Thursday, February 12, 2015

સત્ય તો મૂરખ પણ સહેલાઈથી રજૂ કરી શકે --- હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=103772


અસરકારક રીતે અસત્યને રજૂ કરવું હોય તો માણસને બુદ્ધિની જરૂર પડે છે

હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ


મારા મિત્ર મથુરની સંગીતસાધના વિશે ઊંડા ઊતરતાં પહેલાં થોડું લોકસાહિત્ય જાણી લેવું જરૂરી છે. બે દુહા છે. પહેલો -

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સુલખણી નાર;

ઈ તો સરજનહારે સરજિયાં તીનું રતન સંસાર.

બીજો-

ઘર જાતાં, ધરમ પલટતાં, ત્રિયા પડંતા તાવ;

ઈ ત્રણે ટાણાં મરણનાં એમાં કોણ રંક કોણ રાય.

હવે મથુરને આવાં દુહા, કાવ્યો, કવિતા વાંચી, સાંભળી, કંઠસ્થ કરી, સ્ટેજ પરથી રજૂ કરી લોકોની વાહ વાહ મેળવવાનો, લોકકલાકાર તરીકે પંકાઈ જવાનો ભારોભાર અભરખો, પણ મોટી મુશ્કેલી એ હતી કે મથુરને આવું બધું બરાબર યાદ નહોતું રહેતું.

ખાટલે મોટી ખોટ કે ચાર પાયા નં’બરે;

ઘરમાં ઝાઝા જણ પણ કોઈ ડાહ્યું નં’બરે.

જો યાદ ન રહે તો અસરકારક રજૂઆત ક્યાંથી થાય? માનવીને જેમાં રસ હોય તે યાદ રહી જાય છે. જૂનાં દેણાં ભુલાઈ જાય છે અને ફિલ્મની વાર્તા યાદ રહી જાય છે.

મથુર મહેનત તો ઘણી કરતો પણ સ્ટેજ પર બેસતો ત્યારે મૂંઝાઈ જતો. એ ઉતાવળમાં રજૂઆત તો કરતો, પણ દુહો દોઢયે ચડી જતો. એક દુહાની બીજા દુહા હારે ભેળસેળ થઈ જતી. જેમ કે,

કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સુલખણી નાર;

ઈ ત્રણે ટાણાં મરણનાં એમાં કોણ રંક કોણ રાય.

મથુરને સાંભળી મૂંઝાયેલા શ્રોતાઓ કંઈ સમજે ત્યાં મથુર બીજો દુહો રજૂ કરતો:

ઘર જાતાં, ધરમ પલટતાં, ત્રિયા પડંતા તાવ;

ઈ સરજનહારે સરજિયાં તીનું રતન સંસાર.

લોકસાહિત્યના અભ્યાસુઓ તરત જ સમજી જતા. એક વાર મથુરે રજૂઆત કરી:

દિન ગણંતા માસ વરસ આંતરિયા;

સૂરત ભૂલી સાયબા અને પછી આણંદ ઊતરિયા.

લોકો ખડખડાટ હસી પડ્યા.

સૂરત ભૂલી સાયબા અને પછી નામે વીસરિયા.

મથુર સાચે જ ‘નામે વીસરિયા’ વીસરી ગયો અને ‘આણંદ ઊતરિયા’. ઠબકારી દીધું.

એક વાર તો મથુરે ગજબનો ગોટાળો કર્યો. તેણે કહ્યું:

વર્ધાના વડલાની ડાળે બેઠો એક વિજોગી

અમે તેને સમજાવ્યું, એલા એમ નથી. વર્ધાના વડલાની છાંયે બેઠો એક જોગી આ પ્રમાણે છે.

મથુર કહે, ‘છાંયે બેસે કે ડાળે એમાં શો ફેર પડી જાય છે? અને વિજોગી હોય કે જોગી, ઘણી વાર વિજોગી જોગી જેવા નથી બની જતા?’ મથુરની મુશ્કેલી એ હતી કે ભૂલ સ્વીકારવાને બદલે એ આવી દલીલ કરતો.

એક વાર તેણે રજૂઆત કરી,

વિધવા વરવાનું રણ ચડવાનું

ખવરાવાનું ખાવાનું આ ન મર્દાના

કામ નથી ભઈ, ના મર્દાના કામ નથી.

મેં કહ્યું, ‘મથુર તેં હદ કરી. વિધવા વરવાનું નહીં, વિત્ત વાપરવાનું છે. પૈસા વાપરવાની વાત છે.’

