http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=132310
૧૯૫૦માં તૈયાર કરવામાં આવેલા બંધારણની મર્યાદા-ખામી અને ત્રુટિઓ હવે નજરમાં આવી રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ૧૯૪૫-૪૬થી બંધારણની જોગવાઈઓ અંગે ચર્ચા શરૂ થઈ. બંધારણ સભામાં તેની વિશદ્ છણાવટ થઈ અને છેક ૧૯૫૦માં બંધારણ અમલી બન્યું, પરંતુ તે વખતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કરતાં આજે ચિત્ર સાવ જુદું છે.
દેશના ધર્મના નામે ભાગલા પડ્યા અને જે ધર્મને કારણે ભાગલા પડ્યા તે સેક્યુલારિઝમનું પૂછડું આજે પકડી લેવામાં આવ્યું છે તેથી તો દૈનિક ધોરણે નુકસાન થઈ રહ્યું છે. સેક્યુલારિઝમનું "વળગણ જેટલું ભારતમાં છે તેટલું તો આ શબ્દ જ્યાંથી પેદા થયો છે તે યુરોપમાં પણ નથી! વાસ્તવિકતા એ છે કે આ શબ્દના નામે જેટલા માથા પછાડવામાં આવી રહ્યા છે તેટલું જ નુકસાન સમાજની એકતાને થઈ રહ્યું છે.
ભારતનો ધાર્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક ઈતિહાસ ૫ હજાર વર્ષ જૂનો છે. આ ઈતિહાસના કોઈપણ મુદ્દાનું પ્રતિબિંબ બંધારણમાં પડતું નથી. આ દેશની પરંપરા, તેનો ઈતિહાસ, તેના જૂના સમયના રાજવીની પરંપરા, મૂલ્યો, ખુમારી, ખાનદાની વગેરેનો કોઈ જ અંશ બંધારણમાં દેખાતો નથી. વેદ, ઉપનિષદ, આયુર્વેદ, શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત કે શ્રીમદ્ ભગવદ્ગીતાનો કર્મનો સિદ્ધાંત આમાંનું કશું જ બંધારણમાં દેખાતું નથી.
દુનિયામાં કયો દેશ પોતાની સભ્યતા - સંસ્કૃતિની ઓળખ વગર આવી રીતે વિદેશથી આયાત થયેલા બંધારણની જોગવાઈઓ કઈ રીતે ટકી શકે? તેમ જ તેની ઉપયોગિતા અને યથાર્થતા કેટલી? એક સુસંસ્કૃત, સભ્ય સમાજ તરીકેની આપણી આગવી ઓળખને ઘસારો લાગી રહ્યો છે તેનું કારણ અવાસ્તવિક બંધારણ છે.
બંધારણમાં ક્યાંય રાજકર્તાઓની જવાબદારી નિશ્ર્ચિત કરી શકાય તેવી બાબતો નથી. સાંસદો, રાજ્યપાલની ફરજ અને જવાબદારીનું પ્રકરણ અસંદિગ્ધ છે. ન્યાયપાલિકા બાબતે પણ ઘણો જ શૂન્યાવકાશ પ્રવર્તી રહ્યો છે. ન્યાયતંત્રની કાર્યક્ષમતા અને વિશ્ર્વસનીયતા સામે વ્યાપક શંકા વ્યક્ત થઈ રહી છે. આવી અસંખ્ય બાબતોમાં બંધારણ સાવ મૌન છે.
બ્રિટન અને અમેરિકાના બંધારણની જોગવાઈઓ આપણા બંધારણમાં છે તેવું કહેવાય છે, પરંતુ તેમાં જે સારી બાબતો હતી તે આપણા બંધારણમાં સમાવી લેવામાં આવી નથી. જેમ કે બ્રિટનમાં તો બંધારણ લેખિતમાં નથી, પરંતુ પ્રધાન સામે આક્ષેપ થાય તો તે તુરત જ રાજીનામું આપી દેતા હોય છે. આવી પ્રણાલિકા આપણે સ્વીકારી નથી.
પ્રધાનમંડળનું કદ બ્રિટિશ પાર્લામેન્ટની સંખ્યાના ૧૦ ટકા હોવું જોઈએ તેવી જોગવાઈ આપણે ત્યાં છે ખરી? અમેરિકાના બંધારણમાં પ્રમુખ બહારના નિષ્ણાતોને પોતાની કેબિનેટમાં સમાવી શકે છે, જ્યારે આપણે ત્યાં આવી પ્રણાલિકાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આવા તો ઘણા મુદ્દા છે જે ઉપેક્ષિત રહ્યા છે આજે તે નડતરરૂપ બન્યા છે.
