Sunday, February 25, 2018

અંતરિક્ષયુગને વાસ્તવિક બનાવવામાં પુરાણકથાઓનું યોગદાન અમૂલ્ય છે -- ડૉ. જે. જે. રાવલ

રામાયણમાં પુષ્પક વિમાનની વાત છે. રાવણનો ભાઈ કુબેર- વિશ્ર્વકર્મા, મોટો શિલ્પી અને એન્જિનિયર હતો. તેણે પુષ્પક વિમાન બનાવેલું. એ વિમાનની કરામત એવી હતી કે તેમાં જેટલા પ્રવાસીઓએ બેસવું હોય તેટલું તે મોટું થાય. છેને રસપ્રદ વાત? રાવણે પછી તેના ભાઈ પાસેથી એ વિમાન છિનવી લીધેલું અને તેની મદદથી તેણે સીતાનું હરણ કરેલું. જ્યારે ૧૪ વર્ષનો વનવાસ સમાપ્ત થયો અને લંકાને જીતીને અને રાવણને મારી રામ પાછા ફરતા હતા ત્યારે રામે લંકાની ગાદી પર બેસાડેલા વિભીષણે રામને વિનંતી કરી કે આપ પગપાળા અયોધ્યા પાછા ફરશો તો કેટલો સમય જશે. માટે આપણે બધા- રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, વિભીષણ, સુગ્રીવ વગેરે પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા જઈએ. સંજોગો જોઈને રામે વિભીષણની તે વિનંતી સ્વીકારી.

હવે જ્યારે એ બધાં પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યાનો પ્રવાસ કરતા હતાં ત્યારે નીચેથી કેરળ પ્રદેશ પસાર થતો હતો. રામે સીતાને કહ્યું નીચે જે પ્રદેશ જાય છે તેનું સૌન્દર્ય જો. આમ કહીને રામે કેરળનું, તેની નદીઓનું, કેરળના સમુદ્રકાંઠાનું અને નાળિયેરીના વનોનું વર્ણન કર્યું. આ વર્ણન વાલ્મીકિ રામાયણમાં છે. એક પ્રતિષ્ઠિત વિજ્ઞાની, હવામાનશાસ્ત્રી અને વાયુમંડળના વિજ્ઞાની જે નિવૃત્તિ પછી વિક્રમ સારાભાઈ સાથે કામ કરતા હતા અને અમદાવાદની ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રોફેસર એમેરીટસ તરીકે કામ કરતા હતા તે પ્રોફેસર પીરારોટ્ટીના એક વ્યાખ્યાનમાં હું ગયેલો. તેઓ સંસ્કૃતના પણ મહાવિદ્વાન હતા અને મલયાલી હતા. તેમણે તેમના વ્યાખ્યાનમાં કહેલું કે વાલ્મીકિ રામાયણમાં રામે કરેલું કેરળનું વર્ણન અક્ષરશ: સાચું છે. કાલિદાસે મેઘદૂતમાં મેઘને, સંદેશવાહક દૂત બનાવી તેની પ્રિયતમા પાસે રામટેકથી હિમાલયમાં મોકલે છે. કાલિદાસે રામટેકથી હિમાલય સુધીનું વર્ણન પણ અક્ષરશ: સાચું છે. આ બધી કથાઓ કેટલી સાચી અને કેટલી ખોટી એ મગજને ચકરાવે ચઢાવે છે. આ બધી કથાઓ કદાચ સાચી છે અને સાચી ન હોય તો પણ તેની કલ્પના ખરેખર ગજબ કહેવાય. આ બધી કથાઓએ અંતરિક્ષયુગને વાસ્તવિક બનાવવામાં જબ્બર યોગદાન આપ્યું છે તેમાં તો બધા જ સહમત થશે.

