Tuesday, May 13, 2014

સાચી સમજ સૂર્યમાળાના જન્મની - ડૉ. જે. જે. રાવલ

બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારે બધે ઊર્જા જ ઊર્જા હતી. એ ઊર્જામાંથી મૂળભૂત કણો ઉત્પન્ન થયાં અને તેમાંથી વિશાળ અતિવિશાળ વાયુના વાદળો ઉત્પન્ન થયાં. આ વાદળોમાં ભંગાણ પડયું અને નાના વાદળોએ ગુરુત્વાકર્ષણને લીધે તેમના કેન્દ્ર તરફ સંકોચાવાનું શરૂ કર્યું. જ્યારે તળાવ સુકાઇ જાય છે ત્યારે તેના કાંપમાં ટુકડા થાય છે. બરાબર તેવી જ રીતે વિશાળ વાયુના વાદળમાં ટુકડા ટુકડા થઇ ગયાં. આ વા.ુના ટુકડામાં તારા અને ગ્રહમાળા બંધાઇ. આ જ આપણી આકાશગંગા મંદાકિની.

મંદાકિનીમાં આયોનાઇઝેશન થવાને લીધે તેમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર... પેદા થયાં. આ બંને ક્ષેત્રો સમાન ન હોવાને લીધે અને એકબીજા સાથે ખૂણો બનાવતા હોવાને લીધે મંદાકિની ખુદ ગોળ ફરવા લાગી. જ્યારે મંદાકિનીનું નાના નાના ખંડોમાં વિઘટન થયું ત્યારે મંદાકિનીનું આ ધરી ભ્રમણ એ નાના નાના વાદળો મળેલું.

આ નાના વાયુના વાદળને આપણે સૌર વાદળ કહીએ વાદળ (જજ્ઞહફિ ખયબીહફ) કહીએ છીએ. આ વાદળ મંદાકિનીના સંદર્ભે તેનો ટુકડો છે જેમ ઘરના ફલોર પર ટાઈલ્સ બેસાડેલી હોય તેમ સૌરવાદ મંદાકિનીની એક ટાઇલ જ છે. મંદાકિનીના સંદર્ભે સૌરવાદળ ગણાય તો નાનું તેમ છતાં તેનો વ્યાસ લગભગ ૩૦,૦૦૦ અબજ કિલોમીટરનો હતો. આવું વાદળ ગોળ ગોળ ફરતું હતું. તેના વિષુવવૃત્ત પર તે ફૂલતું જતું હતું. જેમ જેમ તે સંકોચાતું જતું હતું તેમ તેમ તેનું ધરીભ્રમણ વધતું જતું હતું. અને તે વિષુવવૃત્ત પર ફૂલતું જતું હતું. 

એક સમય એવો આવ્યો જ્યારે વાદળની બહારની કિનારી અંદરના વાદળના ગોળાની રોશ લિમિય બની અને ત્યારે જ ગુરુત્વાકર્ષણ બળને બેલેન્સ કરી શકે તેટલા પ્રમાણમાં કેન્દ્રગામી બળ ઉત્પન્ન થયું અને ત્યાં વાદળના વિષુવવૃત્ત પર પદાર્થનું વલય છુટ્ટું પડયું. આ વલયનો બધો પદાર્થ ભોગો થઇ ત્યાં વાયુ અને પદાર્થનું બીજું નાનું વાદળ જન્મ્યું જે બંધાઇને ગ્રહ બન્યો. આ ઉપ-સૌર વાદળમાં ઉપગ્રહમાળા બંધાઇ.

કોઇ પણ પદાર્થના પિંડની ફાળે એક વિશિષ્ટ ફરતે ગુરુત્વાકર્ષણનો ક્ષેત્ર રચાય છે. એમાં જો કોઇ નાનો પિંડ પ્રવેશે તો તેના ટુકડા ટુકડા થઇ જાય છે. અથવા તો પદાર્થના પિંડની ફરતે એક એવું ક્ષેત્ર હોય છે જેમાં પદાર્થ હોય તો તે કડી બંધાઇને થોડો મોટો પિંડ, ગ્રહ કે ઉપગ્રહ બનતો નથી. તેને રોશક્ષેત્ર કહે છે. અને તેની સીમાને રોશ લિમિટ પણ કહે છે. આ ક્ષેત્રની શોધ ફ્રેંચ વિજ્ઞાની એડવર્ડ રોશે કરી હતી. માટે તેના માનમાં એ ક્ષેત્રને રોશક્ષેત્ર કહે છે. પદાર્થ પિંડની ફરતે રોશક્ષેત્ર ત્યારે જ ઉત્પન્ન થાય જયારે બીજો પિંડ તેની નજીકમાં આવે. આ રોશક્ષેત્ર મોટા કેન્દ્રીય પદાર્થ પિંડની ત્રિજયા પર આધાર રાખે છે. અહી એવી ધારણા કરવામાં આવે છે કે મોટા કેન્દ્રીય પદાર્થપિંડ અને તેની નજીકમાં આવતા નાના પિંડ કે પદાર્થની ઘનતા સરખી છે. આ ધારણા લગભગ સાચી છે. જો બંને પિંડોની ઘનતામાં ફરક હોય તો તે લગભગ નહીંવત્ હોય છે.

