Friday, December 20, 2013

રાજીવ પંડિત - ગિલની મોદીને ક્લીન ચિટ અને કૉંગ્રેસનાં ડબલ સ્ટાન્ડર્ડ

ગિલની મોદીને ક્લીન ચિટ અને કૉંગ્રેસનાં ડબલ સ્ટાન્ડર્ડ
રાજીવ પંડિત 

પંજાબમાં આતંકવાદનો ખાતમો કરવાનો યશ જેમન્ો અપાય છે ત્ો કે.પી. એસ. ગિલની આત્મકથા ધ પ્ોરામાઉન્ટ કોપ બહાર પડી છે ન્ો એ સાથે જ ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણોનો જીન બોટલમાંથી બહાર આવ્યો છે. પંજાબના પોલીસ વડા રહી ચૂકેલા ગિલ ગુજરાતનાં રમખાણો પછી નરેન્દ્ર મોદીના સલાહકાર હતા ન્ો ત્ોમણે ત્ોમના પુસ્તકમાં ૨૦૦૨નાં રમખાણોના મામલે મોદીન્ો ક્લીન ચીટ આપી છે. ગિલનું કહેવું છે કે ગુજરાતનાં કોમી તોફાનો અન્ો આ તોફાનોમાં મુસ્લિમોની કત્લેઆમ મોદીની નિષ્ફળતાના કારણે થઈ નહોતી ન્ો આ રમખાણો માટે મોદી પર દોષનો ટોપલો ઢોળી શકાય ત્ોમ નથી પણ ગુજરાત પોલીસ ત્ોન્ો માટે જવાબદાર હતી. ગિલનો દાવો છે કે ગોધરાનાં રમખાણો પછી ગુજરાત પોલીસ ધર્મના આધારે બ્ો ભાગમાં વહેંચાઈ ગઈ હતી ન્ો એટલા માટે જ ત્ોણે રમખાણો રોકવા કશું ના કર્યું ન્ો આંખ આડા કાન કરીન્ો કટ્ટરવાદીઓન્ો જે કરવું હોય ત્ો કરવાની છૂટ આપ્ોલી. ગિલના કહેવા પ્રમાણે તો મોદીએ આ તોફાનો રોકવા પ્ાૂરી કોશિશ કરેલી પણ ત્ોમન્ો કોઈનો સાથ નહોતો મળ્યો ન્ો મોદી નવાસવા મુખ્યમંત્રી બન્ોલા એટલે બધા ત્ોમન્ો પછાડવા માગતા હતા ત્ોમાં વાત વણસી ગઈ.

ગિલના આ દાવાથી ફરી ગુજરાતનાં રમખાણોના ઘા તાજા થયા છે ન્ો રાજકીય પક્ષો ફરી આ મુદ્દે સામસામા આવી ગયા છે. ભાજપ્ો ગિલની વાતન્ો પકડી લીધી છે ન્ો મોદી રમખાણોના મામલે સાવ દૂધે ધોયેલા છે ત્ોવું સાબિત થાય છે ત્ોવો આલાપ શરૂ કરી દીધો છે તો કૉંગ્રેસ અન્ો સમાજવાદી પાર્ટી જેવા પક્ષોએ આ અભિપ્રાય ગિલનો અંગત અભિપ્રાય છે ન્ો ત્ોના કારણે મોદી દૂધે ધોયેલા સાબિત થઈ જતા નથી ત્ોવો સામો આલાપ શરૂ કર્યો છે. બંન્ો પક્ષો ગિલના આ દાવાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહૃાા છે ન્ો ત્ોના કારણે રમખાણોનો મામલો પાછો એકદમ ગરમ થઈ ગયો છે.

