આપણી મંદાકિની પડોશની મેગેલન મંદાકિની સાથે જોડી બનાવી પ્રચંડ ગુરુત્વાકર્ષણના બળે મેગેલનમાંથી પદાર્થ ખેંચીને તેનો આકાર બગાડે છે
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
પૃથ્વી પર કુંવારા માણસો છે, યુગલો છે. તેમ બ્રહ્માંડમાં પણ એકલાઅટુલા તારા છે અને તારાના યુગલો પણ છે. હમણા જ વેલેન્ટાઈન ડે ગયો. તે દિવસે યુગલો એકબીજાને ભેટ આપી તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. આ પશ્ર્ચિમ સંસ્કૃતિ છે. આપણે ત્યાં તો હરહંમેશ યુગલો વેલેન્ટાઈન ડે ઉજવે છે. આપણને પશ્ર્ચિમ સંસ્કૃતિની જરૂર નથી. આપણી સંસ્કૃતિને નહીં જાણનારા યુગલો પાગલ થઈ વેલેન્ટાઈન ડે ઉજવે છે. દિવસે દિવસે આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ તે ચિંતાનો વિષય છે.
આકાશમાં વશિષ્ઠ અને અરુન્ધતીની જોડી દર્શન દે છે. સપ્તઋષિનો છઠ્ઠો તારો વશિષ્ઠ છે. તેની બાજુમાં ઘણો જ ઝાંખો તારો અરુન્ધતી છે. કહેવાય છે કે જે દર્શક અરુન્ધતીનો તારો નરી આંખે જોઈ શકે છે તેની આંખ તંદુરસ્ત ગણાય. તેને આંખે નંબર આવ્યા ન ગણાય. આપણા દેશમાં નવદંપતીને વશિષ્ઠ અને અરુન્ધતીના દર્શન કરાવવામાં આવે છે જેથી તેનો ગૃહસ્થાશ્રમ ઉત્તમ નીવડે.
સાત ઋષિઓએ હિમાલયમાં તપ કરવા જવાનું નક્કી કર્યું. આ વાત તેમેણે તેમની ઋષિ-પત્નીઓને કરી. બધી જ ઋષિ-પત્નીઓ આ બાબતે સહમત થઈ અને પાછળ આશ્રમમાં રહેવા તત્પર થઈ. વશિષ્ઠ ઋષિની પત્ની અરુંધતીએ વશિષ્ઠને કહ્યું કે તે તેની સાથે જ આવશે. વશિષ્ઠ ઋષિએ અરુન્ધતીને કહ્યું કે દેવી, હિમાલયમાં તપ કરવાનું ઘણું કષ્ટદાયક હોય છે. માટે તમે આશ્રમમાં રહો. અરુન્ધતીએ ઋષિને કહ્યું કે જો તમારે કષ્ટ વેઠવાનું હોય તો અમારે તમારી સાથે આવી તમારા કષ્ટમાં ભાગ લઈ તમને સુવિધા થાય તેમ કરવું જોઈએ. અરુન્ધતી પછી વશિષ્ઠ ઋષિ સાથે હિમાલયમાં ગયાં. વશિષ્ઠ અરુન્ધતીના આ પ્રેમને અમર કરવા સપ્તર્ષિ તારામંડળમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે.
આકાશમાં યયાતિ તારામંડળમાં અલગોલ નામનો તારો છે. તેને ડેમન સ્ટાર પણ કહે છે. આ તારાને નામ આપનાર આરબો હતા. આરબો રાતે વિશાળ રણમાં મુસાફરી કરતા. અલગોલ નામનો તારો પ્રકાશિત થતો અને ડીમ થતો. આ જોઈને આરબો ડરી જતાં. તેઓ માનતા રાક્ષસ આપણી પર નજર રાખે છે. અલગોલ આકાશમાં હોય ત્યારે તેઓ રાતે મુસાફરી કરવાનું થોડા દિવસ મુલતવી રાખતાં. બીજી કથા પ્રમાણે આ નક્ષત્રને પરસ્યસ કહે છે. તે વીર યોધ્ધો મેડુસા નામની રાક્ષસીને મારીને તેના ડોકા સાથે આવે છે. સીટસે એન્ડ્રોમેડાને પકડી છે. એન્ડ્રોમેડા બચાવો બચાવો બૂમ પાડે છે. આવે વખતે પરસ્યસ મેડુસાનું ડોકુ લઈ ત્યાંથી પસાર થાય છે. સીટસ મહાભયંકર વિશાળ દરિયાઈ પ્રાણી છે તે એકવાર કોઈને પકડે એટલે તેનું મૃત્યુ નિશ્ર્ચિત જ ગણાય. પરસ્યસે મહાભંયકર લડાઈ કરીને મેડુસાને મારી તેની સાથે તેનું ડોકું કપડાથી ઢાંકીને લાવતો હતો. મેડુસાનું એવું હતું કે જે તેનું ડોકું જુએ તે તરત જ મૃત્યુ પામે. એન્ડ્રોમેડાને દુ:ખી જોઈ પરસ્યસે મેડુસાનું ડોકું સીટસ તરફ રાખી તેના પરથી કપડું ખસેડી લીધું. જેવું સીટસે મેડુસાનું ડોકુ જોયું કે તેનું મૃત્યુ થયું અને એન્ડ્રોમેડા તેના મુખમાંથી છૂટી ગઈ અને તેણીએ પછી પરસ્યસ સાથે લગ્ન કર્યાં.