મથુર કહે, ‘તો શું વિધવા વરવાનું એ શું નામર્દનું કામ છે? મર્દ નર્મદ જેવા જ આવું કરી શકે. નર્મદે વિધવાવિવાહ કર્યાં ત્યારે લગ્નમાં હાજર રહેવાની મર્દાંનગી કેટલા બતાવી શક્યા હતા?’

મથુરની આ વિશિષ્ટતાનો ગુણ એ ભણતો ત્યારથી જ વિકાસ પામેલો. અમે ભણતા ત્યારે અમને ઓઝાસાહેબ અંગ્રેજી ભણાવતા. તેમણે એક વાર પૂછ્યું.

’ઠવજ્ઞ બીશહિં વિંય ઝફષ ખફવફહ? તાજમહાલ કોણે બંધાવ્યો?’ આ પ્રશ્ર્ન ઓઝાસાહેબે મથુરને પૂછ્યો. મથુરને પાકું આવડતું હોય એમ એ તરત જ ઊભો થયો અને બોલ્યો, ’ઝવશત બફક્ષુફક્ષ િિંયય વિંજ્ઞી ક્ષજ્ઞિ.ં’

વર્ષોથી અંગ્રેજી ભણાવનાર ઓઝાસાહેબ પણ મથુરનું અંગ્રેજી ન સમજી શક્યા. તેમણે પૂછ્યું, ’ઠવફિં મજ્ઞ ુજ્ઞી ળયફક્ષ? તારે મથુર કહેવું શું છે? આનો અર્થ શું?’ મથુર કહે, ’ઝવશત એટલે આ. ઇફક્ષુફક્ષ િિંયય એટલે વડ. ઝવજ્ઞી એટલે તું. ગજ્ઞિં એટલે નથી. આ વડ તું નથી. ઝવશત બફક્ષુફક્ષ િિંયય વિંજ્ઞી ક્ષજ્ઞિ,ં એટલે કે, આ-વડ-તું નથી.’

આવી અક્કલ - હોશિયારી તો મથુર ભણતો ત્યારથી તેનામાં હતી.

પ્રચલિત વાક્યો, કાવ્યોની પંકિતઓની ભેળસેળથી, ગોટાળાથી જે હાસ્ય સર્જાય છે તેને અંગ્રેજીમાં ગજ્ઞક્ષતયક્ષતય વીળજ્ઞીિ - બુદ્ધિ વગરનું, જેમાંથી કંઈ અર્થ ન નીકળતો હોય છતાં હાસ્ય સર્જવાનો પ્રયાસ થયો હોય તેવું હાસ્ય કહેવામાં આવે છે. કવિશ્રી દલપતરામની બે પંકિતઓ જોઈએ:

સરસમાં સરસ જમણમાં છે વેઢમી,

ઈંિં શત વિંશત મજ્ઞલ જ્ઞિ ભફિં યિંહહ ળય.

આવા હાસ્યમાંથી ઘણી વાર ઉપરથી બુદ્ધિપૂર્વકનું વિધાન છે એવા ડહાપણનો ડોળ કરવામાં આવે છે. દાખલા તરીકે, ‘એક શિક્ષક પાંત્રીસ વિદ્યાર્થીના વર્ગને સાચવી શકે, પરંતુ પાંત્રીસ વિદ્યાર્થીઓનો વર્ગ સાચવવો હોય તો એક શિક્ષક જરૂરી છે.‘ ક્યારેક તેમાં ખરેખર ડહાપણ હોય છે. કૉમેડીમાં મૂર્ખનું પાત્ર ભજવવું અઘરું હોય છે, કારણ કે તેમાં ઘણી બુદ્ધિની જરૂર પડે છે.

સત્યને તો ગમે તે મૂરખ સહેલાઈથી રજૂ કરી શકે છે, પણ અસરકારક રીતે અસત્યને રજૂ કરવું હોય તો માણસને બુદ્ધિની જરૂર પડે છે.

પતિએ પત્નીને ‘પ્રિયે, હું જાણું છું, હું તારે લાયક નથી,’ આવું કદીયે ન કહેવું. સમય જતાં પત્ની પોતે જ આ બાબત સમજી જશે.