નાસા હવે ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની ફરતે એવા મોડયુલ મુકશે જે તેમાં રહેલા જનાવાળા અંતરિક્ષ વીરોની સંખ્યા પ્રમાણે વિસ્તરશે. આ પુષ્પક વિમાન તેમાં કેટલા માણસો પ્રવાસ કરવાનાં છે તે પ્રમાણે વિસ્તૃત થતું હતું તેની જ વાત છેને?

ભારદ્વાજ ઋષિએ આખેઆખું વિમાનશાસ્ત્ર રચ્યું છે. તે વાંચી સમજવાની અને આત્મસાત્ કરવાની જરૂર છે. તેના લખાણને આજના વિજ્ઞાન સાથે સરખાવવું જરૂરી છે. આ પરથી એટલું તો સિદ્ધ થાય કે આપણા પૂર્વજોના માઈન્ડમાં અંતરિક્ષ ઉડ્ડયન હતું.

આજે કૃત્રિમ વરસાદની વાત અને અણુ ક્ષેપકાસ્ત્રોની વાત આપણા રામાયણ, મહાભારત અને પુરામોમાં જે બાણ મારી વરસાદ કરાતો કે અગ્નિ પેદા થતો તેવી વાતો છે. સુદર્શનચક્ર માનવીને મારી પોતાની જગ્યાએ આવી જતું કે ત્રિશૂળની વાત ખરેખર રસપ્રદ અને સાચી ન મનાય તેવી છે પણ તેમાં તથ્ય તો છે, ને આજના વિજ્ઞાને દર્શાવ્યું છે કારણ કે કૃત્રિમ વરસાદ વરસાવી શકાય છે. અંતરિક્ષમાં અગ્નિબાણ ફેંકી શકાય છે. સૌ કૌરવો, પાંચ પાંડવોના જન્મની કથા સંજયની ચાલતા મહાભારત યુદ્ધની લાઈવ કોમેન્ટ્રી આપવાની વાત વગેરે કથાઓને વિજ્ઞાને આજે સાબિત કરી છે. તે કલ્પનાઓ હોય તો પણ મહાન છે. ભીમ એટલા બળથી બધા વસ્તુઓને અંતરિક્ષ ફેંકતો કે તે વસ્તુઓ પાછી આવી જ નથી. આ બાબતને પણ વિજ્ઞાને આજે ટેકો આપ્યો છે કે એવું બની શકે. પલાયનગતિથી અંતરિક્ષમાં ફેંકેલી વસ્તુ કદી પાછી આવે નહીં.

વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ અને કાર્તિકેયનું મોર. તો થાય કે શું આ બધા પક્ષીઓ આવા કાર્યો કરી શકે ખરાં? આજના રોકેટો અને અંતરિક્ષયાનો આવા કાર્યો કરે છે, દેવો વિમાનમાં આવતા જતા, નારદ મુનિ દુનિયામાં ફરતો. આવી કથાઓએ જ અંતરિક્ષ યુગને વાસ્તવિક બનાવવામાં ચાવીરૂપ ભાગ ભજવ્યો છે. આવા અંતરિક્ષ યુગનો ઈતિહાસ અત્રે આપણે વર્ણવીશું. તો બાંધી લો સીટબેલ્ટ આપણે અંતરિક્ષમાં પ્રસ્થાન કરીએ છીએ.

પ્રાચીન સમયમાં લોકો પથ્થરને અંતરીક્ષમાં ફેંકતા તો તે જરૂર પાછો આવતો. તેથી તેઓ માનતાં કે અંતરીક્ષમાં ગયેલી વસ્તુ પૃથ્વી પર પાછી આવે જ છે. પ્રાચીન સમયમાં લોકો ચંદ્રને દેવતા માનતા. ૧૬૧૦માં ગેલિલિયોએ જ્યારે તેનું ટચુકડું દૂરબીન ચંદ્ર પર માંડ્યું, ત્યારે તે ચંદ્રના દૃશ્યને જોઈને અવાચક થઈ ગયો, અને બોલી ઊઠ્યો કે અહા હા! ચંદ્ર તો પૃથ્વી જેવો જ છે. ત્યાં જમીન છે અને ખાડા-ટેકરા છે. સૌ પ્રથમ સત્તરમી સદીમાં જર્મન ખગોળશાસ્ત્રી જોહાનીસ કેપ્લરે અંતરિક્ષ યાનમાં એક સ્ત્રીને ચંદ્ર પર મોકલવાની કલ્પના કરેલી.

