http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=102463
આપણી જ પરંપરાઓ સંશોધનને નામે આપણને પીરસી રહ્યા છે વિદેશી સંશોધકો

ભગવત પ્રજાપતિ
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, બ્રિટન, જર્મની અને જાપાન સહિતના દેશોમાં એવાં સંશોધનો થઈ રહ્યાં છે, જેનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો એમાં નવી શોધ કે સંશોધન આપણને ન જણાય, પરંતુ એમાં આપણી જ સંસ્કૃતિક બાબતોને જરા જુદી રીતે વણી લઈને વૈજ્ઞાનિક અખતરાના નામે એ રજૂ કરવામાં આવે છે. આવાં સંશોધનો આપણી ભારતવર્ષની નવી પેઢીને ટાર્ગેટ કરીને જ કરવામાં આવી રહ્યાં છે. હાલની નવી પેઢી દિનપ્રતિદિન ભારતીય સાંસ્કૃતિ અને સંસ્કારથી વિમુખ થઈ રહી છે, કારણ શિક્ષણ ક્ષેત્રે રાજકીય સમીકરણો સાથે ધરખમ બદલાવ આવ્યો છે. ભારતીય ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ છે અને એ સાથે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની પણ અવદશા થઈ છે.
આજે દેશનો રાજકીય માહોલ એવો છે કે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવો યા તેના અભ્યાસને ઉત્તેજન આપવું એ જાણે કે અપરાધ હોય. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને વિદેશી પરિબળો આપણી જ સંસ્કૃતિક વિચારસરણી, સંસ્કાર પ્રતીકો અને આપણા જ પ્રાચીન ગ્રંથોની આદર્શ વાતો વૈજ્ઞાનિક સંશોધનોના નામે પ્રસિદ્ધ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વિદેશોમાં નવી નવી શોધો અંગે સાયન્ટિફિક મેગેઝિનોમાં આ સિલસિલો શરૂ થઈ ગયો છે.
આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આધ્યાત્મિક અનુભૂતિ અને વિચારમંથન દ્વારા જે સો ટચની બાબતો સર્વ સામાન્ય ઉદાહરણો દ્વારા પ્રતિપાદિત કરી છે, એને લોજિકના ત્રાજવે તોળીને આપણા જ પાશ્ર્ચાત્ય રંગોથી રંગાયેલા તથાકથિત સુશિક્ષિતો સ્વીકારવા રાજી નથી. અલબત્ત, એ જ વિચારસરણી અને માન્યતાને નવી વૈજ્ઞાનિક શોધોના નામે વિદેશી સામયિકોમાં પ્રગટ કરવામાં આવે છે ત્યારે એનો સ્વીકાર થાય છે. અલબત્ત, વિદેશી સંશોધનના નામે. આ એક સાંસ્કૃતિક ઉઠાંતરી છે. આ માત્ર ઉઠાંતરી નથી, પરંતુ આપણી જ સંસ્કૃતિ પર છદ્મ આક્રમણ છે. ભારતીય સંસ્કૃતિ અને સાંસ્કારથી વંચિત બનેલી આપણી નવી પેઢી વખત જતાં એ વિદેશી બ્રાન્ડ બનેલી આપણી જ વાતોને નવી શોધો સ્વરૂપે સ્વીકારીને એમાંથી સુખ મેળવવાની ચાવી શોધવા ફાંફા મારતી થશે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ મિનેસોટાની કર્લસન સ્કૂલ ઓફ મેનેજમેન્ટના માનસશાસ્ત્રનાં વૈજ્ઞાનિક કેથેલીન વોહે તાજેતરમાં કરેલા એક અભ્યાસ અને એનાં તારણો ‘સાઈકોલોજિકલ સાયન્સ’ નામના મેગેઝિનમાં પ્રકાશિત થયાં છે.
આ મહિલા વિજ્ઞાનીએ લોકોનાં વિવિધ જૂથોને સામેલ કરીને હાથ ધરેલા પ્રયોગોના અંતે પોતાના સંશોધનનો નિષ્કર્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે બર્થ-ડે કેક પહેલાં મીણબત્તીઓ સળગાવીને જે ‘રિચ્યુઅલ્સ’ કરવામાં આવે છે એ બાદ કેકનો સ્વાદ અત્યંત મધુર બની જાય છે. ‘રિચ્યુઅલ્સ’નો તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ આપણે ત્યાં ‘રિચ્યુઅલ્સ’નો સીધો અર્થ ધાર્મિક વિધિ, કર્મકાંડ, ભજન, પ્રાર્થના વગેરે છેે તેમણે આવો પ્રયોગ કરવા ચોકલેટ બનાવીને સીધી પીરસી અને પછી ‘રિચ્યુઅલ્સ’ બાદ પીરસી એનું પણ તારણ રજૂ કર્યું અને જણાવ્યું કે ‘રિચ્યુઅલ્સ’ બાદ ખાવામાં આવેલી ચોકલેટનો સ્વાદ સુપરનેચરલ-અદ્ભુત હતો.