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાંની વાત છે, આપણા દેશમાં બનેલી છે. અમે સાથે ભણતા તે મિત્રો સાંજે વૉલીબૉલ રમતાં અને રાત્રે વાળુ કરીને સૌ નાનાં તળાવની પાળે માનભાની હોટેલ સામે ગોઠવાઈ જતા. કોઈ ને કોઈ પ્રસંગ એવો નીકળતો કે બધા દાંત કાઢી કાઢીને ગોટો વળી જતા. મૂર્ખાઈનો આનંદ અમે ભરપૂર માણતા. બસ એક જ મુશ્કેલી હતી. નાણાભીડ. બેકારી ભરડો લઈ ગયેલી. ‘તમામ અનર્થનું મૂળ અર્થ છે,’ તેવી સમજણ ત્યારે નહોતી. અમને એટલી જ ખબર હતી કે આપણાં દુ:ખનું મૂળ ગરીબી છે.

અમારી જરૂરિયાતો સાવ સામાન્ય હોવા છતાં પણ એ અમે પૂરી નહોતા કરી શકતા. કારણ કે અમારી પાસે પૈસા નહોતા. અમારા અમુક મિત્રો બીડી પીતા, કોઈ પાન ખાતા, સુલેમાન પટેલ હાથીછાપ સિગારેટ પીતો. સુલેમાન પાસે બંધાણ હતું. એ બંધાણ માટે થતા ખર્ચની જોગવાઈ નહોતી. હું, નટુ, વનેચંદ, રતિલાલ અને કીર્તિ, અમારામાંથી કોઈની પણ આર્થિક સધ્ધરતા અમારી સમસ્યા હલ કરવા જેટલી સક્ષમ નહોતી. અમારામાં ક્યારેક જીવતરના લહાવા લેવાની આકાંક્ષા જાગતી, ત્યારે અમે એક એક આનો કાઢી પાંચ-છ અર્ધી ચા મગાવતા. ડૉ. ઘનશ્યામ રાણા - ધનુકાકા જ્યારે બેસવા આવે ત્યારે એ આખા ડાયરાને જલસો કરાવતા. બીડી, સિગારેટ, પાન, ચા બધાનો ખર્ચ તેઓ આપી દેતા, પણ ઘનુકાકા ક્યારેક જ આવતા. સુલેમાન પટેલ સ્વભાવે ઉદાર હતો. તેની પાસે પૈસા હોય તો એ ધડ દઈને ખર્ચી નાખતો. જે નવ સિંહનો ફોટો પાડી વિશ્ર્વવિખ્યાત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર તરીકે પ્રસિદ્ધિ પામ્યો એ સુલેમાન પટેલની આ વાત છે. અમે છ મિત્રો રાબેતા મુજબ બેઠા હતા. સૌને ચાની તલપ લાગી હતી, પરંતુ ખર્ચની જોગવાઈ ન હોવાથી અમે અમારી ઈચ્છાને હકીકતમાં બદલી નહોતા શકતા.

છ આના જેવું જંગી ખર્ચ હતું. છેવટે પૂરતી ચર્ચા-વિચારણાને અંતે અમે નક્કી કર્યું. સૌપ્રથમ તો ચા મગાવી પી લેવી. ત્યાર પછી જે આર્થિક સમસ્યા ઊભી થાય તે હલ કરવા માટે સંનિષ્ઠ પ્રયાસ કરવા અને સંજોગો જે સર્જાય તેનો હિંમતપૂર્વક સામનો કરવો.

અમે છ જણ હતા - હું, નટુ, વનેચંદ, કીર્તિ, રતિલાલ અને સુલેમાન. એટલે છ અર્ધીનો ઍર્ડર આપ્યો. માનભાએ આદું નાખી ચા બનાવી અને અમારા પર રહેમનજર રાખી અર્ધી ચાના પોણા કપ ભરી મગન સાથે મોકલી આપી. ચાનો કથ્થાઈ રંગ, કપમાંથી નીકળતી વરાળ સાથે આવતી ચાની સુગંધ. જેની ઝંખના હતી એ ચા સામે હતી. અમે કપ મોઢે માંડીએ એટલી જ વાર હતી ત્યાં એક દુર્ઘટના બની. એક ભયંકર કજિયો થયો, જે ધિંગાણામાં પરિણમ્યો. સામસામા પક્ષો પડી ગયા. જંગની તૈયારીઓ મંડી થવા. આ કજિયો હતો કૂતરાની નાતનો. જેનો ભોગ અમે નિર્દોષ મિત્રો બની ગયા.