અનામત પ્રથા એ બંધારણનું અધમ કક્ષાનું પાપ છે. શોષિત અને વંચિતોને નામે વાસ્તવમાં તો હવે પછાત વર્ગમાં જ સ્થાપિત હિતોનો અડ્ડો ઊભો થયો છે. છેલ્લી જોગવાઈ મહારાષ્ટ્રમાં મરાઠા ક્ષત્રિય કોમને અનામત આપવા થયેલી જાહેરાત પુરવાર કરે છે કે જેમના નામે ૯૦ ટકા ખાંડના કારખાના ચાલે છે તેમને હવે "પછાત કહેવાય છે! આવી જોગવાઈઓની સમાજમાં શું અસર થાય છે તે કોઈ જાણે છે ખરા?
સમાજમાં ભાગલા પડાવવાનું કાર્ય આવી રીતે અનામત પ્રથા કરે છે, જે ઐતિહાસિક કારણ ૧૯૫૦માં હતા. તેમાં આજે ઘણું પરિવર્તન આવ્યું છે. છતાં જોગવાઈઓ તો જૂનવાણી જ રહી છે. બંધારણમાં ફેરફાર કરવા બે તૃતીયાંશ અને ત્રણ ચતુર્થાંશ બહુમતીની જરૂર પડે છે જે માટે શાસક પક્ષ પાસે સંખ્યા હોતી નથી આવા ઘણા કાનૂની મુદ્દા પણ અડચણરૂપ છે.
બંધારણ સમાજને માર્ગદર્શક અને પથદર્શક બનવાને બદલે અવરોધક પરિબળ બન્યું છે.
ભારતની સાથે જ પ્રગતિકાર્ય શરૂ કરનાર જર્મની અને જાપાન આજે ક્યાંય આગળ છે ત્યારે આપણે હજુ પીવાનું પાણી, અક્ષરજ્ઞાન અને દારૂબંધી જેવી બાબતોમાં પણ કોઈ નક્કર કાર્ય કરી શક્યા નથી.
બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતમાં સંપૂર્ણ દારૂબંધી, ગૌવંશ હત્યા પ્રતિબંધ અને નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ આ ત્રણમાંથી એકપણ મુદ્દે ૧૦૦ ટકા સફળ કાર્ય થયું નથી. ગૌવંશ હત્યા પ્રતિબંધ કેટલાક રાજ્યોમાં અમલી છે, પરંતુ બધા રાજ્યોમાં નથી આથી પડોશી રાજ્ય છટકબારીનો લાભ લઈને ગેરકાયદે કૃત્ય કરી રહ્યા છે.
કલ્યાણ રાજ્યની ભાવનાને અનુરૂપ પ્રજાના હિતમાં દારૂબંધી હોવી જોઈએ. ભારત જેવા ગરમ દેશમાં દારૂની કોઈ જરૂર નથી.
દારૂ કરતાં દૂધની વધુ જરૂર છે છતાં ગૌવંશની કતલ થયા કરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ સમગ્ર રાષ્ટ્રમાં સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ એકસૂત્રતા સાથે અમલી નથી તે એક કમનસીબી છે.
પ્રજાનું કલ્યાણ જોવાને બદલે દારૂના વેચાણમાંથી એક્સાઈઝની આવક મળે છે તેવી સલાહ જ્યારે આપવામાં આવે છે ત્યારે આશ્ર્ચર્ય થાય છે. એકમાત્ર ગુજરાતમાં ૧૯૪૭થી દારૂબંધી અમલી છે. ભલે ગમે તેટલી ટીકા થાય, પરંતુ ગુજરાતનો સરેરાશ મધ્યમવર્ગનો યુવાન દારૂથી અલિપ્ત રહીને પોતાનો વેપાર, વ્યવસાય કરે છે.
ગુજરાતની પ્રજાની ખરીદશક્તિ વધુ છે તે વાતનું પ્રતિબિંબ દારૂબંધીને કારણે છે તે કોણ સમજે છે?
બંધારણ બાબતે એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચાસભા અનિવાર્ય છે. માત્ર સર્વસંમતિ દ્વારા જ બંધારણને ફરીથી લખવું અનિવાર્ય છે. જે મતભેદ છે તે બાબતે સાથે બેસીને ઉકેલ શોધવા જોઈએ. ૧૨૫ કરોડની જનસંખ્યાની અપેક્ષા, આકાંક્ષાથી બંધારણ ઊણું ઊતર્યું છે. ખાસ કરીને યુવાનવર્ગ આજે પરિણામલક્ષી કામગીરી માગે છે. તેવે વખતે લાગણીને સમજવી રહી.
વાજપેયી સરકાર દ્વારા બંધારણમાં ફેરફાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. તેના દ્વારા અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આગળની કોઈ જ કાર્યવાહી થઈ નથી. નિષ્ણાતોએ કરેલી ભલામણ અંગે કોઈક ચર્ચા થવી જોઈએ અને સમયને અનુરૂપ ફેરફાર બંધારણમાં અવશ્ય થવા જોઈએ.

No comments:
Post a Comment