હવે જ્યારે સૌરવાદળમાંથી તેના વિષુવવૃત્ત પરથી વલય છુટ્ટું પડી જાય છે પછી કેન્દ્રીય સૌરવાદળ રીલેક્ષ બની જાય છે. કેન્દ્રીય સૌરવાદળ ગોળ ગોળ ફરતું જ હોય છે અને સંકોચાતું હોય છે. કેન્દ્રમાં તેથી પદાર્થની ઘનતા, દબાણ અને ઉષ્ણતામાન (ગરમી) વધતાં જ જાય છે. જેમ જેમ સૌરવાદળ ગુરુકત્વાકર્ષણથી કેન્દ્ર તરફ સંકોચાતું જાય છે તેમ તેમ તેનું ધરીભ્રમણ વધતું જ જાય છે. અને વળી પાછું તે વિષુવવૃત્ત પર ફૂલે છે. જયારે બહારની તરફ લાગતું કેન્દ્રત્યાગી બળ સૌરવાદળની અંદર કેન્દ્ર તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું થાય છે. ત્યારે વળી પાછું સૌરવાદળના વિષુવવૃત્ત પર પદાર્થનું બીજું વલય છૂટું પડે છે. આ બહારના બીજા વલયમાં બહારનો બીજો ગ્રહ બંધાયછે. આ બીજી વખતે રોશક્ષેત્ર પહેલ વખત કરતા નાનું હોય છે કારણ કે સૌરવાદળની ત્રિજ્યા પહેલા વખત કરતાં ઓછી થઇ ગઈ હોય છે. વળી આ ક્રિયા ચાલ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતાં સૌરવાદળમાંથી એક પછી એક વલય છૂટ્ટાં પડતાં જ જાય છે. તેમાં ગ્રહો બંધાતાં જ જાય છે.

સૌરવાદળના કેન્દ્રમાં અતિશય પ્રચંડ ઘનતા, દબાણ અને ગરમી ઉત્પન્ન થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં સૌરવાદળના કેન્દ્રમાં રહેલા હાઇડ્રોજન વાયુની ચાર નાભિઓ મળી હિલિયમ વાયુની નાભિ બનાવે છે. આ ક્રિયામાં પ્રકાશ, ગરમી, શક્તિ, ઊર્જાના ધોધ બહાર પડે છે. સૌરવાદળના આ કેન્દ્રને આપણે સૂર્ય કહીએ છીએ. આપણો સૂર્ય એટલે સૌરવાદળનું હાલનું કેન્દ્ર. સૂર્ય બને એ પહેલા તેની ફરતે પદાર્થનું વલય છુટ્ટું પડેલુું જ હોય છે. તે તેના રોશક્ષેત્રની બહાર નથી, કારણ કે સૂર્ય એક વધારે સ્ટેપમાં હજુ સંકોચાયો નથી. તેને આપણે સૂર્ય ફરતેનું પદાર્થનું વલય કહીએ છીએ. ઉપગ્રહો પણ આ જ રીતે જન્મ્યાં છે. માટે ગ્રહોની ફરતે પણ તેની નજીક રોશક્ષેત્રમાં પદાર્થના વલયો છે, જેને આપણે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂનના વલયો કહીએ છીએ. આ કારણે જ ગ્રહોની ફરતે વલયો છે. સૂર્યની ફરતે પણ પદાર્થનું વલય હોવું જોઇએ, પણ સૂર્યના પ્રકાશમાં તે આપણને દેખાતું નથી. અથવા તો સૂર્યના પ્રચંડ ચુંબકીય ક્ષેત્રના તોફાને તેને તોડી પણ નાખ્યું હોય. સૂર્યના પ્રચંડ ગુરુત્વાકર્ષણ અને ગરમીને લીધે તે નાશ પણ પામ્યું હોય. આમ આકાશી પિંડોની ફરતે વલયો હોય તે સ્વાભાવિક કુદરતી ઘટનાનું ફળ છે. તે ત્યાં હોય અને તૂટી પણ ગયા હોય. આકાશી પિંડની નજીકની પરિસ્થિતિ કેવી છે તેના પર વલયો હોય તે તૂટી ગયા હોય.