વાત એમ બની કે રણમાં કેસરિયા કરવાની તૈયારીરૂપે એક કૂતરો, જે અમારી બાજુમાં ઊભો હતો, તે પ્રથમ ભસ્યો. પછી સ્નાયુઓ તંગ કરી સમગ્ર શરીરને સંકોચી નાખ્યું અને ત્યાર બાદ જંગના એલાનરૂપે પાછલા બે પગે અમારા તરફ એવી ધૂળ ઉડાડી કે અમે છએ છ જણ ધૂળ ધૂળ ભરાઈ ગયા. અમને અમારી ચિંતા નહોતી, પણ મહામૂલી ચાની અમને ચિંતા હતી, જેના હજી પૈસા પણ નહોતા ચૂકવ્યા. એ ચા માથે દૂધ માથે મલાઈ જામે તેમ ધૂળનો થર ચડી ગયો. ધૂળનું પડ બંધાઈ ગયું.

આમ તો દુ:ખદ ઘટના હતી, પણ અમે જે ખુશ થયા છીએ. હસી હસીને બેવડ વળી ગયા. ‘ભારે કરી, કૂતરે મજા બગાડી’ ‘વાળંદના વાંકા હોય ને ત્યારે કોથળીમાંથી કરડે’, ‘કરમની કઠણાઈ બીજું શું?’ ‘નસીબમાં ચા નહીં’ ‘હશે જેવી પ્રભુની મરજી’ કોક કંઈક બોલે અને બધા ફરી દાંત કાઢ્યા જ કરે. આમ ઘણી વાર ચાલ્યું. છેવટે અમે એની એ હાલતમાં ચાના કપ લઈ માનભા સમક્ષ હાજર થયા. માનભાએ ચાનું નિરીક્ષણ કર્યું, અમારી સામે જોયું અને કહ્યું, ‘મેં તો તમને ચા મોકલી આપી હતી હવે તમે જાણો અને કૂતરા જાણે.’ અમે કહ્યું, ‘માનભા, આવું કોઈએ ધાર્યું હતું? અમે ચા પીધી હોત તો પૈસા આપી દેત, પણ પીધી જ નથી તો પૈસા ક્યાંથી આપીએ?’

અમારા મિત્ર જીવલાની વહુ માંદી પડી એટલે જીવલો તેને ડૉ. પટેલસાહેબ પાસે લઈ ગયો. અને કહ્યું, ‘જુઓ સાહેબ, વહુ જીવે કે વહુ મરે, હું તમને પૂરતા પૈસા આપીશ.’ ડૉ. પટેલસાહેબે જીવલાની વહુની બરાબર સારવાર કરી, પણ વહુના ભાગ્યમાં જીવતર નહીં એટલે એ બચી ન શકી. જીવલાએ ડૉક્ટરને એક પણ પૈસો ન આપ્યો. ડૉક્ટરસાહેબે આકરી ઉઘરાણી કરી ત્યારે જીવલાએ ડૉક્ટરને પૂછ્યું, ‘હેં, સાહેબ તમે વહુને જિવાડી?’ ડૉક્ટર કહે, ‘ના’. ‘તો પછી તમે વહુને મારી?’ જીવલે બીજો પ્રશ્ર્ન પૂછ્યો. ડૉક્ટર કહે, ‘ના.’ ‘બેમાંથી એકેય વાતની હા નથી પાડતા તો પછી હું પૈસા શેના આપું?’ એમ કહી જીવલે પૈસા આપવાનું માંડી વાળ્યું.

અમે પણ આમ જ કર્યું, ‘અમે પીધી નથી તો પૈસા શેના આપીએ?’ અમે છયે જણે એવી દલીલો કરી કે માનભાએ હુકમ કર્યો, ‘ઢોળી નાખો ધૂળવાળી ચા.’ અમે ચા તો ઢોળી નાખી, કપ પણ ધોઈ નાખ્યા.

માનભાએ બીજો હુકમ કર્યો, ‘મગન, ભરી દે બધાયને અર્ધી ચા અને એ પણ મારા તરફથી જાવ.’ અમે ચા પીધી, માનભાની પ્રશંસા કરી. આર્થિક સમસ્યા પણ આપોઆપ હલ થઈ ગઈ. માનવી ધીરજ રાખી કુનેહપૂર્વક પોતાનું કાર્ય કરે તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે.

‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

- સ્વામી વિવેકાનંદ

No comments:

Post a Comment