http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=153126
એક ફર્જી ચિંતા મુંબઈના ગુજરાતી ભાઈઓને સીઝનમાં થતી રહે છે કે ગુજરાતી ભાષા જીવશે કે મરી જશે? છોકરાં કૉન્વેન્ટીયાં થઈ ગયાં છે માટે ભાષા મરી જશે. પુસ્તકવિક્રેતાઓને સરકારી ઓર્ડરો મળતા નથી માટે ભાષા મરી જશે. છાપાંના વેચાણ ઘટ્યાં છે માટે ભાષા મરી જશે. ગુજરાતી ભાષાને મારી નાંખવા માટે ગુજરાતીના પ્રોફેસરો, પાઠ્યપુસ્તકોની કમિટીવાળાઓ, પાર્ટ-ટાઈમ ચિંતા કરતા રહેતા ફૂલ-ટાઈમ નવરા ચિંતકો બધા જ મંડી પડ્યા છે. ભાષાઓ કેવી રીતે પ્રકટે છે, કેવી રીતે વૃદ્ધ થાય છે, કેવી રીતે સંવૃદ્ધ થાય છે, કેવી રીતે જર્જર થાય છે એ વિશે જેમને ભાન નથી એ બધા જ મેદાનમાં આવી ગયા છે. ચિંતા પણ કદાચ સર્જનનો એક પ્રકાર હશે...?
મનુષ્યમાં બે વિશેષતાઓ છે, જે એને પશુથી ભિન્ન કરે છે: મનુષ્ય ઉપકરણો ઓજારો વાપરે છે અને મનુષ્ય વાતો કરે છે. ભાષા આ વાતોમાંથી જન્મી છે, કારણ કે વાત એ સીધું કૉમ્યુનિકેશન છે, પ્રત્યાયન છે અને અહીં ભાષાની કેટલીક વિચિત્રતાઓ જન્મી છે. જે બોલાય છે એ લખાય છે. ગ્રીક ભાષા ઝડપથી વાંચવા માટે સર્જાય ન હતી કારણ કે પ્રાચીન ગ્રીક શબ્દોને છૂટા લખતા ન હતા! જ્યાં શબ્દો છૂટા નથી ત્યાં વાંચવાની ગતિ ધીમી પડી જાય છે!) ૧૬મી સદીમાં આલ્ડસ મૅન્યુશિઅસ નામના એક ટાઈપોગ્રાફરે શબ્દો છૂટા પાડ્યા અને વિરામચિહ્નો મૂક્યા અને લેખિત ભાષામાં એક શિસ્ત આવી અને સાથે સાથે વાચનની શિસ્ત જન્મી.
આરંભની લેખિત ભાષાઓને ઉચ્ચાર સાથે સંબંધ ન હતો કારણ કે શબ્દો બારખડીના અક્ષરોથી બન્યા ન હતા પણ ચિત્રો અને પ્રતીકોની એક ચિત્રલિપિથી બન્યા હતા. અર્થ ધ્વનિનો ન હતો, ચિત્રનો હતો. ચીનમાં એક તીરનું નિશાન અને ઉપર એક આડી લીટી એટલે વૃક્ષ બનતું હતું. જંગલ માટે બે વૃક્ષો ચીતરવામાં આવતાં અને રૂકાવટ માટે વૃક્ષ ઉપર એક લીટી દોરાતી. અર્થ સમજાતો, ચિત્ર ‘વંચાતું’ પણ ઉચ્ચારણની એકવાક્યતા ન હતા. આ ચિત્રભાષા અથવા વિચારભાષા હતી. ચીનમાં શિક્ષિત લોકો વાંચી શકતા હતા પણ ઉચ્ચારભેદને લીધે વાતચીત સીમિત બની જતી હતી.
