દુબલે કાજી સરકાર હવે ફૂડ બિલ ને લૅન્ડ બિલ લાવ્યા પછી દેશમાં એક કરોડ ફેરિયાઓને લાઈસન્સ આપવાની છે. સવાસો કરોડની વસ્તીમાં શું એક કરોડ ફેરિયાઓ હશે? આનો મતલબ એ થયો કે દર સવાસો વ્યક્તિએ એક ફેરિયો અને આ સવાસોમાં મૂકેશ અંબાણીથી લઈને નરેન્દ્ર મોદી. પણ આવી ગયા અને રસ્તા પર સૂઈ જનારા ભિખારીઓ પણ આવી ગયા. પ્રજા આટલા બધા ફેરિયાઓનું કરશે શું? ફેરિયાઓને રોજી મેળવવાનો હક્ક છે. ટૅક્સ ભરનારાઓને ફૂટપાથ પર ચાલવાનો હક્ક નથી. સરકાર ફેરીવાળાઓની હાલાકી સમજે છે પણ જેઓ પોતાની દુકાનમાં લાખો રૂપિયાનું રોકાણ કરીને બેઠા છે એમની દુકાનને અડીને જ ફેરિયાઓ પોતાનો ધંધો શરૂ કરી દે છે ત્યારે એ દુકાનદારોની હાલાકી સમજનાર કોઈ ધણીધોરી નથી હોતું. ૨૦૧૪ની ચૂંટણી નજીક આવી ગઈ છે એટલે કૉંગ્રેસ સરકાર ડેસ્પરેટ બની ગઈ છે. આખા દેશને ફેરીવાલા ક્ષેત્ર કે હૉકર્સ ઝોન બનાવી રહી છે. બાળ મજૂરીના કાયદાની ઐસીતૈસી કરીને ૧૪-૧૪ વરસના છોકરાઓને ફેરિયા બનવાનું ઉત્તેજન આપી રહી છે. સર્વશિક્ષા અભિયાનને નાખો ઉકરડામાં. રસ્તા પર પથારો કરીને માલસામાન વેચનારાઓ પાસેથી સ્થાનિક પોલીસ, સ્થાનિક ગુંડો, સ્થાનિક રાજકારણી અને સ્થાનિક બ્યુરોક્રેસીનો સભ્ય એટલે કે મ્યુનિસિપાલિટીની વૉર્ડ ઓફિસનો અધિકારી. આ સૌને હપ્તા મળે છે. કૉંગ્રેસી સરકાર આ સમજે છે. એને ખબર છે કે એક કરોડ ફેરિયાઓને લાઈસન્સ આપી દીધા પછી એ એક કરોડ કુટુંબો ઉપરાંત ફેરિયાઓ જેમને ટુકડા નાખે છે એ પોલીસો, રાજકારણીઓ, ગુંડાઓ અને સરકારી કર્મચારીઓનાં કુટુંબો પણ ૨૦૧૪માં કૉંગ્રેસને જ વૉટ આપવાના. કૉંગ્રેસે હવે કોઈથી ડરવાનું નથી. નરેન્દ્ર મોદીથી પણ નહીં. એક રૂપિયે કિલો મળતો બાજરાનો રોટલો ખાધા પછી રસ્તો રોકીને ધંધો કરી લેતા કરોડો લોકો સોનિયાજીની સાથે છે. રાહુલ બાબાનું રાજ અમર રાખવું હોય તો એમણે જલદી જલદી લગન કરીને બાળકો પેદા કરી લેવા જોઈએ. નહીં તો રાહુલ બાબા નહીં હોય ત્યારે આ દેશ અનાથ થઈ જવાનો. જય હિંદ. Source, Mumbai Samachar,13-09-2013 |
Monday, September 16, 2013
સારે ગાંવ કી ફિકર
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment