામ થઈ જશે.
ગુજરાતમાં ૧૯૯૧ની વસ્તી ગણતરી મુજબ નેવું ટકા કરતાં થોડાક વધારે ભારતીય ધર્મોના અનુયાયીઓ છે, પોણા નવ ટકા મુસ્લિમો છે અને અડધા ટકા કરતાં ઓછા ખ્રિસ્તીઓ છે. ખ્રિસ્તી વસ્તીનું સૌથી વધુ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે જ્યાં મિશનરીઓની વટાળપ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી. માંડ દોઢ લાખની કુલ વસ્તી ધરાવતા ગુજરાતના આ છેવાડાના જિલ્લામાં ડાંગની કુલ વસ્તીના સાડા પાંચ ટકા જેટલા ખ્રિસ્તીઓ હતા. ડાંગની નજીક આવેલા સુરત જિલ્લામાં એક ટકા જેટલી ખ્રિસ્તીઓની વસ્તી હતી અને ખેડા જિલ્લામાં દોઢ ટકા. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તથા ભરૂચમાં અડધાથી એક ટકા અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ખ્રિસ્તીવસ્તી નગણ્ય છે.
ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓની વટાળપ્રવૃત્તિ સૌથી વધારે નૉર્થ ઈસ્ટમાં ચાલી. પહેલો દાખલો નાગાલૅન્ડનો લઈએ. નાગાલૅન્ડ પૂર્વોત્તર ભારતનું એક ખૂબ અગત્યનું રાજ્ય છે. નાગાલૅન્ડમાં ૧૯૦૧ની સાલમાં ભારતીય ધર્મોના અનુયાયીઓની વસ્તી નવ્વાણું ટકા કરતાં વધુ (૯૯.૨૭) ટકા હતી અને ખ્રિસ્તીઓની વસ્તી માંડ અડધો ટકા જેટલી (.પ૯ ટકા) હતી. માત્ર નેવું જ વર્ષમાં નાગાલૅન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી વધીને ૮૭ ટકા કરતાં વધારે થઈ ગઈ અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ઘટીને ૧૧ ટકા કરતાં ઓછા થઈ ગયા. એક સૈકા કરતાંય ઓછા સમયમાં હિન્દુસ્તાનના એક આખા રાજ્યનું લગભગ સંપૂર્ણ ખ્રિસ્તીકરણ થઈ ગયું. યાદ રાખીએ કે ઈશાનનાં આ રાજ્યો ભારતની સરહદ પરનાં રાજ્યો છે.
નાગાલૅન્ડ પછી મિઝોરમની પરિસ્થિતિ જોઈએ. મિઝોરમમાં પણ ૧૯૦૧ના દાયકામાં ૯૯ ટકા કરતાં વધારે (૯૯.૭૦ ટકા) વસ્તી ભારતીય ધર્મોના અનુયાયીઓની હતી અને ખ્રિસ્તીવસ્તી દસ હજારે પાંચની અર્થાત્ ઝીરો પૉઈન્ટ ઝીરો ફાઈવ ટકા જેટલી માંડ હતી. આજે શું પરિસ્થિતિ છે ત્યાં? ૧૯૯૧ની વસ્તીગણતરીના આંકડા તમને કહે છે કે મિઝોરમમાં ૮૫ ટકા કરતાં વધુ ખ્રિસ્તીઓ છે અને ભારતીય ધર્મોના અનુયાયીઓ ૯૯ ટકામાંથી ઘટીને ૧૩ ટકા જેટલા થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર તથા આસામની પરિસ્થિતિ વત્તેઓછે અંશે આ જ છે. છેલ્લા એક સૈકાથી ભારતના ઈશાનમાં થઈ રહેલી મિશનરીઓની ધર્માતરણપ્રવૃત્તિઓનો આ અંજામ છે. ભારતીય સંસ્કૃતિને આયોજનપૂર્વક ભૂંસી નાખવાનું આ સુયોજિત ષડયંત્ર છે, જેને કેટલાક ભાન ભૂલેલા સેક્યુલરવાદીઓ આવકારતા હોય છે-તેઓ ધર્માંતર વિરોધી કાયદાઓનો વિરોધ કરતા હોય છે.
કેરળ જેવા નાનકડા રાજ્યમાં ટૂંક સમયમાં જ ભારતીય ધર્મોના અનુયાયીઓ લઘુમતીમાં મુકાઈ જવાના છે. કેરળમાં ૧૯૦૧માં ૧૩ ટકા ખ્રિસ્તીઓ અને ૧૭ ટકા મુસલમાનો સામે ૬૯ ટકા ભારતીય ધર્મોના અનુયાયીઓ હતા, જે આજે ઘટીને માત્ર પ૭ ટકા થઈ ગયા છે અને મુસ્લિમો વધીને ર૩ ટકા તથા ખ્રિસ્તીઓ વધીને ૧૯ ટકા થઈ ગયા છે.