પ્રયોગના આધારે તેઓ આગળ વધીને જણાવે છે કે ભોજન પહેલાં કે કાંઇપણ ખાદ્યપદાર્થ આરોગતાં પહેલાં ‘રિચ્યુઅલ્સ’ કરવામાં આવે તો સ્વાદની પરિભાષા જ બદલાઈ જાય છે અને એમાં અનેકગણી મીઠાશ ભળી જાય છે.
અહીં સંશોધન કરનાર વૈજ્ઞાનિક મેડમે આપણી જ સાંસ્કૃતિક પ્રણાલિને વૈજ્ઞાનિક સંશોધનોનો રંગ ચડાવીને રજૂ કરી હોવાનું પહેલી નજરે જ જણાય છે.
ધાર્મિક પ્રસંગોમાં આપણે ત્યાં સત્યનારાયણની મહાપૂજા યા અન્ય કોઈ પૂજા-યજ્ઞ યાગાદિ પ્રસંગોએ આરતી અને પ્રસાદનું અનેરું મહત્ત્વ હોય છે. પૂજન વિધિ બાદ પ્રભુને ધરાવાયેલ પ્રસાદમાં અમૃતસમી મીઠાશ ભળે છે એવી આપણી દૃઢ માન્યતા છે. આપણી આ જ માન્યતા, પૂજા પછીના આરતી-પ્રસાદની મીઠાશની બાબતની ઉઠાંતરી થઈ હોવાનું આપણને સહેજે સમજાય છે. ફરક એટલો જ છે કે એને જુદી રીતે રજૂ કરીને વૈજ્ઞાનિક સંશોધનનું લેબલ મારવામાં આવ્યું છે.
આપણે ત્યાં અમુક સંપ્રદાયોમાં તો ભોજનને જ પ્રસાદ સ્વરૂપ માનવામાં આવે છે. ભોજન લેવું એમ બોલવાને બદલે પ્રસાદ ગ્રહણ કરવાનું કહેવાય છે. રસોઈ તૈયાર થાય એટલે પ્રથમ થાળી ઈશ્ર્વરને ધરાવવામાં આવે છે અને એ રીતે સમગ્ર ભોજન સામગ્રી ‘પ્રસાદ’ બની જાય છે. એટલે એમાં ઈશ્ર્વરીય મીઠાશ આપોઆપ ભળે છે.
ભોજન પહેલાં સંસ્કૃત પ્રાર્થના પણ આપણે ત્યાં બોલાય છે:
અન્નં બ્રહ્મા, રસો વિષ્ણુ:
પકવો દેવો મહેશ્ર્વર:
એવં જ્ઞાત્વા તુ યો ભુંકતે
અન્ન દોષો ન લિપ્યતે॥
અર્થાત્ અન્ન બ્રહ્મા છે, રસ વિષ્ણુ. એને પચાવીને નકામો પદાર્થ નષ્ટ કરનાર સંહારક શિવશંભુ છે એમ જાણીને પ્રાર્થના કરનારને એ ભોજનની કોઈ જ અનિષ્ટ અસર થતી નથી.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી કોઈપણ ધાર્મિક યા શુભ પ્રસંગમાં સ્વસ્તિક એટલે કે સાથિયાનું ઘણું મહત્ત્વ લેખાયું છે. કુમકુમનો સાથિયો દોરી ગણેશ સ્થાપના થાય છે.
સ્વસ્તિકનો ઘણો લાંબો ઈતિહાસ છે. ભારતમાં સિંધુ ખીણમાં જે સંસ્કૃતિ વિકાસ પામી એ હિન્દુ સંસ્કૃતિ કહેવાઈ. એ પહેલાંની પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સમયથી સ્વસ્તિક ધર્મપ્રતીક તરીકે સ્વીકૃતિ પામ્યો છે.
