Sunday, August 30, 2015

હળવદનો પૂજારી બન્યો પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી! --- આશુ પટેલ



                            

ઘણી વાર કુટુંબ માણસના જીવનમાં કલ્પનાતીત વળાંક લાવી દેતું હોય છે.

સુખનો પાસવર્ડ - આશુ પટેલ


અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત ખગોળવિદ્ માર્ક સોવેલ્ટરે નેપ્ચુનનો નવો ઉપગ્રહ શોધી કાઢ્યો એ સાથે ભારતના વિખ્યાત ખગોળશાસ્ત્રી અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉક્ટર જે. જે. રાવલ પણ સમાચારોમાં ચમક્યા છે.

ખગોળવિદ્ માર્ક સોવેલ્ટરે હબલ સ્પેસ ટેલિસ્કોપે લીધેલી તસવીરોનો અભ્યાસ કરતાં કરતાં નેપ્ચુનનો નવો ઉપગ્રહ શોધ્યો, પણ એ ઉપગ્રહની મૂળશોધ આપણા ખગોળશાસ્ત્રી ડૉક્ટર જે. જે. રાવલે કરી હતી. ડૉક્ટર જે. જે. રાવલે ૧૯૮૧માં આ થિયરી આપી હતી કે નેપ્ચ્યુનને અજાણ્યાં વલયો છે અને એની આજુ બાજુ નવા ઉપગ્રહો છે. તેમની એ થિયરી તેમણે ૧૯૮૧માં ખગોળશાસ્ત્ર માટે પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ જર્નલ ‘અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ’ને એક રિસર્ચ પેપર દ્વારા મોકલી આપી હતી. આઠ વર્ષ સુધી ચકાસણી કર્યા પછી ૧૯૮૯માં ‘અર્થ, મૂન એન્ડ પ્લેનેટ્સ’ જર્નલે તેમની એ થિયરી દર્શાવતું રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું, કારણ કે ઑગસ્ટ, ૧૯૮૯માં વૉએજર-ટૂ અંતરિક્ષયાને એ ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. જોકે ડૉક્ટર જે. જે. રાવલે નેપ્ચુનથી એક લાખ કિલોમીટરના અંતરે આવેલા એક ઉપગ્રહની આગાહી કરી હતી એ વૉએજર શોધી શક્યું નહોતું. પણ એ ઉપગ્રહ હવે હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી શોધી કાઢ્યો છે.

ડૉક્ટર જે. જે. રાવલે ખગોળશાસ્ત્રમાં આવું ઘણું બધું કલ્પનાતીત પ્રદાન કર્યું છે પણ આજે આપણે એમની કલ્પનાતીત જિંદગીની વાત કરવી છે. ડૉક્ટર જે. જે. રાવલનો જન્મ ૩૦ માર્ચ, ૧૯૪૩ના દિવસે ગુજરાતના હળવદમાં થયો હતો. એમના પિતા જટાશંકર રાવલ એ જમાનામાં કરોડપતિ વેપારી હતા. આઠ દાયકા અગાઉ તેમની પાસે બગીઓ હતી અને એમનાં મહેલ જેવાં મકાનો હતાં. જટાશંકર રાવલની ઊઠબેસ ઘણા રાજા-મહારાજાઓથી માંડીને અત્યંત શ્રીમંત ગણાતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે હતી. ધ્રાંગધ્રાના રાજા અને મોરબીના મહારાજા દ્વારા એમની હૂંડીઓ સ્વીકારાતી હતી. એમનો ઉનનો મોટો વેપાર હતો અને તેઓ લાકડાનો વેપાર પણ મોટે પાયે કરતા હતા. તેઓ ચર્ચગેટ સ્ટેશનથી ચાર ગણી મોટી લાટીના માલિક હતા જ્યાં લાકડાનો સંગ્રહ થતો હતો. એમના મહેલ જેવા નિવાસસ્થાનમાં અમુક ઓરડાઓમાં પૈસા રખાતા હતા. એ ઓરડાઓમાં ચલણી નોટો ભરેલી ગૂણીઓની થપ્પીઓ ખડકાતી હતી. જટાશંકર રાવલનાં પત્ની પાસે એકમણ સોનું હતું! એમનાં પત્ની એટલે કે ડૉક્ટર જે. જે. રાવલના માતા બગીમાં બેસીને બહાર નીકળતાં ત્યારે તેમને જોવા માટે લોકો ટોળે વળતા. જટાશંકર રાવલનાં ત્રણ પત્ની અકાળે મૃત્યુ પામ્યાં હતાં એટલે તેમણે ચોથી વાર લગ્ન કર્યાં હતાં. એમનાથી એમને નવ બાળકો થયાં હતાં, જેમાં ચાર દીકરીઓ અને પાંચ દીકરાનો સમાવેશ થતો હતો.

હળવદમાં જટાશંકર રાવલની એવી અકલ્પ્ય જાહોજલાલી એક દિવસ અચાનક છીનવાઈ ગઈ. એમને વેપારમાં મોટું નુકસાન ગયું કે પછી સટ્ટામાં તેઓ મોટી રકમ હારી ગયા. ૧૯૩૫માં ચોક્કસ શું બન્યું એની તો કોઈને ખબર ના પડી પણ માથા પર ચડી ગયેલું દેવું ઉતારવા માટે જટાશંકર રાવલે મિલકતોથી માંડીને ઘરેણાં અને બગીઓ અને ઘોડાઓ તથા બીજા ઢોર-ઢાંખર પણ વેચી નાખ્યાં. તેમણે અકલ્પ્ય સમૃદ્ધિ મેળવી હતી પણ લક્ષ્મીની સાથે સરસ્વતીના પણ તેઓ ઉપાસક હતા. તેમણે ઘણાં શાસ્ત્રો અને પુસ્તકો વાંચીને અને જીવનના અનુભવોમાંથી જ્ઞાન મેળવ્યું હતું એટલે તેમણે નાસીપાસ થઈ જવાને બદલે જીવનમાં આવી પડેલા સંઘર્ષ સામે ઝઝૂમવાનું પસંદ કર્યું. તેમણે બધું વેચીસાટીનેય લેણદારોની પાઈએ પાઈ ચૂકવી દીધી અને તેઓ કંગાળ થઈ ગયા.

જટાશંકર રાવલનાં પત્ની અભણ હતાં પણ તેમણે ભણતરને બદલે ગણતર મેળવ્યું હતું. પતિના મુશ્કેલીના સમયમાં તેઓ તેમના પડખે અડીખમ ઊભાં રહ્યાં. જેને જોવા માટે ક્યારેક હળવદના લોકો ઊમટી પડતા હતા અને જેની પાસે ભૂતકાળમાં એક મણ એટલે કે વીસ કિલો સોનું હતું એવા એ જાજરમાન મહિલાએ પતિને સધિયારો આપ્યો અને ટૂંકા ખર્ચ સાથે ઘર ચલાવવા માડ્યું. પડે છે ત્યારે સઘળું પડે છે એ કહેવત પ્રમાણે પણ જાન્યુઆરી, ૧૯૪૩માં તેઓ સગર્ભા હતાં ત્યારે અચાનક જટાશંકર રાવલ મૃત્યુ પામ્યા અને જે થોડી ઘણી આવક તેઓ કરતા હતા એ પણ બંધ થઈ ગઈ. પેટમાં છ મહિનાનો ગર્ભ, પતિનું અકાળે મૃત્યુ થયું અને ઘરમાં ફૂટી કોડી પણ નહીં, એવી સ્થિતિમાં પણ તેઓ હામ ન હાર્યાં. તેઓ શાળાનું પગથિયું પણ ચડ્યાં નહોતાં પણ જીવનની પરીક્ષા આપવા તેઓ તૈયાર થઈ ગયાં. તેમણે ૩૦ માર્ચ, ૧૯૪૩ના દિવસે નવમા સંતાનને જન્મ આપ્યો. એ નવમા સંતાને અત્યારે વૈશ્ર્વિક સ્તરે નામના મેળવી છે. ડૉક્ટર જે. જે. રાવલના જન્મ વખતે તેમનું કુટુંબ કારમી ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યું હતું.

ડૉક્ટર રાવલ થોડા દિવસોના થયા ત્યારે જ તેમનાં માતાએ પાડોશીઓનાં ઘરોમાં કપડાં ધોવાનું અને વાસણો માંજવાનું કામ શરૂ કરી દીધું. એ વખતે કપડાં ધોવા માટે તેમણે કૂવાઓમાંથી જાતે પાણી સીંચી લાવવું પડતું. જે હાથમાં ક્યારેય ઝાડુ પણ ન પકડાયું હોય એવા કોમળ હાથોથી પાણી સીંચવાને કારણે તેમના હાથ છોલાઈ જતા પણ હામ હાર્યા વિના તેમણે પોતાનાં સંતોનોને એકલે હાથે ઉછેરવાનો પડકાર ઝીલી લીધો હતો. વર્ષો સુધી તેમણે હળવદમાં પાડોશીઓનાં ઘરોમાં કામ કર્યું.

ડૉક્ટર જે. જે. રાવલના ભાઈઓ અને બહેનો મોટાં થયાં એ સાથે તેમણે પણ માતાને મદદ કરવા માંડી. મોટા ભાઈએ હળવદના જોગેશ્ર્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે કામ સંભાળી લીધું અને તેઓ લગ્ન અને મરણ કે બીજા પ્રસંગોમાં કર્મકાંડ કરાવવા જવા લાગ્યા. એ માટે તેમને ચાર કે આઠ આના દક્ષિણારૂપે મળતા થયા. એ દરમિયાન ડૉક્ટર જે. જે. રાવલનાં મોટાં બહેન હંસા બહેનને પ્રાથમિક શાળામાં ૬૦ રૂપિયાના પગારથી નોકરી મળી ગઈ. એટલે ઘરમાં એક નિશ્ર્ચિત આવક શરૂ થઈ ગઈ. હંસાબહેન નોન મેટ્રિક હતાં પણ એ સમયમાં લોકો બહુ ભણતા નહીં એટલે તેમને શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. બીજી બાજુ સૌથી મોટા ભાઈ ઉપેન્દ્ર રાવલને મિલિટરીમાં નોકરી મળી ગઈ. અને થોડા સમય પછી એમનાથી નાના, બીજા નંબરના ભાઈ અનિલ રાવલે મુંબઈ જઈને કાપડ બજારમાં સેલ્સમેન તરીકે, ૭૫ રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી દીધી.

મોટા ભાઈ અનિલ રાવલે મુંબઈમાં નોકરી મેળવી લીધી એ વખતે ડૉક્ટર રાવલ હળવદના જોગેશ્ર્વરી મહાદેવ મંદિરમાં ટોકરી વગાડીને પૂજા કરતા થઈ ગયા હતા અને સારા-નરસા પ્રસંગોએ હળવદના લોકોને ત્યાં કર્મકાંડ કરાવવા પણ જવા માંડ્યા હતા. હળવદના વિદ્વાન હરિશંકર આચાર્ય અને નંદલાલ દવે તેમના મિત્ર જટાશંકર રાવલના આ દીકરાને સંસ્કૃત ભણાવતા અને કર્મકાંડ પણ શીખવતા હતા. જટાશંકર રાવલના આ સૌથી નાના દીકરાના મનમાં એ વખતે કથાકાર બનવાની ઈચ્છા હતી. પણ મોટા ભાઈ અનિલ રાવલ મુંબઈમાં થોડા સેટ થયા એટલે તેમણે ઘરમાં બધા સાથે વાત કરીને ૧૯૬૧માં નાના ભાઈને ભણવા માટે મુંબઈ બોલાવવાનું નક્કી કર્યું અને ૧૮ વર્ષની ઉંમરે ડૉક્ટર રાવલે મુંબઈની પાર્લે કૅલેજમાં (અત્યારની સાઠ્યે કૉલેજ) પ્રવેશ મેળવ્યો. તેઓ ભણવામાં હોશિયાર હતા અને હંમેશાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતા હતા.

પાર્લે કૉલેજમાં ઈન્ટર સુધી (એટલે કે બારમા ધોરણ સુધી) અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈના ફોર્ટ વિસ્તારની ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં અભ્યાસ કરીને બી.એસસી.ની ડિગ્રી મેળવી. એ પછી મુંબઈ યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં એમ.એસસી.ની ડિગ્રી પણ તેમણે મેળવી. આ દરમિયાન તેમને સાયન્સ પ્રત્યે લગાવ થઈ ગયો હતો. તેઓ કથાકાર બનવા ઈચ્છતા હતા પણ તેમનાં મોટા ભાઈ-બહેનોની ઈચ્છા હતી કે તેજસ્વી નાના ભાઈને સાયન્સ પ્રવાહમાં ભણાવીએ એટલે એને સારી નોકરી મળી શકે અને જન્મ સાથે જ કારમી ગરીબીમાં ઊછરેલા નાના ભાંડુને જિદગીમાં સંઘર્ષ ન કરવો પડે. એટલે એમ.એસસી. થયા પછી કલકત્તામાં આગળ ભણવાની ઈચ્છા થઈ એટલે જટાશંકર રાવલના આ નાના દીકરાને ભાઈ બહેનોએ કલકત્તા ભણવા મોકલવાનુંં નક્કી કર્યું. ડૉક્ટર રાવલે કલકત્તામાં સત્યેન્દ્રનાથ બૉઝ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી એમ ફિલ.ની ઉપાધિ મેળવી.

કલકત્તામાં અભ્યાસ દરમિયાન તેમનો પરિચય કેટલાક જિનિયસ બંગાળી વૈજ્ઞાનિકો સાથે થયો અને એ સાથે ડૉક્ટર રાવલના જીવનમાં વળાંક આવ્યો. એ સમયથી તેમને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ જાગ્યો અને તેમણે સૂર્યમંડળ અને ઉપગ્રહમંડળોનો અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૬માં તેમણે મુંબઈ આવીને પ્રતિષ્ઠિત નેહરુ સેન્ટરમાં પ્રોજેક્ટ મેનેજર કમ લેક્ચરર તરીકે નોકરી મેળવી. યુવાન વયે તેમણે મહાન વિજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થિયરી પર પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કર્યું. ‘ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઈન જનરલ થિયરી ઑફ રિલેટિવિટી ઑફ આઈન્સ્ટાઈન’ શીર્ષક હેઠળ તેમનું પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં છપાયું. એ સાથે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે (ખગોળજગતમાં) નોંધ લેવાઈ. ૧૯૭૬માં નેહરુ સેન્ટરમાં જોડાયેલા ડૉક્ટર જે. જે. રાવલને ૧૯૭૯માં એટલે કે માત્ર ત્રણ જ વર્ષમાં નેહરુ પ્લેનેટેરિયમના ડાયરેક્ટર બનવાની તક મળી, પણ એ ઓફર તેમણે એટલા માટે ઠુકરાવી દીધી કે તેમને પોતાનો સમય સંશોધન પાછળ ખર્ચવો હતો. જોકે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખગોળવિજ્ઞાની બની ગયા એ પછી ૧૫ વર્ષ બાદ ૧૯૯૪માં તેમણે નેહરુ પ્લેનેટેરિયમના ડાયરેક્ટર તરીકે જવાબદારી સ્વીકારી અને છ વર્ષ સુધી એ ફરજ બજાવીને ર૦૦૦માં તેઓ નિવૃત્ત થયા. એ પછી તેમણે ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીની સ્થાપના કરી અને તેમનું સંશોધન ચાલુ જ રાખ્યું. અનેક વાર ‘નાસા’ની મુલાકાતે જઈ આવેલા અને જગવિખ્યાત ‘નાસા’ના મહારથી વૈજ્ઞાનિકો સાથે ઊઠબેસ કરનારા આ ખગોળવિજ્ઞાનીએ કદાચ કથાકાર બનીને હળવદમાં જિંદગી વિતાવી દીધી હોત પણ તેમનાં કુટુંબે તેમને સાયન્સ પ્રવાહમાં ભણવા મૂકીને તેમની જિંદગીને નવો જ વળાંક આપી દીધો. ગુજરાતી પ્રજાને આ અલગારી ખગોળ વિજ્ઞાનીની સિદ્ધિ વિશે બહુ ખબર નથી, પણ વૈશ્ર્વિકસ્તરે તેમને અકલ્પ્ય સન્માન મળ્યું છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99688

પૃથ્વીના ધરીભ્રમણને પીડતાં પરિબળો --- ડો. જે. જે. રાવલ




                             

કરોડો વર્ષ પહેલાં પૃથ્વીનું વર્ષ ૪૫૦ દિવસનું ને દિવસ ૨૧ કલાકનો હતો
પ્રાચીન સમયમાં મનાતું કે પૃથ્વી સ્થિર છે, પણ આકાશ તેની ફરતે પરિક્રમા કરે છે. પછી સમજાયું કે હકીકત ઊલટી છે. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને તેથી આકાશ ગોળ ગોળ ફરતું દેખાય છે. પૃથ્વી તેની ધરી પર પશ્ર્ચિમથી પૂર્વ તરફ ગોળ ગોળ ફરે છે તેથી આકાશ પૂર્વથી પશ્ર્ચિમ તરફ ગોળ ગોળ ફરતું દેખાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. 

પૃથ્વી ગોળ છે, અને તેની ધરી પર ગોળ ગોળ ફરે છે માટે દિવસ-રાત થાય છે. તદ્ઉપરાંત પૃથ્વીની ધરી ઝૂકેલી છે માટે દિવસ-રાત લાંબા, ટૂંકા અને વર્ષમાં બે વાર સરખા થાય છે. 

પૃથ્વીના ગર્ભભાગમાં શું છે અને શું ચાલી રહ્યું છે તેની આપણને ખરેખર જાણ નથી. પૃથ્વીના ગર્ભભાગમાં જે ચાલી રહ્યું છે તેની આપણને જે જાણ છે તે આપણું અનુમાન છે. ઇંગ્લેન્ડની લીવરપૂલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ દશ દશ વર્ષના ગાળા દરમિયાન ૧૯૬૨થી ૨૦૧૨ સુધી દિવસની લંબાઈ અને તેમાં થતાં ફેરફારોનો અભ્યાસ કર્યો છે. આ પ૦ વર્ષ દરમિયાનના દિવસની લંબાઈ અને તેમાં થતા ફેરફારના તેમના અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર પૃથ્વીના ગર્ભમાં ચાલી રહેલી કોઈ પ્રકારની ભૌતિક ક્રિયાને આભારી છે. આ ભૌતિક ક્રિયા ખરેખર કઈ છે તેની તેમને ખબર પડી નથી. 

તેઓએ શોધી કાઢ્યું છે કે ૩૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીનું વર્ષ ૩૬૫ દિવસનું નહીં પણ ૪૫૦ દિવસનું હતું. એટલે કે વર્ષમાં દિવસો ઝાઝા હતાં. એટલે કે પૃથ્વી ઝડપથી તેની ધરી પર ભ્રમણ કરતી હતી પણ ધીરે ધીરે તે ધીમી પડતી જાય છે. હાલમાં દિવસની લંબાઈ ર૪ કલાક છે પણ ભૂતકાળમાં તે ૨૧ કલાકની હતી. અને હવેના ભવિષ્યમાં તે ધીરે ધીરે વધતી જશે રપ, ર૬ કલાક વગેરે થશે. એટલે કે વર્ષમાં દિવસો ઘટતા જશે. એવો સમય આવે કે વર્ષ ૩૦૦, ૨૦૦ કે ૧૦૦ દિવસ પણ થઈ જાય. દિવાળી જલદી આવે. કારણ કે દિવસો પોતે જ લાંબા હોય.