આજે અલગોલ નામનો તારો છે તે મેડુસાની આંખમાં છે. હકીકત એ છે કે અલગોલની ફરતે બીજો તેનો યુગ્ય તારો પરિક્રમા કરે છે. આમ આકાશમાં આ યુગલ છે. જ્યારે બંને તારા સાથે દેખાય છે ત્યારે અલગોલ ખૂબ જ પ્રકાશિત થઈ જાય છે પણ જ્યારે ઝાંખો તારો અલગોસની સામેથી પસાર થાય છે ત્યારે તેનું તેજ તદ્દન ઝાંખુ થઈ જાય છે. આમ આ બંને તારા ગુરુત્વાકર્ષના સંબંધે આકાશમાં વિહાર કરે છે અને એકબીજાની ફરતે ફુદરડી ફરે છે.
બૃહલુબ્ધક (Big Dog, Canis Major) તારામંડળમાં સૌથી પ્રકાશિત તારો Dog star sirlus છે. તેને આપણે વ્યાધ કહીએ છીએ. તે આપણાથી ૮.૭ પ્રકાશવર્ષ દૂર છે. વ્યાધ તારો આપણા પૂર્વજોને ૮૦૦૦ વર્ષથી જાણીતો છે. તે મૃગનક્ષત્રની વચ્ચેના ત્રણ તારાની સીધી રેખામાં અગ્નિ ખુણામાંથી ઉદય પામે છે. પૃથ્વી પરથી જોતાં તે સૌથી વધારે પ્રકાશિત છે. તેને એક જોડિયો તારો છે. તે યુગલ તારા સિસ્ટમ છે. વ્યાધનો જોડિયો તારો સફેદ વામનતારો છે. (White Dwarf Star) છે. સૂર્ય જેવા તારામાં જ્યારે કેન્દ્રનું ઈંધણ ખૂટી જાય છે ત્યારે ન્યૂક્લીઅર બળો નબળા પડે છે. તે તારાને ફુલાવી રાખવા સમર્થ નથી રહેતા. તારાના પદાર્થના ગુરુત્વાકર્ષણના બળો તેથી તારાને સંકોચે છે. તારો ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી ૧૪૦૦૦ કિલોમીટરના વ્યાસવાળો નાનો ગોળો બની જાય છે. તે એકસોગણો સંકોચાય છે. આવા તારામાંથી પ્રકાશ અને ઊર્જા નીકળતી નથી. તેને શ્ર્વેતવામન અથવા શ્ર્વેતપટુ (White Dwarf Star) કહે છે. પછી તે ધીરે ધીરે છયમ ઉૂફરિ બને છે અને છેવટે ઇહફભસ ઉૂફરિ બને છે. તે તારાનું ગ્રેવયાર્ડ બને છે, તારાની કબર બને છે. તે સૂર્ય જેવા તારાનો અંત ગણાય છે. તારો શાંત બની જાય છે. તે તારો સંકોચાય છે, પણ તેનો પદાર્થ એ જ રહે છે. તેનું ગુરુત્વાકર્ષણ સરખું જ રહે છે પણ તે દેખાતો નથી. તેની ફરતે ગ્રહમાળા હોય તો ગ્રહમાળા રહે છે પણ ગ્રહો તારાના પ્રકાશનું પરાવર્તન કરીને પોતાને દેખાડતા હોઈ પણ તારામાંથી પ્રકાશ જ ન આવતો હોઈ ગ્રહો દેખાતા નથી. તે તારાની ફરતે પરિક્રમા કરતા રહે છે પણ દેખાતા નથી. તારા સહિત આખી ગ્રહમાળા અંધારામાં ગાયબ રહે છે.