સામાન્ય રીતે ભાષાનો વ્યાપ વ્યાકરણથી શબ્દકોશ સુધીનો હોય છે, પણ ચીનની ભાષા હજી સુધી ચિત્રલિપિ પ્રકારની રહી છે માટે અભ્યાસની દૃષ્ટિએ એ વધારે અર્થપૂર્ણ છે. ઉચ્ચારણ ગૌણ છે અને દરેક પ્રતીકનો એક અર્થ છે. ગણિતની સંજ્ઞાઓ કે સંગીતની સ્વરલિપિની નિકટ આ પ્રયોગ આવે છે. શબ્દો નથી એટલે કે વ્યાકરણની જરૂરિયાત ઓછામાં ઓછી રહે છે. ખગોળ અને સંગીત અને ગણિત અને ભૂગોળમાં હવે સંજ્ઞાઓ કે સિમ્બલ વિશ્ર્વભરમાં સ્વીકૃત થઈ ચૂક્યાં છે. એક ચર્ચા થોડાં વર્ષો પર વાંચી હતી: ગણિત એ ભાષા છે કે વિજ્ઞાન છે? ગણિતનું કોઈ વ્યાકરણ હોય છે? ભાષાને માત્ર શબ્દોથી જ કામ લેવાનું છે? લિપિબદ્ધ ભાષામાં ‘વિદ્યુત’ શબ્દ હોય તો પ્રથમ મહત્ત્વ અક્ષરોનું છે, એ અક્ષરોથી નિષ્પન્ન થતા ભાવ પર આધારિત છે. અહીં વ્યાકરણ આવે છે, અને સાથે સાથે ધ્વનિશાસ્ત્રી કે ફોનેટિક્સ પણ જન્મે છે. ચીની ભાષામાં વિદ્યુત બતાવવા માટેની બે સંજ્ઞાઓ છે: પ્રકાશ અને હવા. ગૅસ માટેની સંજ્ઞાઓ છે: હવા અને કોલસો. આ પ્રકારની સંજ્ઞાભાષાને લીધે ચીનમાં વિદ્યાર્થીને શિક્ષિત થવું હોય તો ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલી સંજ્ઞાઓથી પરિચિત થવું પડે છે અને ઘણી વાર અર્થઘટનમાં મતાંતર થઈ જાય છે. તુર્કસ્તાનમાં કમાલ આતાતુર્કે આ માટે જ અરબી લિપિ કાઢી નાંખીને અંગ્રેજી (એટલે રોમન) આલ્ફાબેટ્સ કે અક્ષરો અપનાવી લીધા. જોકે હવે ચીને પણ ભાષાને સરળ બનાવી દીધી છે. જાપાનીઝ ભાષામાં નવા શબ્દો માટે ચીની મુળસંજ્ઞાઓનો આધાર લેવાય છે, પણ પ્રજા વ્યવહારિક છે એટલે અંગ્રેજી શબ્દોને સીધા જ જાપાનીઝમાં ઉતારીને એનું જાપાનીઝકરણ કરી નાંખે છે. કેટલાક જાપાનીઝ શબ્દો: ગાઝુ (ગૅસ), પેજ (પેજ-પાનું), બાસુ (બસ), પોન્ડો (પાઉન્ડ), ડોરેસુ (ડ્રેસ), ગુરાન્ડો (ગ્રાઉન્ડ), કુરિમુ (ક્રીમ), ટુપારાઈટા (ટાઈપ રાઈટર)! એવો યાંત્રિક બદલાવ અથવા પછી ઈલેકટ્રોનિક અને ડિજિટલ દુનિયાના એટલા બધા શબ્દોનું આક્રમણ થઈ ચૂક્યું છે કે નવા શબ્દો જાપાનની જેમ સાથે સાથે ઉત્પન્ન કરતા જવું પડશે. વ્યાકરણની પવિત્રતા અને ભાષાની શુદ્ધિનો આગ્રહ પણ ધીરે ધીરે ઓછો થતો જશે. જ્યાં વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓનું મિશ્રણ ઐતિહાસિક કારણોસર થઈ ગયું છે ત્યાં એક વિચિત્ર ભાષા પ્રકટી છે જેને વ્યાકરણ સાથે ઓછો સંબંધ છે અને વ્યવહાર સાથે વધુ સંબંધ છે. પશ્ર્ચિમ પૅસિફિક મહાસાગરની પ્રજાઓમાં બીચ-લા-માર ચાલે છે, ચીનનાં બંદરોમાંથી ‘પિડગિન’ ઈંગ્લીશ જન્મી છે. પશ્ર્ચિમ આફ્રિકા, મોરીશિઅસ, મડાગાસ્કરમાં સ્થાનિક બોલી અને ફ્રેંચ ભાષાના સંસર્ગથી નવી આદાનપ્રદાન ભાષા જન્મી છે. આ ભાષાઓમાં નર અને નારીનો સૂક્ષ્મ ભેદ રહ્યો નથી અને ક્રમશ: ક્રિયાપદોનો લોપ થતો જાય છે. જે કહેવું છે એટલા જ શબ્દો વપરાય છે! દાખલા તરીકે મોરીશિઅસની ક્રેઓલ ભાષામાં ‘હું બીમાર છું’ કહેવા માટે માત્ર ‘મો માલાદે’ (હું બીમાર) એટલું જ કહેવાય છે. હિન્દુસ્તાનમાં બમ્બૈય્યા હિન્દી આ રીતે જ વિવિધ પ્રજાઓના સમન્વયવે લીધે જન્મી છે. પણ અમદાવાદ નગરીમાં એક વિચિત્ર ‘પિડગીન ગુજ્જુ’ પણ જન્મી ચૂકી છે! અન્યત્ર ટેલિફોન પર આ પ્રકારનો સંવાદ થાય છે: ‘આપ કોણ બોલો છો?’... ‘હું જયેશ બોલું છું’ પણ આ જ સંવાદ અમદાવાદની ‘પિડગીન ગુજરાતીમાં’ આ પ્રમાણે સંભળાય છે: ‘કોણ બોલો?’ ‘જયેશ બોલું!’ કારણ? ને આમાં કારણ ભાષાકીય કરતાં આર્થિક લાગે છે! બોલવામાં પણ આ પ્રદેશના ગુજરાતીઓ વટાવ, કટાવ, કમિશન, દસ્તુરી જેવી કોઈ વસ્તુનો ખયાલ રાખતા હશે...