પૃથ્વીનું ધરીભ્રમણ જે ધીમું પડતું જાય છે તેની પાછળનાં પરિબળો કયા છે? ચંદ્ર જે પૃથ્વી પર ભરતી-ઓટ લાવે છે તેને લીધે પૃથ્વીના ધરીભ્રમણ પર બ્રેક લાગે છે અને પૃથ્વીનું ધરીભ્રમણ ધીમું પડતું જાય છે અને તેના પરિણામે ચંદ્ર ધીમે ધીમે પૃથ્વીથી દૂર દૂર જતો જાય છે અને તેથી નાનો અને નાનો દેખાશે. ખગ્રાસ સૂર્યગ્રહણોની સંખ્યામાં તેથી ઘટાડો થશે. કંકણાકૃતિ ગ્રહણોમાં ધીરે ધીરે વધારો થતો જશે. બીજું પૃથ્વી પર આજે બળવાન પવનો જ્યારે ઊંચાં ઊંચાં પહાડોની સાથે અથડાય છે તે ક્રિયા પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને ધીમું પાડતી જાય છે. દર વર્ષે પહેલાં તે મિલીસેક્ધડના પ્રમાણમાં હોય. પૃથ્વીનું વાયુમંડળ મહાસાગરો પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને ધીમું પાડે છે.

વિજ્ઞાનીઓએ એ પણ શોધી કાઢ્યું કે પૃથ્વીના દિવસની લંબાઈ જે વધે છે તે દર છ વર્ષે વધે છે અને પૃથ્વીના ગર્ભભાગમાં ચાલતી ક્રિયા આ સમયના ગાળે કુદકો મારે છે. પૃથ્વીના ગર્ભમાં ચાલતી ક્રિયા દર છ વર્ષે પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. એટલે કે આ ક્રિયા જે હોય તે તે સામયિક (Cyclic,Periodic) છે અને તેનું સમયચક્ર છ વર્ષનું છે. તે પૃથ્વીના દિવસની લંબાઈમાં વધારો કરતી જાય છે. ધરતીકંપ પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. તે દિવસની લંબાઈ વધારે પણ ખરો અને ઘટાડે પણ ખરો. તે પૃથ્વીની ધરીના ઝુકાવમાં પણ ફેરફાર કરે છે. પૃથ્વીના ગોળામાં જ્યારે પદાર્થની જગ્યા બદલાય ત્યારે પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફાર થાય છે. પૃથ્વીના પેટાળમાં ભારે પદાર્થ જગ્યા બદલે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. ધરતીના ખંડોની પાટોનું સ્થળાંતર આવી પરિસ્થિતિ સર્જે છે. પીગળતી હિમશિલામાં પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફારો કરે છે. તે દિવસની લંબાઈ વધારે પણ ખરી અને ઘટાડે પણ ખરી. ગ્રહોની ગોઠવણમાં ફેરફાર થાય તો પણ પૃથ્વીના દિવસની લંબાઈમાં ફેરફારો થઈ શકે છે. 

પૃથ્વીના વસ્તીનું ધ્રુવીકરણ પણ આંશિક રીતે પૃથ્વીના ધરીભ્રમણને અસર કરી શકે ખરું. અંતરીક્ષમાંથી આવતી મોટા મોટા લઘુગ્રહોની અથડામણ પણ પૃથ્વીના ધરીભ્રમણમાં ફેરફાર કરી દિવસને લાંબો તથા ટૂંકો બનાવી શકે. 

શું આ બાબત બધા જ ગ્રહોને લાગુ પડે છે? આનો જવાબ હા માં છે. જે ગ્રહોને ઉપગ્રહો હોય તેવા ગ્રહોને આ બાબત લાગુ પડે છે, ખુદ સૂર્ય સમેત બધા તારા કે પૂરી મંદાકિની (આકાશગંગા)ને અને બીજી મંદાકિનીઓને પણ આ બાબત લાગુ પડે છે. 

કોઈ પણ આકાશીપિંડ અને ધરીભ્રમણને આવો સંબંધ છે. ગ્રહોની ધરી પણ પરાંયન ગતિ કરે છે. માટે ધ્રુવતારા બદલાય છે. ઉપરોક્ત જાયજાયન્ટિક ક્રિયાઓ ગ્રહોની ધરીના ઝુકાવમાં બદલાવ લાવે છે. તેથી ગ્રહોના ધ્રુવતારા બદલાય છે. 

ગ્રહોના ધરીભ્રમણમાં થતા ફેરફારો તેના ઉપગ્રહો પર પણ અસર કરે છે. ગ્રહનું ધીમું ધરીભ્રમણ ગ્રહની નજીકના ઉપગ્રહોનો અને વલયોનો સંહાર કરે છે. આકાશીપિંડોના ધરીભ્રમણનો અભ્યાસ પોતે જ પોતાનામાં એક વિષય છે. ચિંચણી-તારાપુર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી રજનીકાંતભાઈ શ્રોફ દશકાઓથી સૂર્યના માર્ગનો અને સૂર્યનો અભ્યાસ ચિંચણથી કરી રહ્યાં છે. તેમના નિરીક્ષણ પ્રમાણે સૂર્ય પહેલાં કરતાં વધારે સમય ઉત્તર-ગોળાર્ધમાં રહે છે અને તેથી જે બધું થાય છે તેમાં તેનું પણ ઠીક ઠીક યોગદાન હોવું જોઈએ. પૃથ્વીની ધરીના ઝુકાવમાં પણ ફેરફાર થાય છે, જે દિવસની લંબાઈમાં ફેરફાર કરે છે. આ વાતમાં તથ્ય હોય તેમ લાગે છે. આ બાબતે ગહન અને ગંભીર અધ્યયન કરવું જરૂરી છે.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=99695

અણુનું અંતિમ ઊંડાણ માપી શકાશે? ---- ડૉ. જે. જે. રાવલ

                               

                                    

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


ભારતીય મનીષીઓ માનતા હતાં કે બ્રહ્માંડ પાંચ તત્ત્વનું બનેલું છે: જલ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ. આજથી સાત હજાર વર્ષ પૂર્વે બ્રહ્માંડનું પાંચમું તત્ત્વ આકાશ છે તેમ માનવું તે તેમના તત્ત્વજ્ઞાનની ઉચ્ચતમ સ્થિતિ ગણાય. અણુ-પરમાણુ, બ્રહ્મ, બ્રહ્માંડ જેવા શબ્દો છ હજાર વર્ષ પૂર્વે ભારતીય વેદો અને શાસ્ત્રોમાં લખાયેલાં જોવામાં આવે છે તે આપણા પ્રાચીન મનીષીઓના મહાન તત્ત્વજ્ઞાનના દ્યોતક છે. ભારતમાં કણાદ ઋષિ થઈ ગયા. તેઓને આપણી દુનિયાના પ્રથમ અણુવિજ્ઞાની કહી શકાય. તેમને અણુ-પરમાણુ વિષે અગાધ જ્ઞાન હતું. ઋષિ પતંજલિ, ગોતમ, બૌધાયન મહાન વિજ્ઞાનીઓ અને તત્ત્વજ્ઞાનીઓ પ્રાચીન ભારતમાં થયા છે. બૌધાયાન ઋષિએ પાયથાગોરસ પહેલાં ૨૦૦ વર્ષે બે બિન્દુ વચ્ચેના અંતર માપવાનું સૂત્ર આપેલું જે આજે પાયથાગોરસના પ્રમેય (થીઅરમ, Theorem) તરીકે ઓળખાય છે. બૌધાયન ઋષિના પ્રમેયમાંથી પ્રથમ વાર એક પરિમાણ વ્યાખ્યા કરી શકાઈ. આપણને એક પરિમાણ (Linear dimension) ની ખબર પડી અને આપણે લંબાઈ માપી શક્યાં, પણ આપણે વસ્તુની પહોળાઈ માપી શક્યા અને આપણે બે પરિમાણને સમજી શક્યા. બે પરિમાણીય વસ્તુને, તેના ક્ષેત્રફળને સમજી શક્યા.

પછી આપણે વસ્તુની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમજી શક્યા અને આપણને વસ્તુના ત્રણ પરિમાણની ખબર પડી અને તેના ઘનફળ (Volume) ને સમજી શક્યાં અને તેને માપી પણ શક્યા. આ બ્રહ્માંડમાં બધી જ વસ્તુને ત્રણ પરિમાણ જ હોય. કોઈ વસ્તુ એક કે બે પરિમાણવાળી હોતી જ નથી. કાગળને પણ ઊંચાઈ હોય છે અને તેને પણ ત્રણ પરિમાણ જ હોય છે.

ન્યુટનના નિયમોમાં બે ચાર બહુ ગંભીર ક્ષતિ દેખાઈ. એ ક્ષતિને દૂર કરવા આઈન્સ્ટાઈનને સમયને બ્રહ્માંડનું ચોથું પરિમાણ લીધું અને બ્રહ્માંડને સમજવામાં ક્રાંતિ આણી. તેણે પૂરા બ્રહ્માંડને સાપેક્ષ બનાવી દીધું. સમય વિષે આપણા ઋષિમુનિઓએ ગહન મનન-ચિંતન કર્યું છે. સમયની ગહનતા તેમના ધ્યાનની બહાર ન હતી. આપણા ઋષિમુનિઓએ સાપેક્ષતાને પણ પૂર્ણપણે સમજી હતી અને સુંદર રીતે સમજાવ્યું હતું કે બ્રહ્માંડ સાપેક્ષ છે. પણ તેનું વૈજ્ઞાનિકરણ, તેનું વૈજ્ઞાનિક ફોર્મ્યુલેશન તો આઈન્સ્ટાઈને જ કર્યું.

બ્રહ્માંડની વિશાળતાને અને સૂક્ષ્મતાને સમજવાની વાત કરીએ તો આપણા ઋષિમુનિઓએ નંબર સિસ્ટમ આપી અને બ્રહ્માંડમાં અગાધ અને અગાધ અંતરો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતરો માપવાનું શક્ય બનાવ્યું. શૂન્યનું મહત્ત્વ સમજાવ્યું. અનંતતા અને સીમિતતા સમજાવી. આમ જે અર્વાચીન વિજ્ઞાન અને ખગોળ-વિજ્ઞાને વિકાસ સાધ્યો છે તેના પાયામાં ભારતીય ઋષિમુનિઓના જ્ઞાન-સંશોધન, મનન-ચિંતન અને તત્ત્વજ્ઞાન રહેલું છે. દુનિયામાં ભારતીય સંસ્કૃતિ હતી જેણે જ્ઞાનનો દીવો પ્રગટાવેલો તેમાં ચાણક્ય, આર્યભટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત તે છેક ભાસ્કરાચાર્ય સુધી બરાબર જલતો રહ્યો. પછી જે પરદેશીઓનાં ધાડેધાડાં આવ્યાં તો છેક આપણે સ્વતંત્ર ન થયા ત્યાં સુધી આપણે આપણી અસ્મિતા ખોઈ બેઠાં.

પંદરમી સદીથી પશ્ર્ચિમમાં જ્ઞાન-વિજ્ઞાનનો દીવો પ્રગટ્યો જેમાં નિકોલસ કોપરનીક્સ, ટાયકો બ્રાહે, કેપ્લર, ગેલિલિયો, ન્યુટન, રોબર્ટ બૉયલ, લેવોત્ઝીઅર, પ્રીસ્ટલી, ડાર્વિન, આઈન્સ્ટાઈન મેડમ, ક્યુરી, રોન્જન્ટ, જે. જે. થોમસન, રુધરફોર્ડ, બૉહર, ડાલ્ટન, પ્લાન્ક વગેરે નામી વિજ્ઞાનીઓ પેદા થયાં.

આ વિજ્ઞાનીઓએ દર્શાવ્યું કે પદાર્થ તત્ત્વોનો બનેલો છે, તત્ત્વો એટમના બનેલા છે. એટમમાં ઈલેક્ટ્રોન્સ હોય છે, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય છે. ન્યુટ્રોન્સમાં પ્રોટોન્સ અને ઈલેક્ટ્રોન્સ હોય છે. પછી માલૂમ પડ્યું કે પ્રોટોન્સમાં ક્વાર્ક નામના પદાર્થકણો હોય છે. આજથી ૬૦૦૦ વર્ષ પહેલાં ભારતીય મનીષીઓએ પ્રશ્ર્ન પૂછેલો કે બ્રહ્માંડનું અંતિમ તત્ત્વ શું? બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે?

આજના વિજ્ઞાનીઓ આજે એ જ પ્રશ્ર્ન પૂછી રહ્યાં છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે. આજના વિજ્ઞાનીઓ એ જાણે છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ ચેતના છે, ઊર્જા છે અને તેણે જ આ બ્રહ્માંડમાં માયા સર્જી છે અને સર્જે છે. ભારતીય ઋષિમુનિઓએ તેને પરબ્રહ્મ કહ્યું. ઊર્જા જ અલગ અલગ સ્વરૂપે આપણી સમક્ષ આવે છે. ઊર્જા જ અલગ અલગ બળો ઉત્પન્ન કરે છે. ઊર્જાએ જ આ બ્રહ્માંડને ધરી રાખ્યું છે. વિગ બૅંગ એ જ ઊર્જાનું ઉત્પત્તિ સ્થાન છે. આમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એમ નરસિંહ મહેતાએ સ્પષ્ટ કરેલી વાત છે. શંકરાચાર્યે અહં બ્રહ્માસ્મિ કહીને ૧૨૦૦ વર્ષ પૂર્વે વાત સમજાવી છે.

અર્થાત બ્રહ્મજિજ્ઞાસા પ્રમાણે અર્વાચીન વિજ્ઞાનીઓ જાણવા માગે છે કે પ્રોટોન અને ક્વાર્કસની અંદર શું છે? હકીકતમાં બ્રહ્માંડનો અંતિમ પદાર્થ, અંતિમ ઊર્જા, અંતિમ ચેતના શું છે?

આઈન્સ્ટાઈને બ્રહ્માંડનું બહુ મોટું અને ગૂઢ રહસ્ય સાબિત કર્યું છે કે પદાર્થ એ જ ઊર્જા, એ જ અંતરીક્ષ અને ફીલ્ડ. એ પણ હવે સ્પષ્ટ થયું છે કે જોકે ગુરુત્વાકર્ષણ હજુ થોડી મુસીબત ઉત્પન્ન કરે છે પણ આણ્વિક બળ, નિર્બળ આણ્વિક બળ (રેડિયો - એક્ટિવિટીને સર્જન કરતું બળ), વિદ્યુત ચુંબકીયબળ અને ગુરુત્વાકર્ષણ બળ એકના એક બળ છે. આ જ છેવટનો અદ્વૈતવાદ છે.

વિજ્ઞાનીઓએ અણુનું તળિયું જોવા માટે, પરમાણુનું તળિયું જોવા માટે જીનિવા અને સ્વિટ્ઝરલેન્ડના ભૂર્ગમાં એક ૨૭ કિલોમીટરનું ગોળાકાર ભૂગળું બનાવ્યું છે તેમાં તદ્દન શૂન્યવકાશ ઉત્પન્ન કર્યો છે અને તેને ઠંડું રાખવામાં આવ્યું છે. તેમાં પ્રકાશની ઝડપની ૯૯.૯૯૯૯ ટકા ઝડપે પ્રોટોનના વાદળોને એક સેક્ધડમાં કરોડોવાર દોડાવી ભટકાડવામાં આવે છે અને પ્રોટોનને તોડવામાં આવે છે. ૧૯૬૪માં પીટર હિગ્ઝ નામના વિજ્ઞાનીએ દર્શાવ્યું હતું કે હિગ્ઝ ફીલ્ડ (હિગ્ઝ-બોઝૉન, હિગ્ઝ પાર્ટિકલ, ગૉડ-પાર્ટિકલ એ પદાર્થનું અંતિમ ચેતન સ્વરૂપ છે. હિગ્ઝની આ થિયરીને તપાસવા વિજ્ઞાનીઓએ જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાના ખર્ચે જટિલ લાર્જ હેડ્રોન કોલાઈડર સ્થાપ્યું. બે વર્ષ પહેલાં આ પાર્ટિકલ એક્સલરેટરે પીટર હિગ્ઝને સાચા સાબિત કર્યા. તેમ છતાં વિજ્ઞાનીઓ માનતા હતાં કે હિગ્ઝ પાર્ટિકલ તે પદાર્થનો અંતિમ કણ નથી. તેમણે પદાર્થના અંતિમ કણની શોધ ચાલુ રાખી અને ટેકની-પાર્ટિકલ શોધી કાઢ્યો. તેમ છતાં વિજ્ઞાનીઓ માને છે કે હિગ્ઝ-પાર્ટિકલ કે ટેકની પાર્ટિકલ પદાર્થના અંતિમ કણો નથી. હજુ પણ તેની અંદર બીજા પદાર્થ કણો છે. તે તપાસવા વિજ્ઞાનીઓએ હવે જીનિવામાં લગભગ ૮૦૦ અબજ રૂપિયાના ખર્ચે વધારે સોફિસ્ટીકેટેડ લાર્જ હેડ્રૉન કોલાઈડર સ્થાપ્યું છે જે જલદીથી કાર્યરત થશે અને કદાચ જૂન મહિનામાં અંતિમના અંતિમ કણાના અસ્તિત્વને સાબિત કરશે.

અણુમાં ડોકિયું કરી શકાય છે. તેના અગાધ ઊંડાણને માપી શકાય તેમ નથી. શું અણુ તળિયા વગરનું (બોટમલેસ Bottomless) છે? સહજાનંદ સ્વામીએ ૨૦૦ વર્ષ પહેલા કહેલું કે અણુના કરોડોને કરોડો ભાગ કરો, તેમા પણ અંતરીક્ષ છે? અણુની દુનિયા હકીકતમાં વિશાળ દુનિયા કરતાં પણ વધારે વિશાળ છે.

જીનિવામાં થનારો આ પ્રયોગ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી પર પણ પ્રકાશ પાડશે. તે હકીકતમાં ડાર્ક મેટર - પાર્ટીક્સની શોધ છે. ડાર્ક-એનર્જી પાર્ટિકલની શોધ છે. બ્રહ્માંડમાં આપણે માત્ર ૫ ટકા જ બ્રહ્માંડને જોઈએ છીએ. ૯૫ ટકા બ્રહ્માંડ આપણી આંખોને ઓઝલ છે, જેને વિજ્ઞાનીઓ ડાર્ક મેટર કે ડાર્ક એનર્જીના રૂપમાં ઓળખે છે. આ પ્રયોગ બ્રહ્માંડના અદૃશ્ય ભાગ પર પ્રકાશ ફેંકશે. ઉપનિષદોમાં કહ્યું છે તેમ ન ઈતિ, ન ઈતિ. આ નહીં, આ નહીં, બ્રહ્માંડનું અંતિમ સત્ય કોઈ જાણતું નથી.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=156432

Saturday, August 29, 2015

૧૨૩ વર્ષ જૂની કોડક કંપની કેમ દેવાળું કાઢી રહી છે? --- સ્પોટ લાઈટ - સંજય વોરા

અમેરિકાનું અર્થતંત્ર એવી મુસીબતમાં છે કે એક પછી એક પ્રસિદ્ધ કંપનીઓ દેવાળું ફૂંકવા મજબૂર બની રહી છે. તેમાં હવે ૧૨૩ વર્ષ જૂની કોડક કંપનીનું નામ પણ ઉમેરાયું છે. કોડક કંપની કેમેરાનો અને ફોટોગ્રાફીનો પર્યાય ગણાય છે. હાથમાં પકડવાના કેમેરાની શોધનો યશ કોડાકને ફાળે જાય છે. હોલીવૂડની ફિલ્મોની કોડક વિના કલ્પના પણ કરી શકાય નહીં. હોલીવૂડની મોટા ભાગની ફિલ્મોની પ્રિન્ટ કોડકની ફિલ્મ ઉપર જ તૈયાર થતી હતી. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં ડિજિટલ ફોટોગ્રાફી અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો શરૂ થયો તેની સાથે કોડકના ધંધામાં ઓટ આવવા લાગી. સમય સાથે તાલ ન મિલાવી શકવાને કારણે કોડક કંપનીએ અમેરિકાના કાયદા મુજબ ચેપ્ટર ૧૧ હેઠળ નાદારી નોંધાવી છે. આજથી માત્ર નવ વર્ષ અગાઉ કોડકમાં ૬૩,૯૦૦ કર્મચારીઓ નોકરી કરતા હતા. આજની તારીખમાં તેમની સંખ્યા સંકોચાઇને ૧૭,૦૦૦ની રહી ગઇ છે.