વલયો પણ સૂર્ય કે ગ્રહની ફરતે જ હોય તેવું નથી પણ વિશાળ અતિવિશાળ મંદાકિનીની ફરતે પણ વલયો મળી આવ્યાં છે અને શનિના એક ઉપગ્રહની ફરતે પણ વલયો મળી આવ્યાં છે. કારણ કે આકાશી પિંડો જ્યારે રચાય છે ત્યારે તેની રચનાની ભૌતિક ક્રિયાનું વલયો ફળ છે અને આ બધી ગુરુત્વાકર્ષણ, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, આણ્વિક ક્ષેત્ર એ બધી ભૌતિક ક્રિયાઓ વૈશ્ર્વિક છે. વિજ્ઞાનના નિયમો વૈશ્ર્વિક છે.

ગ્રહો, ઉપગ્રહો, સૂર્ય, મંદાકિનીને શા માટે વલયો હોય છે અને હોવા જોઇએ તેની પાછળનું કારણ રોશક્ષેત્રમાં પ્રવર્તમાન વિશિષ્ટ ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે.

સૌરમાળા, સૌરવાદળના રોશ લિમિટના સ્ટેપમાં સંકોચને લીધે જન્મી છે. આ તેની પેટર્ન છે. આ પેટર્ન સૂર્યમાળાના ગ્રહોના અંતરોના નિયમનને જન્મ આપ્યો છે. આ પેટર્નને લીધે જ સૂર્યમાળામાં લિમિટ ગુરુત્વીય સ્પંદનો પેદા થયા છે જે ગ્રહ અંતરની સાથે રોશવિસ્તારની સાથે સુસંગત છે.

ગ્રહો ધરીભ્રમણ કરતા સૌરવાદળના વિષુવવૃત્તના ફુલવાથી તેમાંથી નીકળેલાં વલયોમાંથી જન્મ્યાં છે. માટે બધા સૂર્યની વિષુવવૃત્તની સમતલમાં છે. સૌરવાદળ જે દિશામાં ધરીભ્રમણ કરે છે માટે જ ગ્રહો તે જ દિશામાં ધરીભ્રમણ અને પરિભ્રમણ કરતા થયાં છે. ગ્રહો અને સૂર્ય એક જ સૌરવાદળમાંથી જન્મ્યાં છે. માટે જ તેમની વય લગભગ સરખી અને તેમનો મૂળભૂત પદાર્થ એક જ છે.

ધૂમકેતુઓ સંકોચાતા સૌર વાદળમાંથી બહાર પડેલ વિશાળ પણ પાંખા પદાર્થના વલયમાંથી જન્મ્યાં છે. આ વલય સૌથી બહારનું છે માટે તે સૂર્યમાળાની સીમા પર જન્મ્યાંં છે. સૌરવાદળની એક સીમા હતી. માટે જ એ જ સીમા સૂર્યમાળાની છે. ઉપગ્રહમંડળો પણ આ જ રીત જન્મ્યા છે. ગ્રહોમાં પદાર્થ ઘણો ઓછો હોવાને લીધે તેના કેન્દ્રમાં આણ્વિક ક્રિયા પ્રજ્વલિત થઇ શકી નથી. માટે તેમાં સ્વયંપ્રકાશિત બની શકયા નથી પણ ગુરુ શનિ જેવા ગ્રહોમાં પ્રચંડ પદાર્થ હોવાથી તેના કેન્દ્રભાગમાં ધીમી આણ્વિક ક્રિયા ચાલે છે. ગુરૂ અને શનિ જે સૂર્યમાંથી ઊર્જા ગ્રહણ કરે છે તેનાં કરતાં અઢી ગણી ઊર્જા બહાર ફેંકે છે. તે દર્શાવે છે કે ગુરુ અને શનિનાં ગર્ભભાગમાં આણ્વિક ક્રિયા ચાલે છે અને ભવિષ્યમાં જો તેના પર વધારે પદાર્થ પડે તો તેના દબાણથી આણ્વિક ક્રિયા સતેજ થાય તેમ છે.