જર્મનીના સરમુખત્યાર શાસક એડોલ્ફ હિટલરે આ ભારતીય શુકનવંતા સ્વસ્તિકની ઉઠાંતરી કરીને તેના રાષ્ટ્રધ્વજમાં અને સૈનિકોના ગણવેશમાં સ્થાન આપ્યું હતું એ તો જગજાહેર છે. નાઝીઓનું રાજકીય પ્રતીક બની ગયેલો સ્વસ્તિક હિટલરની ત્રાસદાયક અને સંહારક પ્રવૃત્તિઓને કારણે વિશ્ર્વમાં અપયશ પણ એટલો જ પામ્યો છે, છતાં તેનું ધાર્મિક મહત્ત્વ ઓછું થયું નથી.
સ્વસ્તિક એ પ્રાચીન માનવે નિર્માણ કરેલું સર્વપ્રથમ ધર્મપ્રતીક છે અને એનો ઈતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે એમ મનાય છે. એક ઊભી રેખા અને તેના ઉપર એટલી જ બીજી આડી રેખા એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. ઊભી લીટી જ્યોતિર્લિંગનું સૂચન કરે છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ ભગવાન વિષ્ણુના ચાર હાથનું પ્રતીક છે. ભગવાનના ચાર હાથ મને સહાયક છે અને ચારે દિશાઓ મારા કાર્યક્ષેત્રનું સૂચન કરે છે એવો એમાં સંકેત છે.
મૂળ ભારતીય સંસ્કૃતિનું શુભ અને કલ્યાણકારી શુકનવંતુ પ્રતીક સ્વસ્તિક બૌદ્ધધર્મના પ્રતીક તરીકે ચીનમાં પ્રસ્થાપિત થઈ ગયું છે. સિંધુ સંસ્કૃતિના સ્વસ્તિક આકૃતિવાળા સિક્કા અને મોહર બ્રિટિશ મ્યુઝિયમમાં આજે પણ સચવાયેલાં છે. બર્લિનના મ્યુઝિયમમાં સ્વસ્તિક ધરાવતા બોલ જળવાયેલા છે. આફ્રિકામાં પુરાતત્ત્વ ખાતાએ કરેલા ખોદકામ દરમિયાન મળી આવેલા વાસણો ઉપર સ્વસ્તિકનાં પ્રતીકો જોવા મળે છે. ઇજિપ્તનાં કોપ્ટિક ખ્રિસ્તી ચર્ચોમાં પણ સ્વસ્તિક પ્રતીકોનો ઉપયોગ થતો હતો. જેના પુરાવા લંડનના વી એન્ડ એ મ્યુઝિયમમાં મોજૂદ છે.
વિશ્ર્વભરમાં સ્વસ્તિકનો ભરપૂર ઉપયોગ કે દુરુપયોગ થયો છે. ભારતમાં શુભ લેખાતા પ્રતીકનો અમુક વિધર્મીઓએ પોતાના સ્થાપત્યમાં ડિઝાઈન તરીકે પણ ઉપયોગ કર્યો હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે.
પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો માઈન્ડ એન્ડ બોડી (શરીર અને મન) વચ્ચેનો સંબંધ અને એ બાબત સ્વસ્થ અને લાંબું જીવવામાં કઈ રીતે સંકળાયેલી છે એનું સંશોધન કરી રહ્યા છે. આ શોધકાર્ય દરમિયાન કેટલાક વિજ્ઞાનીઓએ મનુષ્યના રોગમુક્ત પ્રદીર્ઘ જીવન માટે આસ્થા અને ધ્યાન (મેડિટેશન) ખૂબ જ ઉપયોગી હોવાનું પ્રતિપાદિત કર્યું છે.
આપણી સંસ્કૃતિમાં ‘શરીર માધ્યમ ખલુ ધર્મ સાધના:’ એટલે કે ધર્મ-પરમાત્માની સાધના માટે શરીર એક માધ્યમ છે. એ વિધાન ખૂબ જાણીતું છે. સ્વસ્થ શરીર અને શાંત મન હોય તો જ એ શક્ય બને છે.
યોગ અને પ્રાણાયામ થકી શરીર અને મનનું સમતુલન સાધીને દીર્ઘ સ્વસ્થ જીવન જીવતાં એકાગ્રતા કેળવીને પરમાત્માની સાધના થઈ શકે એવી શોધ પ્રાચીન કાળમાં જ મહર્ષિ પતંજલિએ કરીને માનવજાતને યોગ-વિજ્ઞાનની અણમોલ ભેટ આપી છે. આ જ પ્રાણાયામ અને યોગાસનોની વિવિધ સ્વરૂપે ઉઠાંતરી થઈ રહી છે અને તેના પરનું ભારતીય લેબલ દૂર થાય એ માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. અમેરિકામાં હાલ પ્રચલિત બની રહેલ પાવરયોગ આનું ઉદાહરણ છે.