કોડક કંપનીની સ્થાપના જ્યોર્જ ઇસ્ટમેને ઇ.સ.૧૮૮૯ની સાલમાં કરી હતી. જ્યોર્જ ઇસ્ટમેનની સાથે ડેવિડ હુસ્ટન નામનો ફોટોગ્રાફર હતો, જેની પાસે કેમેરા બાબતના ઘણા આઇડિયા હતા. ડેવિડ હુસ્ટન નોર્થ ડાકોટા સ્ટેટનો રહેવાસી હતો એટલે તેણે પોતાની કંપનીનું નામ નોડક રાખ્યું હતું. હુસ્ટન પાસે કેમેરાની ઘણી પેટન્ટો હતી. આ પેટન્ટો તેણે ઇસ્ટમેનને વેચી દીધી. ઇસ્ટમેને આ પેટન્ટો સાથે નોડક નામ પરથી પ્રેરણા લઇને કોડક કંપનીની સ્થાપના કરી. કોડક નામકરણમાં ઇસ્ટમેનની માતાનો પણ મહત્ત્વનો ફાળો હતો. કોડક કંપનીએ અમેરિકામાં સસ્તા કેમેરા વેચવાની શરૂઆત કરી. તેઓ કેમેરાની સાથે ફોટો ફિલ્મો અને પ્રોસેસિંગ માટેનાં કેમિકલ્સ પણ વેચતા હતા. આ રીતે તેમનો ધંધો ઝડપથી વધવા લાગ્યો. એક સમયે અમેરિકામાં ફોટોગ્રાફી અને કોડક શબ્દો એકબીજાના પર્યાય ગણાતા હતા. ઇ.સ.૧૯૭૬ની સાલમાં અમેરિકામાં જેટલા કેમેરા વેચાતા હતા તેમાંના ૮૫ ટકા કોડક કંપનીના વેચાતા હતા અને ૯૦ ટકા ફોટો ફિલ્મ પણ કોડક કંપનીની વેચાતી હતી.

ઇ.સ.૧૯૮૦ના દાયકામાં જપાનની ફુજીફિલ્મ કંપનીએ અમેરિકાના બજારમાં પ્રવેશ કર્યો તેના સાથે કોડકના પતનનો પ્રારંભ થયો હતો. ફુજીફિલ્મ કંપની કોડક જેવી જ પ્રોડક્ટ સસ્તી કિંમતે વેચી રહી હતી. કોડકના મેનેજરો એવા ભ્રમમાં હતા કે અમેરિકાના ગ્રાહકો તેમના માટે પવિત્ર ગણાતી કોડક બ્રાન્ડનો કદી ત્યાગ નહીં કરે. આ આશાવાદ ઠગારો પુરવાર થયો. ફુજી કંપનીએ અમેરિકામાં જ ફિલ્મનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાંખ્યો. ફુજીના આક્રમક વેચાણ અને ઓછા ભાવને કારણે તેનો બજારમાં હિસ્સો સતત વધતો ગયો. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં અમેરિકાની બજારમાં ફુજીફિલ્મનો હિસ્સો ૧૦ ટકા હતો તે ઇ.સ.૧૯૯૭માં વધીને ૧૭ ટકા ઉપર પહોંચી ગયો. આ ગાળામાં કોડકનો હિસ્સો ૮૦ ટકા પરથી ઘટીને ૭૪ ટકા ઉપર આવી ગયો હતો. કોડકે જપાનની માર્કેટમાં પ્રવેશવાની કોશિશ કરી પણ તેને ધારી સફળતા ન મળી.

ઇ.સ.૧૯૯૦ના દાયકામાં કોડકના સંચાલકોને ખ્યાલ આવી ગયો હતો કે હવે ફોટો ફિલ્મનો જમાનો પૂરો થયો છે અને ડિજિટલ પ્રિન્ટનો જમાનો આવી રહ્યો છે. આ કારણે કોડકના તત્કાલીન સીઇઓ જ્યોર્જ ફીશરે ડિજિટલ ટેકનોલોજી તરફ પ્રયાણ કરવા માટે એક દાયકાની યોજના તૈયાર કરી હતી, પણ આ યોજનાનો તેઓ અસરકારક રીતે અમલ કરી શક્યા નહોતા. ઇ.સ.૧૯૯૪માં એપલ કંપનીએ ‘ક્વિકટેક’ નામના ડિજિટલ કેમેરા બજારમાં મૂક્યા તેનું ઉત્પાદન હકીકતમાં કોડકે કર્યું હતું. તેઓ પોતાની જ પ્રોડક્ટનો લાભ લેવામાં નિષ્ફળ ગયા હતા.

ઇ.સ.૨૦૦૦ની સાલ સુધીમાં બજારમાં જાતજાતના ડિજિટલ કેમેરા મળવા લાગ્યા હતા. જપાનની સોની કંપનીએ તેની આગેવાની લીધી હતી. કોડકનો ફોટોગ્રાફિક ફિલ્મનો ધંધો ખતમ થઇ રહ્યો હતો પણ તેનો કેવી રીતે મુકાબલો કરવો એ કંપનીના સંચાલકોને સમજાતું નહોતું. ઇ.સ.૨૦૦૧માં ટ્વિન ટાવર ઉપર હુમલો થયો તેને પગલે અમેરિકામાં આર્થિક મંદીનો માહોલ ઊભો થયો અને કેમેરાનું વેચાણ ઘટવા લાગ્યું. ડિજિટલ કેમેરાના પડકારને પહોંચી વળવા કોડકે મોડે મોડે ‘ઇઝીશેર’ની બ્રાન્ડ હેઠળ ડિજિટલ કેમેરા બનાવવાનું શરૂ કર્યું.આ કેમેરાથી પાડવામાં આવેલી તસવીરો સહેલાઇથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાતી હતી. અમેરિકામાં ડિજિટલ કેમેરાની બજારમાં કોડકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ઇ.સ.૨૦૦૫ની સાલમાં કોડકે અમેરિકામાં ૫.૭ અબજ ડોલરના ડિજિટલ કેમેરાઓ વેચ્યા હતા.

ડિજિટલ કેમેરાના ધંધામાં પણ જપાનની સોની વગેરે કંપનીઓ કોડક કરતાં આગળ નીકળી ગઇ. આ કંપનીઓ સસ્તા ડિજિટલ કેમેરાઓ વેચતી હતી અને તેમાં નિતનવા ફીચર્સ ઉમેર્યા કરતી હતી. કોડક કંપની આ ક્ષેત્રમાં નંબર વન હતી પણ તે પ્રત્યેક કેમેરા ઉપર ૬૦ ડોલરની ખોટ ખાતી હતી. કોડક કંપનીને ફોટો ફિલ્મના ધંધામાં વધુ નફો થતો હતો, પણ તેનું વેચાણ સતત ઘટ્યા કરતું હતું. ઇ.સ.૨૦૧૦ના દાયકામાં મોબાઇલમાં કેમેરા આવવા લાગ્યા, જેને કારણે ડિજિટલ કેમેરાની ડિમાન્ડ ઓછી થવા લાગી. ઇ.સ.૨૦૦૭માં કોડક કંપનીનો ડિજિટલ કેમેરાના વેચાણમાં હિસ્સો ૯.૬ ટકા હતો અને તેનું ચોથું સ્થાન હતું. ઇ.સ.૨૦૧૦ની સાલમાં તે સાતમાં સ્થાને ધકેલાઇ ગઇ અને તેનો માર્કેટ શેર ઘટીને સાત ટકા થઇ ગયો હતો. આજની તારીખમાં કેનોન, સોની અને નિકોન જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં કોડક કરતાં આગળ નીકળી ગઇ છે.

ઇ.સ.૨૦૦૭ની સાલથી કોડક કંપનીના સંચાલકો તેને ઉગારવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધી કોડક કંપની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતાની ફેક્ટરીઓમાં જ કરતી હતી. સીઇઓ એન્ટેનિયો પેરેઝે એક પછી એક ફેક્ટરીઓ બંધ કરવા માંડી અને બહારની કંપનીઓ પાસે ઉત્પાદન કરાવવા માંડ્યું. આ પ્રક્રિયામાં તેણે ૨૭,૦૦૦ કામદારોને છૂટા કરી દીધા. તેણે પોતાના બધા પ્રયાસો નવી ટેકનોલોજી શોધવામાં કેન્દ્રિત કર્યા. ફોટો ફિલ્મના વેચાણમાં આવેલી ઓટને સરભર કરવા તેમણે પ્રિન્ટરની ઇન્કના બજારમાં ઝંપલાવી દીધું. એચપી કંપનીના પ્રિન્ટરની મોંઘીદાટ ઇન્ક સામે ટક્કર આપવા તેમણે સસ્તી ઇન્ક ધરાવતાં પ્રિન્ટરો બજારમાં મૂક્યા. આ માટે નવી ટેકનોલોજી પાછળ તેણે ધૂમ ખર્ચાઓ કર્યા. હવે એવી પરિસ્થિતિ આવી રહી છે કે લોકો પ્રિન્ટરનો ઉપયોગ કરવાને બદલે કોમ્પ્યુટરમાં અને મોબાઇલમાં જ માહિતી સાચવી રાખે છે, જેને કારણે પ્રિન્ટરોનું વેચાણ પણ ઘટી રહ્યું છે. આ બાબતમાં પણ નસીબ કોડક કરતાં બે ડગલાં આગળ ચાલી રહ્યું છે.

કોડક કંપનીમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ખર્ચાઓ સતત વધતા રહ્યા છે અને આવકનાં સાધનો ઘટતાં રહ્યાં છે. કોડક દ્વારા જે નવી ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવે છે તે ગણતરીનાં વર્ષોમાં જૂની થઇને નકામી બની જાય છે. આ કારણે કોડક કંપનીના કેશ રિઝર્વમાં સતત ગાબડાં પડી રહ્યાં છે. ઇ.સ.૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં તેની પાસે ૧.૬ અબજ ડોલરની રોકડ હતી તે જૂનમાં ઘટીને ૯૫.૭ કરોડ ડોલર ઉપર આવી ગઇ હતી. સપ્ટેમ્બર મહિનાના અંતે કોડક કંપનીની અસ્ક્યામતો ૫.૧ અબજ ડોલરની હતી અને તેની જવાબદારીઓ વધીને ૬.૭૫ અબજ ડોલર પર પહોંચી ગઇ હતી. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં કોડકના શેરના ભાવો સતત ગબડી રહ્યા હતા. આ સંયોગોમાં કોડક પાસે નાદારી નોંધાવવા સિવાય કોઇ વિકલ્પ જ બાકી નહોતો રહ્યો. કોડક કંપનીએ નાદારીની પ્રક્રિયા દરમિયાન પોતાના વ્યવહારો ચલાવવા સિટી જૂથ પાસેથી ૧૮ મહિના માટે ૯૫ કરોડ ડોલરની લોન પોતાની મિલકતો ગિરવે મૂકીને મેળવી છે.

આજથી ૧૫ વર્ષ અગાઉ કોડક કંપનીના શેરોની બજારકિંમત ૩૧ અબજ ડોલર હતી, જે આજે ઘટીને ૧૫ કરોડ ડોલર રહી ગઇ છે. કોડક કંપની પાસે અત્યારે જે મૂડી છે તેમાં મુખ્ય ફાળો તેની પાસે રહેલી ૧,૧૦૦ જેટલી ડિજિટલ ફોટોગ્રાફીની પેટન્ટોનો છે. આ પેટન્ટોનો ઉપયોગ લગભગ દરેક ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન અને ટેબ્લેટ પીસીમાં થઇ રહ્યો છે. જો કોડક કંપની આ પેટન્ટો વેચીને મૂડી ઊભી કરવાની કોશિશ કરશે તો તેના ધંધામાં હજી વધુ ઘટાડો થશે. કોડક કંપનીએ નાદારી નોંધાવી તેને કારણે તેના ૧૭,૦૦૦ વર્તમાન કર્મચારીઓના અને હજારો ભૂતપૂર્વ કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા છે. આ કર્મચારીઓને હવે પગાર મળશે કે નહીં તેનો કોઇ ભરોસો રહ્યો નથી. વળી અગાઉ જે કર્મચારીઓએ પેન્શન અને નિવૃત્તિ પછીના લાભોના લોભમાં નોકરી છોડી તેમણે પણ હવે રાતા પાણીએ રોવાનો વારો આવશે.

બહુ આશ્ર્ચર્યની વાત એ છે કે કોડકના એક એન્જિનિયરે છેક ૧૯૭૦ના દાયકામાં ૦.૦૧ મેગાપ્રિક્સલનું રિસોલ્યુશન ધરાવતો ડિજિટલ કેમેરા બનાવ્યો હતો, પણ કોડક કંપનીને ડર હતો કે આ કેમેરા તેમના ફિલ્મના ધંધાને ખાઇ જશે. આ કારણે કોડક કંપનીએ છેક ઇ.સ.૨૦૦૧ની સાલમાં ડિજિટલ કેમેરા બનાવવાનો પ્રારંભ કર્યો હતો. આ સમયે કેનોન કંપનીના ડિજિટલ કેમેરા બજારમાં મળતા થઇ ગયા હતા. આ રીતે પોતાની પાસે નવી ટેકનોલોજી હોવા છતાં તેનો યોગ્ય રીતે તેમ જ યોગ્ય સમયે ઉપયોગ ન કરવાને કારણે કોડક કંપની દેવાળું ફૂંકવાને આરે આવી ઊભી છે. આજનું વિશ્ર્વ એટલું ઝડપથી બદલાઇ રહ્યું છે કે જેઓ આ દોટમાં પાછળ રહી જાય તેમનો વિનાશ નક્કી છે.
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172645

બ્રહ્માંડમાં ઈશ્ર્વર છે કે નહીં? --- ડૉ. જે. જે. રાવલ ( 1 }

02-08-2015
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ
                          
                

હંમેશાં વિજ્ઞાનીને પ્રથમ પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? વિજ્ઞાની ઈશ્ર્વરમાં માને તોય શું અને ન માને તોય શું? આવી કૂથલી કરવાની લોકોને શું જરૂર છે? વિજ્ઞાની એમ કહે છે તે ઈશ્ર્વરમાં માને છે તો પણ લોકો ખુશ થતા નથી અને તે એમ કહે કે તે ઈશ્ર્વરમાં નથી માનતો તો પણ લોકો ખુશ થતા નથી. તેને નાસ્તિક કહે છે. તો થાય છે કે લોકોને જોઈએ છે શું? વિજ્ઞાનીના ઈશ્ર્વરમાં માનવા કે ન માનવા પર ઈશ્ર્વર પણ નિર્ભર નથી અને બ્રહ્માંડ પણ નિર્ભર નથી.

વિજ્ઞાનીને બીજો પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તે જ્યોતિષમાં માને છે કે નહીં? વિજ્ઞાની કહે છે કે તે જ્યોતિષમાં માનતો નથી તો લોકો નિરાશ થઈ જાય છે. મોઢું ફેરવી લે છે. અમારા જેવા ખગોળવિજ્ઞાનીને તેઓ આ પ્રશ્ર્ન પૂછે છે અમે કહીએ છીએ કે અમે જ્યોતિષમાં માનતા નથી ત્યારે તેઓ માને છે કે આ નકામું ખગોળ વિજ્ઞાન છે. થોડા દશક પહેલાં ઇંગ્લેન્ડનો એસ્ટ્રોનોમર રૉયલ પ્રોફેસર સર માર્ટિન રિટ્ઝ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પધારેલા. રેડિયોવાળા, ટેલિવિઝનવાળા, છાપાવાળા તેમનો ઈન્ટરવ્યૂ લેવા આવ્યા. હું ત્યારે રિસર્ચ સ્ટુડન્ટ હતો એટલે અમે પ્રોફેસરની સાથે હતા. છાપાના રિપોર્ટરે રિટ્ઝને પહેલો પ્રશ્ર્ન એ પૂછેલો કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? રિટ્ઝે શું જવાબ આપ્યો ખબર છે? રિટ્ઝે જવાબ આપેલો કે ઈશ્ર્વરમાં ન માનવા કરતાં ઈશ્ર્વરમાં માનવું વધારે સારું છે, કારણ કે તો આપણે હલકા રહીએ છીએ.

થોડાં વર્ષો પહેલાં સ્ટીફન હોકિંગે જાહેર કરેલું કે ઈશ્ર્વર નથી. એ તો કુદરતના નિયમોએ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે. પૂરી દુનિયામાં મોટી બબાલ થઈ ગઈ. જાણે કે ઈશ્ર્વરનું મૃત્યુ થઈ ગયું, પણ એ જાણવું રહી જાય છે કે કુદરતના નિયમો એટલે શું, તે ક્યાંથી આવ્યા? એ આપણે જાણતા નથી. એના જવાબો મળતા નથી.

ઈશ્ર્વર છે કે નહીં તે વાતને છોડો પણ એ દીવા જેવું સ્પષ્ટ છે કે જે લોકો ઈશ્ર્વરમાં માને છે તેમને ઘી-કેળાં છે. કાંઈ પણ કામ કર્યા વગર સાધુ-બાવા દરરોજ સવાર-સાંજ માલ-પૂઆ ઉડાવે છે, જે લોકો ઈશ્ર્વરમાં માનતાં નથી પણ સજ્જન અને પ્રામાણિક છે તેમને જીવન જીવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. બોલો તો, આ ઈશ્ર્વરની અસર ન ગણાય? હાલમાં નાસિકમાં કુંભમેળો ચાલે છે આદિ શંકરાચાર્યે આવા સાધુ-બાવા માટે સરસ કહ્યું છે:

જટીલો મુંડી લૂંમિત કેશ: કાષાયાંબર બહુ કૃતે વેશ:

પશ્યન્નમિ ચ ન પશ્યનતિ મૂઢ: ઉદરનિર્મિત્તં બહુ કૃતવેષ:॥

અર્થાત્ બાવો માથે જટા રાખે, દાઢીને લોચન કરે, રંગ-બેરંગી લાલ-સફેદ કપડાં પહેરે, પણ તે જુએ છે પણ છતાં જોતો નથી. આ બધાં ઉદર ભરવાનાં નાટકો છે. હાલમાં આવા ઘણા બાવા છે.

માનવો પણ કેટલા લોલુપતાવાળા હોય છે તેના માટે શંકરાચાર્ય કહે છે:

અંગંગલિતં પલિતંમુંડં, દશનવિહીનં જાતં તુંડમ્

વૃદ્ધોયાતિ ગૃહીત્વાદંડં તદઅપિ ન મુંચનિ આશાપિંડમ્॥

અર્થાત્, માથે પાળીયાં આવી ગયાને અંગ અંદર ગળી ગયું. તેમાં વળી મુખ મૂર્ખ તારું દાંત વિના મળી ગયું, ઘડપણ વડે તું લાકડીતો ઓથ આપે અંગને તો પણ અરે તૃષ્ણાતણા તું ત્યજ ન કેમ તરંગને॥

હ્યુમનેટરિયન બેઝીઝી પર પણ ઈશ્ર્વર હોવો જરૂરી છે, નહીં તો ફિલોસોફરો, દાર્શનિકો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, સંગીતકારો ગાયકો, ભજનિકો, પૂજારીઓ, પંડિતો, પાંડાઓ તેમના ઘર કેમ ચલાવત? સાધુઓ તેમના મંદિરો કેવી રીતે ચલાવત?

