Sunday, January 18, 2015

દૂધના વ્યવસાયમાં અનેક રીતે યોગદાન આપી શકવાની ભૂમિકા ---- અર્થજગત - કિશોર પી. દવે

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=151632


ગુજરાતમાં દુગ્ધ વ્યવસાયનું નેટવર્ક હતું તેમાં ઘસારો લાગ્યો છે. જો કે દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે, પરંતુ ભાવ વધી ગયા છે. ઘેર ઘેર ગૌપાલન થતું નથી. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહેનત કરવાનો અભાવ અને ગોચર જમીનમાં સતત કાપ થવાથી પશુપાલન વ્યવસાય કોઇને પસંદ નથી.

દૂધ અને ઘી એ દૈનિક જરૂરતની અતિ આવશ્યક ચીજવસ્તુ છે, પરંતુ ગ્રામ્ય અર્થતંત્રના આધાર સમા પશુપાલનને પીઠબળ પૂરું પાડવામાં આવશેે તો જ શહેરનો અને શહેરી પ્રજાનો ઉદ્ધાર થવાનો છે. દૂધનું ઉત્પાદન વધ્યું છે. તેમ કહેવાય છે તે સારી બાબત છે પરંતુ પ્રજાને શુધ્ધ અને સાત્ત્વિક ઘી અને અન્ય દૂધની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવથી મળે તેમ પણ થવું જોઇએ.

પશુપાલન વ્યવસાય અને ખેતી બન્નેમાં શ્રમની જરૂર પડે છે. વળી આ વ્યવસાયમાં પાણીની પુષ્કળ આવશ્યકતા રહે છે. આથી નદીઓ અને તળાવોની સાફસૂફી અનિવાર્ય છે. પશુ સારવારક્ષેત્રે ઘનશ્યામ ગોપાલન ટ્રસ્ટ મુંબઇ દ્વારા રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળના સહયોગમાં પશુ રોગ નિદાન સારવાર કેમ્પ યોજે છે આથી પશુપાલકોને ઘણી રાહત મળે છે. હાલ સુધીમાં ૪૧૦ કેમ્પમાં ૪,૩૫,૬૯૦ પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે. તેમાં સહયોગ કલ્પવૃક્ષ લેડીઝ સોશ્યલ ગ્રુપ બોરીવલી અને મહિલા મંડળ ભાયખલાની બહેનોએ આપ્યો છે.

વેદોમાં ગાયના દૂધને અમૂલ્ય ગણ્યું છે. સુવર્ણ મુદ્રાઓ આપીને ગાયનું દૂધ ખરીદો તો પણ તેનું મૂલ્ય ચૂકવી શકાતું નથી.

ગાયનાં શરીરમાં સૂર્યકેતુ નામની નાડી હોય છે. જે સૂર્યપ્રકાશની મદદથી સુવર્ણ તત્ત્વ પેદા કરે છે જે ઔષધિય ગુણો ધરાવે છે.

વૈજ્ઞાનિક પૃથક્કરણથી જણાયું છે કે ગાયના દૂધથી રોગ પ્રતિકારકશક્તિ વધે છે. દૂધમાં વિટામિન ‘એ’ હોય છે. દૂધમાં રહેલો કેરોટીન નામનો પદાર્થ આંખની જ્યોતિ વધારવાનું કામ કરે છે.

આધુનિક વિજ્ઞાન કહે છે કે ગાયના દૂધમાં આઠ પ્રકારના પ્રોટીન, ૨૫ પ્રકારના ખનીજ તત્ત્વો, પાંચ પ્રકારના વિટામિન એમિનો એસિડ, બે પ્રકારના શર્કરા, ચાર પ્રકારના ફોસ્ફરસ, કેલ્શિયમ, લોહ, તાંબું, આયોડિન, મેંગેનીઝ, લોરીન, સીલીકોન વિ. નો સમાવેશ થાય છે. એમિનો એસિડમાં લાઇસીન અને ટ્રીપટોફેન મૂળ તત્ત્વ છે. જ્યારે કાર્બોહાઇટ્રેડમાં મુખ્ય લેકટોસ છે જે પાચનતંત્રને સુવ્યવસ્થિત રાખે છ. આ ઉપરાંત ૪.૯ ટકા સાકર, ૩.૭ ટકા ઘી, ૩.૬ ટકા પ્રોટીનમાં લ્યુસન ગ્લુકેટીક એસિડ ટીરોસીન, અમોનિયા, ફોસ્ફરસ જેવાં ૨૧ તત્ત્વો રહેલા છે. તેમ જ ૦,૭૫ ટકા ક્ષારોમાં પોટેશિયમ, સોડીયમ જેવા ૧૭ પ્રકારોનો સમાવેશ થાય છે. જેમાં પાચક રસો ડાયસ્ટેજ લેકટેજ એન્જઇમ, લેકટોટોમ, કેરોટીન, યુરિયા, કોબિન, ફોસ્ફેટ, કેસીનનું મિશ્રણ એમ બધાં તત્ત્વોએ ગાયના દૂધને જડીબુટ્ટી બનાવી દીધું છે.