ભગવાન એક જ છે પણ ઈસુ ખ્રિસ્ત, અલ્લાહ તથા કૃષ્ણ જુદા જુદા છે. હરીન્દ્ર દવે જ્યારે એમની વિખ્યાત કવિતામાં કહે છે કે:
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં: માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિન્દીનાં જળ પર ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: માધવ ક્યાંય નથી મધુવનમાં
મલેશિયામાં હવે ખ્રિસ્તી મિશનરીઓ ગૉડની જગ્યાએ અલ્લાહ વાપરીને મુસ્લિમોને ભરમાવીને એમનું ધર્માંતરણ નહીં કરી શકે. ભારતમાં અહીંની પ્રજા પાસે એમના ધર્મો છે, એમના ભગવાનો છે. માધવનું રિપ્લેસમેન્ટ ઈસુ ખ્રિસ્તીથી કેવી રીતે થઈ શકે. માધવની સાથે મધુવન, કાલિન્દી, કદંબ, વેણુ, વનમાળી- આ બધું જ અભિન્ન રીતે જોડાયેલું છે. આ આપણી સંસ્કૃતિના પ્રતીકો છે. ખ્રિસ્તી મિશનરીઓ નવરાત્રિમાં મા અંબાના લોક પરંપરાના ગરબાઓમાં ઈસુ ખ્રિસ્તની આરાધના કરતા શબ્દો લઈને આવે છે કે મંદિરોના ઘાટ જેવી ચર્ચાની ઈમારતો બનાવે છે ત્યારે તેઓ અહીંની સંસ્કૃતિ સાથે એકરૂપ થઈ જવા નથી માગતા બલ્કિ અહીંની સંસ્કૃતિને હડપ કરી જવા માગે છે એકરૂપ તો પારસીઓ થઈ ગયા. ન કોઈને વટલાવ્યા, ન પોતે વટલાયા, ન કોઈની સંસ્કૃતિને અભડાવી ન પોતાની સંસ્કૃતિ ત્યજી દીધી. ખ્રિસ્તી મિશનરીઓ જ્યારે ડાંગના આદિવાસીઓમાં હનુમાનની ધાતુની મૂર્તિ તથા ઈસુના લાકડાના ક્રોસને પાણીમાં મૂકીને ‘ચમત્કારો’ દેખાડતા થયા એ પછી હિંદુ સંગઠનોની આંખો ઊઘડી. એમણે ત્યાં જઈને આદિવાસીઓને સમજાવ્યું કે આપણી પરંપરામાં જળપરીક્ષા ન હોય અગ્નિપરીક્ષા હોય, જેમ રામાયણમાં સીતાની થઈ હતી એમ પછી હનુમાનજીની ધાતુની મૂર્તિ તથા લાકડાના ક્રોસની ‘અગ્નિપરીક્ષા’ કરવામાં આવતી અને આદિવાસીઓની આંખો ઊઘડી જતી.
ભારતીય ધર્મો અને હિંદુ પરંપરા વિશે પંડિત સુખલાલજીએ કહ્યું છે, ‘જેના સ્થાપક તેમ જ મૂળ પુરુષો આ દેશમાં હિંદમાં થયા હોય, જેનાં અસલી તીર્થસ્થાનો આ દેશમાં જ હોય, અને જેનાં મૂળ શાસ્ત્રો તેમ જ પ્રમાણભૂત શાસ્ત્રો દેશની જૂની કે પછીની કોઈ પણ ભાષામાં (સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રાવિડ આદિ) લખાયાં તેમ જ વિચારાયાં હોય... (તે બધાં ધર્મો ભારતીય ધર્મો છે, હિંદુ ધર્મો છે).’
આટલી સાદીસીધી સમજથી વિપરીત જઈને ખ્રિસ્તી મિશનરીઓ પોતાના ટૂંકા સ્વાર્થ ખાતર ધર્માંતરણપ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે સમજુ લોકોએ, ગાંધીજીને ભલે ગમતું હતું. છતાં, હવે ગાવાનું બંધ કરવું જોઈએ કે ‘ઈશ્ર્વર-અલ્લા તેરો નામ.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુમતીઓને ખુશ કરવા માટે ગુજરાતમાં યોજેલી સદ્ભાવના યાત્રાના એક સમારંભમાં મુસ્લિમોના પ્રતીકસમી વાટકાટોપી પહેરવાની જાહેરમાં ના પાડી.
ચૂંટણી વખતે એક ટીવીચેનલે એમને આ વિશે સવાલ પૂછ્યો ત્યારે એમણે જે જવાબ આપ્યો તેનો સાર આપણે સૌએ અમલમાં મૂકવો જોઈએ: બધા ધર્મોનો હું આદર કરું છું પણ એ માટે મારે મારી સંસ્કૃતિ કે મારી પરંપરાને છોડવાની જરૂર નથી.

No comments:
Post a Comment