ઈશ્ર્વર છે તેમ સાબિત કરવું જેટલું અઘરું છે, તેટલું જ અઘરું ઈશ્ર્વર નથી તે સાબિત કરવું છે. ઈશ્ર્વર છે એમ કહીએ તો ઈશ્ર્વર ખરેખર in person  બતાવવો પડે. અને ઈશ્ર્વર નથી એમ કહીએ તો નિ:શંકપણે સાબિત કરવું પડે કે ઈશ્ર્વર નથી.  Absence of evidence is not an evidence of absence. અર્થાત્ પ્રમાણની ગેરહાજરી એ ગેરહાજરીનું પ્રમાણ નથી. ઈશ્ર્વર છે તેનું પ્રમાણ નથી એનો અર્થ એવો નથી કે તે નથી. હોઈ પણ શકે છે.

જીનીવામાં ૪૦૦ અબજ રૂપિયાનો લાર્જ હેડ્રોન કોલાઈડરનો પ્રયોગ થયો. તેણે સાબિત કર્યું કે Hinggs-Boson exists, Hinggs Boson નું અસ્તિત્વ તો ૧૯૬૪માં પીટર હેગ્ઝે થિયરીથી સાબિત કર્યું હતું, પણ તેનું પ્રમાણ નહોતું. હવે મળ્યું છે. અમે લોકોએ સૂર્યમાળામાં નવા ગ્રહો, ઉપગ્રહો અને વલયો છે તેમ સાબિત કરેલું પણ તેનાં પ્રમાણ નહોતાં. દશ વર્ષ પછી વૉયેજર અને પાયોનિયર અંતરીક્ષયાનોએ તેના પ્રમાણ આપ્યાં.

ઈશ્ર્વર છે કે નહીં એની અસમંજસમાં આપણે ઈશ્ર્વર છે તેમ માનવાવાળાને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, પણ અહીં ખરેખર બતાવવામાં આવશે કે ઈશ્ર્વર છે.

ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઈલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ન્યુક્લીઅર ફિલ્ડ, રેડિયેશન ફિલ્ડ, રેડિયો-ઍક્ટિવિટી ફિલ્ડ. આ બધાં ફિલ્ડ છે તે શું દૃશ્યમાન થાય છે? તેમ છતાં તેમાં થતી એક્ટિવિટી આપણને દેખાય છે તેમ વિશ્ર્વવ્યાપી ચેતના ફિલ્ડ છે. તે દૃશ્યમાન નથી, પણ તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે. તેનો અંશ આપણા બધામાં ધડકનરૂપે ધબકે છે. જે. જે. રાવલ, જે. જે. રાવલ છે જ્યાં સુધી આ સર્વવ્યાપી ચેતનાનો અંશ તેનામાં છે. તે ચાલ્યો જાય પછી જે. જે. રાવલ ડેડ-બોડી છે. તેને બાળી નાખવામાં આવશે, દાટી દેવામાં આવશે કે પશુ-પંખીને ધરી દેવામાં આવશે. આ રીતે પંચમહાભૂતોને ધરી દેવામાં આવશે. જેનું હતું તેને પાછું આપી દેવામાં આવશે.

કોઈની પત્ની અતિ સુંદર હોય પણ તે મૃત્યુ પામે પછી તેનો પતિ તેને ઘરમાં રાખતો નથી. પંચમહાભૂતને સમર્પિત કરી દેવામાં આવે છે.

ભાઈ-બહેન વચ્ચે પ્રેમ છે, સંતાનો અને માતા-પિતા વચ્ચે પ્રેમ છે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ છે. તમે બધા પ્રેમને માનો છો? ઊંચી આંગળી કરો. તમે જે ઊચી આંગળી કરી તે દર્શાવે છે કે તમે બધા જ પ્રેમને માનો છો. શું તમે પ્રેમને કદી જોયો છે? ઈશ્ર્વરનું આવું જ છે.

God is not conclusion which can be arrived at by logical process, by believing, by discussing or by analysing. It is for experiencing.

બ્રહ્માંડની રચના જોઈએ તો મગજ ચકરાવે ચઢી જાય. તેની અગમ્ય રચના સમજાય તેવી નથી. અબજો Galaxies , એમાં અબજો તારા. અબજો અને અબજો પ્રકાશવર્ષના અંતરો, વાયુનાં વાદળો, તારા, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂલિકણો, પ્રકાશ, અંધકાર, ૮૪ લાખ તો યોનિઓ. કેવી રીતે આ યોનિઓ જન્મી. કેવી રીતે આ બ્રહ્માંડ જન્મ્યું આ બધાના જવાબો મળતા નથી.

ન્યુટ્રિનો નામનો પદાર્થકણો છે. તેને નથી પદાર્થ નથી ધન અથવા ઋણ વિદ્યુતભાર. વળી પાછા તેમના પ્રવાસ દરમિયાન જ તે તેનાં રૂપ-રંગ-આકાર અને જાત બદલી નાખે છે. કોઈ પણ વસ્તુમાંથી પસાર થઈ જાય છે. દર ક્ષણે આપણા શરીરમાંથી અબજોની સંખ્યામાં પસાર થઈ જાય છે. ડાર્ક એનર્જી ડાર્ક મેટર શું છે તે ખબર નથી. આખે આખી પ૦૦ અબજ સૂર્યો ભરેલી ગેલેક્સીને તે દોડાવે છે. એક સૂર્યનું વજન જ છ અબજ, અબજ, અબજ, ટન છે. આવા પાંચસો અબજ સૂર્યો ભરેલી મંદાકિનીને તે અતિ ઝડપે દોડાવે છે, ખરેખર ઊર્જા શું છે તે પણ આપણને ખબર નથી. શા માટે ઊર્જા સંચયનો નિયમ? શા માટે વેગમાન સંચયનો નિયમ? શા માટે કોણીય વેગમાન સંચયનો નિયમ? શા માટે કુદરત E=mc2 જેવાં સૂત્રો અને નિયમોને અનુસરે છે?

પૌલિનો એક્સક્લુઝનનો સિદ્ધાંત છે, તે કહે છે કે એક ક્વોન્ટમ સ્ટેટમાં એક જ ઈલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનનો કણ રહી શકે. જ્યારે બોઝ સ્ટેટિસ્ટિક્સ કહે છે કે પ્રકાશના કણો એક જ ક્વોન્ટમ સ્ટેટમાં અબજો અને અબજો (Infinite) રહી શકે. આમ શા માટે કુદરતમાં બધે જ તમે લિમિટ જુઓ છો. વ્હાઈટ-ડ્વાર્ફ તારા બનવા માટે લિમિટ, ન્યુટ્રોન તારા બનવા માટે લિમિટ, સૂર્યમાળા બનવા માટે લિમિટ, ગેલેક્સી બનવા માટે લિમિટ, બ્રહ્માંડની ખુદની લિમિટ, ક્ષિતિજની લિમિટ આમ શા માટે?

શા માટે જાત જાતના ફિલ્ડ ગ્રેવિટેશનલ વગેરે, શા માટે અમુક પદાર્થકણો પર ઘનભાર, અમુક પર ઋણભાર તો અમુક પર કોઈ જ ભાર નહીં? શા માટે ગુરુત્વાકર્ષણમાં અપાકર્ષણ નથી? શા માટે ગુરુત્વાકર્ષણ આકર્ષણની શક્તિ છે. તે આપણે હવે સમજ્યા છીએ. એવું બધું ઘણું આપણે સમજ્યા છીએ. કહો કે વિજ્ઞાને આપણને સમજાવ્યું છે. શા માટે પ્રકાશની ગતિ સૌથી વધારે. શા માટે કોઈ પણ પદાર્થકણની ગતિ પ્રકાશની ગતિ જેટલી ન હોઈ શકે?

શા માટે પ્રકાશ માધ્યમ કે માધ્યમ વગર ચાલી શકે અને અવાજ માધ્યમ વગર ચાલી ન શકે?

પૃથ્વીની સૂર્યમાળામાં જગ્યા એવી છે કે તે થોડી દૂર હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત અને નજીક હોત તો પણ પૃથ્વી પર જીવન ઉત્પન્ન થઈ શક્યું ન હોત. આમ શા માટે? (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=169614

(ગયા અંકનું ચાલુ)
9-08-2015

                                 

બ્રહ્માંડમાં કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ (અચલ) છે. તેમાં જો તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો આ બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે જ નહીં? આમ શા માટે?

સરોવરમાં પાણીનું ઉષ્ણતામાન ધારો કે ૧૫ અંશ સેલ્સિયસ હોય. કડકડતા શિયાળામાં પાણી ઠંડું થાય ૧૦ અંશ, ૬ અંશ, પાંચ અંશ અને પછી ૪ અંશ સેલ્સિયસ થાય. કુદરત એવી છે કે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી સૌથી ભારે હોય છે અને તેથી તે તળિયે બેસી જાય છે. તળિયાનું હલકું પાણી ઉપર આવે છે. તે પછી ૪ અંશ થઈને તળિયે આવે છે. તળિયે રહેલા ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણી ઉપર રહેલા હલકા વધારે ઉષ્ણતામાનવાળા પાણીને આ બીજું ૪ અંશ ઉષ્ણતામાનવાળું ભારે પાણી ઉપર ધકેલે છે અને તેની જગ્યાએ તે બેસે છે. આમ તળિયે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી એકઠું થઈ જાય છે. છેવટે આખું સરોવર ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીથી ભરાઈ જાય છે. જો વધારે ઠંડી પડે તો જ સરોવરની સપાટી પરનું પાણી ૪ અંશથી ૩ અંશ, ર અંશ અને શૂન્ય અંશ થઈ બરફ થઈ જાય છે. તે ઉપર તરે છે અને તેની નીચે ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળું હૂંફાળું પાણી હોય છે. આવી સ્થિતિમાં બધાં જ જળચર પ્રાણીઓ આ ૪ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનવાળા હૂંફાળા પાણીમાં આવી જાય છે અને મઝાથી જીવન જીવે છે. તો થાય કે શું કુદરતે શિયાળામાં જળચર પ્રાણીઓને બચાવવા જ આ ગોઠવણ કરી હશે? આમ શા માટે? થાય કે ખરેખર કુદરત દયાળું છે અને નિ:સહાયનું પણ એટલું જ તે ધ્યાન રાખે છે. 

આપણા શરીરની રચનાનો વિચાર કરો. એક એક અંગની જગ્યાનો વિચાર કરો. માનવી મોટો થાય તેમ તેના શરીરના ભાગો સપ્રમાણમાં જ વૃદ્ધિ પામે છે. નહીં કે એક હાથ અડધા ફૂટનો અને બીજો હાથ ત્રણ ફૂટનો. એક પગ એક ફૂટનો અને બીજો પગ ચાર ફૂટનો, આંખ પાછળ વગેરે. આ જાણીએ તો લાગે કે વાહ, કુદરત તારો પણ જવાબ નથી. આ બધું સમજાય તેવું નથી. માટે આપણે ઈશ્ર્વર જેવો શબ્દ આ ન સમજાય તેની બાબત માટે વાપરીએ છીએ. 

આપણને ખરેખર એ ખબર નથી કે ઊર્જા શું છે. આપણે ઊર્જા ઊર્જા કરીએ છીએ પણ વાસ્તવમાં આપણને તેના વિશે ખબર નથી. ઊર્જાથી જ બધું ચાલે છે, બધાં બળો કાર્યરત છે પણ ઊર્જા પોતે દેખાતી નથી. 

આપણામાં ઊર્જા હોવાથી જ આપણે કાર્ય કરી શકીએ છીએ. કાર્ય કરવાથી આપણને થાક લાગે છે. આપણામાં ઊર્જા ઓછી થઈ જાય છે. પછી આરામ કરીએ અને ખાઈ-પીએ એટલે વળી પાછા આપણે તાજામાજા ઊર્જાસભર થઈ જઈએ છીએ, પણ ઊર્જા શું છે તે ખબર નથી. તો આપણને થાય કે આપણે જે ખોરાક-ફળ ખાઈએ છીએ તેમાંથી આપણને ઊર્જા મળે છે. જો ફળો કે ખોરાક એમને એમ પડ્યા રહે તો બગડી જાય છે. આપણે ખાઈ શકતાં નથી. તે ઊર્જા ક્યાં જાય છે? ખોરાક જમીનમાં બિયારણ વાવવાથી, પાણી અને સૂર્યની ઊર્જાનું પરિણામ છે તો સૂર્ય ક્યાંથી ઊર્જા મેળવે છે? તો કહે તેમાં ચાલતી અણુક્રિયાથી. સૂર્યમાં જે આણ્વિકક્રિયા ચાલે છે તે તેમાં રહેલા ઉષ્ણતામાન અને દબાણનું પરિણામ છે. ઉષ્ણતામાન એ ગરમીની તીવ્રતાનું દ્યોતક છે-માપન છે. ગરમી વળી પોતે ઊર્જા છે. દબાણ એ વાયુની ઘનતાથી પેદા થતા દર એકમ ક્ષેત્ર પર લાગતા બળનું પરિણામ છે. બળ વળી પાછું ઊર્જાનું પરિણામ છે. ઊર્જાના પણ ઘણા પ્રકાર છે. દા.ત. ગ્રેવિટેશનલ એનર્જી, મેગ્નેટિક એનર્જી, ઈલેક્ટ્રિકલ એનર્જી, અણુ-ઊર્જા, રેડિયો-એક્ટિવિટીથી ઉત્પન્ન થતી ઊર્જા પણ તે બધી છેવટે ઊર્જા છે. ઊર્જાનો આપણે નાશ પણ કરી શકતા નથી અને તેને ઉત્પન્ન પણ કરી શકતા નથી. તે એકથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે પણ તેનો જથ્થો તો એક જ રહે છે. ઊર્જા એ જ ચેતના. ઊર્જા જ બ્રહ્માંડને ચલાવે છે. માટે જ આપણે એ શક્તિને પૂજીએ છીએ. એ જ ઊર્જા આપણી સમક્ષ અલગ અલગ રૂપે હાજર થાય છે. આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે પદાર્થ એ પણ ઊર્જાનું જ સ્વરૂપ છે. બ્રહ્માંડમાં બધે પદાર્થ જ છે એટલે કે ઊર્જા જ છે. E=mc2. માટે બ્રહ્માંડ પદાર્થ અને ઊર્જાનો એટલે કે છેવટે ઊર્જાનો ગોળો છે. ઊર્જા જ્યારે ગઠિત થાય છે ત્યારે પદાર્થ બને છે અને પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે. અણુબોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી ભયંકર ઊર્જા ઉત્પન્ન થાય છે. ઊર્જા જ સર્જનનું કારણ છે અને એ જ વિનાશનું કારણ છે. ઊર્જાનાં આમ બે સ્વરૂપો છે. તમે ઊર્જાના કયા રૂપને ભજો છો તેના પર બધો આધાર છે. અણુ ઊર્જા વિદ્યુત ઉત્પન્ન કરવા અને બીજાં ઘણાં સુન્દર અને શાંતિનાં કાર્યો કરવા વાપરી શકાય છે અને તેનો ધ્વંસ કરવા-વિનાશ કરવા પણ ઉપયોગ થઈ શકે છે. આપણા શરીરમાં જે ઊર્જા છે તેનો ઉપયોગ આપણે ઘણાં સારાં કાર્યો કરવામાં કરી શકીએ છીએ અને જો આપણું મગજ વિકૃત હોય તો તેનો ઉપયોગ નઠારાં કાર્યો કરવામાં વપરાય છે. અહીં આધ્યાત્મિકતાનો-વિવેકબુદ્ધિનો-સંસ્કારિતાનો પ્રવેશ થાય છે. આપણને કેવા પ્રકારનું શિક્ષણ અને સંસ્કાર મળ્યા છે. તેના પર આધારિત છે વિજ્ઞાન અને અધ્યાત્મને આ સંબંધ છે. વિજ્ઞાન કુદરત કેવી રીતે કાર્ય કરે છે તેની સમજણ આપે છે, અધ્યાત્મ આપણને દિશા બતાવે છે. 

આપણે હજુ સુધી સમજ્યાં નથી કે ઊર્જા શું છે? ક્યાંથી આવી?

આપણા પ્રાચીન પ્રબુદ્ધ જ્ઞાની ઋષિ-મુનિઓને પ્રશ્ર્ન હતો કે બ્રહ્માંડમાં અંતિમ પદાર્થ શું છે. (What is ultimate matter of the universe?) તેમણે તેનો જવાબ પણ શોધેલો-ચેતના. આ બ્રહ્માંડમાં રહેલી ચેતનાને તેમણે બીજું પણ નામ આપેલું બ્રહ્મન. આપણે આ ચેતનાનો અંશ છીએ. સર્જન જ ઈશ્ર્વર છે. ચેતના જ ઈશ્ર્વર છે. જ્યારથી માનવીના શરીરની ધડકન શરૂ થઈ ત્યારથી તે ચેતનાનો તેમાં પ્રવેશ થયેલો સમજવો. અથવા કહો માનવીના દેહમાં જ્યારે ચેતના પ્રવેશે છે ત્યારે તેના હૃદયની ધડકન શરૂ થાય છે, તે છેક મૃત્યુ પર્યન્ત. એ ધડકન જ ચેતનાનો અહેસાસ છે. બધા કહે છે કે ઈશ્ર્વર આપણા હૃદયમાં છે. તે સાચી વાત છે. હૃદય માત્ર લોહીને ચલાવવાનો પંપ જ નથી, હૃદયની ધડકન એ જ ઈશ્ર્વર છે. 

હાલના વિજ્ઞાનીઓ શું શોધવા માગે છે? તેઓ જાણવા માગે છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે? તે જાણવા માટે તેઓએ જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાના ખર્ચે લાર્જ હેડ્રોન કોલાઈડર નામનું મશીન સ્થાપિત કર્યું છે. તે મશીને હિગ્ઝ-બોઝોન નામના ચેતનાના કણોનું અસ્તિત્વ દર્શાવ્યું છે. તે હકીકતમાં ચેતના છે. પ્રકાશ છે-ઊર્જા છે. તેને ગોડ-પાર્ટિકલ કહે છે, કારણ કે તે ચેતના જ છે જે ઈલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન-કવાર્ક વગેરે સૂક્ષ્મ પદાર્થકણોને જન્મ આપી બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાને ઉત્પન્ન કરે છે. તેમ છતાં હિગ્ઝ-ફિલ્ડ અંતિમ ચેતના નથી. તેની અંદર પણ ચેતના છે. તેની પણ તેમણે તાજેતરમાં શોધ કરી તે પણ અંતિમ ચેતના નથી. આ જ તો બ્રહ્માંડનું ઘૂંટાતું રહસ્ય છે. બ્રહ્માંડનાં અંતિમ રહસ્યોનો આપણે કદી પાર પામી શકીશું નહીં. માટે ઈશ્ર્વર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. 