કેરોટીન અપોષણને રોકે, આંખોનું તેજ વધારે, સેરીબ્રોસાઇઝ મગજ-બુદ્ધિના વિકાસમાં સહાયક બને છે. રશિયન વૈજ્ઞાનિકો કહે છે કે ગાયના દૂધમાં રહેવું સ્ટોન્સિયમ અણુ કિરણોનો પ્રતિરોધ કરે છે. છાણ અને ઘી પણ અણુરજના ઝેરને મારવાની શક્તિ ધરાવે છે. પશુ વિજ્ઞાનના નિષ્ણાત પ્રોફેસર રોનાલ્ડ ગોરવિટના મતે ગાયના દૂધમાંથી પ્રાપ્ત થતાં તત્ત્વોને કારણે ઋતુઓના પરિવર્તન સાથે ગાયનું દૂધ કદમ મિલાવે છે. ગાયના દૂધમાં એમ.પી.જી. આઇ. નામક પ્રોટીન છે જેમાં કેન્સર સેલ્સનો નાશ કરવાની ક્ષમતા છે. શિયાળામાં જરૂરી ગરમી આપી ઠંડક સામે રક્ષણ આપે છે. ઉનાળાની અસહ્ય ઉષ્ણતામાં શરીરને શીતળતા પ્રદાન કરે છે.

શરીરનું તાપમાન જાળવી રાખવાનું કામ ગાયનું દૂધ કરે છે.

પ્રદૂષણના વિષ સામે ગાયનું દૂધ રક્ષણ પૂરું પાડે છે.

શરીરના આરોગ્ય સંતુલન માટે ગાયના દૂધને ઉત્તમ ગણ્યું છે. ચરકસંહિતા જેવા ગ્રંથોમાં ગાયના દૂધના ભૌતિક વૈજ્ઞાનિકો તેમ જ આધ્યાત્મિક અનંત ગુણો વિષે અપાર વર્ણન કર્યું છે. ગાયના વાછરડાને જરૂર પૂરતું દૂધ આપી હાથેથી દોયેલ દૂધ જ અહિંસક અને પવિત્ર છે.

ૄ ગાયના છાણમાં રેડિયો વિકિરણ (એટોમિક રેડિયેશન)થી રક્ષા કરવાવાળી સર્વાધિક શક્તિ હોય છે એવું રશિયન વૈજ્ઞાનિક શિરોવિચ કહે છે.જે ઘરોમાં ગાયના છાણનું લીપણ થયું હોય તે વિકિરણોથી સુરક્ષિત રહે છે.

ૄ ગાય નકામી વસ્તુ ખાય છતાં તે અમૃત જેવું મીઠું દૂધ આપે છે.

ૄ ગાયનું દૂધ હૃદયરોગથી બચાવનારું, સ્ફૂર્તિ આપવાવાળું અને સ્મરણશક્તિ વધારનારું છે.

ૄ ગાયના ઘીને અગ્નિ પર નાખવાથી તેનો થતો ધુમાડો વાતાવરણને પ્રદૂષણમુક્ત કરે છે. આવા હવન કે યજ્ઞ એટોમિક રેડિયેશનથી બચાવે છે.

ૄ ગાયના ભાંભરવાનો અવાજ માનસિક વિકૃતિ કે મનોદૈહિક રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

ૄ મદ્રાસના ડૉ. કીંગના સંશોધન અનુસાર 

ગાયના છાણમાં કોલેરાના કીટાણું નષ્ટ કરવાની શક્તિ હોય છે.

ૄ ગાયનું મૂત્ર છાંટવાથી પરિસર પ્રદૂષણમુકત બને છે, પવિત્ર બને છે. 

ૄ ક્ષય રોગીઓના રોગીને ગૌશાળા કે ગાયોના 

વાડમાં રાખવાથી છાણ મૂત્રની ગંધવાળી હવાને 

કારણે રોગીમાં અસાધારણ સુધારો જોવા મળ્યો હતો.

ૄ એક તોલા ઘીના યજ્ઞ કરવાને કારણે એક ટન ઓક્સિજન બને છે.

ૄ ગાયના ઘીને ચોખા સાથે મેળવીને બાળવાથી અત્યંત મહત્ત્વપૂર્ણ ગેસ ઈથોલીન ઓકસાઇડ, પ્રોપલીન ઓકસાઇડ બને છે. જે જીવન રક્ષક ઔષધિ બનાવવા અને કૃત્રિમ વર્ષાના કામમાં આવે છે.

ૄ રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ (૬ થી ૭ ટકા) પશુધનથી પ્રાપ્ત થાય છે.

ૄ લાખો ગેલન ગૌમૂત્ર કે જે જીવાણુ નિયંત્રક છે તે ગૌવંશથી પ્રાપ્ત થાય છે. ગૌમૂત્રમાં રહેલ જેવા કે નાઇટ્રોજન કાર્બોલિક એસીડ, દૂધ દેતી ગાયના મૂતરમાં સલ્ફર, એમોનિયા ગેસ પોટેશિયમ મેગેનીજ યુરિયા વ. આરોગ્યકારી ઔષધિ હોય છે.

ૄ ૪૦ હજાર મેગાવોટ (અશ્ર્વશક્તિ) પશુધનથી પ્રાપ્ત થાય છે.

ૄ દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઉપરાંત છાણ દ્વારા ઉત્તમ ખાતર ગૌવંશ પાસેથી મળે છે.

ૄ ૭૦ ટકાથી વધુ ખેતીમાં હળ ચલાવવાનું કામ બળદો કરે છે.

ૄ ગાડા વિ. દ્વારા માલ પરિવહનનું કામ બળદો કરે છે.


No comments:

Post a Comment