કપાળમાં તિલક, ચાંદલો યા ત્રિપુંડનું મહત્ત્વ ભારતીય ધર્મોના વિવિધ સંપ્રદાયોમાં જોવા મળે છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું તે એક અંગ છે. કપાળમાં ચાંદલો કરવો ચંદનનું તિલક કે ત્રિપુંડ કરવું યા ભસ્મ લગાડવી એને અંધશ્રદ્ધામાં ખપાવનારો એક વર્ગ છે, પરંતુ ભાલપ્રદેશમાં કુમકુમ હળદર મિશ્રિત ચાંદલો કરવો, ચંદનનું તિલક કરવું યા ભસ્મ લગાડવી એમાં બુદ્ધિપ્રામાણ્ય છે તથા એનું સાયન્ટિફિક કારણ છે. આ માટેનું વિજ્ઞાન સમજવા માટે કઠોપનિષદનો એક મંત્ર સમજી લેવો જોઈએ.
શતં ચૈકા ચ હૃદયસ્ય નાડ્ય -
સ્તાસાં મૂર્ધાનભિનિ: સુતૈકા
તયોર્ધ્વમાયન્નમૃતવ્વમેતિ વિષ્ડ્ડન્યા ઉત્ક્રમેણભવન્તિ
માણસના જ્ઞાનતંતુઓનું વિચાર કેન્દ્ર લલાટ અને ભ્રકુટીનો મધ્ય ભાગ છે, જેને આજ્ઞાચક્ર કહેવાય છે. ત્યાંથી મસ્તકની નાડીઓ પ્રકંપિત થઈને જે તે ઇન્દ્રિયોને કાર્યાન્વિત કરે છે અને સુષુમ્ણા નાડી કે જે એકસોમાંની મુખ્ય નાડી છે તે બ્રહ્મરંધ્ર (મસ્તકનો એક ભાગ) તોડીને ઊર્ધ્વગતિ કરે છે. તેથી તે ઊર્ધ્વગતિના સંકેત તરીકે ત્યાં ઊર્ધ્વ તિલક કરવામાં આવે છે.
વળી કપાળમાં ચંદનનો લેપ કે ચંદનનું તિલક કરવામાં આવે છે, તે જ્ઞાનતંતુઓ અને સુષુમ્ણા નાડીનું કાર્યક્ષેત્ર છે એટલે ભાલપ્રદેશની શાંતિ માટે ત્યાં કરવામાં આવતું તિલક ઠંડક પહોંચાડનારું હોય છે. ભાલપ્રદેશ શરીરનું એનર્જી સેન્ટર છે. વળી કપાળમાં ચાંદલો કે તિલક કરવાની જે વૈદિક પરંપરા છે તે ખરેખર તો બુદ્ધિપૂજા છે. એટલે કોઈપણ વ્યક્તિ બહારગામ યા કોઈ સારા કામે જતી હોય ત્યારે ત્યારે તેને કપાળે તિલક કરીને તેની બુદ્ધિ સતેજ રહે અને કામમાં સફળતા મળે એવો એમાં શુભ સંદેશ હોય છે.
શરીર પર ભષ્મ કે ચંદનનો લેપ લગાડવાની પ્રાચીન વૈદિક પરંપરા ખ્રિસ્તી ધર્મમાં પણ "એશ વેડનસ્ડે પાળવામાં આવે છે ત્યારે જોવા મળે છે.
આપણા મંદિરોમાં દેવો સમક્ષ દીપ પ્રગટાવવામાં આવે છે. દીવડામાં જ્યોતિ છે. દીપજ્યોત ઈશ્ર્વરસ્વરૂપ છે. એટલે જ ઉપનિષદમાં ‘તમસો મા જ્યોતિર્ગમય’ એમ કહેવાયું છે. અંધારામાંથી ઉજાસમાં એટલે કે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાની એમાં ઈશ્ર્વરને પ્રાર્થના છે.
આપણે ઘીનો દીવો પ્રગટાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ -
શુભં કરોતી કલ્યાણમારોગ્ય ધનસંપદા
શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે
મંદિરમાં કે ઘરમંદિરમાં મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવીને પ્રાર્થના થાય છે:
દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાદન:
દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમસ્તુતે
ઘીના દીવાનું મહત્ત્વ અલૌકિક છે, તે આંખોને શાતા અને મનને શાંતિ આપે છે અને એકાગ્રતા ભણી દોરી જાય છે.