બ્રહ્માંડમાં અલગ અલગ બળો છે. તે હકીકતમાં દૃશ્યમાન નથી, પણ તેમાં જે વિવિધ ગતિવિધિ ચાલે છે તે આપણે જોઈ શકીએ છીએ. આમ તેઓ અદૃશ્ય રહેવા છતાં તેમનો અહેસાસ આપણે કરી શકીએ છીએ. બ્રહ્માંડમાં જે સર્વવ્યાપી ચેતના ક્ષેત્ર છે તેને આપણે જોઈ શકતા નથી પણ તેનો અહેસાસ કરી શકીએ છીએ. આ ચેતના ક્ષેત્ર બ્રહ્માંડનાં બધાં જ વિવિધ ક્ષેત્રોને જેવાં કે ગ્રેવિટેશન ફિલ્ડને પોતાનામાં આવરે છે. આ બધાં ફિલ્ડઝ તેનાં જ રૂપો છે. 

ઉષ્ણતામાનમાં નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાન છે. (Absolute Zero Temperature). તેનાથી નીચું ઉષ્ણતામાન નથી. તો થાય કે આમ શા માટે? આનો જવાબ મળતો નથી. તો વિદ્વાનો કહે છે કે બ્રહ્માંડ જેવું છે તેવું છે (The universe is at it is) શા માટે બ્રહ્માંડ જેવું છે તેવું છે? માટે ઈશ્ર્વર-એક અજ્ઞાત શક્તિની ધારણા કરવામાં આવે છે જેણે આ બ્રહ્માંડને જેવું છે તેવું ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માંડ શા માટે ઉત્પન્ન થયું છે? તે જ મોટો પ્રશ્ર્ન છે. તેના ઉત્પન્ન થવાનો ઉદ્દેશ્ય શું છે ઇશલ ઇફક્ષલ શા માટે, આ બધા પ્રશ્ર્નોના જવાબો મળતા નથી. 

વિજ્ઞાનીઓને કુદરત કેવી રીતે કાર્ય કરે છે તે માટે E= mcr જેવાં સૂત્રો મળ્યાં છે, ટ=ઇંઉ જ્યાં ટ-ઝડપ પ્રદર્શિત કરે છે. ઇં હબલનો પ્રમાણનો અચલ છે અને ઉ-મંદાકિનીનું અંતર છે. આ સૂત્ર વિજ્ઞાનના વિશ્ર્વને સમજાવે છે. તેવી જ રીતે બોઈલનો નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. રેખા માટે સમીકરણ છે. વર્તુળ, લંબવર્તુળ, વલય, પરિવલય વગેરે માટે સૂત્રો છે. તો થાય કે આ સૂત્રો શા માટે? શા માટે કુદરત આ સૂત્રો પ્રમાણે કાર્ય કરે છે. હકીકતમાં આ સૂત્રોમાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈ શકીએ છીએ. તેની હાજરી જોઈ શકીએ છીએ. 

ઈશ્ર્વરને જોવાની દૃષ્ટિ હોવી જોઈએ, તેવી દૃષ્ટિ કેળવવી પડે, તો ઈશ્ર્વર દેખાય. કોઈ કહે ઈશ્ર્વર દેખાડો તો ઈશ્ર્વર દેખાડી ન શકાય. ઈશ્ર્વરને કેમ જોવો તેની દિશા દર્શાવી શકાય. 

ઈશ્ર્વર માતામાં જોઈ શકાય, ઈશ્ર્વર સૂર્યમાં જોઈ શકાય. જીન્સમાં જોઈ શકાય, પ્રકાશમાં જોઈ શકાય, નિરપેક્ષ શૂન્યમાં, પ્રકાશની ગતિમાં, ૪ અંશ ઉષ્ણતામાનવાળા પાણીમાં જોઈ શકાય, વૃક્ષોમાં જોઈ શકાય, પાણીમાં, આકાશમાં જોઈ શકાય, ઊર્જામાં જોઈ શકાય, અગ્નિમાં જોઈ શકાય. દયા, ભાવના, અનુકંપા, કરુણામાં જોઈ શકાય, જ્ઞાન અને સત્યમાં જોઈ શકાય. સૂત્રોમાં જોઈ શકાય, નદી, સરોવર, મહાસાગર, પહાડોમાં ઈશ્ર્વર જોઈ શકાય. આ બધાં ઈશ્ર્વરના ચહેરા છે. બધે જ ઈશ્ર્વરની હાજરી જોઈ શકાય છે. લોકો શા માટે કહે છે કે ઈશ્ર્વર દેખાડો. ઈશ્ર્વર તો બધે જ દેખાય છે. 

ઘણા વિચિત્ર લોકો એમ પણ કહે છે કે ઈશ્ર્વર હોય તો તે એવો પથ્થર બનાવે જે કોઈ તોડી ન શકે. જો ઈશ્ર્વર તેને તોડી ન શકે તો તે ઈશ્ર્વર નથી અને તોડે તો પણ તે ઈશ્ર્વર નથી. આવી વાહિયાત વાતો ઈશ્ર્વરમાં ન માનનારા માણસો કરતા હોય છે. 

બ્રહ્માંડની રચના અને ગતિવિધિ સમજવાના આઈન્સ્ટાઈનના સમીકરણો અને સૂત્રોમાં એક અચલ (constant) આવે છે. તેને કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ કહે છે. આ અચલમાં તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો દેખાય કે બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન રહે. તો પ્રશ્ર્ન થાય કે આમ શા માટે? બ્રહ્માંડની આવી ડિઝાઈન કેવી રીતે અસ્તિત્વમાં આવી? (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170160

16-08-2015

                                  
                   

પુરાતન સમયમાં લોકો દૈવીશક્તિમાં માનતા. જ્યારથી વિજ્ઞાને પ્રગતિ કરી ત્યારથી માપન અને પ્રયોગો શરૂ થયાં. જે માપી ન શકાય, જે પ્રયોગ વડે સાબિત કરી ન શકાય તેમાં માનવાનું લોકોને ન ગમવા માંડ્યું અને ઈશ્ર્વરમાંથી શ્રદ્ધા ડગવાની શરૂઆત થઈ. જીવન ઈશ્ર્વરની દેન છે. તેમાં માનવાનું ધીરે ધીરે બંધ થવા લાગ્યું, અને એમ મનાવા લાગ્યું કે જીવન ગહન કેમિસ્ટ્રીનું પરિણામ છે. તેમાં વળી ન્યુટને ડાયનામિક્સ આપ્યું જે દર્શાવે છે કે બ્રહ્માંડ એક યંત્ર છે. આ યંત્ર કેવી રીતે આવે છે? તો કહે ઊર્જા વડે. આ ઊર્જા ક્યાંથી આવી? તે પ્રશ્ર્નનો જવાબ મળતો નથી. તેમાં વળી ડોક્ટરોએ સાબિત કર્યું છે કે શરીર પણ એક યંત્ર છે અને હૃદય માત્ર લોહીનો પંપ છે. પણ પ્રથમ ધડકન કોણે શરૂ કરી? છેલ્લી ધડકન વખતે ચેતના ચાલી જાય છે તે ચેતના શું છે? કોઈને ખબર નથી. 

તેમાં વળી કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ જાહેર કર્યું કે ધર્મ તો અફીણ સમાન છે. ધર્મના સ્થાપિત હિતો કહેવા લાગ્યા કે વિજ્ઞાન ધર્મનું દુશ્મન છે. વિજ્ઞાન ધર્મને છિન્ન-વિછિન્ન કરે છે. તેઓ જાણતા ન હતા કે સાચો ધર્મ શું? સાચા ધર્મને કોઈ પણ છિન્ન-વિછિન્ન કરી ન શકે. જેમ સૂર્યને કોઈ ઢાંકી ન શકે, જે કહેવાતો ધર્મ ચાલે છે તે તો વેપાર અને કર્મકાન્ડ જ છે. વિજ્ઞાન તો હકીકતમાં ધર્મનું હૃદય છે અને તે ધર્મને ચકાચક રાખવા માગે છે. આમ મનુષ્ય અને ઈશ્ર્વર વચ્ચે ખાઈ વધતી ચાલી. ધર્મનાં સ્થાપિત હિતો કહેવા લાગ્યાં કે વિજ્ઞાને માનવી અને ઈશ્ર્વર વચ્ચેની ખાઈ વધારી છે. હકીકતમાં ધર્મનાં સ્થાપિત હિતોએ એવાં એવાં કર્મો કરી, માનવી અને ઈશ્ર્વર વચ્ચે ખાઈ વધારી છે. મંદિરની બહાર પણ માંગણ અને ભિખારીઓ હોય છે અને મંદિરની અંદર પણ ભિખારીઓ જ હોય છે. ધર્મ અને ઈશ્ર્વરની મહાનતાને તેઓ સમજતા નથી. 

ઈશ્ર્વર કાંઈ દૂર દૂર બેઠેલો સર્વશક્તિમાન વ્યક્તિ નથી જે વિશ્ર્વતંત્રને ચલાવે છે. તે તો વિશ્ર્વવ્યાપી-સર્વવ્યાપી ઊર્જા છે, ચેતના છે જે દેખાતી નથી, પણ બધાં જ કાર્યો કરે છે. 

આ બ્રહ્માંડમાં બધે જ સીમા (લિમિટ Limit) છે. ક્ષિતિજને લિમિટ શ્ર્વેતવામન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, ન્યુટ્રોન તારાના મૂળ પદાર્થના જથ્થા પર લિમિટ, સૂર્યમાળાને લિમિટ, મંદાકિનીને પણ લિમિટ અને બ્રહ્માંડને પોતાને લિમિટ. તો આમ બધે લિમિટ શા માટે?

લોકોમાં ઠસાવવામાં આવ્યું કે જે વિજ્ઞાન ન આપી શકે તે કોઈ બીજું આપી ન શકે. આમ વિજ્ઞાન અને ધર્મનાં સ્થાપિત હિતોએ લોકોમાં જબ્બર ગૂંચવણ પેદા કરી.

ઈશ્ર્વર છે તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર નથી, કારણ કે તેને આપણે બતાવી તો શકતા નથી અને ઈશ્ર્વરનું નથી તે વાતમાં પણ ગર્ભિત છે કે ઈશ્ર્વર છે. ઈશ્ર્વર નથી તો ક્યાં ઈશ્ર્વર નથી? ઘણા લોકો માને છે કે ઉજ્જૈનના મંદિરમાં પાણી ભરાઈ ગયું તો ઈશ્ર્વર ત્યારે ક્યાં ગયો હતો કે તેણે પોતાના જ મંદિરમાં પાણી ભરાયું તો કાંઈ કર્યંુ નહીં? વાત એમ છે કે તેઓ સમજતા નથી કે મંદિર પણ તે છે, પાણી પણ તે છે અને મૂર્તિ પણ તે છે. માટે કોઈ ક્ષોભ પામવાની વાત નથી. મહાશિવરાત્રીના દિને દયાનંદ સરસ્વતીએ એક ઉંદરને શંકર ભગવાનની પિંડી પર ફરતો જોયો ત્યારે તેમને થયું કે આ ભગવાન? એક ઉંદરને પણ ભગાડી ન શકે? અને તેમણે મૂર્તિપૂજાને તિલાંજલિ આપી, પણ જો શંકર ભગવાનને ત્યારે તેમણે, સાંભળ્યા હોત તો તે કહેત કે દયાનંદ, ક્ષોભ ન પામ. ઉંદર પણ હું છું, પિંડી પણ હું છું, આ મંદિર પણ હું છું અને તું પણ હું જ છું. 

ઈશ્ર્વરને સમજવો, કુદરતને સમજવી, બ્રહ્મને સમજવું તે બહુ જ એબ્સ્ટ્રેક્ટ છે. અમૂર્ત છે. માટે મૂર્તિપૂજા અસ્તિત્વમાં આવી અને જાતજાતના દેવતા અસ્તિત્વમાં આવ્યા. સાથે સાથે તેમને સંબંધિત કથાઓ, કર્મકાંડો, માન્યતાઓ અસ્તિત્વમાં આવ્યા. ૩૩ કરોડ દેવતા અસ્તિત્વમાં આવ્યા. વેદ કહે છે એકદ્ સદ્વિપ્રા: બહુધા વદન્તિ/અર્થાત્ સત્ય પામવાના ઘણા રસ્તા છે. જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે, એક પ્રમેયને સાબિત કરવાના પણ બે-ત્રણ રસ્તા હોઈ શકે છે. માટે લોકોને તેમની શ્રદ્ધા મુજબ સત્ય પામવા દો. તેમનો રસ્તો સાચો હશે તો તેમને જરૂર સત્ય મળશે, નહીં તો ઠેબાં ખાશે. રેશનાલિસ્ટો જે ઈશ્ર્વરને નથી માનતા તે પણ સત્ય પામવાનો એક રસ્તો જ છે. 

શ્રદ્ધા, દિવ્ય વસ્તુ છે. શ્રદ્ધા જ છેવટે સિદ્ધિ અપાવે છે. શ્રદ્ધામાં આપણે ઈશ્ર્વરનો ચહેરો જોઈએ છીએ. તે શ્રદ્ધા પછી અંધશ્રદ્ધા, ખોટી માન્યતા કે વહેમ ન હોવા જોઈએ. 

કલાકારો, વિજ્ઞાનીઓ, સંગીતકારો, ચિત્રકારો, દાર્શનિકો, કવિઓ વગેરેમાં કયું એવું તત્ત્વ છે જે તેમને સતત, વિટંબણામાં પણ તેમની આરાધના ચાલુ રાખવા પ્રેરે છે. 

સર્વવ્યાપી કુદરત જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. ગીતાના વિભૂતિયોગ અને વિશ્ર્વદર્શન યોગમાં આ વાત સ્પષ્ટ થઈ શકે છે. આપણને જ્યાં ક્યાંય તેજ દેખાય છે તે ઈશ્ર્વર છે. ઈશ્ર્વરને શોધવા જવાની જરૂર નથી તે અત્ર તત્ર સર્વત્ર આપણને દેખાય છે. 

શ્રદ્ધા, સત્ય, જ્ઞાન, અનુકંપા, દયા, ભાવના, કરુણા, સંવેદના અહિંસામાં ઈશ્ર્વરનું સૌમ્ય અને સુન્દર રૂપ દેખાય છે, જ્યારે ધરતીકંપ, જ્વાલામુખી, પાણીનાં પૂર, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આકાશમાંથી આવી પડતા લઘુગ્રહો, કુદરતનું-ઈશ્ર્વરનું રૌદ્ર સ્વરૂપ છે. શ્રદ્ધાળુનો ઈશ્ર્વર એ વિજ્ઞાનીની કુદરત છે અને શ્રદ્ધાળુના ઈશ્ર્વરના નિયમો, વિજ્ઞાનીના કુદરતના નિયમો છે. 

રસપ્રદ વાત એ છે કે બ્રહ્માંડમાં કોઈ પણ બનાવ બને તે કદી નાશ પામતો નથી, કારણ કે પ્રકાશની ગતિ સીમિત છે અને બ્રહ્માંડ વિસ્તૃત થતું જાય છે. આપણે માત્ર બ્રહ્માંડમાં ભૂતકાળ જ જોઈ શકીએ છીએ. 

કોઈ વાર પ્રશ્ર્ન કર્યો છે કે ઈલેક્ટ્રોનનું અસ્તિત્વ ન હોય તો શું થાત? કદી કલ્પના કરી છે કે ઈશ્ર્વર ન હોત તો ફિલોસોફરો, દાર્શનિકો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, કલાકારો, ચિત્રકારો, સંગીતકારો, ગાયકો, ભજનિકો, પૂજારીઓ, પંડા, પંડિતો વગેરેનું શું થાત? તેઓ તેમની આજીવિકા કેવી રીતે ચલાવત?

એક બહુ સરસ કવિતા છે, તેના કવિનું નામ મને ખબર નથી. આ કવિતા નીચે પ્રમાણે છે:

મંદિર તારું વિશ્ર્વ રૂપાળું

સુન્દર સર્જનહારા રે

પળ પળ તારા દર્શન થાયે

દેખે દેખણહારા રે

નહીં પૂજારી, નહીં કોઈ દેવા 

નહીં મંદિરને તાળાં રે

નીલ ગગનમાં મહિમા ગાતા

ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતાં શોભા તારી, 

થાક્યા કવિગણ ધીરા રે, 

મંદિરમાં તું ક્યાં છુપાયો

શોધે બાળ અધીરાં રે...

-જયંતીલાલ આચાર્ય 

જેના પળ પળ દર્શન થાય છે, પણ તે મંદિરમાં ક્યાં છુપાયો તેની આપણને ખબર નથી, આ બહુ અર્થગર્ભિત અને અર્થપૂર્ણ કવિતા છે. તે ઈશ્ર્વર છે એમ પણ કહે છે અને ઈશ્ર્વર નથી એમ પણ કહે છે. તે જ ઈશ્ર્વરનું સાચું સ્વરૂપ છે. 

પૃથ્વી પર ૮૪ લાખ યોનિ છે. આંબા પર કેરી જ થાય. દાડમ ન થાય. જોકે હવે કલમો બાંધીને એક વૃક્ષ પર કૃત્રિમ રીતે ઘણા પ્રકારનાં ફળો ઉગાડી શકાય છે, પણ આંબલીના વૃક્ષ પર કેળાં ન થાય. આવું કુદરતનું સ્વરૂપ સમજાતું નથી. માટે ઈશ્ર્વર અસ્તિત્વમાં આવે છે. ૮૪ લાખ જાતનાં જીવ-જંતુ શા માટે? આપણે અંતિમ તત્ત્વ તો એક છે જેને આપણે શોધી રહ્યા છીએ તે ઈશ્ર્વર. આ અલગ અલગ જાતની યોનિયો શા માટે અને કેવી રીતે ઉત્પન્ન થતી હશે?

મહાનતા એમાં છે કે આપણે વિશ્ર્વચેતનાના અંશનું જે આપણામાં છે તેનંું નિરુપણ સુપેરે કરીએ. માનવજાતના ભલા માટે કરીએ અને જેમ કલામસાહેબ સારાં કાર્યો કરી, સુંદર જીવન જીવીને પરમ ચેતનામાં સમાઈ ગયા તેમ પરમ ચેતનામાં સમાઈ જઈએ. મૂળભૂત પંચમહાભૂતમાં ભળી જઈએ. કરુણા, ભાવના, દયા, સંવેદના અહિંસા તેનું નિરૂપણ છે.

આટ આટલાં દેવી દેવતા હોવા છતાં છેવટે હિન્દુત્વ એક ઈશ્ર્વરવાદી છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=170726

23-08-2015                                                                                                                                       
                                   


   ગ્રહો દડા જેવા ગોળ છે. પૃથ્વી દડાં જેવી ગોળ છે. બીજું પૃથ્વી સ્વયં પ્રકાશિત નથી અને અપારદર્શક છે. તેની એકબાજુ સૂર્યનો પ્રકાશ રહે છે માટે ત્યાં દિવસ રહે છે અને તેની વિરુદ્ધમાં રાત રહે છે. જો આમને આમ રહે તો વિશ્ર્વના ભાગમાં રહેતા માનવીઓ કંટાળી જાય, મૃત્યુ થઈ જાય. તેવું જ રાતના ભાગમાં રહેતા માનવીઓનું બને. કુદરતે માનવીઓ માટે પૃથ્વીને દડા જેવી ગોળ બનાવી અને તેની ધરી પર ગોળ ગોળ ઘૂમતી કરી જેથી માનવીઓ રાત-દિવસની મઝા માણે અને કંટાળી ન જાય. તેમ છતાં આવી ધરીવાળી ઘૂમતી પૃથ્વી પણ માનવીઓ માટે પર્યાપ્ત નથી, કારણ કે આવી સીધી ધરીવાળી પૃથ્વી પર ઋતુઓ ન થાય, શિયાળો, ઉનાળો, ચોમાસુ ન થાય માટે કુદરતે પૃથ્વીની ધરી વાંકી કરી જેથી પૃથ્વી પર ઋતુઓ થાય અને માનવી આવી નંદનવન જેવી પૃથ્વી પર આરામથી રહે. વાહ, કુદરત વાહ. તેમ છતાં માનવી પોતાના દુર્ગુણોથી દુ:ખી થાય છે અને દુર્ભાગ્યને પ્રાપ્ત થાય છે. કુદરતે આવી પરિસ્થિતિ સર્જી તેથી જ તો અહીંયા જીવન શરૂ થયું અને હાલ સુધી ટક્યું છે. શું કુદરતે પૃથ્વી પરના જીવનને ઉત્પન્ન કરવા, ટકાવી રાખવા, પૃથ્વીને નંદનવન બનાવવા જ આ પરિસ્થિતિ સર્જી હશે આનો જવાબ મળતો નથી. 