સંસ્કૃત ભાષામાં ગણિતની ચોકસાઈ છે અને કૉમ્પ્યુટરોમાં વાપરવા માટે એ આદર્શ છે એવું એક વિધાન છે. જ્યાં અક્ષરો તાલવ્ય અને મૂર્ધન્ય અને દંત્ય અને ઔષ્ઠ્ય જેવા વૈજ્ઞાનિક ધ્વનિઓ પર પ્રમાણિત છે, ત્યાંથી જ ધ્વનિશાસ્ત્રી કે ફોનેટિક્સ જન્મી શકે છે. ‘સંસ્કૃત’નો અર્થ પણ સ્વચ્છ કરેલી, સુધારેલી, વ્યવસ્થિત ગોઠવેલી એ પ્રકારનો છે, એ કોઈ જાતિ કે પ્રજાના નામ પરથી આવી નથી. (ગ્રીક, ચાઈનીઝ, અરબ, હિબ્રુની જેમ) પ્રાકૃત આનાથી વિરુદ્ધ અર્થ છે, એ પ્રકૃતિ પરથી આવે છે. સંસ્કૃતની કેટલીક વિશેષતાઓ છે, સંધિ, સમાસ, દ્વિવચન, આઠ વિભક્તિઓ, વિશેષણોની વિપુલતા, ઉપસર્ગ-વિસર્ગના ઉપયોગો આદિ. સંસ્કૃત ભાષામાં કાનની શ્રવણશક્તિની શિસ્ત, ઉચ્ચારણ અને દીર્ઘ-હૃસ્વ અત્યંત મહત્વનાં છે. ભારતમાં આજથી ૨૩૦૦ વર્ષો પહેલાં પાણિનિએ વ્યાકરણ રચ્યું ત્યારે એ તત્કાલીન ઍટિક (ઍથેન્સની બોલી,) ગ્રીસના ભાષાપ્રયોગોથી અનેકગણું આગળ હતું. વ્યાકરણનો શબ્દાર્થ પણ સૂચક છે, વ્યાકરણ એટલે જુદું કરવું, પૃથક કરવું, ઍનેલિસિસ કરવી...! બ્રાહ્મણોને આજના રાજનીતિક સંદર્ભમાં અર્ધશિક્ષિત નેતાઓ હિન્દુસ્તાનમાં ચાબુકો ફટકારી શકે છે, પણ ભારતવર્ષના એ પ્રાચીન બ્રાહ્મણોએ સંસ્કૃતના ‘ચૅન્ટિંગ’ (મંત્રોચ્ચાર) દ્વારા વિશ્ર્વને ફોનેટિક્સ કે ધ્વનિશાસ્ત્ર આપ્યું છે એ જગતના ભાષાશાસ્ત્રીઓ સાદર સ્વીકારે છે અને અત્યાધુનિક થઈ રહેલા જગતમાં ભાષિકોને વિસ્મય એ વાતનું છે કે આજે પણ ધર્મની ભાષા સર્વત્ર એ માતૃભાષાઓ જ છે: બૌદ્ધો માટે પાલી, હિન્દુઓ માટે સંસ્કૃત, ખ્રિસ્તીઓ માટે લૅટિન, યહૂદીઓ માટે હિબ્રુ, ઈસ્લામીઓ અરબી, જૈનો માટે અર્ધમાગધી, ફારસીઓ માટે અવસ્તી...! ભાષાને જીવંત રાખવા માટે કદાચ સૌથી પ્રેરક અને ચાલકબળ છે: ધર્મ.
શબ્દોની દુનિયાનો રોમાંચ અનંત હોય છે. પોર્ટુગીઝમાં ચાવી અને દીવાની જ્યોત માટેના શબ્દો છે: શાવી અને શમા! ચીનાઓ હાસ્ય માટે શું શબ્દ વાપરે છે? હા-હા! અને ભાઈ માટે? કો-કો! માણસ એટલે જેન, અને માણસો એટલે જેન-જેન! અને રોજ રોજ એટલે ટિયેન-ટિયેન...! જાપાનમાં એક લિપિનું નામ છે ‘કાના’... અને આપણે ગુજરાતીમાં પણ કાનોમાત્ર વાપરીએ છીએ. ઉત્તર યુરોપની લિથુઆનિઅન ભાષામાં એસ્મિ છે જે સંસ્કૃત અસ્મિ છે, એસિ છે જે અસિ છે અને જે આપણું અસ્તિ છે!

No comments:
Post a Comment