વીજળીનો બલ્બ પણ પ્રકાશ આપે છે, પરંતુ એનો પ્રકાશ જીવનને ઉજાળનારો નથી.
દીપ પ્રાગટ્ય પાછળ જરૂર કોઈ વિજ્ઞાન છે, કારણ કે ચર્ચમાં ઈસાઈઓ પણ વધસ્તંભ પરના ઈશુની અને મધર મેરીની પ્રતિમા સામે મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે.
ચર્ચમાં મીણબત્તી પ્રગટાવવાની પરંપરા પણ મંદિરોમાં થતા દીપ પ્રાગટ્યનું અનુકરણ જ છે. ઘંટનાદ કરવાની બીજી એક ખ્રિસ્તી પરંપરાની મૂળ તો વેદિક પદ્ધતિમાંથી ઉઠાંતરી કરવામાં આવી છે. ઘંટનાદના મૂળ વેદિક પરંપરામાં છે. વૈદિક મંદિરોમાં પ્રાર્થના-આરતી વખતે ઘંટનાદ કરવામાં આવે છે - કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશે ત્યારે પરમાત્માને દંડવત્ પ્રણામ કરતાં પૂર્વે ઘંટનાદ કરતો હોય છે. ઘંટ એટલે કે બેલ સંસ્કૃત બલ શબ્દમાંથી અવતર્યો છે. એનો અર્થ બળ-તાકાત થાય છે. ઘંટનાદ ભક્તને પ્રાર્થના-આરતી વખતે દૈવી બળ પ્રદાન કરે છે.
તૈત્તિરીય ઉપનિષદમાં ઓમ - ૐ એ જ બ્રહ્મ હોવાનું જણાવાયું છે. ઓમિતિ બ્રહ્મ ઓમિતીદં સર્વ ‘ઓમકાર એ જ સંપૂર્ણ જગત છે એમ પ્રતિપાદિત કરાયું છે.
વ્યવહારમાં સગુણ પરમાત્મા સ્વરૂપ શિવ, વિષ્ણુ, રામ અને કૃષ્ણ ઇત્યાદિ છે. એ જ રીતે નિર્ગુણ પરમાત્માનું પરમ સ્વરૂપ ઓમ - એટલે કે ૐકાર છે અને પરબ્રહ્મનું દ્યોતક ૐકાર જ છે. એટલે કે એ જ સર્વસ્વ છે.
ઓમ-પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપના સાક્ષાત્કાર માટેની વૈદિક પરંપરાનું અનુકરણ કરીને ‘ઓમ શીન્રીક્યો’ (સુપ્રીમ ટ્રુથ)ના નામે છેલ્લાં કેટલાંક વર્ષથી પશ્ર્ચિમના દેશોમાં એક સંપ્રદાય સક્રિય રીતે ચાલે છે. ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, રશિયા, તાઈવાન અને અમેરિકામાં આ સંપ્રદાયના અનુયાયીઓ છે. ૧૯૮૪માં સ્થપાયેલો આ સંપ્રદાય ૨,૦૦૦થી વધુ સભ્યો ધરાવે છે. જાપાનની ટોચની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો આ સંપ્રદાયમાં જોડાઈ રહ્યા છે. આ સંપ્રદાયમાં ૩૦૦ જેટલા તો વૈજ્ઞાનિક છે. છેલ્લાં વર્ષોમાં આ સંપ્રદાયે મોટા પ્રમાણમાં સંપત્તિ અને ભંડોળ એકત્ર કર્યું છે. આજની તારીખે એક અબજ ડોલરથી પણ વધુ મૂલ્યની તે અસ્કયામતો અને રોકડ ધરાવે છે.
આ સંપ્રદાયના સભ્યોએ જાપાનમાં હિંસા પણ આચરી હતી.
આપણા જ દેશમાં આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રાચીન શાસ્ત્રો વેદ પુરાણ, ઉપનિષદો તથા નીતિશાસ્ત્રોની હાલ અવહેલના થઈ રહી છે. સંસ્કૃત ભાષા, ધર્મ, સાહિત્ય સહિત માનવ-કલ્યાણની રીતભાત અને ઊચ્ચ જીવન જીવવાની ચાવીઓનો ખજાનો છે એને આજે ડેડ લેંગ્વેજ - મૃતભાષાનું સ્થાન આપણા દેશમાં મળ્યું છે. વિદ્વાનોએ સાચે જ કહ્યું છે કે ‘વિના સંસ્કૃતમ્ નૈવ સંસ્કૃતિ:’.

No comments:
Post a Comment