જો પૃથ્વી સૂર્યની પરિક્રમા ન કરે તો તે સૂર્ય સાથે ભટકાઈને નાશ પામે માટે કુદરતે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરતી કરી. આમ જ્યારે કુદરતના કામ કરવાના એક એક પાસાં પર વિચાર કરીએ તો આપણું મગજ કામ ન કરે. માટે ઈશ્ર્વરનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. ઈશ્ર્વર એટલે કુદરત. શા માટે કુદરત? એ જ મોટો પ્રશ્ર્ન છે શા માટે બ્રહ્માંડમાં આવું બધું દેખાય છે.

પૃથ્વીને વાયુમંડળ ન હોત તો? તો આપણે ઈશ્ર્વર છે કે નહીં તેવું વિચારવા અને પ્રશ્ર્ન કરવા અહીં હોત જ નહીં. આપણા અસ્તિત્વ સામે જ સવાલ છે શા માટે આપણું અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યું છે? છે એનો જવાબ. 

પૃથ્વીને જો ચુંબકીયક્ષેત્ર ન હોય તો પણ આપણે અહીં હોત નહીં. શા માટે ચુંબકીય ક્ષેત્ર, શા માટે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, શા માટે આણ્વિક અને રેડિયો-એક્ટિવિટી? કુદરતે કેવી બધી લીલા કરી છે. કેવું બધું સર્જન કર્યું છે? અને શા માટે? આ બધું સમજાતું નથી. માટે ઈશ્ર્વર નામનો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. 

પૃથ્વીના વાયુમંડળમાં કાર્બનડાયોક્સાઈડ વાયુ છે. આ વાયુ જીવનને હાનિકારક મનાય છે પણ હકીકતમાં પૃથ્વી પર જે જીવન ટકી રહ્યું છે ને તે કાર્બનડા-યોક્સાઈડની હૂંફના કારણે જ ટકી રહ્યું છે. તે જરા પણ વધી જાય તો ગ્લોબલ વોર્મિંગ લાવે, ઘટી જાય તો હિમયુગ લાવે, ઓક્સિજન બળવાની ક્રિયાને મંદ કરે છે. વાયુમંડળમાં તે લગભગ ર૦ ટકા છે. બીજો નત્રવાયુ (નાઈટ્રોજન) નિષ્ક્રિય વાયુ છે પણ જો તે વાયુમંડળમાં ન હોય તો આપણે બે હાથની હથેળીને ઘસત અને ભડકો થાત.

ઘણી વાર આપણને એ સમજાતું નથી કે આ દુનિયામાં લફંગા-ગુંડા-નકામા માણસ કેમ લહેર કરે છે અને પ્રામાણિક અને સજ્જનો વિવિધ આપત્તિથી પીડાય છે? તો સ્વાભાવિક રીતે જ પ્રશ્ર્ન ઊઠે છે કે ઈશ્ર્વર હોય તો આવું થાય? તેેને માટે લોકો દલીલ કરે છે કે તે તો તેના પૂર્વજન્મના કર્મોનું ફળ છે. વિજ્ઞાન આ માટે સઘન પુરાવા માગે છે.

અઢારમી અને ઓગણીસમી સદીમાં ફ્રાન્સમાં પિયરી સાયમન દ લાપ્લાસ નામનો મોટો ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતો તે ફ્રાન્સના રાજાના દરબારનો વિજ્ઞાની હતો. એક દિવસ ફ્રાન્સના રાજાએ લાપ્લાસને પૂજ્ય કે સાહેબ, તમારા વૈજ્ઞાનિક સંશોધનમાં તમને ક્યાંય ઈશ્ર્વરની હાજરી દેખાય? તમને ક્યાંય ઈશ્ર્વરની મદદની જરૂર પડી? લાપ્લાસે કહ્યું, મહારાજા મને મારા કાર્યમાં ક્યાંય ઈશ્ર્વર દેખાયો નથી, નથી મને મારા કાર્યમાં તેની જરૂર પડી. વાસ્તવમાં લાપ્લાસે જે મહાન સંશોધન કર્યું તે જ ઈશ્ર્વરનો ચહેરો છે.

પૃથ્વીની સૂર્યમાળામાં એવી જગ્યા છે જ્યાં સૂર્યનો ખૂબ તાપ નથી અને ખૂબ ઠંડી નથી. માટે જ પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યું છે. પૃથ્વીની આવી સ્થિતિ કોણે સર્જી? શા માટે સર્જી? આ પ્રશ્ર્નનો જવાબ નથી. કુદરતની આવી બાબતને જ આપણે ઈશ્ર્વરની કરામત કહીએ છીએ. 

સમય જ ઈશ્ર્વરનું સ્વરૂપ છે. તેમાં બધા જન્મે છે. અને તેમાં બધા નાશ પામે છે. બ્રહ્માંડમાં અગ્નિ સર્વવ્યાપી છે. તે પણ ઈશ્ર્વરનો ચહેરો છે. અગ્નિ એટલે પ્રકાશ, અગ્નિ એટલે ઊર્જા બ્રહ્માંડ છે તો આપણે છીએ. અને આપણે છીએ તો બ્રહ્માંડનું અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. એપ્રિસિયેટ થાય છે. 

આજનો માનવી સ્વાર્થી, લુચ્ચો, નીતિમત્તા વગરનો અપ્રમાણિક ધનપ્રેમી, પ્રેમ-કરુણા-ભાવના વગરનો હલકી કોટીનો થતો જાય છે. ત્યાં ઈશ્ર્વર છે કે નહીં તેવી વાત માંડવાનો કોઈ અર્થ નથી. જેમ કાયદા લોકોને ડરાવવા માટે, શિસ્તમાં રાખવા માટે છે, તેમ ઈશ્ર્વર પણ લોકોને ડરાવવા માટે છે. જેથી તે સીધે રસ્તે ચાલે, પણ હવે એક ટકા લોકોને પણ ઈશ્ર્વરનો ડર રહ્યો નથી, એટલે કે તેમને ઈશ્ર્વરની હાજરી દેખાતી નથી. આ લોકો માટે તો ઈશ્ર્વર ક્યારનોય મરી પરવાર્યો છે. લોકો સજ્જનને મૂર્ખ માને છે. રુશ્વત ન લે કે ન દે તેને મૂર્ખ માને છે. અણહક્કનો પૈસો ઘરમાં આવે છે. તેને કમાણી કહે છે અને અણહક્કના પૈસા આવતા હોવાથી મોજ-મઝા કરે છે. દરરોજ નાનાં-મોટાં કોભાંડો દેખાય છે. દુષ્કૃત્યો થાય છે. વાડ જ ચીભડા ગળે છે. આ જ દર્શાવે છે કે લોકો ઈશ્ર્વરની હાજરી મહેસૂસ કરતા જ નથી. એટલે કે સાબિત થાય છે કે તેઓ માટે ઈશ્ર્વર નથી માટે રેશનાલિસ્ટો માટે ઈશ્ર્વર નથી તેવું સાબિત કરવાનું રહેતું નથી. આવી પરિસ્થિતિમાં માત્ર નોન રેશનાલિસ્ટોને સાબિત કરવાનું રહે કે ઈશ્ર્વર છે. 

ઘણીવાર થાય છે કે આ દુનિયામાં કીડીને કણ, હાથીને મણ સૌને સૌનું જાય મળી કેવી રીતે થતું હશે. માત્ર માણસને જ રોટી-કપડાં-મકાનની ચિંતા છે. બાકી કોઈ પશુ-પંખી અને પ્રાણીઓેને નથી. 

ધર્મ-આધ્યાત્મિકતા કહે છે કે છેવટે એક જ તત્ત્વમાંથી બધું ઉત્પન્ન થયું છે. આ બાબત વિજ્ઞાન ધર્મની સાથે સો ટકા સહમત થાય છે. તે તત્ત્વને જ આપણે ઈશ્ર્વર કહીએ છીએ. તે તત્ત્વ છેવટે ચેતના છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ તેને બ્રહ્મ કહ્યું છે. 

લોકો કહે છે જન્મ-મરણ અને લગ્ન કોઈના હાથમાં નથી. જન્મ તો જ્યાં થાય ત્યાં થાય છે. ગરીબ મા-બાપના ઘરે જન્મ થાય તો કુદરતી રીતે જ જીવન સખત હોય છે. પણ ઝૂંપડામાં પણ રતન પાકે છે. રામાનૂજન, ફેરેકે, એડિસન, આંબેડકર, એ.પી.જે. અબ્દુલ કલામ તેનાં ઉદાહરણો છે. ધનવાન મા-બાપના ઘરે જન્મ થાય તો કુદરતી રીતે જ જીવન સુખમય હોય છે. પણ મહેલમાં પણ પથ્થરા પાકે છે. મરણનો જ્યાં સુધી સવાલ છે, કોઈને પણ ખબર નથી કે તે ક્યાંથી આવશે. જતાં જતાં અજવાળામાં કે અંધારામાં ઠેસ વાગે અને માનવી મૃત્યુ પામે છે. ફૂટપાટ પર માનવી ચાલતો હોય અને પાછળથી તેની પર મોટરકાર ચઢી જાય ને તેનું મૃત્યુ થાય છે. લોકલ કે મેઈલ ટ્રેનમાં માનવી પ્રવાસ કરતો હોય અને બહારથી અનિષ્ઠ તત્ત્વ ખૂબ જ રમરમાવીને પથ્થર મારે તો બારીમાંથી તે પથ્થર મુસાફરને લાગે અને તેની આંખ જાય છે. માટે તો ટ્રેઈનમાં હવે જાળી મૂકવામાં આવે છે. રાજીવ ગાંધી દિલ્હીથી પેરેમ્બુદુર આવે છે ત્યાં તેનું મૃત્યુ થાય છે. કલામ સાહેબનું અચાનક મૃત્યુ થાય છે. બસમાં મુસાફરી કરતા લોકોની બસ ખાઈમાં પડે છે અને બધાનું મૃત્યુ થાય છે. માણસ રસ્તે ચાલ્યો જતો હોય અને મકાનની અટારી તેના પર પડે છે અને તેનું મૃત્યુ થાય છે. 

કારના અકસ્માતોમાં માનવી ક્ષણવારમાં મૃત્યુ પામે છે. તો વળી ચોથા માળેથી પડેલું બાળક ખડખડાટ હસતું રહે છે કે નીચેથી ગાદલા ભરેલી ટ્રક પસાર થાય છે. અને બાળક તેમાં પડે છે. અને તે ખીલખીલાટ હસતું હોય છે આમ માનવી તેના મરણની આગાહી કરી શકતો નથી તેના સમય અને સ્થળની પણ કરી શકતો નથી. કલામ સાહેબ એરોડ્રામથી સિલોંગ જતા હતા ત્યારે તેના રક્ષકે ભરી બંદૂકે ઊભા રહીને કલામ સાહેબની કાર પાછળ દોડતી જીપમાં કલામ સાહેબની અનિષ્ઠ તત્ત્વોથી રક્ષા કરી હતી. ગેસ્ટ હાઉસ પહોંચ્યા પછી કલામ સાહેબે તે જવાનને બોલાવી તેનો આભાર માન્યો હતો અને તેનું સન્માન કર્યું હતું. ત્યારે તે બિચારા જવાનને ક્યાં ખબર હતી કે કલામ સાહેબ અર્ધો કલાક પછી જ મહાપ્રયાણ કરવાના છે. કલામ સાહેબની તેણે રક્ષા કરી પણ હકીકતમાં કલામ સાહેબનું મૃત્યુ તેની સાથે જ ચાલતું હતું. યમરાજ તેમની સાથે જ ચાલતા હતા. 

જ્યાં સુધી લગ્નની વાત છે કોણ ક્યાં કોની સાથે ભટકાઈ જાય છે તેની ખબર જ પડતી નથી. જીવનમાં આપણને ક્યાં કેવા કેવા માણસો મળી જાય છે તેની કલ્પના જ નથી હોતી. કોઈ આપણું સારું કરે છે તો કોઈ આપણું બૂરું કરે છે. આપણા જ માણસો આપણું બૂરું કરે છે. જગતમાં ખૂન ખરાબા બધેજ ચાલે છે. જીવનમાં ક્યાંનું ક્યાં કનેકશન લાગે છે તે વિચારતા કરી મૂકે છે. જીવનમાં સારા માણસો મળે તો નીચ સ્તરનું જીવન ઊજવળ બને છે અને ખરાબ માણસો મળે તો ઉચ્ચ સ્તરનું જીવન અંધકારમય બને છે. (ક્રમશ:)  

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171346
                

30-08-2015

                               


(ગયા અંકનું ચાલુ)

બ્રહ્માંડની સૂક્ષ્માતિસૂક્ષ્મથી માંડી વિરાટ સુધી રચના એવી છે કે આપણને અચંબામાં નાખ્યા વગર રહે જ નહીં. થાય કે દરેકે દરેક જીવની, દરેકે દરેક વસ્તુની આવી ડિઝાઈન કોણે બનાવી હશે. કેવી રીતે બનાવી હશે. તેમના આકારો, રંગ, રૂપ ખરેખર અદ્ભુત. આ અચંબામાં જ ઈશ્ર્વરનો જન્મ થયો છે. ઈશ્ર્વર દેખાય છે, ઈશ્ર્વરની હાજરી મહેસૂસ કરી શકાય છે જે તે જે દેખાતો નથી, પણ દેખાય છે. બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુની ઉપયોગિતા છે. માત્ર ઉપયોગિતા જ નહીં પણ વિશિષ્ટ ઉપયોગિતા છે. દરેકે દરેકના અસ્તિત્વ પાછળ કારણ છે. એક વસ્તુની ગેરહાજરી ખાલી જગ્યા બતાવે છે. માટે કોઈ ડિઝાઈનર છે? એવા પ્રશ્ર્ન ઊભો થાય છે. બ્રહ્માંડને ઉત્પન્ન થયાનો કોઈ હેતુ ખરો? બ્રહ્માંડની આવી રચનાને લીધે કોઈ અમને કહે ‘ઈશ્ર્વર છે’ તેના પર વ્યાખ્યાન આપો તો અમે એ પ્રમાણે અમારું વ્યાખ્યાન આપીએ. કોઈ કહે, ‘ઈશ્ર્વર નથી’ તેના પર વ્યાખ્યાન આપો તો અમે એ પ્રમાણે વ્યાખ્યાન આપીએ. બંને સાચા હોય તો આવું ક્યારે બને? ઈશ્ર્વર હોય તો કે ન હોય તો? માને તેમના માટે ઈશ્ર્વર છે. ન માને તેમના માટે ઈશ્ર્વર નથી. માટે ઈશ્ર્વરમાં માનવું ન માનવું તે વ્યક્તિગત રાખવું સારું છે. ધર્મનું પણ એવું જ છે. તે વ્યક્તિગત છે. માટે આ બાબતે વધારે ડહાપણ ડહોળવું નકામું છે. 

ભારત જીવંત વિરોધાભાસનો દેશ છે. અહીં તલસ્પર્શી જ્ઞાન છે. સાથે સાથે બધે અજ્ઞાન પણ પ્રવર્તે છે. ભારત ઉચ્ચ આધ્યાત્મિકતાનો દેશ છે. સાથે સાથે અહીં વહેમ, અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ પણ એટલી જ દેખાય છે. ભારત વસુધૈવ કુટુંબકમ્નો દેશ છે, પણ અહીં ઊંચ-નીચના ભેદ, જાતીય અને પ્રાંતીય સંકુચિતતા પણ એટલી જ પ્રસરેલી છે. 

ભારતીયો જીવનની જાતજાતની મુશીબતોને સ્વસ્થતાથી સહન કરી શકે છે, વૈશ્ર્વિક મંદી પણ તેની પાછળ ભારતની આધ્યાત્મિકતા છે. તેનો જ જો આપણે છેદ ઉડાડી દઈશું તો આપણે ક્યાંયના પણ નહીં રહીએ, જે લોકોમાં આધ્યાત્મિકતા નથી તે લોકો ડિપ્રેશનમાં સરી જાય છે અને છેવટે આપઘાત પણ કરી લે છે. આધ્યાત્મિકતાના ઉચ્ચસ્તરે બ્રહ્માંડ પણ નિરપેક્ષ નથી. તે સાપેક્ષ છે, તે માયા છે. એ અર્થમાં આદ્ય શંકરાચાર્યે કહેલું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. 

ન્યુટનના ડાયનામિક્સમાં ફોર્સ (બળ) પ્રવર્તે છે. આઈન્સ્ટાઈન કહે છે કે બળ જેવું કાંઈ છે જ નહીં એ તો અંતરીક્ષનો વક્ર છે. આ એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. એક મૂર્ત જેવું છે તો બીજું અમૂર્ત.

બ્રહ્માંડમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે ને તે જ ઈશ્ર્વર છે. તેને ગોતવા જવો પડે તેમ નથી. તેનું પર્સનીફિકેશન થઈ શકે તેમ નથી. પદાર્થ એ ચૈતન્યની વ્યુત્પત્તિ છે. 

આપણે આપણી આસપાસ જોઈએ તો લાગે કે આપણે વિશ્ર્વના કેન્દ્રમાં છીએ, જ્યાં જઈએ ત્યાં એમ જ લાગે. એટલે કે વિશ્ર્વનું દરેકે દરેક બિન્દુ વિશ્ર્વનું કેન્દ્ર છે અને વિશ્ર્વનું કોઈ પણ બિન્દુ વિશ્ર્વનું કેન્દ્ર નથી. બધામાં ઈશ્ર્વર છે, પણ ઈશ્ર્વર ક્યાંય નથી. સૂર્ય, પાણી, વાયુ, અંતરીક્ષ, અગ્નિ જીવાડેે છે અને તે મારી પણ શકે છે. બ્રહ્માંડ માટે આપણે ખૂબ જ મહત્ત્વના છીએ, તેમ છતાં આપણે કોઈ જ મહત્ત્વના નથી. માટે આપણે ગર્વ લેવા જેવું પણ છે અને ગર્વ નહીં લેવા જેવું પણ છે. 

આપણે દરેકે દરેક સર્જનનો ભાગ છીએ. અને સર્જન તે જ ઈશ્ર્વર. આમ આપણે દરેકે દરેક ઈશ્ર્વરનો અંશ છીએ. તમે ઈશ્ર્વર શબ્દમાંથી અટકી શકો જ નહીં. વૈશ્ર્વિક ચેતના જ ઈશ્ર્વર છે. ટેબલ ટેબલ રહે છે. અથવા તો કોઈ વસ્તુ એ જ વસ્તુ રહે છે. કારણ કે પ્રથમ તો અણુ-પરમાણુ ઉત્પન્ન થયાં છે. અણુ-પરમાણુ ક્યાંથી, કેવી રીતે અને શેમાંથી ઉત્પન્ન થયાં છે તે ચેતના-ઊર્જામાંથી ઉત્પન્ન થયાં છે. તેના પર એવું બળ લાગે છે કે ટેબલ ટેબલ રહે છે અથવા કોઈ વસ્તુ તે વસ્તુ જ રહે છે. 