આકાશમાં યુગલ તારામાં એક પ્રકાશિત હોય છે જે દેખાય છે અને તેનો જોડિયો તારો બ્લેક ડવાર્ફ હોઈ દેખાતો નથી. ઘણીવાર તારાનો જોડિયો તારો ન્યુટ્રોન તારો હોય છે. આ યુગલમાં ઘણીવાર બંને તારા ન્યુટ્રોન તારા હોય છે. સૂર્યથી એ ચારગણા વજનદાર તારામાં ઈંધણ ખૂટી જાય છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે. તે સંકોચાય છે. ૨૦ લાખ કિલોમીટરના વ્યાસનો તારો માત્ર ૧૦ કિલોમીટરના વ્યાસનો તારો બને છે. તેની ઘનતા એક મિલિયન બિલિયન ગણી વધી જાય છે. તેનું એક ચમચીભર દ્રવ્યનું વજન બે અબજ ટનનું થાય છે. શ્ર્વેતવામન તારાનું ચમચીભર દ્રવ્યનું વજન એક ટન થાય છે. ન્યુટ્રોન તારામાં પદાર્થ ન્યુટ્રોનનો બનેલો હોય છે. આટલા બધા ભારે પણ ૧૦ કિલોમીટરના વ્યાસના તારા એકબીજાની ફરતે ફુદરડી ફરે છે અને એક સેક્ન્ડમાં તેમની ધરી પર ૩૩ વાર કે ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ કે ૨૦૦૦ વાર ફરે છે. તે અંતરીક્ષના લીરા બોલાવે છે.
યુગલ તારામાં ઘણીવાર એક તારો બ્લેક હોલ હોય છે અથવા ન્યુટ્રોન તારો હોય છે અને બીજો સામાન્ય તારો હોય છે. આ ન્યુટ્રોન તારો કે બ્લેક હોલ તેના જોડિયા તારામાંથી તેના ગુુરુત્વાકર્ષણના બળે પદાર્થ ખેંચે છે અને સામાન્ય તારાને કુબડો બનાવતો દેખાય છે. ઘણીવાર આ યુગલમાં બંને તારા બ્લેકહોલ હોય છે. આમ આકાશમાં ઘણી જાતના યુગલતારા છે.
એમ જણાય છે કે આપણા સૂર્યને પણ જોડિયો તારો છે. તે બ્લેક ડવાર્ફ તારો છે અને સૂર્યથી લગભગ બે પ્રકાશવર્ષ દૂર છે. એટલે કે ૨૦,૦૦૦ અબજ કિલોમીટર દૂર છે. તે બ્લેકડ વાર્ફ હોઈ નજરે ચઢતો નથી પણ તેના ગુરુત્વાકર્ષણની અસર સૂર્યમાળા ફરતે રહેલા ઉર્ટના ધૂમકેતુના વાદળ પર થાય છે. પૃથ્વી અને ચંદ્ર પણ એક યુગલ સિસ્ટમ જ છે.
માત્ર તારા જ આકાશમાં યુગલ નથી હોતાં પણ મંદાકિનીઓ (Galaxies) પણ યુગલ હોય છે. આપણી આકાશગંગા મંદાકિની (Milkyway Galaxy) નજીકના મેગેલન મંદાકિની સાથે જોડી બનાવે છે. તે મેગેલન મંદાકિનીમાંથી તેના પ્રચંડ ગુરુત્વાકર્ષણના બળે પદાર્થ ખેંચે છે. તે મેગેલન મંદાકિનીના આકારને ખરાબ કરતી જાય છે. મેગેલન મંદાકિનીમાંથી ખેંચાયેલો પદાર્થ આપણી મંદાકિની સુધી પહોંચ્યો છે જે બે મંદાકિની વચ્ચે સેતુ બંધાયેલ હોય તેવો લાગે છે. સપ્તર્ષિની નજીકમાં વ્હર્લપુલ (Whirpool) મંદાકિની છે. તેણે પણ તેની જોડિયા મંદાકિનીમાંથી એટલો બધો પદાર્થ ખેંચ્યો છે કે તે બે વચ્ચે સેતુ બંધાયો હોય તેવું દેખાય છે. ગુરુત્વાકર્ષણ યુગલમાં રહેલા બે તારા કે બે મંદાકિનીઓ વચ્ચેનું આકર્ષણ છે, પ્રેમ છે. આકાશમાં કેટલીયે યુગલ મંદાકિનીઓ છે. યુગલો માત્ર પૃથ્વી પર જ નથી પણ હેવનમાં પણ છે. ગેલેક્સી ગૠઈ ૫૪૨૭ અને ગેલેક્સી ગૠઈ ૫૪૨૬ યુગલ મંદાકિનીઓ છે. ગેલેક્સીમાં સર્પિલ ભૂજાવાળી હોય છે.
વૃશ્ર્ચિક રાશિનો જયેષ્ઠા તારો પણ યુગ્મતારો છે. યુગ્મતારાને અંગ્રેજીમાં બાયનરી સ્ટાર્સ (Binary System of Stars) કહે છે.

No comments:
Post a Comment