ભાજપ સ્વાભાવિક રીત્ો જ આ મુદ્દાનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન્ો મોદીના બચાવ માટે કરે જ. ત્ોમાં કશું ખોટું નથી, કૉંગ્રેસ અન્ો સમાજવાદી પાર્ટી જેવા પક્ષ પણ ત્ોનો પ્રતિકાર કરે ત્ોમાં કશું ખોટું નથી પણ આ પ્રતિકાર કરવામાં કોંગ્રેસ એ વાત ભૂલી ગઈ છે કે ત્ોના કારણે ત્ોનાં ડબલ સ્ટાન્ડર્ડ લોકો સામે ખુલ્લાં પડી જાય છે. કૉંગ્રેસ અન્ો સમાજવાદી પાર્ટીની એ વાત સાચી છે કે ગિલના કહેવાથી મોદી નિર્દોષ સાબિત થઈ જતા નથી ન્ો ત્ોમણે ગુજરાતનાં તોફાનો કરાવવામાં કોઈ ભૂમિકા ભજવી નહોતી ત્ોવું સાબિત થતું નથી પણ એમ તો ગુજરાતનાં રમખાણોમાં મોદીનો હાથ હતો ન્ો મોદીના ઈશારે તોફાનો થયાં હતાં એવું પણ ક્યાં સાબિત થયું છે ? ગિલનો આ અભિપ્રાય અંગત ન્ો વ્યક્તિગત હોય તો પછી મોદી સામે જે કંઈ આક્ષેપો થાય છે ન્ો જે કોઈ લવારા કરે છે એ બધા પણ પોતાના અંગત અભિપ્રાયો જ ફેંકે છે ન્ો ? કઈ કોર્ટે કે ક્યા કપાસ પંચે એવું કહૃાું કે ગુજરાતનાં રમખાણો નરેન્દ્ર મોદીએ કરાવેલાં ? ન્ો જે લોકો આ લવારા કરે છે એ લોકો પાસ્ો એવા પુરાવા હોય તો ત્ોમણે એ કોર્ટ સામે મૂકવા જોઈએ ન્ો ?

ગુજરાતનાં રમખાણો અંગ્ો ગુજરાત સરકારે નિમેલા તપાસ પંચે તપાસ કરી છે ન્ો ત્ોમાં હજુ સુધી તો એવું કશું સામે આવ્યું નથી કે મોદીએ આ તોફાનો કરાવેલાં. માનો કે ગુજરાત સરકારે બનાવેલું તપાસ પંચ તો મોદીના ઈશારે કામ કરતું હોય ત્ોથી ત્ોના પર ભરોસો ના કરાય પણ દેશની સુપ્રીમ કોર્ટ પર તો ભરોસો કરાય કે ના કરાય? સુપ્રીમ કોર્ટમાં આ મામલે ઢગલો અરજીઓ થઈ છે. ઝાકિયા જાફરીથી માંડી તિસ્તા સ્ોતલવાડ સુધીના કેટલાય આ મામલે વરસોથી મચેલાં જ છે. સુપ્રીમ કોર્ટે ત્ોમની અરજીઓના આધારે ગુજરાતનાં રમખાણોના કેસોની તપાસ સ્પ્ોશિયલ ઈન્વેસ્ટિગ્ોશન ટીમ દ્વારા કરાવી છે ન્ો આ તપાસમાં પણ ક્યાંય એવું તો બહાર આવ્યું જ નથી કે ૨૦૦૨નાં રમખાણો મોદીએ કરાવેલાં. કૉંગ્રેસ કે બીજા પક્ષો જે આક્ષેપો કરે છે ત્ો સાવ અધ્ધરતાલ જ કરે છે ન્ો આ રમખાણોના અગિયાર વરસ પછીય કોઈ આ વાત સાબિત નથી કરી શક્યું. કૉંગ્રેસ ગિલન્ો ખોટા સાબિત કરવા માટે ઉછળી ઉછળીન્ો દલીલો કરવા કૂદી પડે છે પણ આ વાત નથી કરતી.

બીજી વાત કોમી રમખાણોની જવાબદારી અંગ્ોની છે. ગિલનો મત એવો છે કે તોફાનો રોકવાની જવાબદારી પોલીસ તંત્રની છે, રાજકીય ન્ોતાગીરીની એ જવાબદારી નથી. તોફાનો થાય ત્યારે પોલીસ તંત્ર અન્ો પોલીસ અધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિથી શું કરવું ત્ોનો નિર્ણય લેવાનો હોય છે ન્ો તોફાનીઓન્ો ઠોકી ઠોકીન્ો પાંસરા કરી દેવાના હોય છે. આ વાત સાવ સાચી છે. પોલીસ તંત્રની પોતાની જવાબદારીઓ છે ન્ો ત્ોમની પોતાની ફરજ છે. એ ફરજ બજાવવા માટે જ ત્ોમન્ો પગાર મળે છે. ગુજરાતનાં તોફાનો વખત્ો એ લોકો પોતાની ફરજ ના બજાવી શક્યા તો ત્ોમાં સરકારનો વાંક ના કહેવાય ન્ો કૉંગ્રેસ માનતી હોય કે સરકારનો વાંક કહેવાય તો એ વાત ત્ોણે બધે લાગુ પાડવી જોઈએ. ત્ોણે ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ ન્ો ૧૯૮૯નાં ભાગલપુરનાં રમખાણોમાં પણ એ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ ન્ો હમણાં ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં થયેલાં તોફાનોમાં પણ એ જ સિધ્ધાંત લાગુ પાડવો જોઈએ. મોદી ૨૦૦૨નાં રમખાણો માટે જવાબદાર મનાતા હોય તો ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો માટે રાજીવ ગાંધી જવાબદાર હતા ન્ો મુઝફફરનગરનાં રમખાણોની જવાબદારી અખિલેશ યાદવની છે ત્ોવું કૉંગ્રેસ ડંકે કી ચોટ પર કહેવું જોઈએ.