બ્રહ્માંડમાં ખરેખર કાંઈ જ વાસ્તવિક નથી. બધે જ આભાસ છે. માયા છે, વસ્તુ છે, પણ તે વ્યવસ્થિત સ્થાપિત વસ્તુરૂપે છે. ખરેખર વાસ્તવિક ચેતના-ઊર્જા છે જેને આપણા મહાઋષિઓએ બ્રહ્મન નામ આપ્યું છે. અહીં ઈશ્ર્વર અને નો ઈશ્ર્વરનો પ્રશ્ર્ન ઊભો થતો જ નથી. ચેતના જ ઈશ્ર્વર છે. તમે કયા પ્લેટફોર્મ પરથી બ્રહ્માંડને જુઓ છો તેવું બ્રહ્માંડ તમને દેખાય છે. બ્રહ્માંડને પોતાને કોઈ નિરપેક્ષ (absolute) રંગ, રૂપ કે ગંધ નથી.

હું તમને ઈશ્ર્વર તો દેખાડી નહીં શકું, પણ બ્રહ્માંડની રચના એવી છે જે જોઈને આપણે આશ્ર્ચર્ય પામીએ અને આ બ્રહ્માંડની રચના આવી શા માટે છે તેનો જવાબ ન મળે ત્યાં સુધી તેને કુદરતની લીલા કે ઈશ્ર્વરની લીલા એમ કહીને નવાઈ શકાય. એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ.

મોટા મોટા ડોક્ટરો જ્યારે બહુ કોમ્પ્લિીકેટ ઓપરેશન કરે છે ત્યારે દર્દી જીવશે કે નહીં તે વાત માટે ઈશ્ર્વરને યાદ 

કરે છે. 

જ્યારે કોઈ વસ્તુનો ભેદ-ભરમ સમજાય છે ત્યારે તે કુદરતની લીલાને સ્થાને વિજ્ઞાન આપે છે. વિજ્ઞાન પણ ઈશ્ર્વરનો ચહેરો જ છે. 

ઈશ્ર્વર એક પાયાની ધારણા (Basic Assumption) છે. ધારણા (Assumption)ની સાબિતિ હોતી નથી. આવે વખતે આપણને નરસિંહ મહેતાનું પદ યાદ આવે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજયેરૂપે અનંત ભાસે, ઘાટઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.

જીવનમાં ક્યાં ક્યાંથી બધા ભટકાઈ જાય છે. તમે મારા લેખના વાચકો મને ભટકાઈ ગયાં છો અને હું તમને ભટકાઈ ગયો છું. કેવી રીતે? આ બધું જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી ઈશ્ર્વરનો Role છે, અને આ બધું પૂરું સમજાશે નહીં ત્યાં સુધી ઈશ્ર્વરનો Role  રહેશે.

પહેલાં તો કુદરત શું છે તે જ ખબર નથી. એ માત્ર સિમ્બોલિક નામ છે. 

મહાલક્ષ્મી ટેમ્પલ ટ્રસ્ટના હમણા સુધી રહેલા અધ્યક્ષ શ્રી અશોકભાઈએ મને ફોન પર સરસ વાત કરી, આપણને ખબર છે કે વિખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્ષ પ્લાન્કે ઊર્જા અને પ્રકાશના આવર્તન (ફ્રિક્વન્સી) વિશે વિખ્યાત સૂત્ર E=hr શોધ્યું. અહીં E ઊર્જા છે, r પ્રકાશનું આવર્તન (ફ્રિક્વન્સી) છે અને h સમપ્રમાણનો અચલ છે. પ્લાન્કના માનમાં તેને પ્લાન્કનો અચલ કહે છે. તે વૈશ્ર્વિક અચલ છે. સ્થાનિક અચલ નથી. ગ્રેવીટેશનલ એક્સલરેશન (ગુરુત્વાકર્ષણનો પ્રવેગ) સ્થાનિક અચલ છે. તે આકાશીપિંડે પિંડ બદલાય છે. પણ એક આકાશીપિંડ માટે અચલ છે. આ સૂત્રે દર્શાવ્યું કે પ્રકાશ દાણાના રૂપમાં કવોન્ટામાં, ઊર્જાના પેકેટમાં આવે છે. પ્રકાશ ખંડિત છે, અખંડિત નથી. આ શોધ દુનિયાના બધા જ વિજ્ઞાનીઓને ચોંકાવનારી હતી, કારણ કે પ્રકાશ તો તરંગો છે માટે અખંડિત છે.

આ શોધે જ ક્વાન્ટમ મિકેનિક્સને જન્મ આપ્યો છે. અને આઈન્સ્ટાઈન્સને ફોટો-ઈલેકટ્રીક ઈફેક્ટ સમજાવવા શક્તિમાન બન્યાં. પ્લાન્કની તે શોધે તેમને નોબેલ પ્રાઈઝ તો મળ્યું પણ આઈન્સ્ટાઈન્સને પ્લાન્કના સૂત્રના આધારે ફોટો-ઈલેક્ટ્રિક ઈફેક્ટ સમજાવવા માટે પણ નોબેલ પ્રાઈઝ મળ્યું. પ્લાન્કને પૂછવામાં આવ્યું કે તમારા સૂત્રમાં જે અચલ છે તે ક્યાંથી આવ્યો? તો પ્લાન્કે કહ્યું કે તેની મને ખબર નથી, પણ તે બધી જ જગ્યાએ જવાબ બરાબર આપે છે. પ્લાન્કનું સૂત્ર ઈશ્ર્વરનો ચહેરો દર્શાવે છે. બીજી બાજુ વેદ-વિજ્ઞાન-ગીતાના ઊંડા અભ્યાસી અને સ્વામી દયાનંદ સરસ્વતીના અનુયાયી બાબાભાઈ પટેલ તો સમજાવે છે કે સત્યં, જ્ઞાનં, અનંતંબ્રહ્મા આ લોકો પાસે બેસીએ તો બ્રહ્મનું રહસ્ય આપણને સમજાય. બાબાભાઈનું કહેવું છે કે વિશ્ર્વાસ જ પોતે ઈશ્ર્વર છે. જે વિશ્ર્વાસઘાત કરે છે તેની દુર્ગતિ થાય છે. 

જીવનમાં એવી એવી વિટંબણાએ આવે છે કે નબળા માણસને કોઈ રસ્તો દેખાતો નથી, કોઈ આશાનું કિરણ દેખાતું નથી. ત્યારે ઈશ્ર્વર છે કે નહીં પણ તેમને સહાય કરે છે. આપણી નજીકનું માણસ મૃત્યુ પામે આ પરિસ્થિતિને કેવી રીતે સહન કરવી. ત્યારે ઈશ્ર્વર ગીતા, આત્મા, શરીર આત્માનું વસ્ત્ર છે એ બધાં વિચારો ઔષધનું કાર્ય કરે છે. કથાઓએ, ભજનોએ મંદિરોએ, મહાત્માઓએ ઈશ્ર્વરના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. બ્રહ્મસ્વરૂપ માટે આ બધાની કાંઈ જરૂર નથી કારણ કે જે અંનંત છે તેને બેસાડવા ક્યાં? જે બધાને જ ખાવા આપે છે તેને નિવેદ ક્યાં ધરવાનો. જે અનંત છે તેને વસ્ત્રો કેમ પહેરાવવા, તેની પ્રદક્ષિણા કેવી રીતે કરવી, તેની પૂજા અને આરતી કેવી રીતે કરવી? હજુ તો આપણને એ પણ ખબર નથી કે જીવન શું છે?

એમ તો બ્રહ્માંડ ખુદ જ માયા છે. અહીં નથી નિરપેક્ષ ગતિ, નથી નિરપેક્ષ લંબાઈ, નથી નિરપેક્ષ પહોળાઈ, નથી નિરપેક્ષ ઊંચાઈ, નથી નિરપેક્ષ સમય પદાર્થ, વજન, ગંધ, રૂપ, આકાર તેમ છતાં આપણે માનીએ છીએ કે આ બધું આપણને છે. બધું જ તર્ક પર ચાલે છે પણ તર્ક પોતે એક ભ્રમણા છે.

કલા ગુર્જરીમાં ‘ઈશ્ર્વર છે કે નહીં?’ એ વિષય પર કલા ગુર્જરીના સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર યશવંત ત્રિવેદીએ ચર્ચા રાખેલી. એ ચર્ચાના સંદર્ભે મેં વિચારો કર્યા તેમાંથી આ આધ્યાત્માનો જન્મ થયો છે. આ ચર્ચામાં ડૉ. મોહનભાઈ પટેલ, શ્રીમાન ભગવાનજીભાઈ રાયાણી અને પ્રાધ્યાપક હર્ષા ભાષ્કર બીજા પેનલીસ્ટો હતાં. આ એવો પ્રશ્ર્ન છે તેને સાબિત પણ ન કરી શકાય અને ગેરસાબિત પણ ન કરી શકાય. માત્ર શબ્દોની માયાજાળ રચી શકાય, કારણ કે ઈશ્ર્વર એ વ્યક્તિગત અનુભૂતિની વસ્તુ છે, બહુ ગહન છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=171999

06-09-2015

                                     
બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


(ગયા અંકનું ચાલુ)

ઘણા ધર્મો પુનર્જન્મની વાત કરે છે. ઘણા ધર્મોમાં આ બાબતનો ઉચ્છેદ છે. આ બાબતે વિજ્ઞાનને સઘન પુરાવા જોઇએ છે. તે હજુ ઉપલબ્ધ નથી. માટે જેને જે માનવું હોય તે માને. જો પુનર્જન્મ હોય તો ભૂત-પ્રેત, આત્મા, ઈશ્ર્વર બધું જ એકસાથે સાચું પડે, આવા પ્રશ્ર્નો ચર્ચામાં લેવા ભારે પડે.

ઈશ્ર્વરમાં માનો તો પણ જીવી શકાય છે અને ન માનો તો પણ જીવી શકાય છે, કારણ કે કુદરતને એટલે કે ઈશ્ર્વરને આની પડી નથી. કુદરત (ઈશ્ર્વર) આ બધાથી પર છે. રસ્તો તમારે લેવાનો છે. જ્યોતિષમાં માનો તો પણ જીવી શકાય છે અને ન માનો તો પણ જીવી શકાય છે. પણ અમારા જેવા ખગોળશાસ્ત્રીઓ પાસે જ્યોતિષમાં ન માનવાનાં ઘણાં કારણો છે.

ઈશ્ર્વર હોય કે ન હોય, પણ ઈશ્ર્વર સાથે જડાયેલી આપણી તહેવારોની, રાસ-ગરબાની, પૂજનની, ભજનની સંસ્કૃતિ આપણા જીવનમાં રંગ પૂરતી રહે છે અને જીવનને આનંદમય બનાવે છે. અને સઘન થઇને બેઠી છે. ભારતીયોની રગેરગમાં છે અને હજારો વર્ષોથી તે ચાલી આવે છે. તે હવે રિયાલિટી-વાસ્તવિકતા બની ગઇ છે. વાસ્તવિકતા પોતે એક ભ્રમણા છે. અવાસ્તવિકતાનું પણ એવું જ છે. હકીકતમાં વાસ્તવિકતા (રિયાલિટી) જેવું કાંઇ જ નથી, જ્યાં પૂરું બ્રહ્માંડ જ રિયલ નથી ત્યાં આ બધું કેવી રીતે રિયાલિટી હોઇ શકે? બધા જ ટાઇમપાસના રસ્તા છે. ઈન્ફિનિટી (અનંતતા), ઇન્ફાઇનાઇટ (અનંત) એ સિમ્બોલિક છે. તે એની સંખ્યા છે જે તમે કલ્પના કરો તેનાથી પણ મોટી છે. ઇન્ફિનિટી એક વિચાર છે તેવું જ ઈશ્ર્વરનું છે. તે એક વિચાર છે. વિચારો સાચા પણ પડે છે. ઈશ્ર્વર કદાચ ન દેખાય પણ ઈશ્ર્વરપણું દેખાઇ શકે છે. પુરાતન માનવીની કલ્પના કરો તો બ્રહ્માંડ વિશે શું વિચારી શકે?

ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે પેલા ભગત મૃત્યુ પામ્યો ત્યારે ભગવાન તેમને લેવા આવેલા. આવી વાત વિજ્ઞાનના ગળે તો ઊતરે નહીં. એ લેવા આવ્યા તો તે ક્યાં ગયા? તો કહે ધામમાં. બ્રહ્માંડમાં જ આવાં ઘરો ક્યાં છે તે બતાવો? આ બધું વિજ્ઞાનની પર છે. તેમાં વિજ્ઞાન પાસે જવાબ માગી શકાય નહીં. વિજ્ઞાનને આવી બાબતોમાં સંડોવાય પણ નહીં. વિજ્ઞાન બિચારું પ્રત્યક્ષ, સિદ્ધાંતો અને પ્રયોગો

પર કામ કરે છે. આ બધી અઘરી વાતો ગણાય.

કર્મ એટલે કાર્યસ્ત ચેતના (ચેતના એટ વર્ક) આધ્યાત્મિકતા એટલે પ્રબુદ્ધતા. આપણને ક્યારેક મહેસૂસ થાય છે કે શરીરમાં કાંઇક દિવ્ય છે, જેને આપણે ઈન્ટ્યુઇશન કહીએ છીએ તે શું છે? તે ક્યાંથી આવે છે? ઘણીવાર આપણી અંદરથી અમુક કાર્ય કરવું કે અમુક કાર્ય નહીં કરવું તેવો અવાજ આવે છે. તે ક્યાંથી આવે છે? મગજની કામગીરી પર વિચાર કરીએ તો મગજ જ બેર મારી જાય.

પ્લાન્કનો અમલ, પ્રકાશની ગતિ અથવા આ બધા વૈશ્ર્વિક અચલો છે. એવો જ એક અચલ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો અચલ છે. જે પણ વૈકલ્પિક છે. તો આ બધા વૈશ્ર્વિક અચલો શા માટે અસ્તિત્વ ધરાવે છે?

જીવનના અંતે વિચાર કરીશું તો કાંઇ જ કામ આવતું નથી. નોબેલ પ્રાઇઝ હોય કે ભારતરત્ન હોય. માનવીનાં સારાં કાર્યો શાશ્ર્વત છે. બાકી બધું અહીં મૂકી જ જવાનું છે. આદ્ય શંકરાચાર્ય કહે છે કે આ જીવન, પ્રભાત કમળની પાંખડી પર રહેલા ઝાકળના ટીપા જેવું છે. ગમે ત્યારે નાશ થશે. માટે સારું જીવન જીવી જવું. લોકો કોઇ ને કોઇ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ખૂંપેલા જ છે.

કમસે કમ ઈશ્ર્વરનો ડર બહોળા સમાજને સ્વસ્થ રાખવા ઉપયોગી તો છે. માનવી પર કોઇ ને કોઇ પ્રકારની ધાક રાખવી જરૂરી હોય છે. ઘણા વિજ્ઞાનીઓ, અરે નોબેલ પ્રાઇઝ વિજેતા અબ્દુસ સલામ, હિડેકી યુકાવા ઈશ્ર્વરમાં માનતા અને આજે પણ ઘણા વિજ્ઞાનીઓ ઈશ્ર્વરમાં માને છે. તેમની ટીકા કરવી જરૂરી નથી. તે તેમનો અંગત પ્રશ્ર્ન ગણાય. બીજો અમુકમાં માને કે ન માને આપણે તેમની ટીકા કરવાનો શું અધિકાર છે? તમે કેવી માન્યતા ધરાવો છોે તેના પર બધો આધાર છે. અને માન્યતા હંમેશા વ્યક્તિગત હોય છે. માન્યતા સત્ય નથી હોતી. માન્યતા, માન્યતા જ છે.

જેમ રાતેે સ્વપ્ન આવે છે તેમ આત્મા માટે આ જીવન પણ એક સ્વપ્ન જ છે.

શ્રદ્ધા જ કાર્યમાં રૂપાંતર પામે છે. સવારમાં સૂર્યોદય થાય છે તે શું ઈશ્ર્વરની હાજરી સૂચવતો નથી? કાલે સૂર્યોદય થવાનો છે તે વિશ્ર્વાસે જ આપણે બધાં કાર્યો કરીએ છીએ. કુદરતમાં માનવી જેવા નબળા કોઇ પણ પશુ-પંખી કે પ્રાણી નથી. તેને રોટી, કપડાં, મકાનની ચિંતા સતાવ્યા જ કરે છે. માનવીને પહેલાં રોટીની ચિંતા હતી, પછી રોટી-કપડાંની ચિંતા થઇ અને પછી રોટી-કપડાં-મકાનની ચિંતા થઇ. પશુ-પંખી-પ્રાણીઓ પણ જીવે છે તે તેઓને રોટી-કપડાં-મકાનની કાંઇ જ ચિંતા નથી. કોણ ઉચ્ચ જાતનું જીવન જીવે છે? માનવી કે પશુ-પંખી-પ્રાણી? ઈશ્ર્વરમાં ન માનનારાનો રેશનાલિસ્ટોએ એક નવો વર્ગ ઊભો

કર્યો છે.

ભારતીય અધ્યાત્મનો પાયો વેદોમાં છે. વેદોમાં કોઇ જ જાતના ઈશ્ર્વરનો ઉલ્લેખ નથી. પંચમહાભૂતો અગ્નિ-જળ-વાયુ-પૃથ્વી-અંતરીક્ષ તેમના દેવતા હતા અને આજે પણ તેઓ આપણા દેવતા જ છે. બધું જ જુદાપણું આંતરિક એકતા પરનું આવરણ માત્ર છે. જે એકતા છે તે ચેતના છે. રેશનાલિસ્ટો કે નોન-રેશનાલિસ્ટો બધા જ ઈશ્ર્વરની બાબતમાં ક્ધફ્યુઝડ છે. એ જ ઈશ્ર્વરની હાજરી દર્શાવે છે. બ્રહ્માંડમાં ચિંતા કરવા જેવું કાંઇ જ નથી. તેમ છતાં પણ આપણે ચિંતા કરીએ છીએ. મોક્ષનો અર્થ જ બધી ચિંતામાંથી મુક્ત. એ સદેહે પ્રાપ્ત કરી શકાય છે.

સુખ-દુ:ખ બધું જ મગજની પરિસ્થિતિ છે. ગરીબી કે ધનાઢ્યતા જેવું કાંઇ છે જ નહીં. તે માનવીએ ઉત્પન્ન કરેલી વિભાવના છે. તે સરખામણીમાંથી ઉત્પન્ન થાય છે. ધારે તો દરેક માનવી બ્રહ્માંડનો શહેનશાહ છે. શહેનશાહ પણ પામર પ્રાણી થઇને ઊભો રહે છે. હિટલર અને બોનાપાર્ટ

પણ પામર થઇને ઊભા રહે છે. ઘણીવાર ખરાબ જીવન જીવવું એ માનવીન મજબૂરી હોય છે. ભવ્યતા અને આપણે એક જ

છીએ તો ભવ્યતા પાછળ શા માટે દોડવું. પણ આ સમજવું મગજનું ઉચ્ચસ્તર માગી લે છે.