રોશ લિમિટના ક્ષેત્ર સ્વરૂપે અને તેના સ્ટેપમાં સૌરમાળાના જન્મની ક્રિયા દર્શાવે છે કે સૌરમાળા માત્ર ૦.૦૦૧ ટકો પદાર્થ ખોઈને ૯૯ ટકો કોણીય વેગમાં ખંખેરી નાખ્યું છે. આમ સૌરમાળાના જન્મની આ ..... સૌરમાળામાં દેખાતી નથી. રચના અને ભૌતિક ક્રિયાને સમજાવી શકે છે. તેના ઉદ્ભવ અને વિકાસને સમજાવી શકે છે.

આપણી સૂર્યમાળાના આકાર વેલણ જેવો શા માટે છે કારણ કે દૂર દૂર સૂર્યના ગુરુત્વાકર્ષણનું નિયંત્રણ નથી. તેથી ત્યાં ગ્રહો મોટા થાય તે પહેલા વાયુઓ છટકી ગયાં છે. સૂર્યની નજીકમાં સૂર્યની ગરમીને લીધે વાયુમાં છટકી ગયાં છે. માટે ત્યાં પણ મોટા ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી. મંગળ બંધાઇ શકયાં નથી. વચ્ચે આ બંને શક્તિ વધારી કાર્યરત નથી તેથી ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન જોવા મોટા ગ્રહો બંધાયા છે.

સૂર્યની નજીક બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ જેવા ગ્રહો શા માટે ખડકાયા છે? કારણ કે દરેક વલયમાં પદાર્થ તો સરખો જ છૂટ્ટો પડેલો. પણ હાલના નિયમ મુદજબ નજીક વલયોની પહોળાઇ ઓછી હતી. પણ પદાર્થ વધારે હતો. વળી પાછો સૂર્ય નજીકમાં તેની ગરમી, ગુરુત્વાકર્ષણે ત્યાં કેમિસ્ટ્રી અલગ બની અને ગ્રહો ખડકાળ બની રહ્યા.

સૌરવાદળનો પદાર્થ હતો એટલો કે તેનો વ્યાસ ૩૦,૦૦૦ અબજ કિલોમીટર રહી શકયો માટે સૂર્યમાળા હદ સૂર્યથી ૧૫૦૦૦ અબજ કિલોમીટર જ રહી ત્યાં સુધી જ સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે. આ ક્ષેત્રમાં કોઇ પણ પિંડ પ્રવેશે તો તે સૂર્યના કબજામાં, સૂર્યના ગુરુત્વાકર્ષણના નિયંત્રણાં નીચે આવી જાય તેને પેલે પાર પછી તે બીજા તારાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની નીચે આવી જાય.

ગુરૂની ઉપગ્રહવાળા જે વાયુના વાદળમાંથી બની તેમાં પદાર્થ એટલો હતો કે તેનું ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર ગુરૂનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર બન્યું. એ ક્ષેત્રમાં જે ઉપગ્રહો બન્યાં તે ગુરુના ગુરુત્વાકર્ષણના નિયંત્રણ નીચે છે. જો કોઇ ઉપગ્રહ ગુરુના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને ઓળંગે કે તરત જ તે સૂર્યના ગુરુત્વાકર્ષણ નિયંત્રણ નીચે આવે. આમ ઉપગ્રહમાળાનું અસ્તિત્વ ટકી રહ્યું છે. તેમાં સૂર્ય ખલેલ પહોંચાડતો નથી. આમ સૂર્યમાળાની રચનાના દરેકે દરેક પાસા સૂર્યમાળાની રચનાની આ અર્વાચીન થિયરી સમજાવી શકવા શક્તિમાન છે. આ થિયરી પ્રમાણે સૂર્યમાળાના બધા ગ્રહોના કુલ પદાર્થ ૦.૦૦૧ ટકો જ છે. અને સૂર્યનું કોણીય વેગમાન ૯૮ ટકા ખંખેરાઇ ગયું છે. ખરેખર સૂર્યમાળાની રચના અદ્ભુત છે. પણ સમજી શકાય તેવી છે. એકવાર આઈન્સ્ટાઈને કહેલું કે બ્રહ્માંડ વિષે ન સમજાય એવી વાત એ છે કે તે સમજી શકાય તેમ છે.

No comments:

Post a Comment