તેમ છતાં પ્રશ્ર્ન એ હતો કે અંતરિક્ષમાં જવું કેમ? ચંદ્ર પર જાવું કેમ?

સત્તરમી સદીના અંતમાં જ્યારે ન્યુટને ગતિનાં અને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યાં પછી તે સ્પષ્ટ બન્યું કે કોઈ પણ વસ્તુને પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટરની ઝડપથી અંતરિક્ષમાં ફેંકવામાં આવે તો તે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળને પાર કરી અંતરિક્ષમાં જાય છે, પછી પાછી ફરતી નથી. આ ગતિને વિજ્ઞાનીએ ઊતભફાય ટયહજ્ઞભશિું પલાયનગતિ- છટકગતિ કહે છે.

આ ૧૧.૨ કિલોમીટર પ્રતિ સેક્ધડની ગતિ નાનીસૂની નથી. લાગે કે ૧૧.૨ કિલોમીટરની ઝડપે એ નાનો આંકડો છે પણ તે પ્રતિ સેક્ધડ છે. કલાકની તે લગભગ ૪૦,૦૦૦ કિલોમીટર થાય. આવી પ્રચંડ ગતિ ઉત્પન્ન કરવી કેવી રીતે? આપણી ઝડપી રાજધાની ટ્રેઈન કલાકની ૧૩૦ કિલોમીટરની ગતિએ દોડે છે. જાપાન, ચીન અને ટ્રાન્સ વર્લ્ડલાઈન મેગ્લેવ ટ્રેઈન કલાકના ૫૦૦ કિલોમીટરની ગતિએ દોડે છે. શુદ્ધ પેટ્રોલ પર ચાલતાં વિમાનો કલાકના ૭૦૦, ૮૦૦ કિલોમીટર કે બહુ બહુ તો ૧૦૦૦ કિલોમીટરની ગતિએ દોડે છે. કલાકના ૪૦,૦૦૦ કિલોમીટરની ગતિ ઉત્પન્ન કરવી તે બહુ અઘરી વાત છે.

માટે ન્યુટનની થીઅરી સાચી છે કે ખોટી એટલે કે પ્રતિ સેક્ધડની ૧૧.૨ કિલોમીટરની ગતિથી આપણે કોઈ વસ્તુને અંતરિક્ષમાં ફેંકીએ તો તે ખરેખર પાછી ન ફરે તેનો પ્રયોગ કરવો રહ્યો.

સામાન્ય માણસ, સામાન્ય યંત્ર કે સામાન્ય ઈંધણ આટલી મોટી ગતિ ઉત્પન્ન કરી શકે નહીં. આવી જબ્બર ગતિ ઉત્પન્ન કરવા પ્રચંડ બળ જોઈએ, અને તે માટે વિશિષ્ટ ઈંધણ જોઈએ. અઢારમી સદીમાં પ્રશ્ર્ન ત્યારે એ હતો કે એવું ઈંધણ કયું હોય જે બાળવાથી આટલી જબ્બર ગતિ ઉત્પન્ન થાય? એવું ઈંધણ વિજ્ઞાનીઓ પાસે ત્યારે હતું નહીં. તેઓ તેની શોધમાં હતા. એમ એમ કરતાં ૧૮મી સદી ગઈ, ઓગણીસમી સદી ગઈ અને વીસમી સદી આવી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=206544

No comments:

Post a Comment