આ સંદર્ભે ગુરુ નાનકદેવજીની કથા બહુ રસપ્રદ છે. ગુરુ એક વાર મક્કાની યાત્રાએ ગયેલા. યાત્રા કરીને પાછા ફરતા હતા ત્યારે થાકી ગયેલા. માટે સૂતા. પણ તેમને ખબર ન હતી કે તેમના પગ કાબાની સામે છે. તેવામાં એક ઇમામ ત્યાં આવ્યો. આ જોઇને તેણે ગુરુના પગે દંડો મારીને કહ્યું ‘અલ્યા તું અલ્લાહની સામે પગ રાખીને સૂતો છે. સરખો સૂઇ જા.’ તો ગુરુએ કહ્યું કે કઇ દિશામાં અલ્લાહ નથી તે મને કહે. તે દિશામાં હું પગ રાખીને સૂઈ જાઉં. તો કહે સામેની દિશામાં પગ રાખ. ગુરુ તેવી રીતે સૂતા. તો તે ઇમામના આશ્ર્ચર્ય વચ્ચે ગુરુએ જે દિશામાં પગ રાખેલા તે દિશામાં કાબા આવી ગયું. બિચારો ઇમામ. ગુરુના પગમાં પડી ગયો.

આવી જ બીજી આદ્ય શંકરાચાર્યની કથા છે. એ કથા પ્રમાણે શંકરાચાર્ય તેમના ચાર શિષ્યોને લઇને ભિક્ષા માગવા નીકળ્યા. ક્યાંય પતો લાગ્યો નહીં, એક ગરીબ ડોશીની ઝૂંપડીએ આવીને ઊભા રહ્યા અને કહ્યું માતા ભિક્ષા આપો. તે ડોશી તો મહાત્મા તેમની ઝૂંપડીએ આવેલા જોઇને ગાંડી-ઘેલી થઇ ગઇ. ઝૂંપડીમાં ખાવાનું કાંઇ હતું જ નહીં. ડોશીના દીકરાનો ધંધો દારૂનો હતો. તે તો ઘડો ભરીને દારૂ લઇ આવી. શંકરાચાર્યને બોલી કે મહારાજ ભિક્ષાપાત્ર ધરો. શંકર વિચારવા લાગ્યા કે આ માજીની ભિક્ષા નહીં લઇએ તો તેને દુ:ખ લાગશે. એટલે તેમણે દારૂને ભિક્ષાપાત્રમાં લઇ એ તો પી ગયા. પછી ડોશીએ તેમના શિષ્યોને કહ્યું, ભિક્ષા લો. તેમના શિષ્યો ખચકાયા, પણ ગુરૂરુએ કહ્યું કે સાધુઓ ભિક્ષા લઇ લ્યો. બધા શિષ્યોએ પણ ભિક્ષામાં આપેલ દારૂ પી લીધો. તેમને તો મઝા આવી ગઇ. બીજે દિવસે સવારે ગુરુને વંદન કરવા આવ્યા ત્યારે બોલ્યા ગુરુજી આજે અમે એકલા જ ભિક્ષા લેવા જઇશું. શિષ્યોને દારૂનો ચટકો લાગેલો. તે તો ડોશીમાની ઝૂંપડીએ પહોંચ્યા અને દારૂની ભિક્ષા લઇ આનંદ પામ્યા. ગુરુને ખબર પડી કે શિષ્યો બીજે રસ્તે ચાલ્યા છે. ત્રીજે દિવસે જ્યારે શિષ્યો સવારે ગુરુને વંદન કરવા આવ્યા ત્યારે ગુરુએ કહ્યું કે ‘શિષ્યો આજે આપણે સાથે ભિક્ષા લેવા જશું.’ શિષ્યો કહે ગુરુજી, તમે તસ્દી નહીં લેતા. તમે તમારે ભિક્ષા લઇ આવજો, અમે પણ અલગ ભિક્ષા લઇ આવશું.’ ગુરુ કહે ‘ના હવેથી તમારે મારી સાથે જ ભિક્ષા લેવા આવવાનું છે.’ ગુરુની આજ્ઞા તો માનવી જ પડે. બધા સાથે ભિક્ષા માગવા નીકળ્યા. ગુરુ એક એસિડ વેચનારને ઘરે આવીને ઊભા રહ્યા અને કહ્યું ‘ભિક્ષા આપો’. એસિડવાળો તો મહાત્માઓને જોઇને ગાંડો-ઘેલો થઇ ગયો. સવારે સવારે તેના ઘરમાં પણ કાંઇ ખાવાનું હતું નહીં. એ તો ઘડો ભરીને એસિડ લઇ આવ્યો. શંકરાચાર્યને કહે ‘મહારાજ ભિક્ષાપાત્ર ધરો હું આપને ભિક્ષા આપું.’ શંકરાચાર્યે તેમનું પાત્ર ધર્યું. એસિડવાળાએ તેમાં ધગધગતો એસિડ નાખ્યો અને હરખમાં પાત્ર ભરી દીધું. શંકરાચાર્ય તો તે ગટગટાવી ગયા. પછી તે એસિડવાળાએ તેમના શિષ્યોને કહ્યું ‘ભિક્ષાપાત્ર ધરો હું તમને ભિક્ષા આપું.’ શિષ્યો તો ગભરાઇ ગયા. ગુુરુએ કહ્યું ‘ભિક્ષાપાત્ર ધરો. ભિક્ષા લો. કાલે તમને દારૂની ભિક્ષા બહુ સારી લાગી હતીને? ભિક્ષા તો ભિક્ષા હોય. જે આપે તે ખાવાનું હોય.’ બધા શિષ્યો ગુરુના પગમાં પડ્યા. તેમને તેમની ભૂલ સમજાઇ. ગુરુ તો પરમબ્રહ્મ સ્વરૂપ હતા. તેમને રોટલો, દારૂ, લાડુ કે એસિડમાં કાંઇ જ ફરક ન હતો. આ બ્રહ્મન ચેતના પૂરા બ્રહ્માંડમાં વહે છે અને અનેકવિધરૂપ ધારણ કરે છે. (સમાપ્ત)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=172646



























બટરફ્લાય ઈફેક્ટ સર્જન માટે પણ હોય છે અને વિસર્જન માટે પણ --- ડૉ. જે. જે. રાવલ

                             
                        

બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ


કહેવાય છે કે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા કે નોર્વેમાં એક પતંગિયું (બટરફ્લાય ) તેની પાંખો વડે ફફડાટ કરે તો આપણા દેશમાં જબ્બર વંટોળિયો થઈ શકે. આ વાત સાંભળીએ તો માનવામાં ન આવે, કે આફ્રિકામાં પતંગિયાંની પાંખોનાં ફફડાટથી કાંઈ ભારતમાં વંટોળિયો આવી શકે? પણ આ વાત સાચી છે. કારણ કે નાના પતંગિયાની પાંખોનો ફફડાટ હવામાં નાની હલચલ પેદા કરે છે, તે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની તાકાત વધતી જાય છે અને છેવટે તે મહાભયંકર વંટોળિયાનું રૂપ ધારણ કરે છે.

મહાસાગરનું નિરીક્ષણ કરીએ તો માલૂમ પડે કે નાની એવી પવનની લહેરખી મહાસાગરમાં હલકું મોજું ઉત્પન્ન કરે છે જે આગળ જતાં ઘૂઘવાટ મારતા સમુદ્રના મોજાંને ઉત્પન્ન કરે છે. સરોવરમાં ફેંકાયેલી નાની કાંકરી પાણીમાં વર્તુળો-મોજાં ઉત્પન્ન કરે છે, છેવટે તે કિનારે અથડાય છે.

વિજ્ઞાનીઓ આ વિચારને કેઓટીક (Chaotic) થિયરી તરીકે ઓળખે છે. કેઓઝે બ્રહ્માંડમાં હકીકતમાં આતંક મચાવી રાખ્યો છે. સૂર્યમંડળ લાગે છે સુમુસૂતરું પણ તેની નીચે અરાજકતા વ્યાપેલી છે. નાની અરાજકતા છેવટે લઘુગ્રહને કે ધૂમકેતુને તેની કક્ષામાંથી બહાર ફેંેંકેે છે. આ વંટોળિયા ઉત્પન્ન થાય છે તે હકીકતમાં વાયુમંડળમાં ઉત્પન્ન થતી નાની હિલચાલનું પરિણામ હોય છે. કોઈ દેશમાં બે રાજકીય પાર્ટીઓ હોય અને ચૂંટણીમાં બંને પાર્ટીને સરખી સંખ્યામાં સીટ મળી હોય તો બંને પાર્ટીમાંથી કોઈ પણ એક પાર્ટી સરકાર બનાવી શકે નહીં. હવે કોઈ એક પાર્ટીમાંથી માત્ર એક ડીફેક્ટર બીજી પાર્ટીમાં જતો રહે કે કોઈ એક ઈન્ડિપેન્ડન્ટ કોઈ એક પાર્ટીમાં જતો રહે તો તે પાર્ટી સરકાર બનાવી શકે જે ચૂંટણી જીતેલા પચાસ ન કરી શકે તે એક જ માણસ કરી શકે. આ એક જાતનો કેઓઝ જ છે જે ઝંઝાવાત મચાવી શકે. આપણે કહીએ છીએ કે એક્ટ લોકલી તેની અસર પડશે ગ્લોબલી.

માનવીની એક ભૂલ તેને પાયમાલ કરી નાખે છે અને એક સારો વિચાર તેને મહાન બનાવે છે. વાલિયા લૂટારાના જીવનમાં નારદજીને મળવાના નાના પ્રસંગે તેને મહાન વાલ્મીકી ઋષિ બનાવી દીધા. એક શબ્દ જીવનમાં કે જગતમાં હલચલ મચાવી શકે છે. દ્રોપદીના એક જ વાક્યે મહાભારતના યુદ્ધને જન્મ આપી દીધો.

નાનો ફેરફાર ધીરે ધીરે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે તે વિકરાળ પણ હોઈ શકે છે અને સારા માટે પણ હોઈ શકે છે. માટે દરેક કાર્ય કરતાં, દરેક શબ્દ બોલતાં સાવચેતી રાખવાની જરૂર છે.

જવાળામુખી, સુનામી કે ધરતીકંપની શરૂઆત તદ્દન નાના ફેરફારથી થાય છે અને છેવટે તે વિકરાળરૂપ ધારણ કરે છે. કોઈ પણ સિસ્ટમમાં જરા જેટલી પણ ખલેલ પહોંચાડો તો તે ખલેલ ધીરે ધીરે એટલી વિકરાળ બને છે કે સિસ્ટમને છિન્ન-વિછિન્ન કરી નાખે છે. બાળકના જીવનમાં નાનો કુસંગ તેને ભયંકર ગુંડો બનાવી મૂકે છે, જ્યારે એક નાનો સત્સંગ માનવીને મહાન બનાવે છે. અણીનો ચૂક્યો સો વર્ષ પણ જીવી શકે છે. આગ માત્ર નાની દિવાસળી જ લગાડે છે. અકસ્માતો કેવી રીતે થાય છે, માત્ર નાની ભૂલથી જ તો... એક નાની ભૂલ, બીજી ભૂલને આમંત્રણ આપે છે અને આમ ને આમ તે વિકરાળરૂપ ધારણ કરે છે. એકવાર અસત્ય બોલીએ તે અસત્યની પરંપરા સર્જે છે. એક નાની વાતને છુપાવવાનું, છુપાવવાની પરંપરા સર્જે છે.

વરસાદ પણ એવી જ રીતે પડે છે. એક જગ્યાની વરાળ ઠંડી પડે છે તે ધોધમાર વરસાદને સર્જે છે. સૂર્યમાળાનો જન્મ માત્ર બે પદાર્થકણોના મળવામાંથી થયો છે. તે પછી ત્રીજા પદાર્થકણને આકર્ષે છે અને છેવટે અબજો અને અબજો પદાર્થકણો આકર્ષાય સૂર્યમાળાને જન્મ આપે છે. બકનળી પણ એવી જ રીતે કાર્ય કરે છે. બકનળીમાં જરા જેટલી જગ્યા રહે ત્યાં સુધી બકનળી ચાલુ થતી નથી જેવું એક ટીપું એમાં ઉમેરાય છે કે બકનળી ચાલુ થઈ જાય છે કે વાસણનું તળિયા સુધીનું પાણી વહાવી દે છે.

કાંકરીચાળો એ બટરફ્લાય ઈફેક્ટનું ઉદાહરણ છે. મોબસાઈકોલોજી પણ બટરફ્લાયનું જ ઉદાહરણ છે. કેન્સરનું

દર્દ બટરફ્લાય ઈફેક્ટનું એક મોટું

ઉદાહરણ છે.

જ્યોતિષીઓની ભાષામાં નહીં પણ વિજ્ઞાનની ભાષામાં પૂરું બ્રહ્માંડ આપણને અસર કરે છે અને પૂરા બ્રહ્માંડને આપણે અસર કરીએ છીએ. બ્રહ્માંડમાં દૂર દૂર તારાનો થયેલો વિસ્ફોટ કે જન્મ આપણને અહીં પૃથ્વી પર અસર કરી શકે છે અને કરે છે. બટરફ્લાય ઈફેક્ટ સર્જન માટે પણ હોય છે અને વિસર્જન માટે પણ. કોઈ પણ રોગ કેઓઝની બટરફ્લાય ઈફેક્ટનું પરિણામ હોય છે. માટે તમે જ્યારે પતંગિયાંને તેની પાંખો ફફડાવતાં જુઓ તો તેને સામાન્ય ઘટના માનતાં નહીં તે ક્યાંક સર્જન કરશે તો ક્યાંક વિસર્જન. માટે નાનાને નાનું સમજવું નહીં. કીડી પણ કાળા નાગનો જીવ લઈ શકે છે અને જો બળવાન હાથીના કાનમાં નાનું મચ્છર ફફડાટ કરવા લાગે તો હાથી તેનું માથું પછાડી પછાડી મૃત્યુને શરણ થાય છે.

વિજ્ઞાનમાં કેઓટિક થિયરી (અરાજકતાની થિયરી)એ વિજ્ઞાનીઓનાં જીવ ઊંચા કરી દીધાં છે. કારણ કે ગમે તે શિસ્તબદ્ધ ભૌતિકક્રિયામાં કેઓટિક થિયરી લગાડીએ, તેમાં થોડી પણ ખલેલ (ઙયિિીંહિફશિંજ્ઞક્ષ) પહોંચાડીએ તો ખબર પડે કે તે શિસ્તબદ્ધ ભૌતિક સિસ્ટમ છેવટે વિનાશમાં પરિણમે છે. આ દર્શાવે છે કે દરેકેદરેક શિસ્તબદ્ધ ચાલતી સિસ્ટમનું ભાવિ તો અરાજકતા જ છે. જેમ જેમ સિસ્ટમ વૃદ્ધ થતી જાય તેમ તેમ તેમાં અરાજકતા વધતી જાય. અને છેવટે તે અનિયંત્રિત થઈ જાય અને નાશ પામે. આ બાબત આપણા પૂરા બ્રહ્માંડને પણ લાગુ પડે છે. કોઈ જ કેમોઝથી બળી શકે તેમ નથી. ક્યારે ને ક્યારે બ્રહ્માંડની સિસ્ટમમાં કેઓઝ (અરાજકતા) ઊભો થવાનો જ અને સિસ્ટમનો નાશ કરવાનો જ આ જ તેનું અંતિમ ભાગ્ય છે. શું કેઓઝથી બચી શકાય તેમ નથી? મૃત્યુથી બચી શકાય તો જ કેઓઝથી બચી શકાય. કેઓઝ કોઈ પણ વસ્તુને મૃત્યુ તરફ લઈ જવાનો માર્ગ છે, તેનો એજન્ટ છે. વિચાર એ કેઓઝનો જ ટોનિક છે જે વિરાટ થઈને કાં તો સર્જન કરે અથવા વિનાશ કરે.

જર્મનીમાં માખ નામનો ફિલોસોફર થઈ ગયો. આઈન્સ્ટાઈને જે તેનો વિસ્તૃત સાપેક્ષવાદ (લયક્ષયફિહ વિંયજ્ઞિુ જ્ઞર યિહફશિંદશિું) આપ્યો તેના પાયામાં માખનો સિદ્ધાંત છે. માખનો સિદ્ધાંત એમ કહે છે કે પૂરું બ્રહ્માંડ આપણને અસર કરે છે, બ્રહ્માંડનો દરેક પદાર્થ આપણને અસર કરે છે. પણ જ્યોતિષીઓ કહે છે તેમ નહીં કે આપણું ભાવિ ગ્રહો ઘડે છે. હવે જો બ્રહ્માંડમાંથી બધે જ પદાર્થ કાઢી લઈએ, એટલે કે બ્રહ્માંડમાં જો કોઈ જ પદાર્થ ન હોય અને આપણે એકલાં જ હોઈએ તો આપણી ઉપર કોઈ બળ લાગે જ નહીં, ન્યુટનનો બીજો નિયમ કહે છે કે ઋ=ળફ જેમાં ઋ=ઋજ્ઞભિય (બળ) છે. ળ= આપણામાં રહેલાં પદાર્થ છે અને પફ’ ફભભયહયફિશિંજ્ઞક્ષ (પ્રવેગ) છે. હવે જો આપણી પર કોઈ જાતનું બળ જ ન લાગતું હોય તો ઋ= શૂન્ય બને તો ળફ=૦ થાય તો આ દર્શાવે છે કે કાં તો ળ શૂન્ય છે. નહીં તો ફ શૂન્ય છે. નહીં તો બંને શૂન્ય છે. બંને શૂન્ય હોય તો આપણામાં રહેલા પદાર્થ શૂન્ય બને અને પ્રવેગ ફભભયહયફિશિંજ્ઞક્ષ ‘ફ’ પણ શૂન્ય બને. જો આપણામાં રહેલો પદાર્થ ળ શૂન્ય ન હોય તો ‘ફ’ શૂન્ય બને જ પણ તો ફ (પ્રવેગ)ને કોના સંદર્ભે માપવું. કારણ કે બ્રહ્માંડમાં કોઈ પદાર્થ તો નથી જેના સંદર્ભે ‘ફ’ને માપી શકાય તો ‘ફ’ અનિર્ણયાત્મક રહે. જો બળ નથી તો ‘ફ’ શૂન્ય છે. તો પછી ળ અનિર્ણયાત્મક બને પણ જો ‘ફ’ શૂન્ય ન હોય તો ળ શૂન્ય હોય. એટલે કે પોતાનામાં બ્રહ્માંડની ભૂમિતિના રૂપમાં આવરે છે. માટે બુધ ગ્રહની વિચિત્ર ગતિવિધિ સમજાઈ.

આઈન્સ્ટાઈનનાં સિરદ્ધાંત પૂરા બ્રહ્માંડના પદાર્થની આપણી ઉપર અસર દર્શાવે છે પણ તેમાં તેના માટે અલગ પદ નથી. જેથી કહી શકાય કે પૂરા બ્રહ્માંડના પદાર્થની આપણી ઉપર કેટલી અસર છે. ૨૦૧૫નું વર્ષ આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદનું સેન્ટેનરી પર (શતાબ્દિ વર્ષ) છે. તેના સંદર્ભે ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીએ આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદ પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું તેમાં તાતા ઈન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચના ભૂગોળ, ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર ઉન્નીકૃષ્ણને આઈન્સ્ટાઈનના વિસ્તૃત સાપેક્ષવાદના સમીકરણને સુધારિત કરેલું દર્શાવ્યું જેમાં પૂરા બ્રહ્માંડના પદાર્થની અસર અલગ પદના રૂપમાં દર્શાવી છે.

આ દર્શાવે છે કે આપણા ખગોળવિદો જરા પણ ઓછા નથી. તે આઈન્સ્ટાઈનના સૂત્રને પણ સુધારિત કરી શકે છે. આ દર્શાવે છે કે પૂરા બ્રહ્માંડમાં કોઈ પણ ખૂણે કાંઈ પણ થાય તે આપણને અસર કરે જ છે. ભલે તે બહુ નાની હોય, બટરફલાય ઈફેકટ અસ્તિત્વ ધરાવે છે. માટે નાનાને નાનું માની લેવું નહીં.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=168978