કૉંગ્રેસ માત્ર મુઠ્ઠીભર મુસ્લિમોના આક્ષેપોના આધારે મોદીન્ો દોષિત માનતી હોય તો એ જ સિધ્ધાંત ત્ોણે અખિલેશના કિસ્સામાં પણ લાગુ પાડવો જોઈએ. મુઝફફરનગરના કિસ્સામાં તો મુલાયમસિંહના પીઠ્ઠુ ના હોય ત્ોવા મુસ્લિમોના તમામ ટોચના ન્ોતાઓએ તોફાનો માટે અખિલેશ સરકારન્ો જવાબદાર ગણાવી છે. મુસ્લિમ ન્ોતાઓએ સાગમટે વડા પ્રધાન મનમોહન સિંહન્ો રજૂઆત કરી છે કે આ તોફાનો માટે અખિલેશ સરકારન્ો લાત મારીન્ો તગ્ોડી મૂકવી જોઈએ પણ કૉંગ્રેસના ન્ોતાઓ આ મામલે મોંમાં મગ ભરીન્ો બ્ોઠા છે ન્ો અગિયાર વરસ જૂનાં ગુજરાતનાં રમખાણોની પિપ્ાૂડી વગાડે છે. મુસ્લિમોના ન્ોતાઓએ તો ત્યાં લગી કહૃાું છે કે ત્ોમને ગુજરાતનાં ૨૦૦૨નાં તોફાનોમાં ન્ો અત્યારનાં મુઝફફનગરનાં તોફાનોમાં ઝાઝો ફરક નથી લાગતો ન્ો છતાં કૉંગ્રેસીઓ આ મુદ્દે એક શબ્દ બોલતા નથી. આ ડબલ સ્ટાન્ડર્ડ છે ન્ો અમે કરીએ લીલા ન્ો મોદી કરે એ છિનાળું એ માનસિકતા બતાવે છે. કૉંગ્રેસ ખરેખર માનતી હોય કે કોમી તોફાનો માટે રાજકીય ન્ોતાગીરી એટલે કે સત્તામાં બ્ોઠેલા લોકો જવાબદાર છે તો ત્ોણે અખિલેશની સરકારન્ો સસ્પેન્ડ કરવી જોઈએ ન્ો એ પછી આ ઉપાડો લેવો જોઈએ. ત્યાં લગી કૉંગ્રેસન્ો આ અંગ્ો એક શબ્દ બોલવાનો અધિકાર નથી.

કૉંગ્રેસની જેમ ભાજપ્ો પણ આ વાતન્ો થોડીક ગંભીરતાથી લેવાની જરૂર છે. ભાજપ ગિલની વાતનો ઉપયોગ નરેન્દ્ર મોદીના બચાવ માટે કરે છે ત્ોમાં કશું ખોટું નથી પણ સાથે સાથે ત્ોણે પણ પોત્ો ડબલ સ્ટાન્ડર્ડ નથી બતાવતો એ સાબિત કરવું પડે. ગિલના કહેવા પ્રમાણે ગુજરાતનાં રમખાણો રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું હતું ન્ો પોલીસ અધિકારીઓ ગોધરાકાંડના પગલે બ્ો જૂથમાં વહેંચાઈ ગયા હતા ત્ોથી ત્ોમણે આ તોફાનો સામે આંખ આડા કાન કર્યા. ભાજપ ગિલની વાતન્ો આધારભૂત માનતો હોય તો ત્ોણે એ વાત પણ સ્વીકારવી પડે કે ગુજરાતનાં રમખાણોમાં કેટલાક પોલીસ અધિકારીઓએ વરવી ભૂમિકા ભજવી હતી ન્ો એ સંજોગોમાં ત્ોની એ ન્ૌતિક જવાબદારી બન્ો છે કે ત્ો પણ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલા આ અધિકારીઓ સામે પગલાં લે. માત્ર પોતાન્ો અન્ાૂકૂળ આવે એવી વાત પકડી લેવાથી ના ચાલે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=108096
Show less
1

No comments:

Post a Comment